অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઝમણ પાઈપ (ભૂમિગત) સિંચાઈ પધ્ધતિ

વપરાયેલા રબ્બરને પુનઃઉપયોગમાં લઈને આ ઝમણ પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપના છીદ્રો એવી રીતે બનાવવામાં આવે છે જે પાણી તથા હવાને ઘણા ઓછા દબાણે પણ અવર જવર કરવા દે છે. આ અતિ સુક્ષ્મ છીદ્રોમાં છોડ/ઝાડના મુળીયા તેમજ માટીના રજકણો પ્રવેશી શકતા નથી. આ ઝમણી પાઈપને જમીનની અંદર ૮ થી ૧ર ઈંચ ઉંડાઈએ જમીનના પ્રકાર તેમજ અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી દાટવામાં આવે છે.

ફાયદા

  1. પાણીનું બાષ્પીભવન, પાણીનું વહી જવું તેમજ જમીનું ધોવાણ આ ભૂમિગત સિંચાઈ પધ્ધતિ ધ્વારા રોકાય છે.
  2. જમીન પર પાણીનો ભરાવો થતો ન હોવાથી નિંદણ, લીલ, શેવાળ, ફૂગ વગેરે રોગો ઓછા થાય છે.
  3. ૪૦ થી પ૦ ટકા સુધી પાણી, ખાતર તેમજ ઉર્જાની બચત થાય છે.
  4. ફળ, ફૂલ અને પાકના ઉત્પાદનમાં વધારો થાય છે.
  5. પાકના મૂળીયામાં જ જરૂરી ભેજ અને ખાતર આપી શકવાથી પાકની વૃધ્ધિ સારી રહે છે.

ગેરફાયદા

  1. વધુ પડતા દબાણે પિયતની એકરૂપતા ઘટે છે.
  2. ઢાળવાળી જમીનમાં વાપરવી યોગ્ય નથી.

જુદા જુદા પાકમાં ડ્રીપ / સ્પ્રીંકલર ધ્વારા પિયત

વિગત

મગફળી

લસણ

શેરડી

દિવેલા

હા. કપાસ

ડ્રીપ / સ્પ્રીંકલર

ડ્રીપ

માઈક્રોસ્પ્રીંકલર

ડ્રીપ

ડ્રીપ

ડ્રીપ

દબાણ

૧.ર કિ.ગ્રા. / સેમી

૧.ર કિ.ગ્રા. / સેમી

૧.પ કિ.ગ્રા. / સેમી

૧.પ કિ.ગ્રા. / સેમી

૧.પ કિ.ગ્રા. / સેમી

લેટરલ વચ્ચેનું અંતર

એકાંતરે હારમાં

ર.પ × ર.પ મી.ના અંતરે ફુવારા ગોઠવવા

૧૦૦ સે.મી.

દરેક હારમાં

દરેક હારમાં

લેટરલ પર ડ્રીપ વચ્ચેનું અંતર

૪પ સે.મી.

પ૦ સે.મી.

૬૦ સે.મી.

૬૦ સે.મી.

ડ્રીપરની કેપેસીટી

૪૮ લી./કલાક

૩પ લી./કલાક ના સ્પ્રીંકલર

ર લી./કલાક

ર લી./કલાક

ર લી./કલાક

બે પિયત વચ્ચેનો ગાળો

એકાંતરે દિવસે

એકાંતરે દિવસે

એકાંતરે દિવસે

એકાંતરે દિવસે

એકાંતરે દિવસે

સિસ્ટમ ચલાવવાનો સમય

જાન્યુ. થી માર્ચ પોણો કલાકથી એક કલાક અને એપ્રીલથી જૂન એક થી સવા કલાક

ર કલાક અને ૪૩ મીનીટ

ડીસે. થી જાન્યુ. ર થી ૮૧ મીનીટ અને ફેબ્રુ. થી માર્ચ ૧૧૭ થી ૧૩ર મીનીટ તથા એપ્રીલથી જુન ૧ર૩ થી ૧પ૯ મીનીટ તથા જુલાઈ ૧૧૧ મીનીટ તથા સપ્ટેમ્બર થી નવેમ્બર ૯૩ થી ૯૯ મીનીટ

જુદા જુદા પાકની પાણી માટેની કટોકટીની અવસ્થાઓ

.નં.

પાકનું નામ

કટોકટીની અવસ્થા

બાજરી

ફુટ અવસ્થા, થુલુ / ફૂલ અવસ્થા

જુવાર

ફૂલ અવસ્થા, દાણા બેસવાની અવસ્થા

ડાંગર

ફુટ અવસ્થા, જીવ પડવાની અવસ્થા, દાણા દૂધે ભરાવાની અવસ્થા

ઘઉં

શિષ્ન મૂળ અવસ્થા, ફુટ અવસ્થા, ગાભે પોટેની અવસ્થા, ફૂલ અવસ્થા, દૂધીયા દાણાની અવસ્થા, પોંક અવસ્થા

મકાઈ

મૂછ અવસ્થા, દાણા ભરાવાની અવસ્થા

મગફળી

ફૂલ અવસ્થા, સૂયા બેસવાની અવસ્થા, પોપટામાં દાણા ભરાવાની અવસ્થા

સોયાબીન

શરૂઆતની વૃધ્ધિ અવસ્થા , ફૂલ બેસવાની અવસ્થા, શીંગો વિકાસ અવસ્થા

કપાસ

ચાંપવા બેસતી વખતે, ફૂલ અવસ્થા, શરૂઆતમાં જીંડવાના વિકાસની અવસ્થા

મગ–અડદ તુવેર–ચોળા

ફૂલ આવવાની અવસ્થા, શીંગમાં દાણા ભરાવાની અવસ્થા

૧૦

શેરડી

વૃધ્ધિના બધાજ તબકકા

૧૧

તલ

ફૂલ અવસ્થાથી પાકવાની અવસ્થા

૧ર

તમાકુ

ફેર રોપણીથી સંપૂર્ણ ફૂલ અવસ્થા

૧૩

મરચી

ફૂલ અવસ્થા

૧૪

બટેટા

કંદ બંધાવાની શરૂઆતથી પાકવા સુધીની અવસ્થા

૧પ

ડુંગળી

કંદ બંધાવાની શરૂઆતથી પાકવા સુધીની અવસ્થા

૧૬

ટમેટા

ફળ બંધાવાની શરૂઆતથી પાકવા સુધીની અવસ્થા

૧૭

વટાણા

ફૂલ અવસ્થા અને શીંગમાં દાણા ભરાવાની અવસ્થા

૧૮

ગાજર

મૂળના વિકાસની અવસ્થા

મગફળી પાકમાં ટપક તથા ફુવારાથી પિયત વ્યવસ્થાની ભલામણો

ક્રમ

વિગત

સંશોધન ભલામણ

માઈકોસ્પિકલર પધ્ધતિ

( ઉનાળુ મગફળી )

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત – આબોહવાકીય વિભાગમાં ઉંનાળુ મગફળી (જીજી– ર) માં માઈક્રોસ્પિકલર પધ્ધતિથી પિયત આપતા ખેડૂતોને બાષ્પીભવનનાં ૮૦ ટકા પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે માઈકોસ્પિકલર પધ્ધતિ (૪.૦પ મીટરનાં અંતરે ૧૬ મિમિ વ્યાસની ૧૬ મિટર લેટરલ, ૪.૦ મીટરનાં અંતરે લેટરલ પર ૧૬૦ લી / કલાકનાં માઈકોસ્પિકલર) થી વાવ્યા પછી તરત જ ચાર કલાક, ૮ અને ૧૮માં દિવસે ત્રણ કલાક, ર૮, ૩૪, ૪૦, ૪૬, પર, પ૮, ૬૩, ૬૮, ૭૩, ૭૮, ૮૩, ૮૮, ૯૪, ૧૦૦ અને ૧૦૭માં દિવસે ચાર કલાક, ર કિગ્રા / સેમીર ના દબાણે ચલાવવાની ભલામણ કરવામાં આવે છે. જે કયારા પધ્ધતિની સરખામણીએ ૧૦ ટકા પાણી બચાવ સાથે ર૦ ટકા વધુ ઉત્પાદન આપે છે.

ર.

ટપક સિંચાઈ પધ્ધતિ

( ઉનાળુ મગફળી )

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત – આબોહવાકીય વિભાગ – ૭ માં ઉનાળું મગફળી (જી જી – ર)માં ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપતા ખેડૂતોને બાષ્પિભવનનાં ૮૦ ટકા પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે મગફળીને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે (ર થી ૩ અઠવાડીયા સુધી) માસમાં ૧.ર સેન્ટીમીટરનું પિયત દર ત્રીજા દિવસે આપવાની ભલામણ કરવામાં આવે છે. જેનાથી કયારા પધ્ધતિની સરખામણીએ ૧૪.૩ ટકા પાણી બચાવ સાથે ૪૧ ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ટપક સિંચાઈ પધ્ધતિ

( ઉનાળુ મગફળી )

દક્ષિણ સૌરાષ્ટ્ર એગ્રો કલાઈમેટીક વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ગોરાડુ જમીનમાં સાંકડા અંતરે વવાતા મગફળીના પાક માટે ૧૬ લીટર પ્રતિ કલાકના પ્રવાહ દરની ટપક પિયત પધ્ધતિ અપનાવવાથી શરુઆતનું મુડી રોકાણ તથા મજુરી અને ગોઠવણી ખર્ચ ઘટાડી શકાય છે.

સસ્તુ ડ્રીપ ફીલ્ટર

ડી્રપ ઉત્પાદન કરતી કંપનીઓ તથા ખેડૂતોને ભલામણ કરવામાં આવેછે કે જયારે પાણીમાં તરતા રજકણો ખૂબ જ વદ્યારે હોય ત્યારે ડબલ સ્ક્રીન ફિલ્ટર અને જયારે ઓછા પ્રમાણમાં રજકણો હોય ત્યારે સિંગલ સ્ક્રીન ફિલ્ટર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢે વિકસાવેલ છે તે નીચે જણાવેલ માહિતી સાથે વાપરવું

  1. તરતા રજકણો પાણીમાં વદ્યારે હોય ત્યારે વારંવાર ફિલ્ટરને સાફ કરવું
  2. પાણીમાં રજકણો ઓછા હોય ત્યારે ફિલ્ટરને દરરોજ અથવા આઠ કલાકે સાફ કરવું
  3. ફિલ્ટરની કેપેસીટી ર૦ દ્યન મીટર પ્રતિ કલાક છે
  4. ફિલ્ટરની ઉત્પાદન કિંમત રૂા. પ૦૦ છે.

ટપક સિંચાઈ પધ્ધતિ

( ઉનાળુ મગફળી )

સૌરાષ્ટ્ર ની મધ્યમ કાળી જમીન માં ઉનાળુ મગફળી વાવતા ખેડૂતોને ઉચ્ચ પ્રવાહ ટપક સિંચાઈ પધ્ધતી વાપરવા ની ભલામણ કરવામાં આવે છે. જેમા ૩.પ મીટર ના અંતરે ગોઠવેલ ૧૬ મીમી ની લેટરલ પર

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate