অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રજકાના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

ગુજરાતમાં રજકો એ ખૂબ જ અગત્યનો શિયાળુ ઘાસચારાનો કઠોળ વર્ગનો પાક છે. રજકાનો પાક ઘાસચારા માટે વધાયું તેમજ બહુવૃષાયુ એમ બે રીતે લેવામાં આવે છે. રજકો એ કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા સુધારવાનું કામ પણ કરે છે. ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, આણંદ, ખેડા, મહેસાણા વગેરે જીલ્લાઓમાં રજકાને મોટા પાયા પર ઘાસચારા માટે ઉગાડવામાં આવે છે. ઘાસચારાનું વધુ ઉત્પાદન આપતી તેમજ બહુવર્ષાયુ જાતો આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર પરથી વિકસાવવામાં આવી છે.

 

રજકાની વિવિધ જાતો.

અ.

ન.

જાત / બહાર

પાડવાનું વર્ષ

વાવેતર માટે ભલામણ

કરેલ વિસ્તાર

 

વિશિષ્ટ ગુણધર્મો

1

જીએયુએલ-૧ (આણંદ-૨) વર્ષ : ૧૯૭૫

ગુજરાત રાજય સહિત  મધ્ય પ્રદેશ, રાજસ્થાન,  મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ  અને તામિલનાડુ રાજય

છાડ ઊંચા અને સીધા, ખૂબ જ ઝડપથી વિકાસ, પાન પહોળા અને આછા લીલા રંગના, ફૂલ જંબલી રંગના અને કદમાં મોટા હોય છે. મોસમ તરીકે ૬ થી ૭ કાપણી | અને વાર્ષિક લેવામાં આવે ત્યારે ૧૦ થી ૧૨ કાપણી

2

જીએયુએલ-૨ (એસએસ-૬૨૭) વર્ષ :૧૯૮૦ |

 

ઉત્તર ગુજરાત

આ જાતનું ઉત્પાદન આણંદ-૨ જેટલું જ છે. તળછારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતના છોડ ઊંચા સીધા જોવા મળે છે. ફૂલનો રંગ જાંબલી.

 

3

આણંદ ૨જકા-૩ (બહુવર્ષાયુ) વર્ષ : ૨00૬

મધ્ય ગુજરાત

બહુવર્ષાયુ જાત છે. ૨ થી ૩ વર્ષ સતત લીલો ચારો આપે છે. પાન ગાઢા લીલા રંગના ધરાવે છે.

 

4

આણંદ રજકો-૪ (બહુવર્ષાયુ) વર્ષ : ૨૦૧૩

ભારતનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર

 

બહુવર્ષાયુ જાત છે. આણંદ-૨ જાત કરતાં વધુ લીલા ચારા તથા સૂકા ચારાનું ઉત્પાદન આપે છે તથા ૨૧ ટકા જેટલું ફુડ પ્રોટીન ધરાવે છે.

 

જમીન :

સારા નિતારવાળી ગોરાડુ, બેસર અને મધ્યમકાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનની અલ્યતાનો આંક ૭.૫ થી ૮ અને વધુ કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટાશવાળી જમીનો આ પાક માટે ઉત્તમ ગણાય છે. અમ્લીય જમીનોમાં છોડના મૂળનો વિકાસ રૂંધાય છે જેથી ચૂનો નાંખવો જરૂરી છે. આ પાક ક્ષારીય જમીનોમાં ટકી શકે છે.

જમીનની તૈયારી :

ટ્રેક્ટર અથવા હળથી જમીન બરાબર ખેડી, આડી ઊભી કરબ ફેરવી, ઢેફાં ભાંગી, સમાર મારી સમતલ કરવી. આમ કરતી વખતે જરૂરી છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના કયારાઓ તૈયાર કરવા. આમ કરવાથી સપ્રમાણ પિયત આપી શકાય અને સારો નિતાર થઈ શકે છે.

વાવણી :

મધ્ય ગુજરાત વિસ્તારમાં રજકાની વાવણી નવેમ્બરના બીજ અઠવાડિયા દરમિયાન બે હરોળ વચ્ચે ૨૫ સે.મી.નું અંતર રાખીને બિયારણનો દર ૧૦ કિલો હેકટર રાખીને કરવી જોઈએ. ઉત્તર ગુજરાત વિસ્તારમાં રજકાની વાવણી ઑકટોબરના છેલ્લા અઠવાડિયામાં બિયારણનો દર ૧૦ કિલો/હેકટર રાખીને કરવાની ભલામણ છે. બિયારણ માટેના રજકામાં બીજનો દર ૫ કિલો હેકટર રાખવો.

ખાતર વ્યવસ્થાપન :

રજકાના પાકને પાયાના સેન્દ્રિય ખાતર તરીકે ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ્રતિ હેકટરે આપવું.

રજકાના પાકને હેકટર દીઠ ૨૦ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને પ૦ કિલો પોટાશ વાવણી વખતે આપવું જોઈએ. રજકાના બીજ ઉત્પાદન માટે ઝિંકની ઉણપ વાળી જમીનોમાં ર૫ કિલો હેકટર ઝિંક સલ્ફટ તથા ૪૦ કિલો/ હેકટર સલ્ફર આપવાની ભલામણ છે.

મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં રજકા (આણંદ-૨)નું બીજ ઉત્પાદન કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ભલામણ કરેલ ખેતી પદ્ધતિની સાથે રજકાના પાકને ફેબ્રુઆરી માસના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં લીલા ચારાની છેલ્લી કાપણી બાદ બીજ ઉત્પાદન માટે છોડી દેવો ત્યારબાદ ફૂલ અવસ્થાની શરૂઆત થાય ત્યારે ૦.૦૨ ટકાનો બોરોનનો દ્રાવણનો પ્રથમ છંટકાવ કરવો અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો.

પિયત :

રજકાના પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. વાવણી પછી પ્રથમ પિયત તૂરત જ અને બીજુ પિયત એક અઠવાડિયે આપવું. ત્યારબાદ શિયાળામાં ૧૦-૧૨ દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસના અંતરે પિયત આપવાં. ક્યારા પદ્ધતિથી પિયતને બદલે ફુવારા પદ્ધતિ (સ્મિકલર) થી પિયત આપવાથી ૧૫ થી ૩૫ ટકા પાણીનો બચાવ થાય છે અને ૨૧ થી ૨૪ ટકા જેટલી વધુ આવક મેળવી શકાય છે.

પાછલી માવજત :

જરૂરિયાત મુજબ નીંદામણ અને આંતરખેડ કરવી. નીંદણના નિયંત્રણ માટે રજકાના પાકમાં વાવણી બાદ ૧૦ થી ૧૨ દિવસે પેન્ટીમીથાલીન (૩૦ ઈ.સી.) દવાનો ૦.૫ લિટર/હેકટર પ્રમાણે છંટકાવ કરવો.

પાક સંરક્ષણ :

રજકામાં મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે કાપણી કર્યા બાદ સાત દિવસે ડાયમિથોએટ ૩૦ ઈસી ર૦મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. તળછારાના રોગ સામે કાપણી બાદ બે દિવસમાં ડાયથેનઝેડ-૭૮ અથવા ડાયથેન એમ-૪૫ દવા 0.2% નું દ્રાવણ (૨૦ ગ્રામ પાઉડર ૧૦ લિટર પાણીમાં) છાંટવું.

કાપણી :

લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ૨૮-૩૦ દિવસે અને | ઉનાળામાં ર૦-રપ દિવસે એટલે કે ૫૦ ટકા ફૂલ આવે

ત્યારે કરવી જોઈએ. ઋતુ દરમ્યાન પ થી ૬ કાપણી મળે છે. બિયારણ માટે રજકાની કાપણી મે માસના બીજા પખવાડીયામાં કરવી જોઈએ.

ઉત્પાદન :

ઋતુ દરમ્યાન પાંચ થી છ કાપણીમાં 800 થી ૮૦૦ ક્વિન્ટલ હેકટર લીલો ચારો મેળવી શકાય છે. વર્ષાયુ પાકમાં ૧000 થી ૧૨૦ ક્વિન્ટલ પ્રતિ હેકટર લીલા ચારાનું ઉત્પાદન મળે છે. બે કાપણી પછી બિયારણ ઉત્પાદન માટે રજકો છોડતા ૩૦ થી ૪% કિલો પ્રતિ હેકટર બિયારણનું ઉત્પાદન મેળવી શકાય છે.

વિશેષ : પશુને લીલો રજકો ખવડાવતી વખતે રાખવાની કાળજી : લીલો રજકો પશુઓને વધારે પડતો ખવડાવવાથી પશુને આફરો ચઢવાની શક્યતા વધી જાય છે. માટે જાનવરને ભૂખ્યા પેટે વધારે પડતો રજકો નિરણ કરશો નહિ. રજકો ખવડાવતાં પહેલા સૂકો ચારો ખવડાવવા જોઈએ અથવા લીલા રજકામાં ખાવાનું તેલ પ૦ ગ્રામ થી ૧૦ ગ્રામ છાંટીને આપવાથી આફરો ચઢવાની શકયતા ઘટી જાય છે. વળી લીલો રજકો અન્ય સૂકા ચારા સાથે મિશ્ર કરી આપવો જોઈએ.

ડૉ. ડી. પી. ગોહિલ, ડૉ. એચ. કે. પટેલ, શ્રી ડી. આર. પઢેરીયા મુખ્ય ધાસચારા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ ફોનઃ (૦૨૬૯૨) ૨૬૪૧૭૯

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate