વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભીંડાની ખેતી પધ્ધતિ

ભીંડાની ખેતી પધ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી છે

ગુજરાત આણંદ ભીંડા પ

જમીન અને જમીનની તૈયારી

જમીન

ભીંડાનો પાક સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઇ શકાય તેમ છતા નિતારવાળી ભરભરી ગોરાડુ, બેસર તથા મધ્યમકાળી જમીન વધુ માફક આવે છે. વધારે પડતી કાળી જકાનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં આ પાક લેવો હિતાવહ નથી. પરંતુ આવી જમીનમાં ઉનાળા દરમ્યાન આ પાક સારી રીતે  લઇ શકાય છે.

જમીનની તૈયારી

અગાઉનો પાક પૂરો થાય બાદ સારી રીતે ખેડ કરી પાકના જડીયા વિણી ખેતરને બરાબર સાફ કરવું. જમીનને કરબ અને સમાર મારી  ભરભરી બનાવીને તૈયાર કરવી. આવી તૈયારી કરેલ જમીનમાં હળ ધ્વારા ચાસ ખોલી છાણિયુ ખાતર તેમજ પાયામાં આપવાના થતાં રાસાયણિક ખાતરો આપવા.

વાવણીનો સમય

ચોમાસામાં આ પાકની વાવણી જૂન –જુલાઇ માસમાં કરવામાં આવે છે જયારે ઉનાળામાં તેની વાવણી જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે.

ભીંડાની જાતો

 • ગુજરાત ભીંડાર (વર્ષ ૧૯૯૯) : આ જાત ચોમાસું અને ઉનાળુ બંને ૠતુમાં વાવેતર માટે અનુકૂળતા ધરાવે છે. આ જાતની શીંગો લાંબી,કુમળી તેમજ આકર્ષક હોય છે. તેથી બજારભાવ સારો મળે છે. આ જાતનુ  સરેરાશ ઉત્પાદન ૧૪૧.૧૧ કિવંન્ટલ /હેકટર છે. જે પરભણીક્રાંતિ  કરતા ૩૦ ટકા જેતલું વધારે ઉત્પાદન આપે છે. પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત સુધારેલ પ્રકારની હોવાથી તેનું બીજ બીજા વર્ષે ઉપયોગ કરી શકાય છે. આ જાતની સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.
 • ગુજરાત જેનાગઢ ભીંડા૩ (વર્ષ ર૦૧૦) : રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ચોમાસુ ૠતુ દરમ્યાન વાવણી માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતનુ હેકટર દીઠ સરેરાશ ઉત્પાદન ૧પ૦.પ૦ કિવંન્ટલ છે અને અંકુશ ચેક જાતો ગુજરાત ભીંડા–ર અને પુસા સાવની કરતાં અનુક્રમે ર૦.૬ અને રપ.૭ ટકા વધુ ઉત્પાદન  આપે છે.
 • ગુજરાત આણંદ ભીંડાપ  (વર્ષ ર૦૧૧) : આ સેધારેલી જાતને મધ્ય ગુજરાત ના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. જેનુ ઉત્પાદન ૧૪૦ થી ૧૪પ કિવન્ટલ  છે. જેનુ ઉત્પાદન અંકુશ જાતો ગુજરાત ભીંડા–ર અને પુસા સાવની કરવા અનુક્રમે ૩પ.૯ર અને પપ.૯ર % જેટલુ વધુ ઉત્પાદન આપે છે.આ જાતની શીંગોની કુમળી,  ઘાટા લીલા રંગની મધ્યમ લંબાઇની, અકર્ષક અને ખુબ જ ઉંચી ગણવત્તા ધરાવે છે. જેથી ઉત્પાદનનાં વેચાણ ભાવ વધુ મળે છે. આ જાત પીળી નસના પંચરગીયા સામે મધ્યમ પ્રતીકારક શકિત ધરાવે છે. યુસીયા પ્રકારની જીવાતો તેમજ ફળ અને ડંખ કોરી ખાનાર ઇગળનુ પ્રમાણ અન્ય અંકુશ જાતો કરતા ઓછુ જોવા મળે છે.
 • ગુજરાત જુનાગઢ સંકર ભીંડાર (વર્ષ ર૦૦૯) : ૧૪૮.૩૬ કિવન્ટલ/ હેકટર રાષ્ટ્રિય કક્ષાએ થી સમગ્ર ગુજરાતમાં ખરીફ ૠતુ માં ભલામણ કરવામાં આવેલ છે.
 • ગુજરાત જુનાગઢ સંકર ભીંડા૩ (વર્ષ ર૦૧૦) : સમગ્ર  રાજયમાં ખરીફ ૠતુ માટે આ સંકર જાતને ભલામણ કરવામાં આવેલ છે. જેનુ ઉત્પાદન હેકટર દીઠ ૧૩પ થી ૧૪૦ કિવન્ટલ છે અને  અંકુશ સંકર જાત ગુજરાત સંકર ભીંડા –૧ કરતાં  ૧૯.૯%  જેટલુ વધારે  ઉત્પાદન આપે છે. આ સંકર  જાતમાં પણ પીળી નસના રોગનુ પ્રમાણ ઓછું હોય છે. આ જાતની સિંગો ધાટા લીલા રંગની હોય છે.
 • ગુજરાત જુનાગઢ સંકર ભીંડા૪ (વર્ષ ર૦૧પ ) : આસંકર જાતની સમગ્ર રાજયમાં ચોમાસુ ૠતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ સંકર જાતના ભીંડાનુ ઉત્પાદન ૧૪પ થી ૧૪પ કિવન્ટલ પ્રતિ હેકટર છે. જે અંકુશ  સંકર જાત ગુજરાત જુનાગઢ સંકર ભીંડા–૩ ની સરખામણી ૧૩.૮૬ ટકા વધુ ઉત્પાદન આપે છે. આ સંકર જાતના ભીંડા મધ્યમ દ્યેરા લીલા રંગના, કુણા, લાંબા અને આકર્ષક હોય છે.આ સંકર જાતમાં પીળી નસનો રોગ અને જીવાતો જેવીકે તડતડીયા, સફેદ માખી, ફળ કોરી દાનાર ઈયળોનું પ્રમાણ અંકુશ જાતો કરતાં ઓછુ હોય છે.
 • પરભણી ક્રાંતિ : આ જાતનુ સરેરાશ ઉત્પાદન ૧૧૦ થી ૧૧પ કિવન્ટલ/હેકટર છે. આ જાત ભીંડાની પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. આ જાતની શીંગો મધ્યમ લંબાઇની અને આકર્ષક હોય છે.

આ ઉપરાંત આપણા રાજય માટે રાષ્ટ્રીય કક્ષાએ થી સમગ્ર ગુજરાતમાં ખરીફ ૠતુમાં વર્ષા ઉપહાર, અર્કા અનામિકા અને ચોમાસું અને ઉનાળુ બંને ઋતુમાં કાશી વિભુતિ વગેરે જાતોનો પણ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.

વાવણી પધ્ધતિ અને બીજ દર

 • ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ સુધારેલી જાતો કરતા વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશા થાણીને તેમજ દરેક થાણે બે થી ત્રણ બીજ મૂકીને કરવું જોઇએ. જેથી હેકટરે બીજનો ઉપયોગ ઓછામાં ઓછા કરીને ખર્ચ ઘટાડી શકાય છે.
 • ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે  ૬૦ ×૩૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. અને  ઉનાળુ ૠતુ માટે ૪પ ×૩૦ સે.મી. કરવામાં આવે છે. સંશોધનના પરિણામો ઉપરથી જણાયેલ છે કે ગુજરાતના વિસ્તારોમાં ૪પ × ર૦ સુ.મી., ઉતર ગુજરાતમાં ૩૦ × રપ સે.મી. નું અંતર રાખીને વાવણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
 • બિયારણના દરનો આધાર વાવેતર અંતર અને પધ્ધતિ ઉપર રહેલો છે. સામાન્ય રીતે થાણીને ૪–૬કિ.ગ્રા. તેમજ ઓરીને ૮–૧૦  કિ.ગ્રા. બિયારણની હેકટરે જરૂરિયાત રહેતી હોય છે.

ખાતર

જમીનની તૈયારી કરતી વખતે ૧૦ થી ૧ર ટકા છાણિયું ખાતર હેકટરે આપવું. ત્યારબાદ પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ દરેક પ૦ કિ.ગ્રા. પ્રમાણે હેકટરે ચાસમાં આપવા. પુર્તિ ખાતર તરીકે પ૦  કિ.ગ્રા.  નાઇટ્રોજન ભીંડામાં કૂલ આવે ત્યારે આપવું. સંશોધનના પરિણામો ઉપરથી જાણવા મળેલ છે કે દક્ષિણ ગુજરાતમાં ભીંડાના પાકને પાયામાં ખાતર તરીકે ૭પ કિ.ગ્રા. નાઇટ્રોન પ૦ કિ.ગ્રા.  ફોસ્ફરસ અને પ૦ કિ.ગ્રા.  પોટાશ હેકટરે આપવા. પૂર્તિ ખાતર તરીકે ૭પ કિ.ગ્રા. નાઇટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૪પ દિવસે આપવું. તે જ પ્રમાણે મધ્ય ગુજરાત વિસ્તારમાં ગુજરાત સંકર ભીંડા–૧ નું વાવેતર કરવામાં આવે તો તેમાં ૧પ૦ કિ.ગ્રા. નાઇટ્રોજન  પ્રતિ હેકટરે  આપવાથી વધુમાં વધુ ઉત્પાદન મળે છે.

પિયત

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિ અને જમીનની જાતને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબના  પિયત આપવા. ઉનાળામાં ભીંડાની જાત, જમીનની પ્રત અને પાકની અવસ્થાને ધ્યાનમાં રાખીને ૮–૧૦ દિવસના અંતરે પિયત આપવા. ભીંડામાં શીંગોની વીણી ચાલું હોય ત્યારે પિયતની ખેચ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવું. વધુમાં આ પાકને ઉનાળા દરમ્યાન ટપક પધ્ધતિથી પિયત આપવામાં આવે તો પાણીનો બચાવ કરી શકાય છે. અને ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.

નીંદણ નિયંત્રણ

પાકની શરૂઆતની અવસ્થાએ કરબડ થી ર થી ૩ આંતરખેડ કરવી. જરૂરીયાત મુજબ નીંદણને હાથથી દૂર કરી પાકને નીંદણમુકત રાખવો. મધ્ય ગુજરાત વિસ્તારમાં ભીંડાના પાકને વમવણી કર્યા બાદ ત્રીજા અને છઠા અઠવાડિયે નીંદણમુકત રાખવાથી વધુ ફાયદો થાય છે. જો મજૂરોની અછત હોય તો પેન્ડીમિથાલીન અથવા ફલુકલોરાલિન ૧ કિ.ગ્રા. નીંદણનાશક દવા પ્રતિ હેકટરે પ્રીઇમરજન્સ તરીકે એટલેકે વાવણી બાદ તુરત જ છંટકાવ કરવો અને ૪પ દિવસ બાદ હાથ વડે નીંદામણ કરવાથી સારો ફાયદો મેળવી શકાય છે. બિન રાસાયણીક નિંદણ નિયંત્રણ પધ્ધતિમાં ર૦ અને ૪૦ દિવસે આંતર ખેડ તથા હાથ નીંદામણ કરવુ.

પાક સંરક્ષણ

કાબરી ઈયળ (ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ) :

 • પાકની શરૂઆતની અવસ્થામાં કાબરી ઈયળ છોડની ડૂંખ કોરીને નુકસાન કરતી હોવાથી આવી ઉપદ્રવિત ડૂંખોજો ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવને કાબૂમાં લઈ શકાય છે.
 • પાક ૩૦ થી ૩પ દિવસનો થાય એટલે શિંગો બેસવાની શરૂઆત થાય છે. આ સમય કાબરી ઈયળના ઉપદ્રવને જાણવા માટે ફેરોમોન ટે્રપ હેકટર દીઠ પ થી ૬ ની સંખ્યામાં રાખવા. બે ફેરોમોન ટે્રપ વચ્ચે ઓછામાં ઓછુ રપ મીટરનું  અંતર રાખવુ.
 • ભીંડાની શિંગોની વીણી કરવામાં આવે ત્યારે ઉપદ્રવિત શિંગોને પણ વીણી લેવી. આવી ઉપદ્રવિત શિંગોને જુદી પાડી તેનો નાશ કરવો.
 • કાબરી ઈયળનાનિયંત્રણ માટે કિવનાલફોસ રપ ઈ.સી. ર૦મિ.લિ., સાયપરમેથ્રીન રપ ઈ.સી. ૪ મિ.લિ., એમામેકટીન બેન્ઝોએટ પએસ.જી. ૩ ગ્રામ, કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.પ એસ.સી. ૩ મિ.લિ. પૈકી કોઈપણ એક જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો. સીન્થેટીક પાયરેથ્રોઈડનો છંટકાવ જીવાતનો ઉપદ્રવ વધુમાં વધુ હોય ત્યારે ફકત એક થી બે જ વખત કરવો.
 • કાબરી ઈયળમાં રોગ પેદા કરતા બેસીલસ થુરીન્જીએન્સીસ ર૦ ગ્રામ અથવા બીવેરીયા બેઝીયાના ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી આખો છોડ પૂરેપૂરો ભીંજાય તેમ સાંજના સમયે છંટકાવ કરવો.

લીલા તડતડીયાઃ

 • ભીંડા બીજ વાવતાં પહેલા એક કિલો બીજ દિઠ ઈમીડાકલોપ્રિડ ૬૦૦ એફએસ ૯ મીલી અથવા થાયોમેથોકઝામ ૩પ એફએસ ૯ મીલી અથવા ૪.પ ગ્રામ થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ નો પટ આપવાથી ચુસીયા પ્રકારની જીવાતો (તડતડીયા, સફેદ માખી અને પાનકથીરી) સામે દોઢ માસ સુધી રક્ષણ આપે છે. આ બીજ માવજન આપવાથી ઉનાળુ ભીંડામાં સફેદ માખીનું નિયત્રણ થતાં પીળી નસનો રોગ પણ દ્યટે છે. વાવેતર કરતી વખતે હારમાં બે છોડ વચ્ચે અંતર ઓછું રાખવાથી છોડની ઉંચાઈ છડપથી વધતી હોવાથી જીવાતના ઉપદ્રવને કંઈક અંશે ઓછો કરી શકાય છે.
 • પાકની શરૂઆતની અવસ્થામાં તડતડીયાંનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોવાથી શરૂવાતથી વ પાકની મોજણી કરતાં રહેવું જોઈએ. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થયે આખા ખેતરમાં કીટનાશક દવા ન છાંટતા ફકત ઉપદ્રવિત છોડ ઉપર જ છંટકાવ કરવો જોઈએ.
 • મોલો અને તડતડીયાંનો ઉપદ્રવ શરૂઆતમાં જ વધુ જોખમ મળે તો લીંબોળીનું તેલ પ૦ મિ.લિ. અથવા લીમડા આધારીત તૈયાર દવા ૩૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નિયત્રણ મેળવી રકાય છે. લીમડા આધારિત કીટનાશક દવાઓ જી પસંદગી કરવામાં આવે ત્યારે તેમાં રહેલ એજાડીરેકટીનનું પ્રમાણ ઓછમાં ઓછું ૧૦૦૦ પીપીએમ કે તેનાથી વધુ હોય તેની કાળજી રાખવી.
 • પાકના વ્રુધ્ધિકાળ દરમ્યાન તડતડીયાનો ઉપદ્રવ વધારે જણાય તો રાસાયણિક દવાઓમાં ઠડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મીલી અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મીલી અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મીલી અથવા થાયોમેથોકઝામ રપ વેગ્રે ૪ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ  ૪૦  ઈસી  ર૦ મિ.લિ. અથવા એસીફેટ ૭પ એસપી ૧૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગો ઉતારવી.

પાન કથીરીઃ

 • લીંબોળીની મીંજમાંથી બનાવેલ પ% નો અર્ક અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 • ફેનાઝાકવીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડકયફેન્થ્યુરોન પ૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ પ૭ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.

સફેદ માખીઃ

 • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ પ૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 • એસીફેટ ૭પ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ર૦ મિ.લિ અથવા ડાયફેન્થ્યુરોન પ૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છાંટવી.

ભીંડાનો પીળી નસનો રોગ

લક્ષણોઃ

 • પાનાની નસો પીળી પડે છે.બાકીનો ભાગ લીલો રહેહછે.
 • રોગની શરૂઆતમાં ઉપરના પાનથી થાય છે.
 • શીંગો નાની, પીળી અનેવિકૃતી વાળી જોવા મળે છે.

નિયંત્રણઃ

 • રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
 • રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી બાળીને નાશ કરવો.
 • આ રોગનો ફેલાવો સફેદ માખ થી થતો હોવાથી તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ભીંડાની વીણી

 • ભીંડાની વીણી અને ગ્રેડીંગ વિશે વાત કરીએ તો, વાવણી બાદ પ૦ થી પપ દિવસેે ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણી કર્યા પછી ત્રણ થી ચાર દિવસના અંતરે લીલી કુમળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવુ. મોડી વીણી કરવાથી શીંગોમાં રેસાનું પ્રમાણ વધે છે અને બજારભાવ ઓછો  મળે છે. બે માસ સુધી વીણી ચાલુ રહેતા, અંદાજે ૧૮ થી ર૦ વીણી મળે છે. કીટનાશક દવાના છંટકાવ બાદ ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ બાદ જ વીણી કરવી જોઇએ નહીતર મનુષ્યના સ્વાસ્થયને હાનિકારક નિવડે છે. એટલે વીણી કર્યા બાદ તુરંત જંતુનાશક દવાનો છંટકાવ જીવાતને ધ્યાનમાં રાખીને કરવો જોઇએ. બજારમાં લઇ જતા પહેલા રોગવાળી તેમજ જીવાતથી નુકશાન પામેલ શીંગો દૂર કરવી, ત્યારબાદ ગ્રેડિંગ કરીને બાજારમાં વ્યવસ્થિત પેંકીગ કરીને વેચાણ માટે લઇ જવ જોઇએ.

સ્ત્રોતઃ સંશોધન વૈજ્ઞાનિક શાકભાજી  ( મુખ્ય  શાકભાજી કેન્દ્ર આણંદ કૃષિ યુનિર્વસિટી ) આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top