অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જુવાર

ભારતમાં જુવારનું વાવેતર ૬૨.૧૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૫૨.૮૦ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૦.૮૦ લાખ હેકટરમાં વાવેતર થયેલ જેમાં થી ૧.૦૭ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં જુવારની ઉત્પાદકતા ૮૫૦ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજયની જુવારની ઉત્પાદકતા ૧૩૪૭ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજયમાં તાપી, નર્મદા અને ભરૂચ જીલ્લા જુવારના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં જુવારની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે.

પત્રક-૧ : જુવારનું ખેતી ખર્ચ (હેકટર દિઠ)

ક્રમ

વિગત

યુનિટ

જથ્થો

ખર્ચ $

કુલ ખર્ચના

(%)

મજુર

( ભાડાના )

માનવ દિન

૪૯.૭૫

૭૫૭૫

૨૬.૮૩

બળદ

જોડી / દિંન

૧૩.૫૦

૪૫૭૯

૧૬.૨૨

બિયારણ

કિલો

૧૪.૨૫

૬૬૮

૨.૩૭

છાણિયુ ખાતર

ટન

૧૩૮

૬૯

૦.૨૪

રાસાયણીક ખાતર

 

 

૧૫૪૩

૫.૪૬

પિયત

 

 

૦.૦૦

જંતુનાશક / રોગનાશક દવા

 

 

પરચુરણ ખર્ચ

 

 

૧૨૦૮

૪.૨૮

ઘસારો

 

 

૧૩૫

૦.૪૮

૧૦

ચાલુ મુડીનું વ્યાજ

 

 

૬૩૧

૨.૨૩

૧૧

ખર્ચ – એ

 

 

૧૬૪૦૮

૫૮.૧૧

૧૨

પોતાની જમીનનું ભાડુ

 

 

૫૭૫૯

૨૦.૩૯

૧૩

સ્થાયી મુડીનું વ્યાજ

 

 

૬૭

૦.૨૪

૧૪

ખર્ચ – બી

 

 

૨૨૨૩૪

૭૮.૭૪

૧૫

મજુર

(ઘરના)

માનવ દીન

૨૨.૨૫

૩૪૩૫

૧૨.૧૭

૧૬

ખર્ચ – સી

 

 

૨૫૬૬૯

૯૦.૯૧

૧૭

વ્યવ્સ્થાપન ખર્ચ

 

 

૨૫૬૭

૯.૦૯

૧૮

ખર્ચ – સી

 

 

૨૮૨૩૬

૧૦૦.૦૦

કુલ મજુર (૧ + ૧૫)

માનવ દિન

૭૨

૧૧૦૧૦

૩૯.૦૦

 

પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે જુવાર ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૬૪૦૮, ૨૨૨૩૪, ૨૫૬૬૯ અને ૨૮૨૩૬ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ($ ૧૧૦૧૦) પોતાની જમીનનું ભાડુ ($ ૫૭૫૯) અને છાણીયુ ખાતર ($ ૪૫૭૯) નો સમાવેશ થાય છે.

પત્રક – ૨ : જુવારની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

મુખ્ય ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૧૦.૪૧

ભાવ (કિવન્ટલ/હે)

૩૫૫૩.૨૨

આવક

૩૬૯૮૯.૦૨

ગૌણ ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૧૪.૫૬

ભાવ (કિવન્ટલ/હે)

૪૦૫.૭૬

આવક

૫૯૦૮

કુલ આવક

($)

૪૨૮૯૭

 

પત્રક-૨ મુજબ જુવારનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૧૦.૪૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૧૪.૫૬ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને જુવારનો સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૪૦૬ $/કવીન્ટલ મળેલ. આમ જુવારની ખેતીમાં મુખ્ય આવક ૩૬૯૮૯ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૫૯૦૮ $/હેકટર મળીને કુલ આવક ૪૨૮૯૭ $/હેકટર થયેલ.

પત્રક – ૩ :  જુવારની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર

વિગત

નફો (રૂપિયા)

ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ)

આવક – ખર્ચનો ગુણોતર

ખર્ચ – એ

૨૬૪૮૯

૧૩૫૯

૧:૨.૬૧

ખર્ચ – બી

૨૦૬૬૩

૧૮૪૨

૧:૧.૯૩

ખર્ચ – સી૧

૧૭૨૨૮

૨૧૨૬

૧:૧.૬૭

ખર્ચ – સી૨

૧૪૬૬૧

૨૩૩૯

૧:૧.૫૨

 

પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૨૬૪૮૯ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૧૪૬૬૧ પ્રતિ હેકટર થયેલ. જુવારની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૨૩૩૯ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ (ખર્ચ – સી૨) સામે ૧:૧.૫૨ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૫૨ પૈસા ચોખ્ખો નફો મળેલ.

સ્ત્રોત: ડો. એ. એસ. શેખ, પ્રો. રચના કુમારી બંસલ, ડો. વી. કે ગોંડલીયા, ડો. કે. એસ. જાદવ, ડૉ. એન. વી. સોની( કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૪૯૫૦

પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦

ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ, ઓક્ટોબર – ૨૦૧૬

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate