অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પિયતની આધુનિક પધ્ધતિ એટલે ટપક સિંચાઇ પધ્ધતિ (Drip Irrigation)

પિયતની આધુનિક પધ્ધતિ એટલે ટપક સિંચાઇ પધ્ધતિ (Drip Irrigation)

ગુજરાત રાજ્યની કુલ ખેતિની જમીનનાં 79% ટકા વિસ્તારની સિંચાઇ ભુગર્ભજળથી (કવા, બોર વગેરે) થાય છે. સમયની સાથે ભુગર્ભજળ ભંડારો ઓછા થવાથી પાણીના જળ નીચા જાય છે અને વધુ ઉંડાઇથી પાણી ખેંચતા તેની ગુણવત્તા પિયત માટે જરુરીયાત મુજબની રહેતી નથી. ખાસ કરીને મધ્યમથી  મોટો વિસ્તાર ધરવતા ખેડુતો પાસે પોતાનો પાણીનો સ્ત્રોત હોવા છતા ઘણીવાર પુરા વિસ્તારમાં પિયત થઇ શકતું નથી.

ધોરીયા ક્યારાની પારંપરીક પિયત પધ્ધતિમાં જ્મીન પર આગળ વધતો પાણીનો પ્રવાહ પુરેપુરી જમીનને પાણીથી તરબોળ કરીને આગળ વધે છે. આ પધ્ધતિમાં પાણીના બગાડ ઉપરાંત બીજા પણ બે ગેરલાભ છે. એકતો મુળ વિસ્તારમાં વધારે પડ઼તું પાણી ભરાઇ જાય છે. બીજું છોડવાને હવા અને ગરમીની અછત થાય છે જે ખોરાક (પોષક દ્રવ્યો) ની શોષણ ક્રિયામા બાધક બને છે. આ ઉપરાંત નિંદામણમાં વધારો થવાથી ખાતરની કાર્યક્ષમતામાં ઘટડો પણ થાય છે.

આમતો સિંચાઇની આધુનિક પધ્ધતિઓમાં ફુવારા પધ્ધતિ તેમજ પોરષ પાઇપ દ્વારા પિયત પધ્ધતિ પણ છે. પરંતુ ટપક સિંચાઇ (Drip Irrigation) પધ્ધતિના ફાયદા જોતા આને આધુનિક સિંચાઇ પધ્ધતિમાં શ્રેષ્ઠ કહી શકાય.

ટપક સિંચાઇ પધ્ધતિના ફાયદાઓ

  • ટપક પધ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. પાણી સીધું જ વનસ્પતિના મુળ વિસ્તારમાં ટપકીને પડતું હોવાથી એટલા જ પાણીમાં બે થી ત્રણ ગણા વિસ્તારમાં પિયત આપી શકાય છે.
  • દરરોજ પાણી મળતું રહેવાથી હવા, ગરમી અને ભેજનું સરસ સમીકરણ સર્જાય છે જેથી વનસ્પતિના મુળ વધુને વધુ કાર્યરત રહે છે. પરિણામે છોડની વ્રુધ્ધિ અને વિકાસ ઝ્ડપથી થાય છે.
  • પાણીમાં સંપુર્ણ દ્રાવ્ય એવા ખાતરો (દા.ત. યુરીયા, એમોનીયમ સલ્ફેટ વગેરે) તેમજ જ્મીનમાં આપવાની અમુક જંતુ નાશક દવાઓ પાણી સાથે જ મુળ વિસ્તારામાં સરખા પ્રમાણમાં આપી શકાય છે. જેથી પોષકતત્વોની બચત થાય છે તેમજ ખાતર છાંટવાની મજુરી બચે છે અને 25% થી 30% ખાતર ઓછું વપરાય છે.
  • ક્યારા, પાળા, ખામણા, ધોરીયા, જ્મીન પોચી રાખવાની ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજુરી પણ બચે છે.
  • ટપક પધ્ધતિથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે.
  • નિંદણ ઓછું થાય છે તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજુરી ખર્ચમાઈ પણ ઘટાડો થાય છે.
  • જમીનમાં પાણીનો ભરાવો થયેલો રહેતો ના હોવાને કારણે રોગ-જીવાત ઓછા આવે છે.
  • વિજળીની આશરે 30% થી 35% ટકા બચત થાય છે.
  • ક્ષારવાળા પાણીનો પણ પિયત માટે ઉપયોગ કરી શકાય છે.
  • જમીનમાં પિયત ઓછું હોય ત્યારે તેમાં માત્ર ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સુગમતા રહે છે.
  • ઉત્પાદમાં આશરે 30% જેટલો વધારો થાય છે અને ગુણવત્તા સારી આવે છે જેથી બજાર ભાવ સારા મળે છે.
  • પાક વહેલો આવે છે આથી શરૂઆતની અછતનો લાભ મેળવીને સારા બજાર ભાવ મેળવી શકાય છે.

મર્યાદા

પ્રારંભિક ખર્ચ વધુ આવે છે.

નિવારણ

ગુજરાત સરકાર દ્વારા જી.એસ.એફ.સી., જી.એન.એફ.સી. અને જી.આઇ.સી. ના સંયુક્ત ઉપક્રમ તરીકે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીની સ્થાપના કરેલ છે જે ખેડુતોને 50% અથવા રૂ.60,000/- પ્રતિ હેકટરે બે માં થી જે ઓછુ સબસીડી સ્વરૂપે આપે છે.

ટપક પધ્ધતિ વસાવવા માટે જી.એસ.એફ.સી. તથા જી.એન.એફ.સી. ડેપો અથવા દરેક જિલ્લાઓમાં આવેલ ક્રુષિ કેન્દ્ર, ક્રુષિ યુનિવર્સિટી તેમજ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક સાધો.

સ્ત્રોત: સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate