অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિના ચાવીરૂપ મુદૃાઓ

રાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિના ચાવીરૂપ મુદૃાઓ

  • સારી નિતાર શકિતવાળી, મધ્યમકાળી, ગોરાડુ  અને રેતાળ ફળદ્રુપ જમીન વધુ ઉત્પાદન માટે અનુકૂળ છે.
  • સૂકું અને ઠંડુ હવામાન વધુ અનુકૂળ છે.
  • ચોમાસામાં પાક લીધા પછી હળની ર થી ૩ આડી ઉભી ખેડ કરી જમીન સમતલ કરીને વાવણી માટે તૈયાર કરવી.
  • વાવણી માટે ભલામણ કરેલ ગુ.રાઈ-૧,  ગુ.રાઈ-ર, ગુ.રાઈ-૩ અને ગુ.દાં.રાઈ-૪ જાતોનું પ્રમાણિત બીજ વાપરવું.
  • વાવણી પહેલાં બીજને ૮ થી ૧૦ કલાક પાણીમાં બોળી છાંયામાં સૂકવી પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ (પારાયુકત)  દવાનો પટ આપવો.
  • રાઈની વાવણી ૧પ ઓકટોમ્બર બાદ દિવસનું તાપમાન ૩૦૦  સેન્ટીગ્રેડથી આેછું થાય ત્યારે કરવી. મોડી વાવણી કરતાં ભુકી છારો  તથા મોલોમસીનો ઉપદ્રવ થતાં ઉત્પાદન ઘટે છે.
  • વાવણી ૪પ-૬૦ સે.મી. × ૧૦-૧પ સે.મી. અનુક્રમે બે લાઈન અને બે છોડ વચ્ચે અંતર રાખીને કરવી. પાક ર૦-રપ દિવસનો થાય ત્યારે વધારાના છોડની પારવણી કરવી.
  • હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર અથવા એક ટન દિવેલી ખોળ વાવણી પહેલાં જમીનની ફળદ્રુપતા તથા ભેજ જાળવવા આપવો. ભલામણ મુજબ પ૦-પ૦-૦૦ દ.છ કિ.ગ્રા. / હે. મુજબ રાસાયણીક ખાતર આપવું. નાઈટ્રોજનના બે સરખા હપ્તા કરવા. જેમાં બધોજ ફોસ્ફરસ, ર૦ કિ.ગ્રા./ગંધક અને  નાઈટ્રોજનનો પ્રથમ હપ્તો પાયાના ખાતર તરીકે વાવણી વખતે આપવો. નાઈટ્રોજનનો બીજો હપ્તો ૩પ થી ૪૦ દિવસે ભેજમાં આપવો. લોહ અને જસત તત્વની ઉણપવાળી જમીનમાં ૧૦ કિ.ગ્રા./હે.  ફેરસ સલ્ફેટ અને ૮ કિ.ગ્રા./હે. ઝીંક સલ્ફેટ આપવું.
  • ૩પ દિવસ સુધી પાકને નિંદામણમુકત રાખવા ૧-ર આંતરખેડ અને એક હાથથી નિંદામણ કરવું.
  • પાકને ૩ થી ૪ પિયત ૧પ-ર૦ દિવસના ગાળે જમીનના પ્રત મુજબ જરૂરીયાત પ્રમાણે આપવું.
  • મોલોમસી જીવાતના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ મી.લિ. અથવા મોનોક્રોટોફોસ ૧ર.પ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે ૦.ર % વેટેબલ સલ્ફર રપ ગ્રામ અથવા ૦.૦રપ % ડીનોકેપ પ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • સફેદ ગેરૂના નિયંત્રણ માટે રપ ગ્રામ મેન્કોઝેબ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • રાઈનો પાક ૧૦પ-૧૧૦ દિવસમાં છોડની શીંગો પીળી પડી તામ્રરંગની થતાં કાપણી સવારે કરવી.
  • Source : http://www.aau.in/

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate