অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રીંગણની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

આપણો દેશ શાકભાજીના વિસ્તાર અને ઉત્પાદનમાં વિશ્વમાં ચીન બાદ બીજું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજયમાં શાકભાજી પાકોનો કુલ વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે પ.ર૦ લાખ હેકટર, ૧૦૦.પ લાખ મેટ્રીક ટન ઉત્પાદન અને ૧૯.૪ર મે.ટન / હેકટર ઉત્પાદકતા ધરાવે છે. રીંગણ એક સર્વ સામાન્ય મહત્વનો શાકભાજીનો પાક છે. તેનું વાનસ્પતિક નામ સોલેનમ મેલોન્ગેના છે. તે સોલેનેસી કૂળનું શાકભાજી  છે અને રંગસૂત્રોની સંખ્યા ર૪ ધરાવે છે.જુદા જુદા પ્રકારના શાક બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

શાકભાજીના પાક પ્રમાણે પ્રથમ પાંચ દેશોનો હિસ્સો (%) અને તેની ઉત્પાદકતા :

પાકનું નામ

પ્રથમ સ્થાન

બીજુ સ્થાન

ત્રીજુ સ્થાન

ચોથું સ્થાન

પાંચમું સ્થાન

રીંગણ

ચીન

ભારત

ઈજીપ્ત

ઈરાન

તુર્કી

ટકાવારીમાં ઉત્પાદન

પ૬.પ

ર૭.૧૦

ર.૮પ

ર.૦પ

૧.૯૬

ઉત્પાદકતા(ટન/હે.)

૩૩.પ

૧૭.પ

૪૯.ર

૩૦.૩

૩૦.ર

ગુજરાત રાજયની પરિસ્થિતિ :

ગુજરાત રાજયનું ૧૦.૦૪ મીલીયન ટન  વાર્ષિક ઉત્પાદન ૦.પર મીલીયન હેકટર જમીનમાંથી થયેલ છે. જેનીે ઉત્પાદકતા ૧૯.૪ ટન/હેકટર  નોધાયેલ છે. ગુજરાત રાજય ભારતના કુલ શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૬.૪ % હિસ્સો ધરાવે છે ગુજરાત રાજય શાકભાજી પાકોના વિસ્તારમાં સાતમો નંબર ધરાવે છે અનેે ઉત્પાદનમાં  પાંચમો નંબર ધરાવે છે. ઉત્પાદકતામાં ગુજરાત રાજય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક પછી ચોથા ક્રમાંકે આવે છે.

ભારતમાં શાકભાજીના પાક પ્રમાણે પ્રથમ પાંચ રાજયનો હિસ્સો (%) :

પાકનું નામ

પ્રથમ સ્થાન

બીજુ સ્થાન

ત્રીજુ સ્થાન

ચોથું સ્થાન

પાંચમું સ્થાન

રીંગણ

પશ્ચિમ બંગાળ

ઓરિસ્સા

આંધ્રપ્રદેશ

ગુજરાત

બિહાર

ટકાવારીમાં ઉત્પાદન

ર૩

ર૦

૧૧

૧૧

ગુજરાતમાં અમદાવાદ, ખેડા, ભરૂચ,નવસારી, તાપી, જૂનાગઢ, સુરત અને વલસાડ જિલ્લામાં રીંગણનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે.

ધરૂવાડિયુ અને તેનો ઉછેરઃ

શાકભાજીના પાકો  જેવા કે, રીંગણ,ટમેટી, મરચી, ડુંગળી, કોબીજ, ફુલ કોબીજ વિગેરેમા ધરૂ તૈયાર કરીને તેની ફેરરોપણી કરવામા આવે છે. ધરૂવાડિયા માટે સારી ફળદ્રુપતાવાળી, સારા નિતારવાળી, પાણી ભરાય ન રહેતુ હોય તેમજ નિંદામણ મુકત હોય તેવી જમીન પસંદ કરવી જોઈએ. પસંદ કરેલ જમીનને ઉનાળામાં ટ્રેકટર અથવા હળથી ઉંડી ખેડ કરીને તપવા દેવી.   મે મહિના દરમ્યાન પિયત આપી ઓરવાણ કરવું. વરાપ થયા બાદ જમીન ઉપર ઘઉં કે બાજરાના પરાળ કે ઢુંસા અથવા નકામુ ઘાસ પાથરી ૬ ઈંચ જેટલો થર બનાવવો. આ ઘાસને પવનની દિશા ધ્યાનમા રાખીને આજુબાજુ આગથી નુકશાન ન થાય તે રીતે સળગાવવું. આ પધ્ધતિને ''રાબીંગ'' કહેવામા આવે છે, જો આ પધ્ધતિ શકય ન હોય તો, લીનીયર લો ડેન્સીટી પોલીથીલીન (એલ એલ ડીપીઈ) નામના પોલીસ્ટરમાથી બનેલા ૧૦૦ ગેઈઝ જાડાઈના પારદર્શક પ્લાસ્ટીકને પહેલાથી પાણી આપીને તે જમીન ઉપર ઉનાળા દરમ્યાન પાથરી ચારે તરફથી કિનારી માટી વડે ઢાંકીને ૧પ દિવસ સુધી પાથરવામા આવે છે ત્યારે પ્લાસ્ટીકના પડની નિચે ખુબ જ ગરમી ઉત્પન્ન થાય છે. આ બન્ને પધ્ધતિથી જમીનમા રહેલ કિટકોના કોશેટા, જીવ જંતુ, રોગના જીવાણું, ફુગ, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થાય છે.

જમીનના ઢાળને ધ્યાનમા રાખી, વધારાના પાણીનો નિકો ધ્વારા નિકાલ થાય તે રીતે ગાદી કયારા બનાવવા. સામાન્ય રીતે ગાદી કયારાનું માપ ૪ થી પ મીટરની લંબાઈ, પહોળાઈ બે થી અઢી મીટર અને ઉંચાઈ ૧પ સે.મી. જેટલી રાખવામા આવે છે, ગાદી કયારા તૈયાર થયે મધ્યમા અડધા થી પોણા મીટરના અંતરે ઈંટોની લાઈન ગોઠવવી. જેથી પાણીનો છંટકાવ, નિંદામણ કાર્ય તેમજ પાક સંરક્ષણ માટેની દવાઓ છાંટવામા અનુકુળતા રહે.

બીજની રોપણી કરતા પહેલા  ગાદી કયારામા હળવુ પિયત આપવુ. વરાપ થયેલ કયારાની જમીનને ખોદી રાસાયણીક ખાતરો તથા કાર્બાફયુરાન ૩ જી. ગુંઠા દીઠ ૩૦૦ ગ્રામ પ્રમાણે મિશ્રણ કરી કયારામાં આપવું. ત્યારબાદ પંજેઠી મારી કયારાને સમતલ કરવા. આ સમતલ કરેલ કયારામા પંજેઠીના દાંતાથી ૧૦ સે.મી.ના અંતરે છીછરા એકસરખા ચાસ ખોલીને તેમાં કયારા દીઠ નકકી કરેલા બીજના જથ્થામા ઝીણી રેતી ભેળવી દરેક ચાસમા બીજ સરખા

અંતરે અને સરખા માપે નાખવા. બીજને વાવેતર કરતા પહેલાં પારાયુકત દવાનો પટૃ એક કિલોગ્રામ બીજમા ત્રણ ગ્રામ પ્રમાણે આપવો. બીજને ચાસમા વાવ્યાબાદ ઉપર માટી ભભરાવીને અથવા સાવરણો મારીને તેની ઉપર સુકા ધાસ કે પાંદડાનુ આવરણ કરવુ. જેથી જમીનમા ભેજ અને ગરમીનો સંગ્રહ થવાથી બીજનો ઉગાવો સારો થશે. તેમજ ઉગતા કુમળા ધરૂને વરસાદ કે ગરમીને લીધે નુકશાન થતુ અટકશે.

ધરૂવાડિયામા જરૂરીયાત મુજબ ઝારા કે ફુવારાના મદદથી પાણી આપતા રહેવુ. બીજનો ઉગાવો સારો થયા બાદ ઘાસનુ આવરણ સમયસર દુર કરવુ. બીજ ઉગી ગયા બાદ ધાસ કચરો બરાબર વીણીને દુર કરી, ૬ઃ૬ઃ૧૦૦ પ્રમાણનુ બોર્ડોમિશ્રણ આપવુ, જેથી  ધરૂના કોહવારાઓનું નિયંત્રણ થઈ શકે. ધરૂવાડિયાને સતત નિંદામણ મુકત રાખવુ.

આબોહવા

જમીન

ગુજરાત રાજયમાં રીંગણનું વાવેતર દરેક ૠતુ દરમ્યાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃધ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. જેથી શિયાળા દરમ્યાન ફેરરોપણી કરવામાં આવે તો વૃધ્ધિ ઝડપથી થતી નથી પરંતુ ફૂલ બેસવા માટે અને ફળની વૃધ્ધિ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. વાદળવાળુ હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમ્યાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની પસંદગી કરવી.

રીંગણનો પાક જુદા જુદા પ્રકારની જમીનમાં  ઉગાડી શકાય છે. રીંગણના પાકને સારી નિતારવાળી, સેન્દ્રિય તત્વથી ભરપૂર એવી બેસર, ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. જમીનને ૧પ થી ર૦ સે.મી. ઉડી ખેડી ર થી ૩ વાર કરબ માટી છેવટે સમાર મારી સમતળ બનાવવી.

વાવણી અંતર અને ફેરરોપણી :ફેરરોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીંગણની જાત, જમીનની ફળદ્રુપતા અને સીઝનને ધ્યાનમાં રાખીને ૩૦ થી ૩પ દિવસના ધરૂને ૯૦ સે.મી. × ૯૦ સે.મી. (ગોળ જાત તથા હાઈબ્રીડ જાત માટે)અથવા ૬૦ સે.મી. × ૬૦ સે.મી. (લાંબા ફળ વાળી જાત માટે) અથવા ૪પ× ૪પ સે.મી.( વહેલી પાકતી અને ઠીંગણી  જાત માટે)ના અંતરે જીસલી ખેંચીને દરેક થાણે એક છોડની રોપણી કરવી, ઉતર ગુજરાતમાં ચોમાસામાં લેવામાં આવતા ગોળ રીંગણના પાકમાં વધુ ઉત્પાદન માટે સુરતી રવૈયા અથવા મોરબી – ૪–ર જાતો માટે ૯૦ સે.મી.× ૭પ સે. મી. ના અંતરે નીકપાળા પર રોપણી કરવાની ભલામણ છે. દરેક ખામણે એક તંદુરસ્ત છોડ રોપવો.  ફેરરોપણી બાદ ૧પ દિવસે છોડની ફરતે કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. પ્રમાણે આપવી.દક્ષિણ સૌરાષ્ટમાં રીંગણની જાત પી.એલ.આર. – ૧ ની ફેરરોપણી કરવી. સામાન્ય રીતે ચોમાસું પાકની ફેરરોપણી જુલાઈ–ઓગષ્ટ  માસમાં, શિયાળુ પાકની સપ્ટેમ્બર–ઓકટોબર  અને ઉનાળુ પાકની ફેરરોપણી જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે.

સુધારેલી / સંકર જાતોઃ સુરતી રવૈયા, બીલીમોરા ભડથા, જૂનાગઢ લંબગોળ, જૂનાગઢ લાંબા,પી. એલ.આર.૧, કે.એસ.રર૪,  જૂનાગઢ રવૈયા, પુસા પર્પલ લોંગ, ગુજરાત લાંબા રીંગણ – ૧ ,  અર્કા શીલ, પુસા ઉપકાર, પુસા અનુપમ , માંજરી, પુસા અનમોલ, પુસા ક્રાંતિ , પુસા અંકુર, માંજરી ગોટા , પંત સમ્રાટ, અર્કા નિધી, અર્કા કેશવ,  અર્કા નિલમણી,  અર્કા શિરિશ,  અર્કા કુસુમકર, પુસા બિંદ,  રામનગર જાયન્ટ, હિસાર પ્રગતી , રીંગણ જાંબલી, રીંગણ ગુલાબી, એન.ડી.બી.રપ, મોરબી –૪–ર, પુસા ભૈરવ, પંત ૠતુરાજ,  અર્કા આનંદ,પુસા પરપલ રાઉન્ડ, પુસા પરપલ કલસ્ટર, અર્કા નીલકંઠ, ઉત્તરા , પુસા ઉત્તમ,  આઝાદ ક્રાંતિ, પંજાબ ક્રાંતિ ,પંજાબ સદાબહાર , પંજાબ ચમકીલા,પંજાબ મોતી , પંજાબ નીલમ, પંજાબ બરસાતી,પંજાબ બહાર ,  હિસાર શ્યામલ,   સ્વર્ણ શ્રી અન્નામલાઈ, બ્લેક બ્યુટી, કો–૧ અને ર, દુધીયા, ગુજરાત જૂનાગઢ રીંગણ –૩, પીએલઆર –૧, કાશી તરૂ, પંજાબ નગીના, આઝાદ રીંગણ ર–૩,૪, પુસા શ્રી, એબી ૦૯–૧, એબી ૦૮–૧૪, નિલમ, પી.કે.એમ. ૧, ડીએચબીએલ–પ૧, પીબીએચએસઆર–૩૧, કેએસ–રર૪, સ્વર્ણ મની, સ્વર્ણ શ્યામલી, સ્વર્ણ શોભા

પ્રાઈવેટ સેકટર સંકર જાતો

પુસા હાઈબ્રીડ–પ,૬,૯, અર્કા નવનીત, વીજય હાઈબ્રીડ, એનડીબીએચ ૧ અને ૬, એબીએચ ૧ અને ર, પંત હાઈબ્રીડ ર, બીએચ ૧,બીએચ ર,લોંગ ૧૩, સુફલ, રાઉન્ડ ૧૪, આર્ટીકા,વરદાન,નિશા, શીવા, વૈશાલી,શ્યામલી,એઆરબીએચ ર૦૧, મહાદેવ, મુકતાક્ષી,મહાબીજ ૭ર૧, નીશાંત, એનબીએચ ૧૩રપ,પી એચ ૯ ,કાશી સંદેશ,ગ્રીન મોતી, ગુલાબી રાઉન્ડ,ઝાંસી,એનબીએચ ૭૦૮,અરૂણા વિગેરે

હેકટરની ફેરરોપણી માટે બીયારણની જરૂરિયાત : ૬૦૦ ગ્રામ (જનરલ) / ૧૦૦ ચો.મી. ૩૦૦ ગ્રામ (હાઈબ્રીડ) / ૧૦૦ ચો.મી.

બીજ માવજત : ધરૂ ને રોપતા પહેલાં મૂળિયાને ઈમીડાકલોપ્રિડ પ મિ.લિ./ ૧૦ લીટર પાણીમાં અડધો કલાક બોળીને ફેરરોપણી કરવી.

સંકલીત ખાતર વ્યવસ્થા :બાયોફર્ટીલાઈઝર, એઝોટોબેકટર +ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરિયા(પ લી/ હેકટર), સેન્દ્રિય ખાતર હેકટરે ર૦ ટન છાણીયું ખાતર અથવા ૪ થી ૬ ટન વર્મી કંપોસ્ટ.

સંકલીત ખાતર વ્યવસ્થા :

ભલામણ કરેલ ખાતરનો જથ્થો (કિગ્રા /હે)

પાયાનું ખાતર

પૂર્તિખાતર ( નાઈટ્રોજન ) આપવાનો સમય

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

પહેલાં હપ્તાનું પ૦ કિલોગ્રામ નાઈટ્રોજન (૧૦૯ કિ.ગ્રા.યુરિયા  અથવા રપ૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ) ફેરરોપણી સમયે પાયામાં આપવું તથા પ૦ કિલોગ્રામ પોટાશ (૮૩ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ) આપવો.

બીજા હપ્તાનું ખાતર પૂર્તિ ખાતર તરીકે રીંગણમાં ફૂલ આવવાના સમયે આપવું. પૂર્તિ ખાતર છોડ ફરતે ખામણું કરીને આપવું અને ખાતર આપ્યા પછી હળવું પિયત આપવું

રીંગણના પાક માટે જમીન તૈયાર કરતી વખતે ર૦ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં નાંખી બરાબર ભેળવવું. ફેરરોપણી અગાઉ પાયાના રસાયણિક ખાતર તરીક અને એટલા જ પ્રમાણમાં જૈવિક ખાતરોનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય. આમ રીંગણના પાકને કુલ ૧૦૦:પ૦:પ૦ ના :ફોઃપો કિલો / હેકટરની જરૂરીયાત રહેવા પામે છે. હાઈબ્રીડ જાતો માટે ર૦૦:૧૦૦:૧૦૦ ના :ફોઃપો કિલો / હેકટરની જરૂરીયાત રહેવા પામે છે.

દક્ષિણ ગુજરાતના રીંગણની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને શિયાળુ ૠતુમાં સુરતી રવૈયા રીંગણની જાતમાં વધુ ઉત્પાદન તથા જમીનની તંદુરસ્તી સુધારવા માટે પાયામાં ર૦ ટન પ્રેસ મડ અથવા ૧૦ ટન બાયો કમ્પોસ્ટ ખાતર તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૭પ ટકા એટલે કે ૭પઃર૮ઃર૮ કિલો નાઃફોઃપો પ્રતિ હેકટર આપવાની ભલામણ કરવામાં આવે છે.

પિયત અને અન્ય માવજત :

જમીનનો પ્રકાર અને ૠતુને ધ્યાનમાં રાખી ૬ થી ૮ દિવસે પાણી આપવું. પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે વારંવાર આંતરખેડ અથવા ગોડ કરવી અને જરૂરિયાત પ્રમાણે નિંદણ કાર્ય કરવું

અન્ય માવજત :

  1. રોપણી પછી ૧૦ થી ૧ર દિવસે ગામા પૂરવા
  2. નિંદામણ : જરૂરિયાત મુજબ
  3. આંતરખેડ : ર થી ૩

પિયત અને અન્ય માવજત :

નીંદણ નિયંત્રણઃ

રીંગણનો બડઘા પાકઃ

જમીનનો પ્રકાર અને ૠતુને ધ્યાનમાં રાખી ૬ થી ૮ દિવસે પાણી આપવું. પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે વારંવાર આંતરખેડ અથવા ગોડ કરવી અને જરૂરિયાત પ્રમાણે નિંદણ કાર્ય કરવું, ડ્રીપ ઈરીગેશન લાભકારક

વાવણી બાદ જરૂર મુજબ હાથથી નિંદણ કાર્ય કરવું.જો મજુરોની અછત હોય તો રીંગણના પાકમાં  ખૂબ જ અર્થક્ષમ અને નફાકારક નીંદણ નિયંત્રણ માટે  પ્રી–ઈમરજન્સ તરીકે પેન્ડીમીથાલીન ૩૦ ઈ.સી. (૧૦લીટર પાણીમાં ૬૬ મી.લી) અથવા ફલુકલોરાલીન ૩૦ ઈ.સી. (૧૦ લીટર પાણીમાં ૪૪ મી.લી.) પ્રમાણે ફેરરોપણી બાદ તુરત જ  જમીન ઉપર પૂરતો ભેજ હોય ત્યારે ફલેટફેન / ફલડજેટ નોઝલનો ઉપયોગ કરી છંટકાવ  કરવાથી તથા ર૦ થી રપ દિવસે હાથ વડે નિંદામણ  કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

રીગણનો બડઘા પાક એવી રીતે લેવો  કે માર્ચ થી મે માસ દરમ્યાન આપણને રીંગણનો ઉતારો મળી શકે. આ માટે ફેબ્રુઆરી માસમાં રીંગણના છોડની છટણી કરવી.

લણણી અને ઉત્પાદન :

રીંગણના પાકની ફેરરોપણી કર્યા પછી લગભગ અઢી મહિને ફળ ઉતારવા શરૂ થાય છે. રીંગણના ફળ તેની જાત પ્રમાણે યોગ્ય કદના થાય ત્યારે ફળની ચમક ઝાંખી પડે તે પહેલા ઉતારી લેવા. હેકટર દીઠ સરેરાશ ૩૦ ટન ઉત્પાદન મળે છે. હાઈબ્રીડ જાતોનું ઉત્પાદન સરેરાશ ૪૦ થી ૮૦ ટન પ્રતિ હેકટર જેટલું મળે છે.

રીંગણની વીણી અને ગ્રેડિંગઃ રીંગણની જાત પ્રમાણે,  ફળોના કદ અને રંગને ધ્યાનમાં રાખીને વીણી કરવી. વીણી કર્યા બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. અઠવાડિયામાં  બે થી ત્રણ વખત રીંગણ ઉતારવા જોઈએ. બજારમાં લઈ જતાં પહેલાં વીણી કરેલા ફળો સાફ કરવા, ગ્રેડિગ કરવું, રોગ અને જીવાતથી નુકસાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્થિત  પેકિંગ કરવાથી સારા બજારભાવ મળી રહે છે.

કાપણી પછીની માવજતઃ રીંગણનાં ફળ ઉપર ત્રણ ટકા વેક્ષઓ નું આવરણ કરવાથી ફળની સપાટી પરથી થતો વ્યય ઓછો કરી શકાય છે.

સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ(કૃષિ સારથિ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને શાકભાજી સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર  દાંતીવાડા  કૃષિ યુનિવર્સિટી,જગુદણ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate