অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગૌણ અને બિનપરંપરાગત શાકભાજી પાકો

શરીરના વિકાસ અને તંદુરસ્તી જાળવવા માટે પોષક તત્વો, વિટામીન્સ તથા રેષાથી ભરપુર એવાં શાકભાજી દૈનિક આહારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અંદાજીત ૧ લાખ જેટલી જુદી જુદી વનસ્પતિઓ આહાર તરીકે, ઉધોગોમાં , કાચા માલ તરીકે, જુદી જુદી દવાઓ તરીકે તથા ધાર્મિક વિધિઓમાં વપરાય છે. તેમાંની કેટલીક વનસ્પતિઓ ગ્રામ્ય વિસ્તાર તથા જંગલ કે ડુંગરાળ પ્રદેશોમાં વસવાટ કરતી સ્થાનિક પ્રજા માટે ખોરાકની જરૂરિયાત પુરી પાડવાની સાથે વાતાવરણ જાળવણી માટે અગત્યની છે. સુકા અને અર્ધસુકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, ડુંગરાળ તથા જંગલ પ્રદેશોમાં ઉપયોગમાં લેવાતા ગૌણ અને બિનપરંપરાગત શાકભાજીના પાકો વધુ પોષણક્ષમ અને ઔષધિય ગુણોથી ભરપુર હોવાને કારણે શહેરી વિસ્તારમાં પણ ધીમે ધીમે પ્રચલિત થતા જાય છે. આવા પ્રદેશોમાં વસવાટ કરતા લોકો શાકભાજીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સહેલાઈથી લભ્ય આવા ગૌણ અને બિનપરંપરાગત શાકભાજીના પાકો ઉપર નિર્ભર હોય છે.

અગત્યતા

  • સારી તંદુરસ્તી  માટે  જરૂરી   એવા  વિટામીન્સ    અને   એન્ટીઓકસીડન્ટ થી  ભરપુર  હોવા  ઉપરાંત  જરૂરી   ખનીજ તત્વો     અને  રોગ  પ્રતિકારક  શકિત  પણ  ધરાવે  છે.  તદઉપરાંત  ભુખમરો  દુર  કરવા માટે  મદદરૂપ   છે
  • આ પાકોની બીજ , ખાતર, દવા, મજૂર, પિયત  વિગેરેની જરૂરિયાત   ઓછી  હોવાને  કારણે  સહેલાઈથી   ઓછા  ખર્ચે  અને  ઓછી  કાળજી વડે  સરળતા  પૂર્વક ઉગાડી  શકાય  છે
  • આ પાકો સારો  પોષણક્ષમ  ખોરાક  પૂરો  પાડવાની  સાથે   આર્થિક   રીતે  પોસાય   તેવા   છે
  • આ  પાકો  પર્યાવરણની  જાળવણી પણ  માટે  ઉપયોગી   છે
  • આ પાકો નવા ઉદ્યોગો  ઊભા  કરવા  માટેની તકો  પૂરી પણ  પાડે  છે
  • આ  પાકો  જમીનનુ  ધોવાણ  અટકાવવામાં  મદદરૂપ  છે
  • આ  પાકો   ઓછા  ખર્ચે વધુ  નફો   આપતા  હોવાથી    ખેડૂતોનો  સામાજિક  અને  આર્થિક   મોભો  બદલાય  છે

શાકભાજી પાકોમાં આવતા રોગ – જીવાત અને તેનું નિયંત્રણ

શાકભાજી  પાકોમાં   ચુસીખાનારી  જીવાતોમાં  ખાસ  કરીને  મોલો,  તડતડીયાં,  પાનકોરીયાં અને  સફેદ  માખી  આવે  છે.  તેના નિયંત્રણ  માટે ડાયકલોરોવોશ,  ટ્રાયઝોફોસ  ૦.૦૪ ટકા  અથવા  ડાયમીથોએટ  ૦.૦૩  ટકા  પૈકી  કોઈ પણ એક દવા ૧૦ મિલિ /૧૦  લિ.  પાણી  રાખી  છંટકાવ  કરવો.  લીલાં  પાદડાંવાળા  તેમજ  ફળ  પાકોમાં   પાન  અને  ફળ  કોરી  ખાનાર  ઈયળ  જોવા  મળે  છે.  તેના નિયંત્રણ  માટે  કલોરપાયરીફોસ  ૦.૦ર ટકા  અથવા  કિવનાલફોસ  ૦.૦ર ટકા  ર૦ મિલિ / ૧૦  લિ  પાણીમાં  મિશ્ર  કરી  છંટકાવ  કરવો.

રોગમાં  થડ  અને મૂળનો  કોહવારો  આવતો  હોવાથી  મેટાલેકઝીલ એમ  ઝેડ  ર ગ્રામ / ૧૦  લિ  પાણીમાં  મિશ્ર  કરી  છંટકાવ  કરવો.  બેકટેરીયલ  બ્લાઈટ  અને  પાનનાં  ટપકાં  જેવા  રોગોમાં  કોપર ઓકઝીકલોરાઈડ  ૬૦ ગ્રામ  અને ટ્રેપ્ટોસાયકલીન  ૬ ગ્રામ  ૧૦ લિટર  પાણીમાં  ઓગાળીને  છંટકાવ  કરવો.

વેલાવાળા  શાકભાજીમાં  ભૂકીછારોનો  રોગ  જોવા  મળે  છે.  તેના નિયંત્રણ  માટે  ૦.ર  ટકા  દ્રાવ્ય  ગંધક (ર૦ ગ્રામ / ૧૦  લિ  પાણીમાં )  ઓગળી  છંટકાવ  કરવો.

ગૌણ અને બિનપરંપરાગત શાકભાજી પાકોનું વર્ગીકરણ

અ.નં.

પ્રકાર

પાકનું  નામ

વાનસ્પતિક નામ

૧.

 

પાંદડાવાળા શાકભાજી

 

તાંદળજો

Amaranthus tricolor

સુવા

Apium sowa

ચીલ

Chenopodium album L.

લુણી

Portulaca oleracea

લાંબડી

Celosia argentea L

પોકતા

Amaranthus blitune L.

ફુદીનો

Mentha arbensis

અળવી

Colocasia esculenta

ર.

 

કંદમૂળ  પાકો

 

શકકરીયા

Ipomoea batatas L.

રતાળુ

Dioscorea alata L.

સુરણ

Amorphophallus campanulatus B.

બીટરૂટ

Beta vulgaris L.

કચ્યુ,  વરાકંદ

-

૩.

 

વેલાવાળાં  પાકો

 

કોઠિંબડા

Citrullus spp.

પોઈ

Basella alba (green)

પંડોળા s Snake gourd)

Trichosanthes anguina L.

ડોડી

Dregea Volubils L.

દોડકાં, આરિયા, કારીંગડા

-

૪.

ફળ / શીંગવાળા  પાકો

ફણસી

Phaseolus vulgaris

પ.

સલાડ  પાકો

સેલેરી

Apium graviolens  L.

ટરનીપ ( શલગમ)

Brassica campestrris var.rapa

ડાળ/ ગરમર

Coleus prarviforus B.

કંદમૂળ વર્ગના શાકભાજી પાકો

અ.નં

ખેતી કાર્યની  વિગત

સુરણ

બીટરૂટ

શકકરીયા

ટરનીપ (શલગમ)

રતાળુ

૧.

જમીન   અને   આબોહવા

-ગોરાડું

-વાનસ્પતિક : ગરમ   અને  ભેજવાળું

- કંદ:  ઠંડું   અને  સુંકું  હવામાન

-સારા નિતારવાળી  ગોરાડું

-ઠંડું અને થોડુંક ગરમ  હવામાન

-ગોરાડું ,  રેતાળ

-ગરમ  અને  ભેજવાળું

– સારા નિતારવાળી  હલકી  જમીન

–  ઠંડુ  હવામાન

ઊંડી  અને ભરભરી  ફળદ્રુપ  નિતારવાળી

– ગરમ અને ભેજવાળું

ર.

સુધારેલી જાતો

લાલ માવા, સફેદ માવા

ક્રિમસેન ગ્લોબ, ગોલ્ડન બીટ,સ્નો વ્હાઈટ રૂબી કવીન

સી.ઓ–૧

સી.ઓ–ર,એચ.–

૪ર,  અમરત,  વર્ષા

ગોલ્ડન બોલ,પંજાબી સફેદ ૪, પુસા કંચન, પુસા સ્વર્ણિમા, પુસા, સ્વાતી અને સ્નોબોલ

શ્રી કિર્તી, શ્રી રૂપા

૩.

વાવણી  સમય

૧પ એપ્રિલ થી ૧પ મે.

ઓગષ્ટ થી નવેમ્બર માસ દરમ્યાન

ઓકટોબર–નવેમ્બર

સપ્ટેમ્બર–ઓકટોબર

માર્ચ–એપ્રિલ

૪.

રોપણી અંતર

૧ વર્ષ–૩૦×૩૦ સેમી.

ર વર્ષ–૪પ×૪પ સેમી.

૩ વર્ષ–૭પ×૭પસેમી.

૪વર્ષ–૧ર૦×૯૦ સેમી.

૩૦×પ સેમી.

૬૦×ર૦ –રપ               અથવા

૪પ×ર૦  સેમી.

નિકપાળા પધ્ધતિથી

પૂંકીને

૭પ×૭પ  સેમી.

અથવા

૯૦×૯૦  સેમી.

પ.

બીજ દર (કિ.ગ્રા./હે)

૧ વર્ષ :ર૪૦૦

ર વર્ષ : ૭ર૦૦

૩ વર્ષ :૧૦,૦૦૦

૪ વર્ષ :૧૧,૦૦૦

૮ – ૧૦

૧ર,૦૦ કિ.ગ્રા.

રપ–૩૦ સે.મી.

લંબાઈના વેલાના બે આંખવાળા ટુકડા

૩ – ૪

૧ર૩પ૦ વેલાના અથવા રતાળુના કટકા

૬.

 

રાસાયણિક ખાતર  ( કિ.ગ્રા./હે.)

પાયાનું  ખાતર

(ના. ફો. પો.)

૩૭.પ  +  ૪૦ + ૬૦

૩૦ + ૧૦૦  + ૧૦૦

૩૭.પ + ૭પ  + પ૦

૩૭.પ  + પ૦  + પ૦

૬૦ + ૪૦  + ૮૯

પુર્તી  ખાતર

(કિ.ના / હે.)

૩૭.પ  (૩૦ દિવસે )

૩૦(૩૦ દિવસે )

૩૭.પ (૩૦ દિવસે )

૩૭.પ (૩૦ દિવસે )

૬૦ (૩૦ દિવસે )

૭.

પિયતની   જરૂરિયાત

રોપણી પછી તુરત જ પિયત આપવું, ત્યારબાદ ૬ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવું, આખા જીવનકાળ દરમ્યાન ૧૮ થી ર૦ પિયતની જરૂર પડે છે.

મૂળના યોગ્ય વિકાસ માટે ૬ થી ૮ દિવસના અંતરે નિયમિત હલકુ પિયત આપવું

ચોમાસ દરમ્યાન  કરતા વરસાદ લંબાય તો પિયત આપવું જયારે શિયાળામાં ૧ર–૧પ દિવસે અને ઉનાળામાં ૮–૧૦ દિવસે પિયત આપવા

૮ થી ૧૦ દિવસના અંતરે ૭-–૮ પિયત પૂરતા છે.

રોપણી પછી તુરત પિયત આપવું તેમજ ઉનાળામાં ૭ થી ૮ દિવસે પાણી આપવું

૮.

 

પાક સંરક્ષણ

 

રોગો

થડનો  કહોવારો ,  પંચરંગિયો

પાનના  ટપકાંનો,

મૂળનો  કહોવારો

થડનો  કહોવારો ,  પાનના  ટપકાંનોસૂકારો

મૂળનો  કહોવારો

-

જીવાતો

-

પાનકોરીયું,

પાનવાળનાર  ઈયળ

પાન ખાનાર  ઈયળ,  શકકરીયાનું ચાંચવુ

-

-

૯.

કાપણી (દિવસો)

૭ થી ૮ મહિને  પાન પાકી પીળા પડે છે

૯ થી ૧૦ અઠવાડિયા

૧૦૦–૧ર૦ દિવસે

૧૦૦ –૧૧૦ દિવસે

૭ થી ૮ મહિને(પાન પીળા પડી વેલા સુકાવા લાગે છે )

૧૦.

વિશેષ  નોંધ /

ખાસ અગત્યતા

-લાંબા  સમય  સુધી સંગ્રહી શકાય  છે.

-જંગલી  સૂરણમાં પાસાદાર સ્ફટિકથી મોં/ ગળામાં ચચળાટ થાય   છે.

પ્રોટીન, કાબોહાઈન્ડે્રસ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન,  વિટામિન્સ એ, સી ધરાવે છે.

મૂળનો  ઉપયોગ  ખોરાક, સ્ટાર્ચ અને  આલ્કોહોલ  બનાવવા  માટે થાય છે.

-સલાડ કચૂંબર,   અને  શાકમાં  અને અથાણા  વપરાય  છે.

-પાંદડા  લીલા  શાકભાજી  માટે વપરાય છે.

-કંદનો ચીપ્સ  અને લોટ પણ  બને  છે.

- કંદ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.

પાંદડાવાળા શાકભાજી પાકો

અ.નં

ખેતી કાર્યની  વિગત

અળવી

તાંદળજો

મેથી

સુવા

૧.

જમીન   અને   આબોહવા

-ફળદ્રુપ , ભરભરી  અને ગોરાડું જમીન

-ગરમ અને ભેજવાળું હવામાન

– રેતાળ અને ગોરાડું, હલકી  જમીન

– ગરમ  અને સમશીતોષ્ણ આબોહવા

-  ગોરાડું,  બેસર, મધ્યમકાળી ,સારા નિતારવાળી અને ફળદ્રુપ

-ઠંડું  હવામાન

-ગોરાડું,   મધ્યમકાળી અને    સારા નિતારવાળી

-ઠંડુ  હવામાન

ર.

સુધારેલી જાતો

સી–૯,

સી–ર૩પ

કોઈમ્બતુર–રપ બી. પુસા બડી ચુલાઈ, પુસા લાલ ચુલાઈ

પુસા કાસુરી, પીઈબી , ગુજરાત મેથી – ર

ગુ. સુવા–ર, ૩

૩.

વાવણી  સમય

ઉનાળુઃ ફેબ્રુ–માર્ચ

ખરીફઃ જૂન–જુલાઈ

ફેબ્રુઆરી–માર્ચ

ઓકટો–નવેમ્બર

ઓકટો–નવેમ્બર

૪.

રોપણી અંતર

૪પ×૩૦ સે. મી.

ર૦ –૩૦ ના અંતરે પુંકીને

ર૦–૩૦  સે.મી.

૪પ સે.મી.

પ.

બીજ દર (કિ.ગ્રા./હે)

૭૪,૦૦૦ ગાંઠો

રપ  ( કાસુરી )

ર૦  (અન્ય)

૧૦–૧ર કિ.ગ્રા.

૬.

 

રાસાયણિક ખાતર ( કિ.ગ્રા. ના. ફો. પો. /હે.)

પાયાનું  ખાતર

(ના. ફો. પો.)

૪૦ +  પ૦ + ૧૦૦

૩૦ + રપ + રપ

પ૦ + પ૦ + પ૦

ર૦  + ર૦ + ર૦

પુર્તી  ખાતર

(કિ.ના / હે.)

૪૦  (૩૦ દિવસે )

-

ર૦ (૩૦ દિવસે )

ર૦ (૩૦ દિવસે )

 

૭.

પિયતની   જરૂરિયાત

અળવીને વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. જેથી દર છ દિવસે પાણી આપવું  જમીન  અને  હવામાનને  ધ્યાનમાં  રાખવું.

વાવણી પછી હળવું પિયત આપવું, શિયાળામાં ૧ર–૧પ દિવસના ગાળે, ઉનાળામાં ૮–૧૦ દિવસના સમયે.

૧ર–૧પ દિવસના અંતરે હળવું પિયત    જરૂરિયાત મુજબ પિયત  આપવું.

ર  થી  ૩   પિયત જરૂરિયાત મુજબ જમીન  અને  હવામાનને  ધ્યાને  રાખી  આપવું.

૮.

 

પાક સંરક્ષણ

 

રોગો

-

પાનના  ટપકાનો રોગ

ભૂકીછારો

ભૂકીછારો   અને  ચરમી

જીવાતો

-

પાન ખાનારી  ઈયળ

પાન ખાનારી ઈયળ,મોલોમશી અને તડતડિયાં

-

૯.

કાપણી (દિવસો)

અળવીના પાનનો પર્ણદંડ સંપૂર્ણપણે વિકાસ પામે એટલે મોટા પાનની  કાપણી દર બે દિવસે કરવી અને કંદ ૭ મહિને કાઢવા લાયક બને છે.

વાવેતર બાદ ર૦–રપ દિવસે આખો છોડ ઉપાડીને અથવા ૩–૪ ઈંચ થડનો ભાગ બાકી રાખી ૮–૧૦ ના  દિવસ અંતરે  ૮–૧૦ કાપણી  લઈ શકાય છે.

વાવણી પછી રપ–૩૦ દિવસે છોડ  ઉપાડીને તેમજ થડનો નીચેનો એક ઈંચ ભાગ રાખીને બે કાપણી ૧૦–૧પ દિવસે મળે છે.

વાવણી પછી ૩૦–૩પ દિવસે   અને  પછી  બે થી  ત્રણ  કાપણી  કરી શકાય  છે.

૧૦.

વિશેષ  નોંધ

અળવીના પાનનો ઉપયોગ પાત્રા અને ફરસાણ બનાવવામાં થાય છે.

કુણી  ડાળીમાં પ્રોટીન ,ખનિજ   તત્વો ,   વિટામીન્સ   વધુ પ્રમાણમાં  હોય  છે.

પ્રોટીન,  ખનિજ તત્વોલ કેલ્શિયમલ ફોસ્ફરસલ આર્યન,  વિટામિન્સ એ, સી  અને લિવરની તકલીફમાં ઉપયોગી છે.

લીલા  પાનનો  શાકભાજી   તરીકે  ઉપયોગ  થાય  છે.

બિનપરંપરાગત શાકભાજીના પાકો

અ.નં

ખેતી કાર્યની  વિગત

આરિયા

કોઠિંબડા

દોડકાં

પોકતા

લુણી

૧.

જમીન

-     –  બધા જ પાંદડાવાળા શાકભાજી પાકોને  મધ્યમકાળી , ગોરાડુ  તેમજ  સારા  નિતારવાળી

ર.

આબોહવા

-     –  ઠંડુ  અને  સૂકુ ભેજરહિત  સમશીતોષ્ણ  હવામાન  અનુકૂળ  આવે  છે.

૩.

સુધારેલી જાતો

સ્થાનિક  જાતો

૪.

વાવણી  સમય

ઉનાળુ  (ફ્રેબુ – માર્ચ)

ખરીફ

ખરીફ, ઉનાળુ

ખરીફ, રવી, ઉનાળુ

રવી

પ.

રોપણી અંતર

ર મી × ૦.પ મી

૧મી × ૦.પ મી.

ર × ૦.પ મી.

પૂંખીને

પૂંખીને

૬.

બીજ દર (કિ.ગ્રા./હે)

૧ થી ૧.પ

ર થી ૩

ર થી ૩

૪ થી પ

૭.

રાસાયણિક ખાતર (કિ.ગ્રા./હે.)

પાયાનું    કે પુર્તી ખાતર

જરૂરિયાત મુજબ   છાણીયા  ખાતરનો  ઉપયોગ  કરવો.

પિયતની   જરૂરિયાત

જમીન,  હવામાન તથા પાકના વિકાસને  ધ્યાને  રાખી  જરૂરિયાત મુજબ પિયત  આપવું.

પાક સંરક્ષણ

રોગો

ભુકીછારો  અને  પાનના  ટપકાંનો  રોગ

-

જીવાતો

પાન ખાનાર ઈયળ,મોલોમશી અને તડતડિયાં

૧૦

કાપણી (દિવસો)

૬૦–૭૦

પ૦–૬૦

૭પ–૮૦

૩પ–૪૦

૪૦–૪પ

૧૧

વિશેષ  નોંધ

આ પાક કાકડી જેવો હોય છે. તેના ફળ પણ કાકડી જેવા તેમજ ૩૦ સે.મી. લાંબા અને જાડા હોય છે.

વેલા પાક જેવા કે કાકડી/શકકરટેટી જેવા ફળો ગોળ તેમજ મોસંબી જેવા કદના થાય છે. આ પાકના ફળો શાકભાજીમાં અને બીજ ખાવાના ઉપયોગમાં લેવાય છે.

તૂરીયા જેવી જાત છે. ફળો ૮ થી ૧પ સે.મી. લાંબા અને ઝૂમખામાં બેસે છે.

જમીનને અડીને કાપણી કરવી, બે થી ત્રણ કાપણી થાય છે.

લુણીની ભાજી તરીકે બારેમાસ ઉપયોગ થાય છે.

પાંદડાવાળા શાકભાજી પાકો

અ.નં.

ખેતી કાર્યની  વિગત

લાંબડી

ચીલ

ફુદીનો

ફણસી

૧.

જમીન

-બધા જ પાંદડાવાળા શાકભાજી પાકોને  મધ્યમકાળી , ગોરાડુ  તેમજ  સારા  નિતારવાળી

ર.

આબોહવા

- ઠંડુ  અને  સૂકુ ભેજરહિત  સમશીતોષ્ણ  હવામાન  અનુકૂળ  આવે  છે.

૩.

સુધારેલી જાતો

સ્થાનિક  જાતો

૪.

વાવણી  સમય

ખરીફ  (જૂન– જુલાઈ)

રવી (ઓકટો.–નવે.)

ખરીફ(જૂન– જુલાઈ)

રવી (ઓકટો.–નવે.)

પ.

રોપણી અંતર

પૂંખીને

પૂંખીને

ર૦×૧પ

૬૦×૩૦

૬.

બીજ દર (કિ.ગ્રા./હે)

૧.પ

પ થી ૬

૩૦,૦૦૦ થી ૩પ,૦૦૦  ટુકડા

ર૦ થી રપ

૭.

રાસાયણિક ખાતર  (કિ.ગ્રા./હે.)

પાયાનું  ખાતર  કે  પુર્તી ખાતર

જરૂરિયાત મુજબ   છાણીયા  ખાતરનો  ઉપયોગ  કરવો.

૮.

પિયતની   જરૂરિયાત

જમીન,  હવામાન તથા પાકના વિકાસને  ધ્યાને  રાખી  જરૂરિયાત મુજબ પિયત  આપવું.

૯.

પાક સંરક્ષણ

 

રોગો

ભુકીછારો  અને  પાનના  ટપકાંનો  રોગ

૧૦.

કાપણી (દિવસો)

૪૦–૪પ

૩૦–૩પ

૭૦–૮૦

પ૦–૮૦

૧૧.

વિશેષ  નોંધ

લાંબડીની પાનની ભાજી તેમજ કઢી બનાવવા ઉપયોગ થાય છે.

પાન અને થડનો ઉપયોગ શાકભાજી  તરીકે થાય છે.

ત્રણ થી ચાર કાપણી કરી શકાય છે. પીણા તરીક, ે ચટણી  બનાવવમાં, મેન્થોલ અને દવા બનાવવા ટુકડા ઉપયોગમાં  લઈ શકાય.

લીલી શીંગો અને સૂ્રકા દાણા શાકભાજી તરીકે ઉપયોગી છે.

વેલાવાળાં પાકો

અ.નં

ખેતી કાર્યની  વિગત

અરારૂટ

કચ્યુ

પોઈ

પંડોળા

ડાળા,ગરમર

૧.

જમીન

બેસર અને ગોરાડુ

કાળી બેસર  કે    બેસર

રેતાળ અને ગોરાડું

ફળદ્રુપ  અને  સારા નિતારવાળી

રેતાળ, ગોરાડું

અને  બેસર

ર.

આબોહવા

ઠંડુ  અને  સૂકુ ભેજરહિત  સમશીતોષ્ણ  હવામાન  અનુકૂળ  આવે  છે.

૩.

સુધારેલી જાતો

સ્થાનિક  જાતો

કોઈ.૧,ર,૪, કોંકણ શ્વેતા

સ્થાનિક  જાતો

૪.

વાવણી  સમય

ખરીફ

ખરીફ

ઉનાળુ, ખરીફ

ખરીફ

રવી

પ.

રોપણી અંતર સે.મી.

૪પ×૩૦

૯૦×૬૦

૪પ×૩૦

૬૦×૬૦

૧પ૦×૩૦

૯૦×૩૦

૬.

બીજ દર (કિ.ગ્રા./હે)

૩૦૦૦ કિ.ગ્રા.

૩૦૦ કિ.ગ્રા.

૧ર થી ૧પ

૧.પ થી ર

૩૭,૦૦૦ ટુકડા

૭.

રાસાયણિક ખાતર કિ.ગ્રા./હે.)

પાયાનું  ખાતર

જરૂરિયાત મુજબ   છાણીયા  ખાતરનો  ઉપયોગ  કરવો.

૮.

પિયતની   જરૂરિયાત

જમીન,  હવામાન તથા પાકના વિકાસને  ધ્યાને  રાખી  જરૂરિયાત મુજબ પિયત  આપવું.

શિયાળામાં  ૭ થી પ  દિવસે

ઉનાળામાં  ૪ થી  પ  દિવસે

૯.

પાક સંરક્ષણ

 

રોગ

ભુકીછારો  અને  પાનના  ટપકાંનો  રોગ

મૂળનો  કોહવારો

જીવાત

પાન ખાનાર ઈયળ,મોલોમશી અને તડતડિયાં

મોલો – મશી

૧૦.

કાપણી (દિવસો)

ર૭૦–૩૦૦

૧પ૦–૧૮૦

૬૦–૭પ

૭૦ –૮૦

ડાળા–૧ર૦

ગરમર–૧પ૦

૧૧.

વિશેષ  નોંધ

ગાંઠમાંથી લોટ બનાવી બિસ્કીટ બનાવવા ઉપયોગી છે. ૧૮ થી ર૦% લોટ મળે છે. ઘા ઉપર પાન વાટીને ચોપડવાથી ઘા રૂઝાઈ જાય છે.

બટાટાને મળતો પાક છે. કંદની વૃધ્ધિ માટે છોડ કંદ પર આવતા ફૂલ કાઢી નાખવા

પાનનો ઉપયોગ શાકભાજી તરીકે તેમજ ભજીયા પાન બનાવવા માટે  થાય છે.ઠંડક કર્તા તેમજ એન્ટીવાઈરલ દવામાં વપરાય છે.

મંડપ પર વેલા

ચઢાવવા. તેના મૂળ,બીજ ઝાડા,અસ્થમા અને તાવમાં ઉપયોગી છે.

અપરિપકવ મૂળને ગરમરને અપરિપકવ ડાળીઓને ડાળા તરીકે ઓળખાય છે. બંનેનો અથાણા તરીકે ઉપયોગ થાય છે.

સ્ત્રોત: ડો. ડી.બી.પ્રજાપતિ તથા ડો. એમ. એ. વાડદોરીયા, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ–૩૮ર ૭૧૦, જી. મહેસાણા અને શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate