অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટપક પિયત પદ્ધતિના ભાગો અને કાર્યો

ટપક પિયત પદ્ધતિના ભાગો અને કાર્યો

ટપક પધ્ધતિને ( ડ્રિપ સીસ્ટમ ) સફળતા પુર્વક ચલાવવા માટે પધ્ધતિની સંપૂર્ણ તાંત્રિક માહિતી હોવી ખાસ જરૂરી છે. જેના માટે પધ્ધતિની જુદા જુદા ભાગો અને ઉપભાગોના કાર્યો અને તેની ઉપયોગીતાની જાણકારી હોવી જોઈએ. પધ્ધતિના જુદા જુદા ભાગો અને તેના કાર્યો અંગેની ટૂંકમાં માહિતી અત્રે રજુ કરેલ છે. ટપક પિયત પધ્ધતિ વિષે જાણકારી મેળવતા પહેલા પાણીના સ્ત્રોતો વિષે જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે.

પિયત પાણી માટે મુખ્ય સ્ત્રોતો

  • કૂવો
  • બોર
  • તળાવ
  • કેનાળ / નદી / કાંસ / ખેતતલાવડી વગેરે

પિયત કરવા પાણી ખેંચવા માટે વપરાતા સાધનો

  • સબમર્સિબલ પંપ
  • મોનોબ્લોક પંપ
  • ડિઝલ એન્જીન

ટપક પધ્ધતિના મુખ્ય ભાગો :

  1. પંપ યુનિટ
  2. હેડ યુનિટ
  3. બાઈપાસ એસેમ્બલી
  4. ગેટ વાલ્વ
  5. દબાણ માપવાનું સાધન
  6. ખાતર આપવાનું યુનિટ
  7. ફિલ્ટર
  8. મુખ્ય પાઈપ
  9. સબમેઈન પાઈપ
  10. લેટરલ
  11. ટપકણીયા / માઈક્રો ટ્યુબ / નાના ફુવારા

ટપક પધ્ધતિના ભાગો અને ઉપભાગો :

ટપક પધ્ધતિના ભાગો અને ઉપભાગો નીચે મુજબ છે

  1. ટપક પધ્ધતિમાં વપરાતા વાલ્વના પ્રકાર
  2. ફિલ્ટર ના પ્રકાર
  3. પાણીમાં દ્રાવ્ય ખાતરો આપવા માટેના સાધનો ( ફર્ટિગેશન )
  4. ટપક પધ્ધતિમાં વપરાતા પાઈપનાં પ્રકાર
  5. ડ્રિપર ( ટપકણીયાં ) ના પ્રકાર
  6. પ્રેસર ગેઈજ
  7. ગ્રોમેટ ટેક ઑફ
  8. સ્ટ્રેટ ક્નેકટર
  9. એન્ડ પ્લગ

મુખ્ય પાઈપ લાઈન :

પાણીના સ્ત્રોતથી ટપક પિયત પદ્ધતિના ફિલ્ટર સ્ટેશન સુધીની પાઈપ લાઈન તેમજ ફિલ્ટર સ્ટેશનથી ગૌણ પાઈપ સુધીની પાઈપને મુખ્ય પાઈપ લાઈન કહેવાય છે.

ટપક પિયત પદ્ધતિમાં વપરાતા પાઈપના પ્રકાર નીચે મુજબ છે.

ટપક પધ્ધતિમાં વપરાતા પાઈપનાં પ્રકાર

ક્રમ

પાઈપ

ઉપયોગ

એચડીપીઈ પાઈપ

મુખ્ય લાઈન કે પેટા લાઈન એચડીપીઈ ની હોય તો જમીન ઉપર રાખી શકાઇ છે.

પીવીસી પાઈપ

મુખ્ય લાઈન કે પેટા લાઈન પીવીસી ની હોય તો જમીનની અંદર રાખવી હિતાવહ છે.

એલએલડીપીઈ લાઈન

લેટરલ લાઈલ એલએલડીપીઈ ની હોય છે.

પેટા ( ગૌણ ) પાઈપ લાઈન : મુખ્ય પાઈપ લાઈનથી નાની માપની પાઈપ દ્ધારા નળીઓમાં પાણીને લઈ જવા માટેની લાઈનને પેટા લાઈન કહે છે.

નળીઓ :પ્લાસ્ટિક્ની બનેલી નળીઓ કે જેની પર જયાં પાક હોય ત્યાં ટપકણીયા લગાડવામાં આવે છે. ખાસ કરીને આવી નળીઓ ૧૨ મિ.મી., ૧૬ મિ.મી., અને ૨૦ મિ.મી. ના વ્યાસની હોય છે.

ડ્રિપર / ટપકણીયાં :ટપકણીયાંનો ઉપયોગ નળીઓમાંના પાણી તેમજ પોષક દ્ર્વ્યોને છોડના મુળ વિસ્તારમાં જોઈતી માત્રામાં આપવા માટે થાય છે. સામાન્ય રીતે બે પ્રકારનાં હોય છે. ઑન લાઇન અને ઇન લાઈન.

ટપકણીયાંને લીધે નળીઓ માંના પાણીના દબાણના ઘટાડાને ઓછા કરવામાં આવે છે. વિવિધ પાકો તેમજ જુદી જુદી પરિસ્થિતિઓ માટે ખાસ પ્રકારના ટપકણીયાંનો ઉપયોગ થાય છે. જેને લેટરલ લાઈન ઉપર ( ઓન લાઈન ડ્રિપ્રર ) અથવા અંદર ( ઈન લાઈન ડ્રિપ્રર ) પણ રાખી શકાઇ છે. ડ્રિપરના પ્રકારની વિગત કોઠામા દર્શાવેલ છે.

ડ્રિપર

ઉપયોગ

પીસી ડ્રિપર

પધ્ધતિમાં થતાં દબાણની વધ-ઘટની અસર ડ્રિપરના પ્રવાહના દર પર થતી નથી.

એનપીસી ડ્રિપર

પધ્ધતિમાં થતા દબાણની વધ-ઘટની અસર ડ્રિપરના પ્રવાહ દર પર થાય છે.

ગ્રેવીટી

આ પ્રકારના ડ્રિપરને દબાણની જરૂર રહેતી નથી, પણ ગુરૂત્વાકષણ બળથી પાણી નીકળે છે.

માઈક્રોટ્યુબ

ડ્રિપરની જગ્યાએ વાપરી શકાય છે જેનો ખર્ચ ડ્રિપર કરતા ઓછો આવે છે.

ડમી ડ્રિપર

લેટરલમાં પડેલ કાણાને બંધ કરવા માટે વપરાય છે.

ફિલ્ટર :ટપકણીયામાં સુક્ષ્મ છિદ્રો તેમજ ફલો ટ્રેક હોય છે. પાણીમાં રહેલા ધુળ તેમજ માટીથી જામ ન થઈ જાય તે માટે પાણીની ગુણવતા સુધારવા ફિલ્ટર વાપરવામાં આવે છે. પાણીની ગુણવતા આધારિત ફિલ્ટરની પસંદગી કરવી જોઈએ. નીચે જુદા જુદા પ્રકારના ફીલ્ટરો દર્શાવેલા છે.

ફિલ્ટરના પ્રકાર

ફિલ્ટર

ઉપયોગ

હાઈડ્રોસાયક્લોન ફિલ્ટર

પાણીમાંથી રેતીને દુર કરવા માટે

ગ્રેવલ ફિલ્ટર

પાણીમાંથી રેતી અને કચરો દુર કરવા માટે

સ્ક્રીન ફિલ્ટર

પાણી ચોખ્ખુ કરવા માટે

ડિસ્ક ફિલ્ટર

પાણીને વધારે ચોખ્ખુ કરવા માટે

પાણીમાં દ્રાવ્ય ખાતરો આપવા માટેના સાધનો ( ફર્ટિગેશન)

સાધન

ઉપયોગ

વેન્ચુરી પમ્પ

ડોલમાં ખાતરને ઓગાળીને આપવા માટે

ફર્ટિલાઈઝર ટેન્ક

ઓગાળી શકે તેવું ખાતર સીધુ જ ટેન્ક માં નાખીને આપી શકાય.

ફર્ટિલાઈઝર પમ્પ

ખાતરના દ્રાવણ ને પધ્ધતિમાં સીધુ જ દાખલ કરવા માટે વપરાય

જુદા જુદા પ્રકારના વાલ્વ :

  • કંટ્રોલ વાલ્વ
  • નોન રીટર્ન વાલ્વ
  • પ્રેસર રેગ્યુલેટિંગ વાલ્વ
  • એર વાલ્વ
  • ગન મેટલ થ્રોટલ વાલ્વ
  • બટર ફ્લાય વાલ્વ

 

ટપક પધ્ધતિમાં વપરાતા વાલ્વના પ્રકાર અને તેનો ઉપયોગ

ભાગ

ઉપયોગ

બાયપાસ વાલ્વ

વધારાના પાણીના પ્રવાહને અલગ કરવા માટે

ઈનલેટ વાલ્વ

પધ્ધતિના શરૂઆતના ભાગમાં લગાડવામાં આવે છે.

હેડ-યુનિટ કંટ્રોલ યુનિટ

પધ્ધતિમાં નિયત દબાણ ગોઠ્વવા માટે

ફલશિંગ વાલ્વ

પધ્ધતિ ને સાફ કરવા માટે

એર-રીલીઝ વાલ્વ

પધ્ધતિમાંથી હવાને કાઢવા માટે

નોન-રીટર્ન વાલ્વ

પંપની સલામતી માટે

સબ-મેઈન વાલ્વ

પધ્ધતિના પ્રવાહ ને બદલાવવા માટે

પ્રેસર ગેઈજ : પધ્ધતિનું દબાણ માપવા માટે વપરાય છે.

ગ્રોમેટ ટેક ઓફ : પેટા લાઈન સાથે લેટરલને જોડવા માટે વપરાય છે.

સ્ટ્રેટ ક્નેકટર : કપાઈ ગયેલ અથવા નુક્શાન પામેલ લેટરલને જોડવા માટે વપરાય છે.

એન્ડ પ્લગ : લેટરલના છેડા બંધ કરવા માટે વપરાય છે.

ટપક પધ્ધતિ વસાવતા પહેલા દયાનમાં રાખવા જેવી બાબતો :

  1. મુખ્ય પાઈપ , લેટરલ , ટપકણીયા તથા ફીલ્ટર આઈ.એસ.આઈ. માર્કના હોવા જોઈએ.
  2. પધ્ધતિમાં વપરાતા ધાતુના ભાગો પાવડર કોટેડ / ગેલ્વેનાઈઝડના હોવા જોઈએ.
  3. ટપક પધ્ધતિને વેચનાર કંપની પાસે થી પધ્ધતિના ભાગોની સમજ તથા તેમાં આવતી મુશ્કેલી નિવરવા માટેનું સાહિત્ય મેળવી લેવું અને તેનો અભ્યાસ કરવો.
  4. ખેડુતે પધ્ધતિને ચલાવવાની તેમજ જાળવણીની અને તેનો અભ્યાસ કરવો.
  5. ટપક પધ્ધતિની ડિઝાઈન, લે-આઉટ અને અંદાજીત ખર્ચમાં મુશ્કેલી જણાય તો તે સાથે સંક્ળાયેલા વિભાગો નો સંપર્ક કરવો.

સ્ત્રોત : સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate