অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કોથમીર

જમીન અને આબોહવા

લગભગ બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક ને અનુકૂળ છે. આ પાકને શિયાળનું ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. બીજના ઉગાવા માટે વધુ પડતી ગરમી અથવા ઠંડી અને પાણીનો ભરવો વિપરીત અસર કરે છે.

જમીનની તૈયારી

બીજ ના ઉગાવા માટે પાણીનો ભરાવો માઠી અસર કરે છે. નિવારવા જમીન સમતલ કરવી. અગાઉ ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ પાકમાં આપવાની જરૂર નથી.

વાવણી

વાવણી 30 સેમીના અંતરે કે પુખીને કરવી.

સારા અંકુરણ માટે વાવણી પહેલા બીજને 8 કલાક પાણીમાં પલાળી છાયડે કોરા કરવા. વાવણી 15 નવેમ્બર સુધી કરી દેવી. બીજ દર 10 થી 12 કિલો / એકર રાખવો. જો હાર માં વાવણી કરી હોય તો બીજ દર 8 કિલો/એકર રાખવો.

સારા અંકુરણ માટે વાવણી સમયે આદર્શ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોવું જોઈએ.

બીજ માવજત

બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો @2.5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.

જાતો

સારા ઉત્પાદન માટે ગુજરાત ધાણા -1 અથવા ગુજરાત ધાણા -2 જાત પસંદ કરવી. આ બંને જાતો 100 થી 110 દિવસે પાકે છે. ગુજરાત ધાણા 1 સરેરાશ 1161 કિલો/હેક્ટર જેટલું ઉત્પાદન આપે છે અને ગુજરાત ધાણા -2 સરેરાશ 1402 કિલો જેટલું ઉત્પાદન આપે છે. પાંદડા માટે ગુજરાત ધાણા 1 અથવા ગુજરાત ધાણા 2 જાતો પસંદ કરી શકાય છે.

રાસાયણિક ખાતર

સારા વિકાસ માટે વાવણી વખતે પાયાનું ખાતર તરીકે 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા) અને 4 kg ફોસ્ફરસ (25kg SSP)/ એકર મુજબ આપવો. વાવણી ના 1 માસ બાદ 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા)/ એકર મુજબ આપવો.

સૂક્ષ્મતત્વોનો છંટકાવ

સારા વિકાસ અને ઉત્પાદન માટે 5 થી 6 પાન અવસ્થામાં 19:19:19 NPK ખાતર 45 ગ્રામ/15 લિટર પાણીમાં ભેળવી 8 દિવસના અંતરે 2 વાર છાંટો.
પાન અને ડાળીના વિકાસની અવસ્થામાં 45gm 12:61:00 MAP 15 લિટર પાણીમાં ભેળવી છાંટો.
સારા વિકાસ માટે પાન અને ડાળીઓ ના વિકાસ સમયે સવારે અને સાંજના સમયે 13:00:45 પોટેશીયમ નાઇટ્રેટ @ 75 ગ્રામ / 15લિટર પાણી મુજબ છાંટો.
સારા વિકાસ અને ઉત્પાદન માટે પાનના વિકાસની અવસ્થાએ 00:52:34 NPK ખાતર@75 ગ્રામ/15 લિટર પાણીમાં ભેળવી 8 દિવસના અંતરે બે વાર છાંટો.
પાકના સારા વિકાસ અને ઉત્પાદન માટે લોહની ઉણપવાળી જમીનમાં વાવણીના 45 દિવસે ફેરસ સલ્ફેટ @75ગ્રામ/15લિટર પાણીમાં ભેળવી છાંટો.

નીંદણ નિયંત્રણ

નીંદણથી 70% જેટલું નુકશાન થઈ શકે. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ, ટાટાપેનીડા) @1.3 Ltr / એકર / 200Ltr પાણીમાં નાખી છાંટો. નિયંત્રણ માટે વાવણીના 20-30 અને 40-50 દિવસે હાથથી નીંદામણ કરવું.જો હારમાં વાવેલ હોય તો 30 દિવસે આંતરખેડ કરવી.

પિયત

આ પાકને 5 થી 7 પિયત ની જરૂર પડે છે. પહેલું પિયત વાવણી બાદ અને બાકીના પિયત 15 થી 20 દિવસના અંતરે આપવા.
પાકની કટોકટી ની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા, શીંગ અવસ્થા અને દાણા વિકાસ અવસ્થા માં પાણી ની ખેંચ પાડવા દેવી નહીં.

જીવાત નિયંત્રણ

મોલોમશી :મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
લીલા તડતડિયા:લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
થ્રીપ્સ:થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદમાખી:સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાન કથીરી:પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
દાણાની મીંજ:આ ઇયળ પણ દાણા ખાઈ ને નુકસાન કરે છે. તે સંગ્રહ અવસ્થામાં પણ જોવા મળે છે. નિયંત્રણ માટે દાણા ભરાવાની અવસ્થાએ ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45 SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5 SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.
ઊધઈ:ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

રોગ નિયંત્રણ

ભૂકીછારો:આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાપણી

શાકભાજી માટેની જાતો 25 થી 30 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. કાપણી બે રીતે કરવામાં આવે છે. છોડ ઉખાડીને કે એક ઇંચ ઉપરથી છોડ કાપીને. આ રીતે 10 થી 15 દિવસ ના અંતરે 2 કાપણી મળે છે પછી નાના છોડ પર જ ફૂલ આવી જાય છે.
બિયારણ પાક 90 થી 100 દિવસે તૈયાર થઈ જાય છે.ફૂલ આવતા બંધ થાય અને બીજનું ઝૂમખું બદામી થાય ત્યારે કાપણી કરવી.
દાણામાં રહી જતાં દવાના અવશેષો નિવારવા કાપણીના 15 દિવસ પહેલા કોઈપણ દવા ન છાંટવી.દાણા ખરતા અટકાવવા કાપણી સવારે ઝાકળ ઉડી જાય તે પહેલા કરવી.
સારી ગુણવત્તા અને ભાવ મેળવવા કાપણી બાદ છોડને 2-3 દિવસ ખળામાં સૂકવી દાણા છૂટા પાડવા.દાણાને અલગ અલગ કદની ચાળણીમાં ચાળી ગ્રેડિંગ કરવું. સંગ્રહ કરેલ ઓરડામાં ઉગ્ર ગંધ વાળો ખોરાક, સાબુ તથા પેઈન્ટ વગેરે ના રાખવું આનાથી જીરાની સુગંધ ખરાબ થાય છે
ખેતી માટેની અવનવી માહિતી માટે મુલાકાત લેતા રહો http://www.krushijivan.blogspot.com
વારીશ ખોખર મો.9714989219

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate