অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૂર્ય પ્રકાશ અને શાકભાજી દ્રારા મળતાં વિટામીન–ડી ની અગત્યતા

પોષક તત્વોની ઉણપમાં મોટા ભાગે વિટામીન – એ,ડી, લોહતત્તવ અને આયોડિનની ઉણપનો સમાવેશ થાય છે.પોષક તત્વોની ઉણપને લીધે બાળકોમાં એનેમીયા, શારીરીક વૃદ્ધિની ખામી અને રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો વગેરે આરોગ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે.પુખ્ત વયના વ્યકિતમાં પોષક તત્વોની ઉણપને લીધે થાક, કાર્ય કરવાની શકિતમાં ઘટાડો અને વંધ્યતા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આપણા રોજીંદા ખોરાકને સમતોલ આહાર બનાવા માટે ખોરાકમાં ગૌણ પોષકતત્વોનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોવું ખૂબ જ જરૂરી છે. રોજીંદા ખોરાકમાં ૧પ૦ ગ્રામ જેટલા લીલા પાંદળાવાળા શાકભાજીનો સમાવેશ કરવાથી પ્રમાણિત માત્રામાં લોહતત્વ, કેલ્શિયમ અને ફોસ્ફરસ, બીટા– કેરોટીન, વિટામીન – એ, ડી અને ફોલિક એસિડ મળી રહે છે. જે શરીરની ચયા પચયની ક્રિયાઓના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે.
વિટામીન–ડી ને '' સન સાઈન વિટામીન '' એટલે કે સૂર્યપ્રકાશનું વિટામીન તરીકે ઓળખવામાં આવે છે. ચામડીની નીચે રહેલા ડી હાઈડ્રો કોલેસ્ટ્રેરોલ જે વિટામીન–ડી નું પૂર્વ સ્વરૂપ છે. આ પદાર્થમાંથી શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામીન–ડી માં ફેરવાય છે.

વિટામીન – ડી શા માટે જરૂરી છે?

વિટામીન–ડી એ કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણને વધારે છે. તેની ખામીથી કેલ્શિયમનું અવશેષણ મંદ પડે છે. મજબુત હાડકાના બંધારણ માટે વિટામીન–ડી જરૂરી છે. હાડકામાં કેલ્શિયમ જમા થવા માટે વિટામીન–ડી જરૂરી છે. તંદુરસ્ત દાંતની રચનામાં પણ ઉપયોગી છે.

કાર્ય અગત્યતા : ખૂબ જ ઓછી સાદ્રતામાં જરૂરી પરંતુ શરીરની અગત્યની ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે.

ગૌણ ધાતુતત્વો :

  1. કેલ્શિયમ : કેલ્શિયમ એ હાડિંજર અને દાંતના સંશ્લેષણ અને નિભાવમાં અતિ મહત્વનું બંધારણીય ઘટક છે. અંગોના હલનચલનમાં, સ્નાયુઓના સંકોચન વિસ્તરણમાં, હ્રદયના સ્નાયુકાર્યમાં રૂધિર જામી જવાની ક્રિયામાં અને ચેતાતંત્રના કાર્યમાં મહત્વનું છે. ફોસ્ફરસના શોષણ અને કોષસીરની પરિવાહકતામાં નિર્ણાયક ઘટક છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતની સમસ્યાઓ રહે છે.
  2. ફોસ્ફરસ : કેલ્શિયમની યોગ્ય ઉપયોગ ફોસ્ફરસ પર આધારિત છે કારણ કે મોટા ભાગનો કેલ્શિયમ કેલ્શિયમ ફોસ્ફેટ તરીકે હાડકાં અને દાંતમાં જમા થાય છે. કાર્બોદિત પદાર્થો અને ચરબીના ચયાપચયમાં અગત્યનો ભાગ ભજવે છે.

ચરબી દ્રાવ્ય વિટામીનઃ

વિટામીન  ડી ( કોલેકેલ્શીફેરોલ)  : હાડકાં વૃદ્રિ માટે અને કેલ્શિયમના ચયાપચય માટે અતિ મહત્વનું છે. વિટામીન ડી ની ઉણપને લીધે  રીકેટસ અને ઓસ્ટીયોમેલેેેસીયાની તકલીફ ઊભી થાય છે. વિટામીન ડી આંતરડામાં કેલ્શિયમનું શોષણ કરી અને હાડકામાં જમા કરવાની ક્રિયામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે.

વિટામીન – ડી શેમાંથી મળે?

આપણે જીણીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન – ડી બને છે. આથી નાના બાળકોના હાડાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા સાંજના ૪ થી ૬ ના તડકામાં તેલનું માલિશ કરીને રાખવા જોઈએ. ખોરાકમાં વિટામીન–ડી માછલીનું તેલ, યકૃત, ઈંડાં, માખણ વગેરેમાંથી મળે છે. વનસ્પતિ ધી માં બહારથી વિટામીન–ડી ઉમેરવામાં આવે છે. વિટામીન – ડી ઈન્ટરનેશનલ યુનિટમાં મપાય છે. બાળકો અને ગર્ભવતી સ્ત્રી ને ૪૦૦ આઈ.યુ.(૧૦ માઈક્રોગામ) અને પુખ્ત વ્યકિત અને કિશોરોને ર૦૦ આઈ.યુ.(પ માઈક્રોગ્રામ) વિટામીન – ડી ની જરૂરીયાત હોય છે.

વિટામીન–ડી ની ખામીથી ઉદભવતી મુશ્કેલી :

વિટામીન–ડી ની ખામીથી આાંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું અવશોષણ પૂરતું થતું નથી. વિટામીન–ડી ની ખામીથી હાડકાનું બંધારણ નબળું રહે છે અને દાંત પણ તુદુરસ્ત રહેતા નથી. એ આહારમાં કે કેલ્શિયમની ઉણપ હોય તો સીરમ કેલ્શિયમનું સ્તર નીચુ જાય છે. સ્નાયુઓ ખેંચાય છે અને આંચકી આવે છે. આથી હાડકાં અને દાંત નબળા રહે છે. જેથી હાડકામાં વિકૃતી આવે છે. બાળકોમાં સુકતાન અને પુખ્ત લોકોમાં ઓસ્ટીઓમલેશિયા જોવા મળે છે.

સુકતાન : ખાસ કરીને સૂર્ય પ્રકાશ ન મેળવતા બાળકોમાં જોવા મળે છે. તેમજ અધુરા માસે જન્મેલા બાળકોમાં તેની શકયતા વધુ રહે છે. સુકતાનમાં બાળકના પગ વાંકા અને છાતી કળુતર જેવી ઉપસેલી હોય છે. તેનું પેટ મોટું હોય છે. માથું મોટું હોય છે. બાળક આળસુ અને નિરસ રહે છે.

ઓસ્ટીઓમલીસયા : ઓસ્ટીઓમલીસયાનો ખર્ચ થાય છે કે '' હાડકાનું નરમ થવું '' વિટામીન – ડી ની સાથે કેલ્શિયમની પણ ખામીથી આ રોગ થાય છે. જે સ્ત્રીઓ ટુંકાગાળામાં વારંવાર ગર્ભધાન થતું હોય તેમજ સાથે દુધ અને માખણ જેવો ખારાક લેતી નથી. તેમને આ રોગની સંભાવના વધુ રહે છે. ઉપરાંત જે સ્ત્રીઓ પડદામાં રહેતી હોય તેજ ઓછા ધાન્યોવાળો આહાર લેતી હોય તેને પણ શકયતા વધુ રહે છે. આ રોગના લક્ષણોમાં હાડકામાં દુઃખાવો થાય છે અને હાડકા નબળા પડે છે. દર્દી સીધા ઉભા રહી શકતા નથી. શરીરનો આકાર બગડે છે. પગના હાડકામાં અને કમરમાં દુઃખાવો રહે છે. સહેલાઈથી ફેકચર થાય છે. સારવારમાં દરરોજ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ સાથે વિટામીન–ડી લેવું જોઈએ.

પોષક દ્રવ્યો જેવા કે વિટામીનો, ધાતુતત્વો  અને અનય ગોૈણ તત્વોના સ્ત્રોત તરીકેલીલા પાંદળાવાળા શાકભાજી એક અગત્યનો સ્ત્રોત છે. કોઠામાં વિવિધ શાકભાજીમાંથી મળતાં પોષકદ્રવ્યો દર્શાવેલ છે.

વિવિધ શાકભાજીમાંથી મળતાં પોષકદ્રવ્યો

પોષક દ્રવ્યો જેવા કે વિટામીનો, ધાતુતત્વો  અને અનય ગૌણ તત્વોના સ્ત્રોત તરીકેલીલા પાંદળાવાળા શાકભાજી એક અગત્યનો સ્ત્રોત છે. કોઠામાં વિવિધ શાકભાજીમાંથી મળતાં પોષકદ્રવ્યો દર્શાવેલ છે.

વિવિધ શાકભાજીમાંથી મળતાં પોષકદ્રવ્યો દર્શાવેલ છે


અનં

શાકભાજી  પાક

વિટામિન

ખનીજતત્વો

( મી.ગ્રા)




શકકરટેટી

કેરોટીન (૧૬ ગ્રામ)

વિટામિન સી (ર૬ ગ્રામ)

કેલ્શિયમ (૩ર), ફોસ્ફરસ (૧૪),લોહતત્વ (૧.૪)


કોબીજ

બીટા  કેરોટીન, એસ્કોર્બિક એસિડ, રીબોફલેવીન, નીએસીન, થાયમીન

વિટામિન સી (૩૦–૬પ મિગ્રા)

કેલ્શિયમ (૩.૯), લોહતત્વ (૦.૮), મેગ્નેશિયમ(૧૦), સોડિયમ (૧૪.૧),પોટેસ્શયમ(૧૪),ફોસ્ફરસ(૪૪)


કોલીફલાવર

વિટામિન સી (૭પ મિગ્રા),

વિટામિન એ (પ૧આઈ.યુ.), ટોકોફેરોલ

૧.૯ % ખનીજતત્વો


ટામેટા

વિટામિન સી (રપ મિગ્રા),ફોલિક  એસિડ,રીબોફલેવીન (૦.૦૧ મિગ્રા), થાયમીન (૦.૦૭ મિગ્રા), પેન્ટોથેનીક  એસિડ, વિટામિન એ (૯૦૦ આઈ. યુ.)

૦.પ %


રીંગણ

વિટામિન સી (૬ મિગ્રા),

વિટામિન એ (૩૦ આઈ. યુ.)

૦.૩ %


મરચાં

વિટામિન સી (૧૧૧  મિગ્રા)

૧.૬ %


ગાજર

બીટા  કેરોટીન,વિટામિન સી (૩ મિગ્રા),રીબોફલેવીન,  થાયમીન, નીએસીન,  ફોલિક  એસિડ

કેલ્શિયમ (૪૦ મિગ્રા),ફોસ્ફરસ(૩૦મિગ્રા),લોહતત્વ, મેગ્નેશિયમ (૪૦ મિગ્રા)


સુરણ

વિટામિન એ, વિટામિન બી,

કેલ્શિયમ (૭ર મિગ્રા),


વટાણા

વિટામિન એ (૪૦પ આઈ. યુ.) વિટામિન સી (પર મિગ્રા / ૧૦૦ ગ્રામ)

કેલ્શિયમ, ફોસ્ફરસ,

લોહતત્વ


૧૦

ચોળા

વિટામિન એ (૧૮૬૧ આઈ. યુ)

કેલ્શિયમ, ફોસ્ફરસ,

લોહતત્વ,


૧૧

વાલ

વિટામિન  પ્રચુર માત્રામાં

ખનીજતત્વો  પ્રચુર માત્રામાં


૧ર

ગુવાર

વિટામિન એ (૬પ.૩ આઈ. યુ.) વિટામિન સી (૪૯.૦ મિગ્રા)

કેલ્શિયમ (૧૩૦મિગ્રા),ફોસ્ફરસ (પ૭ મિગ્રા),લોહતત્વ (૪.પ મિગ્રા),


૧૩

શકકરીયા

વિટામિન એ (૬પ.૩ આઈ. યુ.),  વિટામિન બી, વિટામિન સી,  રીબોફલેવીન,  થાયમીન, નીએસીન

કેલ્શિયમ, ફોસ્ફરસ,

લોહતત્વ


૧૪

પાલક

વિટામિન એ (પ૮૬ર આઈ. યુ.) વિટામિન સી (૭૦ મિગ્રા)

કેલ્શિયમ (૧૬.રમિગ્રા),

લોહતત્વ (૩૮૦ મિગ્રા)


૧૫

તાંદળજો

વિટામિન સી (૪ર૦ મિગ્રા)

લોહતત્વ (૧પ.ર થી પ૩.૬ મિગ્રા)


૧૬

મેથી

વિટામિન એ (૩૯૦૦ આઈ. યુ.) વિટામિન સી (૧૪૦ મિગ્રા),વિટામિન બી ૬ (૦.૮ મિગ્રા),વિટામિન કે (ર૪૦પીપીએમ)આલ્ફા બીટા ટોકોફેરોલ (૦.૮૭)

પ્રચુર માત્રામાં


૧૭

ભીંડા

વિટામિન એ,  વિટામિન બી,

વિટામિન સી (૧૩ મિગ્રા)

કેલ્શિયમ,  ફોસ્ફરસ,

સોડિયમ, સલ્ફર


૧૮

ડુંગળી

પેન્ટોથેનીક  એસિડ

કેલ્શિયમ (૦.ર–૦.પ%),  ફોસ્ફરસ (૦.૦પ %), લોહતત્વ, કોપર, ઝિંક


સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, બીજ મસાલા સંશોધન કેન્દ્ર સ.દાં.કૃ.યુ. જગુદણ, જી.મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate