વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુરાબીની

આ વિભાગમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ વિશેની માહિતી આપવામાં આવી છે

નિગમ ની સ્થાપના એપ્રિલ ૧૯૭૫ માં ખેતી અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કંપની એક્ટ ૧૯૫૬ હેઠળ થઇ હતી.

મુખ્ય કચેરી, સંબધીત શાખાઓ અને વિભાગનુ કાર્યક્ષેત્ર

મુખ્ય કચેરી, ગાંધીનગર

અમદાવાદ, ગાંધીનગર

મહેસાણા

મહેસાણા, પાટણ

પાલનપુર

બનાસકાંઠા

હિંમતનગર

સાબરકાંઠા

ગોધરા

પંચમહાલ , દાહોદ

નડીયાદ

ખેડા, આણંદ

વડોદરા

વડોદરા, ભરુચ, નર્મદા

વ્યારા

સુરત, વલસાડ, નવસારી, ડાંગ

શિહોર

ભાવનગર

અમરેલી

અમરેલી

જુનાગઢ

જુનાગઢ, પોરબંદર

રાજકોટ

રાજકોટ, જામનગર, કચ્છ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

ગુરાબીની વિષે

ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના એપ્રિલ ૧૯૭૫ માં થઇ હતી. સામાન્ય રીતે ગુરાબીની એના બ્રાન્ડ નામથી જાણીતું છે. ખેડૂતોના વિશ્વાસ અને બ્રાન્ડ નિષ્ઠા, ગુણવત્તા, ખાતરી, સન્નિષ્ઠ સેવા તથા યશસ્વી સિધ્ધિઓ સાથે ખેડૂતોના ઉત્કષૅ માટે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સેવા આપે છે.

ગુરાબીની ૩૦ કરતાં વધુ પાકોનાં બીજ તથા ૧૦૦ જાતો તથા લગભગ તમામ પ્રકારની સંકર જાતો એટલે કે ધાન્ય, કઠોળ, તેલીબિયાં, ફાઇબર પાકો, ઘાસચારો, લીલા પડવાસના પાકોના ઉત્પાદન, પ્રક્રિયા અને બજાર વ્યવસ્થામાં પ્રાથમિક રીતે રોકાયેલ છે.

ગુરાબીની પાસે પોતની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે છે અને ગુજરાતભરમાં ૧૩ શાખાઓ અને એક વેચાણ ડિપો છે. ગુરાબીની ના અધ્યક્ષ ગુજરાત સરકારના અગ્ર સચિવ (કૃષિ) છે અને વહીવટી નિયામક પણ ગુજરાત સરકારમાંથી સિનિયર ટેકનિકલ અધિકારી છે.

નિગમની અધિકૃત શેર મૂડી રૂ. ૪ કરોડ છે, જે દરેક રૂ. ૧૦૦ નો એવા સરખા શેરોમાં વિભાજીત છે. તે સામે ભરપાઇ થયેલ શેર મૂડી રૂ. ૩.૭૩ કરોડ છે. શેરો, શેર હોલ્ડરોના નીચેના પ્રકારના શેર હોલ્ડરો ધારણ કર્યા છે.

  • ગુજરાત સરકાર :૯૫.૦૦% શેર
  • ભારત સરકાર :૫% શેર

નિયામક મંડળી હાલની સંખ્યા ૮ ની છે. કંપનીના ધારાધોરણની કલમ-૬૨ માં સમાવિષ્ટ જોગવાઇ હેઠળ નિયામકો નીમવામાં આવે છે.

યોજનાઓ

અનુ. નં.

યોજનાનુ નામ

ઘટકનું નામ

સબસિડી (અંતિમ રકમ ધ્યાને લવાશે)

પાક

જાત

જિલ્લાઓ

1

નેશનલ ફૂડ સિક્યુરીટી મિશન (NFSM)

બીજ વિતરણ - કઠોળ

2500 પ્રતિ ક્વિન્ટલ અથવા વેચાણ કિંમતના ૫૦ ટકા બેમાંથી જે ઓછુ હોય તે.

અડદ, ચણા, તુવેર, મગ

BDN-2, Gujarat-1, Gujarat-2, Gujarat-4, K-851, T-9

અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બરોડા, ભરૂચ, ભાવનગર, મહેસાણા, રાજકોટ, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, સાબરકાંઠાબીજ વિતરણ -ઘઉં

1000 પ્રતિ ક્વિન્ટલ અથવા વેચાણ કિંમતના ૫૦ ટકા બેમાંથી જે ઓછુ હોય તે.

ઘઉં

G.W.-273, G.W.-496, GW- 173, GW-322, GW-366, GW-503, Lok-1

અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાબીજ વિતરણ - ડાંગર

1000 પ્રતિ ક્વિન્ટલ અથવા વેચાણ કિંમતના ૫૦ ટકા બેમાંથી જે ઓછુ હોય તે.

ડાંગર

Dandi, GR11, GR-12, GR3, GR4, GR-7, Gurjari, Jaya, Masuri

દાહોદ, પંચમહાલ, બરોડાબરછટ ધાન્યપાક

HYV - 1500 PER QNT HY. SEED 5000 PER QNTઆણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બરોડા, મહેસાણા, સાબરકાંઠા

2

તેલીબિયાં અને ઓઇલ પામ પર નેશનલ મિશન (NMOOP)

બીજ વિતરણ

HYV - 1200 દીઠ QNT HY. બીજ 2500 PER QNTઅમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બરોડા, ભરૂચ, ભાવનગર, મહેસાણા, રાજકોટ, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, સાબરકાંઠા

ડાઉનલોડ

અનુ. નં.

શીર્ષક

ડાઉનલોડ


1

આયોજન 2015-16

ડાઉનલોડ

2

અધીકૃત બીજ વિક્રેતાની નિમણૂંક મેળવવા અંગેનું ફોમૅ

ડાઉનલોડ

3

બીજ પ્લોટ ફાળવણી માટેનું અરજી પત્રક

ડાઉનલોડ

સ્ત્રોત : ગુજરાત રાજ્ય બીજ નિગમ

3.10638297872
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top