অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસના પાકમાં રસ ચૂસનારા કુંદાનો ઉપદ્રવ અને તેનું વ્યવસ્થાપન

કપાસના પાકમાં રસ ચૂસનારા કુંદાનો ઉપદ્રવ અને તેનું વ્યવસ્થાપન

ગુજરાત અને દેશનાં અન્ય પ્રદેશોમાં કપાસના પાકને નુકસાન કરતી જીવાતોમાં બી. ટી. કપાસના આગમન (વર્ષ ૨૦૦૨)ની સાથે સાથે વાતાવરણીય ફેરફારને કારણે બદલાવ આવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના પાકમાં જીંડવામાંથી રસ ચૂસનારા છૂંદાનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ અગાઉ ફળપાકોમાં ખાસ કરીને લીંબુ વર્ગના પાકોમાં તેમજ જામફળ, પપૈયા, કેરી અને ટામેટા જેવા પાકોમાંથી રસ ચૂસીને ૮ થી પ૫ ટકા જેટલું નુકસાન કરતું નોંધાયેલ છે.

કપાસના પાકમાં જીંડવામાંથી આ ફંદા રસ ચૂસીને નુકસાન કરે છે તેવું અગાઉ પણ સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલ છે પરંતુ તેનું નુકસાન કપાસના પાક પર આજદિન સુધી નહિવત હોવાથી તેના વ્યવસ્થાપન અંગેની સંશોધન આધારિત ભલામણ કપાસના પાકમાં થયેલ નથી. સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલ આ ફંદાના વ્યવસ્થાપન માટે અન્ય ફળપાકોમાં થયેલી ભલામણોના આધારે કપાસ ઉગાડતા ખેડૂતોને પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુસર આ લેખમાં માહિતી દર્શાવેલ છે જે દરેક ખેડૂતમિત્રોને ઉપયોગી નીવડશે.

ફળમાંથી રસ ચૂસનારા ફંદાની ઓળખ :

આ જીવાતના ફંદા મોટા કદના (૮ થી ૧૦ સેમી. પાંખનો ઘેરાવો) અને નારંગી બદામી રંગના શરીરવાળા હોય છે. તેની આગળની પાંખો ઘાટી ભુખરી અને લીલા ડાઘાવાળી તેમજ સફેદ લાઈનોવાળી હોય છે જ્યારે પાછલી પાંખો નારંગી અને બીજના ચાંદ જેવા (અર્ધ વર્તુળાકાર) કાળા તેમજ સફેદ ટપકાંવાળી હોય છે. તેની ઈયળ બદામી રંગની અને કાળા તેમજ સફેદ ટપકા (ચટાપટ્ટા) વાળી હોય છે, જે શેઢા પરના વેલાવાળા (ગળો અને વેવડી) પાકો ઉપર નભે છે.

જીવનચક :

ફળમાંથી રસ ચૂસનાર ફૂંદાનું જીવનચક્ર ચાર અવસ્થામાં વહેંચાયેલું જોવા મળે છે, ઈંડા, ઈયળ, કોશેટા અને ફૂદાં. આ ફંદાની પ્રજાતિઓ મોટાભાગે એરીથ્રીના (દા.ત. ટિનોસ્પોરા અને કોક્યુલસ) અને મેનીસ્મરીમસી (ગળો અને વેવડી)ના પાન પર ગોળ પારદર્શક આછા લીલા રંગના ઈંડા મૂકે છે ઈંડામાંથી નીકળતી ઈયળ આકર્ષક કાળાભુરા રંગની હોય છે જે ચાર વખત કાચળી ઉતારી સંપૂર્ણ વિકસિત ઈયળમાં ફેરવાય છે. આ જીવાતના કોશેય ખેતરની આજુબાજુ, વાડ, જમીનમાં ઉગેલ નીંદામણ, વેલા વગેરે ઉપર જોવા મળે છે જે ચમકતા ભુરા રંગના હોય છે. આ જીવાતની ઈંડા, ઈયળ, કોશેટા અને ફૂદો અવસ્થા અનુક્રમે ૩, ૨૦, ૯ અને ૪૪ થી ૫૪ (નર) અને ૪૯ થી ૬૨ (માદા) દિવસની હોય છે. આમ, તેનું જીવનચક્ર આશરે ૩૦ થી ૬૫ દિવસમાં પૂર્ણ થાય છે.

વર્તણૂંક:

આ જીવાતના ફંદા નિશાચર એટલે કે મોટા ભાગે સંધ્યાકાળ (ઢળતી સાંજ) થી મધ્યરાત્રિ દરમ્યાન વધુ સક્રિય હોય છે. આ જીંદાઓ સામાન્ય રીતે છોડના પાંદડાંઓની નીચે અથવા પાંદડાઓની કિનારીઓ ઉપર સ્થિર થયેલ હોય છે. આ છૂંદાની નાની ઈયળો જ્યારે કોઈ ભય જણાય ત્યારે આપમેળે જમીન પર પડી જાય છે. જ્યારે મોટી ઈયળો પોતાના પાછળનો પગ છોડ પર ચોંટાડીને આક્રમક વલણ પર અખત્યાર કરી શકે છે. તેના જીંદા વજનમાં ભારે હોવા છતાં લાંબો સમય ખોરાકની શોધમાં ઉડવાની ક્ષમતા ધરાવે છે.

નુકસાન :

આ જીવાતનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના કીટકોમાં થતો હોવા છતાં અપવાદરૂપ કિસ્સામાં પુણ અવસ્થા દરમ્યાન પાકમાં નુકસાન કરે છે, અન્યથા ઈયળ અવસ્થા જ પાક ઉપર નુકસાન કરતી હોય છે. આ જીવાતની ઈયળો કોઈપણ ખેતી પાકમાં નુકસાન કરતી નથી. આ જીવાતની ઈયળો મુખ્યત્વે જંગલી વૃક્ષો, નાના છોડ અને વેલાઓ ઉપર નભે છે. આ જીવાતનું ફૂદુ સંધ્યાકાળે વધુ નુકસાન કરે છે. જ્યારે ચૂંદાને જ્યાં સુધી જીંડવા (ફળ) ઉપર યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી તે ખાસ કરીને કુમળા જીંડવા ઉપર જુદી જુદી જગ્યાએ પોતાના મજબૂત મુખાંગોની મદદથી કાણાં પાડે છે અને અંતે જીંડવાની છાલમાં પોતાની સૂંઢ ખોસી જીંડવામાંથી રસ ચૂસે છે. પરિણામે જીંડવાની પોચો પડે છે, જેના લીધે ફૂગ અને અન્ય જીવાણુઓ આ કાણામાંથી દાખલ થાય છે અને કાણાંની આજુબાજુનો ભાગ ભુખરા રંગનો બને છે જેના પરિણામે જીંડવાની અંદરના ભાગમાં મૃતપાય પદાર્થો પર નભતી જીવાતો સિપ્રોફાઈટ)નો ઉપદ્રવ પણ શરૂ થાય છે અને અંતે જીંડવામાં કોહવારો લાગુ પડે છે અને રૂના ઉત્પાદન પર પણ માઠી અસર થતી હોય છે. આ ફૂદાથી થતું નુકસાન જીંડવા ઉપર પડેલા નાના-નાના કાણાંની મદદથી સહેલાઈથી ઓળખી શકાય છે.

ફળમાંથી રસ ચૂસનાર દાઓ મુખ્યત્વે ફળપાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. આ ફૂંદાના મુખાંગો લાંબા અને મજબૂત હોવાથી પાકતા કે પાકેલા ફળોની સખત છાલમાં સરળતાથી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. આ કુંદાઓ સૌ પ્રથમ ફળની છાલમાં કાણું પાડીને ફળનો રસ ચૂસે છે જેથી ફળ નરમ અને મૃદુ બની જાય છે. ફળોમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન થાય છે તે સીધા ફળો ખાવાથી નથી થતું પરંતુ આડકતરી રીત ફળમાં આ ફૂદાઓ જે જગ્યાએ નુક્સાન કરે છે તે જગ્યાએ ફૂગ અને જીવાણુનો ચેપ લાગે છે જેના પરિણામે ફળોમાં રોગ પેદા થાય છે. સામાન્ય રીતે આ ફૂદાં પાકતા કે પાકેલા ફળોને નુકસાન કરતા હોય છે, પરંતુ જો આ જીંદાઓની સંખ્યા વધારે હોય તો તે લીલા અપરિપક્વ (પાકેલા ન હોય તેવા) ફળોને પણ નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે. આવા નુકસાન પામેલ ફળો વહેલા પાકી જય છે અને ખરી જાય છે. સામાન્ય રીતે આ ફૂદાઓ દ્વારા ઓછું નુકસાન થાય છે પરંતુ જ્યારે તેઓ (આ ફૂદાંઓ) નો ઉપદ્રવ ફાટી નીકળે ત્યારે મોટાભાગના ફળપાકોને નુકસાન કરી શકે છે. આ ફૂદાંઓ દ્વારા નુકસાન પામેલા ફળો બજારમાં વેચવાલાયક રહેતા નથી. ફળમાખી અને આ ફૂદાંઓના નુકસાનમાં વધારે ફરક હોતો નથી. જ્યારે ફળને કાપવામાં આવે ત્યારે ફળમાખી દ્વારા નુકસાન પામેલ ફળમાં સામાન્ય રીતે ઈયળ જોવા મળે છે, જ્યારે ફળમાંથી રસ ચૂસનારા ફંદાઓ દ્વારા નુકસાન પામેલા ફળમાં કોઈ ઈયળ જોવા મળતી નથી. ફળમાખી દ્વારા નુકસાન પામેલા ફળમાં વધારે પ્રવાહી હોય છે જ્યારે ફળમાંથી રસ ચૂસનારા ફંદાઓ દ્વારા નુકસાન પામેલા ફળોમાં ઓછું પ્રવાહી હોય છે.

સંકલિત જીવાત વ્યવસ્થાપન :

  1. સંધ્યાકાળથી મધ્યરાત્રી દરમ્યાન કીટક પકડવાની જાળી અને બેટરીનો ઉપયોગ કરી આવા ફૂદાં પકડી તેનો નાશ કરવામાં આવે તો ખૂબ જ અસરકારક નિયંત્રણ કરી શકાય. આ કાર્ય સામૂહિક ધોરણે કરવામાં આવે તો વધુ અસરકારકતા મેળવી શકાય.
  2. આ ફૂદાંની ઈયળ શેઢા-પાળા પરના વેલા (ગળો અને વેવડી) પર નભતી હોવાથી આ યજમાન વેલાઓનો નાશ કરવો.
  3. આ જીવાત રાત્રિ દરમ્યાન (નિશાચર) નુકસાન કરતી હોવાથી સંધ્યાકાળે કપાસના ખેતરની આજુબાજુ ધૂમાડો કરવો.
  4. આ ફૂદાંઓ ટામેટાના છોડ તરફ વધારે આકર્ષિત થતા હોવાથી પિંજર પાક તરીકે વાવેતર કરી તેની વસ્તી ધટાડી શકાય.
  5. વિષ પ્રલોભિકા (૧ કિ.ગ્રા. ગોળ + વિનેગાર અથવા ફળનો રસ ૬૦ મિ.લિ. + ર૦ મિ.લિ. ડાયકલોરોવોસ ૭૬ ઈસી + ૧૦ લિટર પાણી) નો પ00 મિ.લિ. જો એક પહોળા પાત્રમાં લઈ એક હેકટરના પાકમાં જુદી જુદી ૪૦ થી પ૦ જગ્યાએ મૂકવાથી આ ફૂદાંનું અસરકારક નિયંત્રણ થઈ શકે.

સ્ત્રોત : ડૉ. આર. કે. ઠુંમર & ડૉ. પી.કે. બોરડ, કીટકશારા વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦

સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ : ૭૧, અંક : ૮, સળંગ અંક : ૮૪૮

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate