વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બેબીકોન : એક વિશિષ્ટ શાકભાજી

બેબી કોર્નને નાના કદના ડોડા, વૃદ્ધિની પ્રારંભિક અવસ્થાના ડોડા કે નાની ઉંમરના ડોડા તરીકે ઓળખવામાં આવે છે. આવા ડોડાઓને મકાઈનું વાવેતર કર્યા પછી પ૦-પપ દિવસે, જયારે ડોડામાં મૂછો દેખાવાની શરૂઆત થાય અથવા થોડી બહાર નીકળે ત્યારે, પરંતુ સંકરણની પ્રક્રિયા શરૂ ન થાય તે પહેલા ડોડા કાપી લેવામાં આવે છે. બેબી કોર્ન સ્થાનિક તેમજ વિદેશોના બજારોમાં ખૂબ જ પ્રચલિત થઈ રહેલ છે. આ ડોડાઓને પ્રોસેસિંગ કરીને વિદેશોમાં નિકાસની પણ ખૂબ જ સારી તકો રહેલ છે. અત્યારે થાઈલેન્ડ અને ચીન મુખ્ય બેબીકોર્નના ઉત્પાદન કરતા દેશો છે જ્યારે ભારતમાં મેઘાલય, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ ઉત્પાદન કરતા રાજયો છે. ગુજરાત બેબી કોર્નની ખેતીની ખૂબ જ ઉજળી તકો રહેલી છે.

બેબી કોર્નમાં સારા પ્રમાણમાં રેસાઓ અને ફોસ્ફરસ રહેલ છે જેથી બેબી કોર્નના ઉપયોગ એક સ્વાદિષ્ટ શાકભાજી તરીકે તેમજ વિવિધ બનાવટો જેવી કે સુપ, અથાણું, ભજીયા, વેજીટેબલ બીરીયાની, પાસ્તા, ચટણી, કટલેસ, ચાટ, વેજીટેબલ કોફતા, કઢી, મચુરીયન, રાયતું, જામ, મુરબ્બો, બરફી, હલવો, ખીર, તેલમાં તળીને ખાવામાં થાય છે. બેબી કોર્નને ટીન પેક કરીને મોટા પાયે નિકાસ કરી શકાય તેમ છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ કરતી કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટેક ફાર્મિંગ કરીને મોટા પાયે વાવેતર કરાવીને તેમાંથી મળતું ઉત્પાદન વિદેશોમાં નિકાસ કરી શકે તેમ છે.

બેબી કોર્નમાં પોષકતત્વોનું પ્રમાણ (સૂકા વજના પ્રમાણે) :

પ્રોટીન : ૧૫ થી ૧૮ %, ખાં

ડનું પ્રમાણ :૦.૦૧૬ થી ૦.૦૨૦%

ફોસ્ફરસ :૦.૬ થી ૦.૯ %

પોટેશીયમ : ૨ થી ૩%.

રેસાઓ : ૩ થી ૫ %

કેલ્શિયમ :૦.૩ થી ૦.૫%

એસ્કોર્બિક એસિડ : ૭૫ થી ૮૦ મિ.ગ્રા./૧00 ગ્રામ

(સ્ત્રોતઃ: www.eiribooksandprojectreports.com)

આ ઉપરાંત તેમાં સારા પ્રમાણમાં થાયમીન, રીબોફ્લેવિન અને ફોલિક એસિડ હોય છે. વધુમાં બેબી કોર્ન ઓછી કેલેરીયુક્ત, કોલેસ્ટેરોલ મુક્ત વધુ રેસાઓ ધરાવતું શાકભાજી છે.

બેબીકોનના ઉપયોગથી તંદુરસ્તી જાળવવા માટેના ફાયદાઓ :

 • ઓછી કેલરી આપતું શાકભાજી છે.
 • વજન જાળવવામાં મદદ કરે છે.
 • વધારે રેસાઓ અને ચરબીમુક્ત છે.
 • પોષક તત્વોથી ભરપુર તેમજ પ્રજીવકો અને મિનરલ્સ ખૂબ જ સારા છે.
 • લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટાડવામાં ફાયદો કરે છે.
 • બેબીકોને માટે મકાઈની જાતની ગુણવત્તા કેવી હોવી જોઈએ ?
 • પ૫ દિવસ કરતા વહેલી તૈયાર થતી હોવી જોઈએ.
 • ર થી ૩ ડોડા હોવા જોઈએ કે જે આકાર, કદ અને ગુણવત્તામાં એકસરખા હોવા જોઈએ.
 • એક સાથે ડોડા આવતા હોવા જોઈએ.
 • સામાન્ય રીતે પીળી મકાઈની જાત સંકર જાત હોવી જોઈએ કે જેમાં દાણાની લાઈનો એકસરખી ગોઠવાયેલી હોવી જોઈએ.

બેબીકોનની ગુણવત્તાના માપદંડ:

વિશ્વ કક્ષાએ ધારાધોરણ :

ડોડાની લંબાઈ : ૪ થી ૯ સે.મી.

ડોડાનો ઘેરાવો : ૧ થી ૧.૫ સે.મી.

ડોડાનો કલર : ક્રીમ યલો

બીજાશયથી ગોઠવણી : એકસરખી

સ્થાનિક ખાધ પ્રોસેસરો માટે બેબીકોનના ગ્રેડ:

અતિ નાના : ૩ સે.મી.

નાના : ૩ થી ૬ સે.મી.

મધ્યમ : ૬ થી ૯ સે.મી.

મોટા : ૯ થી ૧૧ સે.મી.

અતિ મોટા : ૧૧ સે.મી. કરતાં મોટા

(સ્ત્રોતઃ: www.einibooksandroporjectreport.com)

વાવેતર :

બેબી કોર્ન માટેની મકાઈનું વાવેતર મોટા ભાગે આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે પરંતુ ઉનાળાની ગરમીના સમયને બાદ કરતા બેબી કોર્નનું વાવેતર વધારે અનુકૂળ આવે તેમ છે.

વાવેતર :

અંતર :૪૫ સે.મી. × ર૦ સે.મી. અથવા ૩૦ સે.મી. ×૩૦સે.મી.

બીજનો દર :ર૦ કિ.ગ્રા. હે.

બિયારણની માવજત:વાવતા પહેલા એક કિલો બીજ માટે ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપ્યા પછી ૨૪ કલાક બાદ ૧ કિલોગ્રામ બીજ માટે પ૦ ગ્રામ એઝેટોબેક્ટર એઝોપોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપવો. એટલા જ જથ્થામાં ફોસ્ફોબેકટર કલ્ચરનો પટ પણ આપવો.

બેબીકોનની જાતો :

વી.એલ.-૭૮, વી.એલ.-૪૨, એચ.એમ.૪, સીઓબીસી ૧ અને ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ-૧ (જી.એ.વાય.એમ.એચ.-૧).

મકાઈ જી.એ.વાય.એમ. એચ.-૧ જાત | બેબી કોર્ન તરીકે તાજેતરમાં મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા ખાતેથી ભલામણ કરવામાં આવેલ છે. આ જાતની બેબી કોર્ન તરીકે અખિલ ભારતીય મકાઈ સંશોધન યોજના અંતર્ગત નીચે દર્શાવેલ જુદા જુદા રાજ્યો અને વિસ્તારો માટે કરવામાં આવેલ છે. આ જાત દાણા તરીકે પણ ભલામણ કરેલ હોઈ જેથી જે ખેડૂતમિત્રોને મજૂરની અછત તેમજ અન્ય કારણોસર | બેબી કોર્ન તરીકે ડોડા તોડવાના રહી જાય તો પણ આ મકાઈને પકવીને દાણા તરીકે ઉત્પાદન મેળવી શકે છે.

બેબીકોન : ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ-૧ (જી.એ.વાય. એમ.એચ.-૧) ની ખાસિયતો :

ભલામણ કરેલ વિસ્તાર (ઝોન) : પેનીનયુલર ઝોન (મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ) તેમજ મધ્ય પશ્ચિમ ઝોન (ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન)

ભલામણ ઋતુ : ખરીફ

બેબી કોર્નના ડોડાની ગુણવત્તા : ભેજ ૮૭.૨૫ %, કાર્બોહાઈડ્રેટ ૩.૬૨%, ટોટલ સોલ્યુબલ સુગર ૧.૮૨%, રીયુસિંગ સુગર ૧.પ૦ %, નોન રીયુસિંગ સુગર ૦.૩૦%, વિટામિન સી ૧૫.૦૫ મિ.ગ્રા./૧00 ગ્રામ.

બેબી કોર્નની કાપણીનો સમય: ૧૫ થી ૬૦ દિવસ

ઘાસચારાનું ઉત્પાદનઃ ૧૧૧.૨ ક્વિન્ટલ પ્રતિ હેકટર

રોગ-જીવાત : પાનનો સૂકારો તેમજ ચારકોલ રોટ રોગ તેમજ ગાભમારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ખાતર વ્યવસ્થાપન (હંગામી ભલામણ) :

છાણિયું ખાતર : ૧૦ થી ૧૨ ટન/હે.

(વાવણીના ૧૫ દિવસ અગાઉ)

દિવેલીનો ખોળ : ૧ ટન /હે.

(વાવણીના ૧૫ દિવસ અગાઉ)

રાસાયણિક ખાતર (ના.:ફો.પો.) :

૧0:૫૦:00 કિ.ગ્રા./હે.

નાઈટ્રોજન: ૫૦% પાયામાં

૨૫% ૪ પાન અવસ્થાએ

૨૫ % ૮ પાન અવસ્થાએ

ફોસ્ફરસ : પાયામાં

બેબીકોનની મહત્ત્વની કામગીરી :

નર ચમરીઓ દૂર કરવી :

બેબી કોર્નમાં ફલિનીકરણની ક્રિયા થાય તો તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને આવા ડોડાનો ઉપયોગ બેબી કોર્ન તરીકે કરી શકાતા નથી જેથી ફલિનીકરણની ક્રિયાને રોકવા માટે મકાઈના છોડમાં ઉપરના ભાગે નર પુષ્પવિનાસ કે જેને ચમરી કહેવામાં આવે છે. તે છોડમાંથી નીકળવાની શરૂઆત થાય તે સમયે એટલે કે તેમાં પરાગરજ ઉત્પન્ન ન થાય તે પહેલા હાથથી ખેંચી લેવી જોઈએ. આ ક્રિયા શક્ય હોય ત્યાં સુધી દરરોજ ડોડા કાપવાનું ચાલુ હોય ત્યાં સુધી કરવી જોઈએ. જેના લીધે બેબી કોર્નની ગુણવત્તા સારી મળે છે તેમજ ફલિનીકરણ ન થતું હોવાથી ડોડા તોડવામાં ૨ થી ૩દિવસ મોડું થાય તો પણ તેમાં દાણા બેસતા ન હોવાથી એકસરખી ગુણવત્તાવાળા બેબી કોર્ન મળે , જેથી આ કામગીરી ફરજીયાતપણે કરવી જોઈએ. ડોડાઓને તોડવાની કામગીરી દરરોજ કરવી જોઈએ. એક જ છોડમાં એક કરતા વધારે ડોડા આવે તો તેને આગળ દર્શાવ્યા પ્રમાણે યોગ્ય સમયગાળો રાખીને ડોડાની અવસ્થાને ધ્યાનમાં રાખીને તોડવા જોઈએ.

બેબીકોન કાપી લીધા પછી લીલા ચારાનું મહત્ત્વ :

બેબીકોર્નના ચારામાં પોષકતત્વોનું પ્રમાણ :

પ્રોટીન                                        : ૯ થી ૧૦%

ન્યુટ્રલ ડીટરજન્ટ ફાઈબર (NDF)             : ૬૭.૨૧ %

એસિડ ડીટરજન્ટ ફાઈફર (ADF)              : ૫૦.૫૧ %

લિમ્નીન                                       : ૮૮૬%

લિગ્નીન એસિડ ડીટરજન્ટ ફાઈબર રેશિયો     : ૦.૧૭પ %

(સ્ત્રોતઃ: www.eiribooksandprojectreports.com)

બેબી કોર્નનો પાક પપ-૬૦ દિવસમાં પૂર્ણ થતો હોય છે. સામાન્ય રીતે દાણા માટેની મકાઈમાં પરીપક્વ ડોડા તોડયા પછી છોડની કાપણી કરવામાં આવે છે. તેની સરખામણીએ બેબી કોર્ન મકાઈમાં બેબી કોર્નના નાનાકુમળા ડોડા તોડ્યા બાદ જ છોડની કાપણી કરવામાં આવે છે. તેમાં પોષકતત્વોનું પ્રમાણ ઘણું વધારે હોય છે તેમજ રસદાર, સુપાચ્ય અને જલદી પચી જાય તેવા હોય છે જેથી દૂધ આપતા ઢોર માટે ખૂબ ઉપયોગી છે અને બજારમાં તેનુ વેચાણ કરતા તેના ભાવ પણ સારા મળે છે.

બેબીકોને કીટનાશક રસાયણોમુક્ત :

મકાઈનું વાવેતર કર્યા બાદ નાના-કુમળા ડોડાઓની કાપણી છોડના વિકાસની શરૂઆતની અવસ્થામાં કરવામાં આવે છે. પાકના આ સમય સુધી મોટા ભાગે મકાઈને નુકસાન કરતી જીવાતો તેમજ રોગોનો ઉપદ્રવ નહિવત રહેતો હોય છે. આ ઉપરાંત, સ્પર્શજન્ય દવાઓ છાંટવામાં આવે તો પણ ડોડા ઉપર જે ફોતરાઓનું કવચ આવેલ હોય તે તેનું પુરતું રક્ષણ કરે છે. જેથી આવી દવાઓના અવશેષો બેબીકાર્નમાં જોવા મળતા નથી. આ બાબત પણ બેબી કોર્નનો ઉપયોગ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

ડૉ. કે. બી. કથીરીયા, શ્રી એ. એલ. પટેલ, શ્રી ડી. એચ. દુધાત સંશોધન નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ : ૭૧, અંક : ૮, સળંગ અંક : ૮૪૮

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top