অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કમરખની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

કમરખની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

હવામાન : ઉષ્ણ તથા સમશીતોષ્ણ હવામાન માફક આવે છે. દરિયા કિનારાના સમઘાત હવામાનમાં છોડનો વિકાસ સારો થાય છે સાથે સાથે ફળો પણ સારા થાય છે અને ઉત્પાદન સારૂં મળે છે.

જમીન : દરેક પ્રકારની જમીન આ પાકને અનુકૂળ આવે છે.

વર્ઘન : મોટાભાગે બીજ, દાબ કલમ અને ભેટ કલમથી પ્રસર્જન થાય છે

રોપણી : બે હાર વચ્ચે પ મીટર અને હારમાં બે છોડ વચ્ચે પ મીટરનું અંતર રાખવું હિતાવહ છે.

પિયત : શરૂઆતની અવસ્થામાં નિયમિત પિયત આપવું. મોટા ઝાડને ઉનાળામાં ૧૦ દિવસે તથા શિયાળામાં ર૦ દિવસે પિયત આપવું.

ખાતર : રોપણી વખતે ઝાડદીઠ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર આપવું. ત્યારબાદ ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ આપવું.

ઉત્પાદન : પુખ્ત ઝાડ દીઠ પ૦ થી ૬૦ કિ.ગ્રા. ફળો.

ઉપયોગ : આ ફળો વિટામિન 'સી' તથા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટાશ ધરાવે છે.

સ્ત્રોત:શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate