অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વાવેતર કરેલ બિયારણના સોર્સની ચકાસણી

વાવેતર કરેલ બિયારણના સોર્સની ચકાસણી

  • બીજ ઉત્પાદન કાર્યક્રમમાં વાવેતર કરેલ બીડર/પાયનું પ્રમાણિત બિયારણ માન્ય‍ સોર્સમાંથી મેળવેલું હોવું જોઇએ તેમજ વાવેતર સમયે ધોરણસરની અંકુરણ શક્તિ ધરાવતું હશે તો જ માન્ય રાખવામાં આવશે.
  • સોર્સમાં નિયમ નમૂનામાં અરજી સાથે કન્ટે ઇનર એટલે કે બિયારણની ખાલી થેલી, ટેગ્‍સ, બીજ ખરીદીનું અસલ બીલ તથા તેની સાથે બ્રીડર/પાયાનું બીજ ઉત્પાદન સંસ્થા/વિક્રેતાથી બીજ પ્રમાણન કાર્યક્રમ હાથ ધરનાર સંસ્થા/પેઢી સુધીના તમામ લીંક બીલોની ઝેરોક્ષ નકલો, રીલીઝ સર્ટીફીકેટ અને પરિણામોની નકલ રજુ કરવાની રહેશે. કાયદાની જોગવાઇનુસાર બીલમાં જાત, વર્ગ, લોટ-નંબર, ટેગ નંબર, જથ્થો ઇ, વિગેરે લખેલો હોવો જરૂરી હોઇ સોર્સમાં રજુ કરવામાં આવતા બીલોમાં તેનો ઉલ્લેખ કરેલો હોવો જરૂરી છે.
  • બિયારણ પ્રમાણિકરણના લઘુત્તમ બીજ ધોરણોનુસાર સંવર્ધક (બ્રીડર) બીજમાંથી પાયાનું (ફાઉન્ડેશન) બીજ અને પાયાના બીજમાંથી પ્રમાણિત (સર્ટીફાઇડ) બીજ ઉત્પાદન હાથ ધરી શકાશે. દુષ્કાળના કારણે કે તેવા કોઇ પ્રતિકૂળ સંજોગોમાં એજન્સીણને બ્રીડર/પાયાના વર્ગનું બિયારણ ઉપલબ્ધ નથી તેવી ખાત્રી થયા બાદ ન્યુનત્તમ ધોરણોમાં જણાવ્યા પ્રમાણે ફાઉન્ડેશન વર્ગ-ર નાં પ્રમાણન માટે અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે તેમજ બિયારણની અછતના સમયે ખાસ સંજોગોમાં પ્રમાણિત કક્ષામાંથી પ્રમાણિત કક્ષા-ર બીજ ઉત્પાદન માટેની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • સ્ફુકરણ શક્તિ માટે માન્યી કરેલ સમય મર્યાદા (વેલીડીટી પીરીયડ) ઉપરનું બ્રીડર બીજ જ્યારે સોર્સમાં રજુ કરવામાં આવે ત્યાારે તેની સાથે જે તે સમયે જે તે પેઢીએ/સંસ્થા્એ એજન્સી પાસે સ્ફુસરણ શક્તિની ચકાસણી કરાવેલ રીપોર્ટની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે. અને લેબોરેટરીનાં અસલ પરિણામની ચકાસણી સોર્સ ચકાસણી વખતે ખરાઇ કરાવી લેવાની રહેશે. ઠરેલ ધોરણ કરતા ઓછા ઉગાવાના ટકાના કિસ્સાઓમાં ઉગાવાની ટકાવારીને ધ્યા ને લઇ બિયારણના જથ્થા નો દર નક્કી કરી જે તે પેઢી/સંસ્થાઓએ સોર્સ રજુ કરવાનો રહેશે. પ્રમાણિત કક્ષાના ઉત્પાંદન માટે રજુ કરેલ ફાઉન્ડે શન બીજ જો રીવેલીડેટેડ કરેલ હશે તો તેના રીવેલીડેશન પરિણામની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે.
  • ફાઉન્ડેશન કક્ષાના તથા હાઇબ્રીડના પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમનો જરૂરી સોર્સ ઓફ સીડસ રજીસ્ટ્રેશન સમયે સંપૂર્ણ વિગતો સામે એજન્સીની વડી કચેરીએ રજુ કરવાનો રહેશે. જ્યારે સ્વપરાગીત પાકોના પ્રમાણિત કક્ષાના (સર્ટીફાઇડ) બીજ ઉત્પાદન કાર્યક્રમનો સોર્સ ઓફ સીડસ નોંધણી કરાવ્યાની તારીખથી દિન-૧પ માં એજન્સીની જે તે પેટા કચેરીએ રજુ કરવાનો રહેશે. સોર્સની ચકાસણી થયા બાદ જ નોંધણી ગ્રાહ્ય રાખવામાં આવશે અને પ્રમાણિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
  • બીજ ઉત્પાદકે પોતાના બીજ ઉત્પાદન કાર્યક્રમના રજીસ્ટ્રેરશન સમયે તમામ જરૂરી વિગતોની ખરાઇ કરાવી લેવાની રહેશે.
  • જુદા જુદા પાકોના બીજ ઉત્પાદન માટે બ્રીડર/પાયાના બિયારણનો દર પાકવાર નક્કી કરેલ છે. જેથી રજુ કરેલ સોર્સ મુજબ જ બીજ પ્રમાણન કાર્યક્રમ ગ્રાહ્ય રાખવામાં આવશે. (પરિશિષ્ટ -૬)
  • નોંધણી સમયે રજુ કરેલ યાદી મુજબ જ ક્ષેત્રિય તપાસણી કરવામાં આવશે. પરંતુ કપાસ પાક સિવાય અન્યે પાકોમાં રેવન્યુક તાલુકાની હદમાં પ્રથમ ઇન્‍સ્‍પેકશન શરુ થતા પહેલા મુખ્ય બીજ ઉત્પાદક ત રફથી રજુઆત થતા યથાર્થતા ચકાસ્યા બાદ પેટા ઉત્પાદક દીઠ એજન્સીએ નક્કી કરેલ નવીન રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યેથી તથા પ્રથમ ઇન્‍સ્‍પેકશન થયા બાદ અથવા ઇન્‍સ્‍પેકશન સમયે ધ્યાનમાં આવ્યેથી જે તે પેટા કચેરીના અધિકારી તરફથી નામ ફેર ગામ ફેરની ભલામણ થયેથી કપાસ અને દિવેલા પાક સિવાય પેટા ઉત્પા દક દીઠ રજીસ્ટ્રેશન ચાર્જ અને ઇન્‍સ્‍પેકશન ચાર્જના નાણાં ભર્યેથી નામ ફેર/ગામ ફેરની મંજુરી યોગ્ય ચકાસણીને આધિન આપી શકાશે. જ્યારે કપાસ અને દિવેલા માટે પેટા ઉત્પાદક દીઠ રજી. ચાર્જ અને એડવાન્સ સર્ટી. ચાર્જ ભરપાઇ કરવાનો રહેશે.
  • કોઇપણ સંજોગોમાં ભરેલ નોંધણી (રજીસ્ટ્રેશન) ફીની રકમ પરત કરવામાં આવશે નહિ અને અન્ય પાકો કે અન્યસ ચાર્જમાં સરભર કરી શકાશે નહિ.

સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન​ એજન્સી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate