অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈસબગુલ

જમીન અને આબોહવા

ઇસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તે રેતાળ અને ગોરાડું જમીનમાં સારો થાય છે. તે જમીનની નિતારશક્તિ ઓછી હોય તે જમીનમાં આ પાક સારી રીતે થતો નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે. તેની વાવણી 20 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. ડિસેમ્બર ના પહેલા અઠવાડીયામાં વાવણી માટેનો ઉત્તમ સમય ગણવામાં આવે છે. વાવણી મોડી કરીયે તો શિયાળામાં વિકાસ માટે નો સમયગાળો ઓછો મળે છે અને એપ્રિલ મે મહિનાના કમોસમી વરસાદ માં બીજ ખરી પડવાની શક્યતા વધે છે અને ઉત્પાદન માં ઘટાડો થાય છે.

જમીનની તૈયારી

જમીનને હળ અને કરબ વડે ખેડી પોચી અને ભરભરી બનાવવી ત્યારબાદ 4 X 3 મીટર થી 8 X 3 મીટર માપ ના સમતલ ક્યારા બનાવવા.

વાવણી

એક એકર જમીનમાં વાવણી માટે 1 - 1.5 કિલો બીજ લઈ તેને 1.5 - 2 કિલો દિવેલાના ખોળમાં ભેળવી બે હાર વચ્ચે 30 cm નું અંતર રાખી વાવણી કરવી.

બીજમાવજત

બીજજન્ય રોગથી પાકને બચાવવા વાવણી પહેલા બીજને 2.5 ગ્રામ / કિલો બીજ પ્રમાણે બાવીસ્ટીન / થાઈરમ / કેપ્ટાન દવાનો પટ આપવો.

જાતો

ગુજરાત માટે ઇસબગુલની સુધારેલી જાતો ગુજરાત ઈસબગુલ-1, 2 અને 3 છે. ઉત્પાદન અનુક્રમે- 330,363 અને 500 કિગ્રા /એકર છે

રાસાયણિક ખાતર

સારા વિકાસ માટે વાવણી સમયે 6 કિલો નાઇટ્રોજન (30 કિલો એમોનિયમ સલ્ફેટ) + 6 કિલો ફૉસ્ફરસ (38 કિલો SSP) / એકર મુજબ આપવા.

નીંદણ નિયંત્રણ:નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ, ટાટાપેનીડા) @1.3 Ltr / એકર / 200 Ltr પાણીમાં નાખી છાંટો.

સામાન્ય રીતે બે મહિના સુધી ના પાક માં બે હાથ નીંદામણ જરૂરી છે,પ્રથમ નીંદામણ વાવણી ના 20-25 દિવસે કરવું.

પિયત

સામાન્ય રીતે મધ્યમ રેતાળ જમીન માં 3 પિયત આપવા પ્રથમ વાવણી પછી તરત તથા બીજું અને ત્રીજું પિયત વાવણી બાદ 30 અને 70 દિવસે આપવું.

સારા વિકાસ માટે પ્રથમ પિયત હળવું આપવું.ત્યાર બાદ વાતાવરણ અને જમીન પ્રમાણે 4 થી 5 પિયત આપવા.

સારા વિકાસ માટે સૌરાષ્ટ્રમાં 50 મિ. મિ. ઊડાઈના 10 પિયત અને ઉત્તર ગુજરાતની ગોરાડુ જમીન માટે 5 પિયત આપવા.

સારૂ ઉત્પાદન મેળવવા બીજના ઉગાવા સમયે, ફુલ આવે ત્યારે, ડુંડી નીકળે ત્યારે અને દાણો દૂધે ભરાય ત્યારે અવશ્ય પિયત આપો.

સારા ઉત્પાદન માટે છેલ્લું પિયત જ્યારે મોટા ભાગ ના ડોડામાં દુધિયા દાણા અવસ્થા આવી જાય ત્યારે આપવું.

વૃદ્ધિકારકોનો છંટકાવ

જો તમારો પાક 25-30 દિવસનો હોય તો સારા વિકાસ માટે 1kg પાણીમાં દ્રાવ્ય NPK (19: 19: 19) + 400 ml હરબોઝાઇમ / એકર / 150Ltr પાણી મુજબ છાંટો.

સારા વિકાસ અને વધુ ઉત્પાદન માટે 150ml ટ્રાઇકંટેનોલ0.1%EW (વિપુલ)/એકર 150 Ltr પાણી મુજબ વાવણીના 25, 45 અને 55 દિવસે છાંટો.

જીવાત નિયંત્રણ

મોલોમશી : મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

લીલા તડતડિયા:લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

થ્રીપ્સ:થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી:સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

પાન કથીરી:પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

રોગ નિયંત્રણ

તળછારો:સતત ભેજવાળુ હવામાન હોય ત્યારે પાનની નીચેની બાજુઍ સફેદ ફુગની છારી જોવા મળે છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાપણી:પાક 110 થી 130 દિવસે પાકે છે માટે કાપણી માર્ચ એપ્રિલ માં કરવામાં આવે છે.

સારી ગુણવત્તા મેળવવા છોડ પીળા અને ડુંડીઑ આછા ગુલાબી રંગની થાય તથા તેને હાથથી દબાવતાં પાકેલો દાણો બહાર નીકળ જાય ત્યારે કાપણી કરવી.

10 વાગ્યા પછી જ્યારે ઝાંકળ સુકાય ત્યારે ડોડાની કાપણી કરવી.પાકને જમીનની નજીકથી કાપવા અથવા જમીન પોચી હોય તો છોડ સીધા ઉખાડી લેવા.

લણણી કરેલ પાકને ખળામાં સુકવવો.બે દિવસ પછી ટ્રેક્ટર કે બળદ થી બીજ છૂટા પાડવા.

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate