অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતની ગાયોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો

ભારત દેશ માં વિવિધ ઓલાદો ની ગાયો છે. ભારતમાં ગાય ની કુલ ૪૩ ઓલાદો છે.પહેલા ૪૨ ઓલાદો હતી પણ હમણાં નવી ગાય ની એક ઓલાદ આવી જેનું નામ કોકન કપિલા જે ગોવા અને મહરાષ્ટ્રની છે.તેમાં વળી ગુજરાતની કુલ ૩ ઓલાદો છે.જે નીચે મુજબ છે.

  1. કાંકરેજ
  2. ગીર
  3. ડાંગી

કાંકરેજઃ

ઉપનામઃ વાગડીઆ, વાડીઆલ તળપદા, વાગડ,વઢીઆર,બની,ગુજરાત,બનીઆઈ,કાંકરેજી વગેરે.

વતન અને ઉછેર પ્રદેશઃ બનાસકાંઠા, પાટણ , મહેસાણા , અમદાવાદ , સાબરકાંઠા, ખેડા , વડોદરા, ભરૂચ અને સુરત સુધી આ  પશુઓ જોવા મળે છે.

શારિરીક લક્ષણોઃ

  • કાંકરેજી ઓલાદનાં જાનવરો કદમાં મોટાં અને વજનમાં ભારે હોય છે.
  • આ ઓલાદનાં ઢોરનો રંગ સફેદ દૂધ જેવો કે સફેદ રાખોડીયો મુંજડો હોય છે.
  • તાજાં જન્મેલ વાછરડાંની મથરાવટી લાલ હોય છે. આ રંગ મોટેભાગે ચાર થી છ માસની વય સુધીમાં જતો રહે છે.
  • નર જાનવરોનો નાની વયનો સફેદ,મુંજડો રંગ પુખ્ત વયે બદલાઈ ઘેરો કાળો થઈ જાય છે.
  • આમ આ ઓલાદનાં જાનવરો તદ્રન સફેદથી માંડી તદ્રન કાળા રંગ સુધીનાં જોવા મળે છે.
  • પુંછડીની ચમરીનો રંગ કાળો હોય છે.
  • આ ઓલાદનાં ઢોરનું કપાળ એક વિશિષ્ટ પ્રકારનું પહોળું અને વચ્ચે રકાબી જેવું છીછરૂ કે અંર્તગોળ હોય છે.
  • મોકલી ટૂંકી,નાકનું ટેરવું સહેજ ઉંચુ,નાકની આજુબાજુ આછા સફેદ રંગનું કુંડાળુ આ બધાં આ ઓલાદનાં ઢોરનાં વિશિષ્ટ લક્ષણો છે.
  • આ ઢોરનાં શીંગડાં મોટાં,મજબુત અને બીજ ચંદ્રાકાર કે કુંડળ જેવાં ગોળ હોય છે. શીંગડાના મૂળમાં ચામડી ઉંચે સુધી જોવામાં આવે છે.
  • કાન મોટા, ખુલ્લા અને ઝુલતા હોય છે.
  • શરીરનું કાઠુ ભારે, પગ લાંબા, મજબુત અને સૂંદર આકારના છે. ખરીઓ નાની ગોળ અને મધયમ કઠિન છે.
  • ધાબળી પાતળી પણ લબડતી હોય છે. નર જાનવરોમાં ખૂંધ સુવિકસિત પણ પુખ્ત વયે એક બાજુ ઢળતી જોવામાં આવે છે. મુતરણું લબડતું હોય છે.
  • શરીરનું ચામડી મધ્યમ જાડી અને ઢીલી છે.
  • આ ઓલાદની ગાયોમાં આઉ સુડોળ અને આગળ સુધી વિકસેલ છે. આગલા આંચળ પાછલા આંચળ કરતાં મોટા હોય છે. આઉની ચામડી સુંવાળી અને ઝીણા અને સુંદર વાળ વાળી છે.
  • તાજા જન્મેલા વાછરડાનું સરેરાશ વજન નર અને માદામાં અનુંક્રમે ર૪.૦ કિ.ગ્રા. અને રર.૦ કિ.ગ્રા. હોય છે. પુખ્ત વયનાં જાનવરોનાં સરેરાશ વજન અને માપ નીચે મુજબ છે.

 

વજન કિ.ગ્રા.

સરેરાશ લંબાઈ સે.મી.

છાતીનો ઘેરાવો સે.મી.

ગાય

૪૧૦ થી પ૦૦

૧૪૦

૧૭૭

સાંઢ

પ૪૦ થી ૭૩૦

૧૬૦

ર૦૦

 

 

ઉત્પાદકતા સબંધી લક્ષણોઃ

  • પ્રથમ વિયાણની ઉંમર ૪પ–પ૦ માસ ,
  • વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧પ૦૦–ર૦૦૦ કિલોગ્રામ ,
  • દૂઝણા દિવસો ર૭પ–૩૧પ દિવસ અને
  • બે વિયાણ વચ્ચેનું અંતર ૧પ–૧૬ માસ

સામાજિક પ્રાશ્વભૂમિ અનુંસંધાન

  • આ વર્ગની ઓલાદના બળદ તેની સવાઈ ચાલ માટે પ્રખ્યાત છે.
  • રાજયની ભરવાડ અને રબારી જ્ઞાતિઓ દ્રારા આ વર્ગના પશુઓનું પાલન થાય છે. આ લોકો પશુ ઉછેર અને સંવર્ધનનું ઉંડું જ્ઞાન ધરાવે છે.અને ઓલાદને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખે છે.  તેઓ સંવર્ધન માટેના સાંઢની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખે છે.
  • મોટાભાગના માલધારીઓ આ ધણને રાત્રિ દરમિયાન ઘરની નજીક કાંટાળા થોરની વાડ કરેલા વાડામાં રાખે છે. દિવસ દરમિયાન પશુઓને ચરિયાણ વિસ્તારમાં છુટા ચરાવવા લઈ જાય છે.
  • અછતના સમય માટે આ માલધારીઓ ઘાસચારો સંગ્રહ કરીને રાખે છે. ચોમાસા બાદ ચરિયાણની અછત થતા માલધારીઓ જાનવરોના ખોરાક પાણીની શોધમાં દક્ષિણ ગુજરાતમાં તાપી નદી સુધી જાય છે.
  • ધંધાકીય રીતે દૂધ ઉત્પાદન માટે સ્ટોલફીંડીંગ માં આ પશુઓને કાપ્યા વગરનો સૂકો અને લીલોચારો આપવામાં આવે છે.
  • આ ઉપરાંત જુવાર, બાજરી, ગુવાર, ઘઉં, કપાસ, એરંડા અને બીજા કેટલાંક રોકડીયા પાકો તથા કઠોળ વર્ગના પાકોની આડ-પેદાશ પણ ખોરાકમાં આપવામાં આવે છે. અને ઘાસચારાના પાકો પણ થોડા પશુઓ માટે ઉગાડવામાં આવે છે.

સંવર્ધન કેન્દ્ર

રાજય સરકાર અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા આ ઓલાદનો જાળવણી તથા સુધારણા માટે પશુ સંશોધન સંવર્ધન કેન્દ્રો ચલાવવામાં આવે છે. જેની યાદી નીચે મુંજબ છે.

  • પશુ ઉછેર કેન્દ્ર,ભૂજ(કચ્છ)
  • પશુ ઉછેર કેન્દ્ર થરા(બનાસકાંઠા)
  • પશુ ઉછેર કેન્દ્ર માંડવી( સુરત)
  • નોર્થકોટ પશુ ઉછેર કેન્દ્ર છારોડી ( અમદાવાદ–આણંદ ખાતે તબદીલ)
  • પશુ સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યુ., સરદારકૃષિનગર
  • સાબરમતી આશ્રમ ગૌશાળા,બીડ્રજ(અમદાવાદ)
  • મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ,દૂધ સાગર ડેરી–જગુદણ

ગીરઃ

ઉપનામઃ કાઠીઆવાડી,દેસાણ,ભોડાળી,સોરઠી

વતન અને ઉછેર પ્રદેશઃ

ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર(કાઠીયાવાડ) દ્વીપકલ્પમાં દક્ષિણ બાજુએ આવેલું ગીરનું જંગલ અને તેની આજુબાજુનો ખડકાળ વિસ્તાર આ ઓલાદનું મૂળ વતન છે. પણ આ જાનવરો તેના શુદ્વ સ્વરૂપમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જામનગર,જુનાગઢ,રાજકોટ,ભાવનગર,સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓમાં જોવા મળે છે.

આ ગાયો પશ્ચિમ ભારતનાં રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને મૈસુર રાજયોમાં ફેલાયેલી છે. અને દક્ષિણે ચેન્નાઈ સુધી આ ગાયો જોવામાં આવે છે.

શારિરીક લક્ષણોઃ

  • આ જાનવરો મોટાથી માંડી મધ્યમ કદનાં અને મજબુત,સુદ્રઢ અને હૃષ્ટપુષ્ટ બાંધાનાં હોય છે.
  • આ ઓલાદનાં જાનવરોના રંગમાં વિવિધતા બહુ મોટા પ્રમાણમાં જોવામાં આવે છે.
  • તદ્રન ઘેરા રાતા રંગનાં અને કયાંક સફેદ ટપકાં કે નાનાં ધાબાં ધરાવતાં જાનવરો હાલમાં વધુ પસંદ કરવામાં આવે છે.
  • જોકે તદ્રન રાતા રંગનાં,ઘેરા અગર આછા રાતા રંગનાં અને આછા પીળા રંગનાં ધાબા વાળાં અગર સફેદ રંગનાં ધાબા વાળાં કે કાળા અને સફેદ રંગના ધાબા વાળા જાનવરો પણ જોવા મળે છે.
  • કાળાં ધાબાં ધરાવતાં સફેદ રંગનાં જાનવરો પણ આ ઓલાદમાં જોવા મળે છે.
  • મોટું ગોળ અને ઢાલના જેવું ઉપસેલું કપાળ એ આ ઓલાદની વિશિષ્ટતા છે.
  • આ જાનવરોનો ચહેરો મધ્યમ કદનો અને સાંકડો હોય છે.
  • આંખો મોટી અને બદામ આકારની હોય છે. પણ ભારે અને ઉપસેલા કપાળથી ઢંકાયેલી હોવાને કારણે ઝીણી અને અર્ધ મીંચેલી દેખાય છે. આને કારણે આ જાનવરો સુસ્ત અને ઉંઘણસી જેવાં લાગે છે.
  • આ જાનવરોના કાન એમની ખાસિયત છે. કાન લાંબા લાંબા,પહોળા અને ખૂબ જ લબડતા હોય છે. કાનનો આકાર વડના વાળેલા પાન જેવો હોય છે. કાન મુળ આગળથી વિશિષ્ટ પ્રકારે વળાંકવાળા અને છેડે–અણી પર ખાંચાવાળા હોય છે.
  • શિંગડાં મથરાવટીની બાજુએથી ફૂટીને પ્રથમ સહેજ નીચે અને તયારબાદ પાછળ,બાજુએ અને ઉપરની બાજુએ સ્ક્રુની પેઠે વળેલા હોય છે. શિંગડાંની અણી પાછળ વળેલી હોય છે.
  • ખૂંધ,ગાયોમાં મધ્યમ કદની અને નર જાનવરોમાં મોટી અને એક બાજુ ઢળેલી હોય છે. ગોદડી–ધાબળી અને મૂતરણુ મોટાં અને ઝૂલતાં હોય છે.
  • પગ સુવિકસિત,મજબુત સ્નાયુવાળા,જાડા,ગોળ અને મજબુત ઘુંટણવાળા અને ખરીઓ મધ્યમ કદની,કાળા રંગની,ગોળ,સુડોળ,મધ્યમ સખત હોય છે. પૂંઠનો ભાગ સહેજ વધુ  ઢળતો હોય છે. ચામડી ઢીલી અને મુલાયમ હોય છે.
  • આઉ કદમાં મધ્યમ પણ મોકળાશવાળુ,સુડોળ,ચાર ભાગમાં સ્પષ્ટ વહેચાયેલુ અને પાછળનાં ભાગમાં ઉંચે સુધી પહોચતું હોય છે. તેમ છતાં આઉ કાંકરેજ જેવું સુડોળ ન હોતાં લબડતું કહી શકાય. સપાટી પર લોહીની શીરાઓની જાળ અને સુંદર ટૂંકા વાળ જોવામાં આવે છે.
  • આંચળ ૧૦ થી ૧૧ સે.મી. લાંબા,સપ્રમાણ જાડા અને પ્રમાણમાં એકબીજાથી વધુ નજીક આવેલા છે. દૂધ શીરા સ્પષ્ટ, શાખાઓ વાળી અને આગલા પગ નજીક શરીરમાં દાખલ થતી જોવામાં આવે છે.
  • ગીર ઓલાદમાં વાછરડા અને વાછરડી જન્મ વખતે અનુંક્રમે સરેરાશ ર૬ અને ર૪ કિ.ગ્રા. વજનનાં હોય છે.
  • પુખ્ત વયની ગાયનું વજન ૩૪૦ થી ૪૧૦ કિ.ગ્રા. અને નર જાનવરનું વજન પ૦૦ થી પ૪૦ કિ.ગ્રા. જેટલું હોય છે.
  • પુખ્ત વયની ગાયો અને સાંઢની સરેરાશ લંબાઈ અનુક્રમે ૧૩૯.૦ સે.મી. અને ૧પર.૭ સે.મી. અને ઉંચાઈ અનુક્રમે ૧૩૬ સે.મી. અને ૧ર૮ સે.મી. જેટલી હોય છે.

આર્થિક લક્ષણોઃ

  • પ્રથમ વિયાણની ઉંમર ૪પ–પ૦ માસ ,
  • વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ર૦૦૦–ર૧૦૦ કિલોગ્રામ ,
  • દૂઝણા દિવસો ૩૧પ–૩૪૦ દિવસ અને બે
  • વિયાણ વચ્ચેનું અંતર ૧૪–૧પ માસ.
  • ગામડાઓમાં શુદ્વ ગીર ઓલાદની ગાયો છે જે દૈનિક ૧૪ થી રર લીટર અને વેતરમાં ૩૦૦૦ થી ૬૦૦૦ લીટર દૂધ આપે છે.

સામાજિક પ્રશ્દાભૂમિઃ

  • આ ઓલાદની ગાયો ખાસ કરીને રબારી,ભરવાડ,આહીર અને મેર કોમ દ્રારા અર્ધઘનિષ્ટ કે ઘનિષ્ટ પધ્ધતિ દ્રારા રાખવામાં  આવે છે.
  • રાજયમાં ગીર ગાયના આશરે ર૦ આયોજનબધ્ધઆયોજિત ફાર્મ છે. આ પશુઓને ખેતરમાં પાક લીધા પછી ચરાવવામાં આવે છે.
  • રસ્તાઓની આજુબાજુ અને પડતર જમીનમાં ચરાવવામાં આવે છે. અત્યારની પરિસ્થિતીમાં વિવિધ સંગઠનો દ્રારા ગાયના મૂત્રનો વિવિધ રોગોના ઉપચારમાં ઉપયોગ થાય છે.
  • જયારે છાણનો અતિમૂલ્યવાન ખાતર એટલે કે ''વર્મીકમ્પોસ્ટ''માં ઉપયોગ થાય છે. જે જમીનની ફળદ્વુપતા સુધારે છે.

સંવર્ધન કેન્દ્રોઃ

  • આ ઓલાદની જાળવણી અને સુધારા માટે વિવિધ રાજય સરકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા કાર્યરત વિવિધ સંવર્ધન કેન્દ્રો રાજયમાં નીચે મુજબ છે.
  1. અક્ષરપુરૂષોતમ મંદિર ગૌશાળા,ગોંડલ,ગુજરાત
  2. બાયફ–મગઝરી ફાર્મ,ઝંપ,સોનદ,ગુજરાત
  3. ગુજરાત સરકાર ફાર્મ,ધોરાજી,ગુજરાત
  4. જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, જુનાગઢ,ગુજરાત
  5. લોકભારતી ગૌશાળા, સણોસરા,ગુજરાત
  6. સાબરમતી આશ્રમ ગૌશાળા,બીડજ,ગુજરાત
  7. બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોતમ ગૌશાળા,સારંગપુર,બરવાળા(અમદાવાદ)

ડાંગી

ઉપનામઃ વોટી, કનડ,કોંકણી,કાનડદી

વતન અને ઉછેર પ્રદેશઃ અને ગુજરાત રાજયનો ડાંગ જિલ્લો આ ઓલાદનું વતન છે. ડાંગના જંગલવિસ્તાર પરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. પશ્ચિમઘાટના ભારે વરસાદવાળા પ્રદેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજયના પૂર્વ જિલ્લાઓમાં જોવા મળે છે.

  • ગુજરાત રાજયમાં ડાંગ જિલ્લામાં  ધરમપુર અને વાંસદા તાલુકામાં અને મહારાષ્ટ્ર રાજયમાં અહમદનગર,નાસિક,થાણા અને કોલાબા જિલ્લાઓમાં આ ઢોરનો ઉછેર થાય છે.
  • એવું મનાય છે કે આ ઓલાદની ઉત્પતિ આ ડુંગરાળ વિસ્તારનાં અસલ સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારનાં ગીર ઢોરના સંકરણથી થયેલ છે.

શારિરીક લક્ષણોઃ

  • મધ્યમ કદનાં આ ઢોર રંગે કાળાં અને કાબરાં હોય છે. માથુ સહેજ ઉપસેલા કપાળ વાળું પણ નાનુ છે. નીમ્બોરી(અં.પોલ) સ્પષ્ટ દેખાય છે.
  • ચહેરો પ્રમાણમાં લાંબો હોય છે. આંખો મોટી અને કાન ટૂંકા અને કિનારીએ વાળ વાળા હોય છે.
  • શિંગડાં જુદા જુદા પ્રકારનાં જોવામાં આવે છે છતાં ટૂંકા અને જાડા શિંગડાં સામાન્યપણે જોવામાં આવે છે.
  • આ ઓલાદનાં ઢોરની ગરદન ટૂંકી અને જાડી છે.
  • પગ શરીરને સપ્રમાણ,મધ્યમ લંબાઈના,સીધા અને મજબુત છે. પીઠ દેખાવે ટૂંકી લાગે છે. અને પેટ મોટું લાગે છે,પાછલા પગ ટૂંકા,જાડા અને ઘણા મજબુત હોય છે.
  • ખરીઓ અતિ કઠણ હોય છે. ગોદડી અને ખૂંધ અને નર જાનવરોમાં મુતરણાં પણ મધ્યમ કદનાં હોય છે. ચામડી જાડી છે. અને ચામડીમાંથી ઝરતા તૈલી પદાર્થના કારણે તે લીસી અને ચળકતી લાગે છે. આ કારણે ભારે વરસાદના પાણીની શરીર પર અસર ઓછી થાય છે.
  • ગાય,બળદ અને સંવર્ધન માટેના સાંઢનું શરીર,લંબાઈ અનુક્રમે ૧રર.ર૮±૦.૩૯, ૧ર૯.૦૬±.૬૪ અને ૧૩ર.૦ ±૧.૦ર સે.મી. તથા ઉંચાઈ અનુક્રમે ૧૧૩.૦૦ ± ૦.ર૯,૧૧૭.૪પ ± ૦.૪૩ અને ૧ર૩.૦૯±૦.૭૮ નોંધાયેલ છે.

આર્થિક લક્ષણો

  • પ્રથમ વિયાણની ઉંમર પ૦-પપ  માસ
  • વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૩પ૦-૪પ૦ કિલોગ્રામ ,
  • દૂઝણા દિવસો ર૪૦-રપ૦ દિવસ અને
  • બે વિયાણ વચ્ચેનું અંતર ૧૭-૧૯ માસ.
  • કોઈક કોઈક ગાયો લગભગ રપ૮ દુધાળ દિવસોમાં વાછરડાં ધવરાવતાં આશરે પપ૦ થી ૭૦૦ કિ.ગ્રા. દૂધ આપે છે.
  • આ ઓલાદના ઢોરનુ ઉછેર કાર્ય મહારાષ્ટ્ર રાજયના નાસિકજિલ્લાના ઈગતપુરી મુકામે થાય છે.

સામાજિક પ્રચ્છાદભૂમિઃ

  • આ વિસ્તાર આ પશુઓ ખાસ કરીને ખેતી કામ માટે,દૂધ ઉત્પાદન માટે, સંવર્ધન માટે અને બીજા ધાર્મિક કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે.
  • સામાન્ય રીતે મોટાભાગના ખેડૂતો રાત્રી દરમિયાન પશુઓને તેમના ઘર નજીકના વાડામાં રાખે છે.
  • પશુઓ માટેના ઘાસચારાનું ઉત્પાદન નહીવત છે. અને બાજરી,ઘઉં,મકાઈ વગેરે ઘાસચારો કાપ્યા વગર નાખવામાં આવે છે.
  • Ø આ ઓલાદનાં ઢોર ભારે વરસાદવાળા ડુંગરાળ પ્રદેશમાં ડાંગરની ખેતી માટે અને ખડકાળ રસ્તાઓ પર ભારવહન માટે અનુકુળ છે. જંગલના લાકડાની હેરફેર માટે બળદો બહું જ ઉપયોગી છે.આ ઢોરન  ફકત ચરાવીને જ મોટેભાગે નભાવવામાં અવે છે.
  • આ વિસ્તારના ઘાસચારામાં મુખ્યત્વે વાંસ,બાવળ,કલંબ,બીબલા વગેરે વૃક્ષો તથા ધમન,નીમ્બારા અને રવારીંગ કે અન્ય છોડ ગણી શકાય. જયારે ઘાસચારામાં અંજન,કુંદા,માર્વેલ,મોરન અને ડોગરી ઘાસ મુખ્ય છે. ખેતરમાં મકાઈ,રજકો વગેરે પણ પશુઓ માટે ઉગાડવામાં આવે છે. લોકો કુદરતી  સંવર્ધન પધ્ધતિને અનુસરે છે.
  • બીલકુલ નહીવત પ્રમાણમાં કૃત્રિમ બીજદાન થાય છે.
  • પશુઓને મોટેભાગે ચરિયાણ ઉપર જ નભાવવામાં આવે છે. અને ઘાસચારો સમુહમાં–ટોળામાં  આપવામાં આવે છે. બહુ ઓછા ખેડૂતો વ્યકિત–અલગ રીતે ગાયને ઘાસચારો આપે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate