অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોગચાળા નિયંત્રણમાં તકેદારીના પગલા

પશુઓમાં અનેક ચેપી-બિન ચેપી રોગચાળા થતા હોય છે. કેટલાક રોગો ઋતુ સંલગ્ન હોય છે. કેટલાક રોગો જીવલેણ હોય છે. ચેપી રોગો ઝડપથી ફેલાતા હોય છે. આ રોગોના જીવાણુ કે વિષાણુઓનું વહન સંપર્કથી, વાસણો ધ્વારા, પાણી ધ્વારા, બુટ-ચંપલ દ્વારા, હવાથી આમ અનેક રીતે થતું હોય છે. આ સંજોગોમાં રોગચાળા નિયંત્રણમાં આરોગ્ય લક્ષી અન્ય પગલા જરૂરી છે.
સામાન્ય રીતે પશુઓમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કે ગામમાં જે તે રોગ સામેની પ્રતિકારક રસી મુકી રોગ નિયંત્રણમાં લેવાની પ્રથા ઘણી જુની અને સચોટ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં બીમાર પશુઓને સારવાર અપાય છે. ચેપીરોગનો ઉપદ્રવ થાય ત્યારે આ બે પગલા જ લેતાં કેટલીકવાર રોગચાળો કાબુમાં આવતો નથી અને ગામના બેચાર પશુઓમાં મર્યાદિત ન રહેતાં આખા ગામના પશુઓને ભરડો લે છે. રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો આજુબાજુના ગામોએ પણ પ્રસરે છે. ચેપીરોગચાળા સંદર્ભે રસીકરણ અને સારવાર ઉપરાંત અતિ મહત્વની બાબત છે સ્વચ્છતા (હાઈજીન) તથા રોગચાળાવાળા વિસ્તારને જીવાણુ-વિષાણુ મુકત કરવા લેવાતા પગલા આ બે બાબત પાયાની તથા ઘણી મહત્વની છે. ફકત સારવાર તેમજ રસીકરણ ઉપયોગી જણાતા નથી અને રોગ સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં પ્રસરતો હોય તેમ લાગે છે.
પશુઓ કે ઘેટાંમાં કાળિયો તાવ(એન્થકસ) જેવો રોગચાળો ફાટી નીકળે તો આવા પશુને ફાડી અવયવ કે ચામડીઓ ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. મરણોતર તપાસ અન્વયે આવા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો પશુને જમીનમાં ઉડે દાટી દઈ - ગેમેકસીન, ચુનો, ડીડીટી જેવી દવા ઉપર છાંટી નિકાલ કરવો જરૂરી છે. ઉપરાંત આજુબાજુની જગ્યા ૫ થી ૧૦ % કોષ્ટિક સોડાના ધ્વારણથી સાફ કરવી જરૂરી છે. આવી સફાઈ માટે ૫ થી ૧૫ % ફોર્મેલીનનું દ્રાવણ પણ એટલું જ ઉપયોગી નીવડે છે. જો આવા પગલા લેવામાં ન આવે તો એથેંકસના જીવાણુંઓ સ્પોર બનાવી જમીનમાં વર્ષો સુધી જીવીત રહી ગમે ત્યારે જોખમરૂપ નીવડી શકે છે.
તે જ રીતે સંસર્ગજન્ય ગર્ભપાત કરતાં જીવાણુ બ્રુસેલ્લા અસરગ્રસ્ત ગાય-ભેંસના દુધ ધ્વારા ચેપ ફેલાવી શકે છે અને આ જીવાણું ઠંડા વાતાવરણમાં અચોકકસ સમય સુધી જીવી શકે છે. ચેપયુકત પશુઓના છાણ, મુત્ર, દુધ અને લોકોના સંપર્ક વગેરેથી ચેપ એક પશુથી બીજા પશુમાં ફેલાય છે અને આ કારણથી જ ફકત સારવાર કે રસીકરણના પગલા તદન અપુરતા સાબિત થાય છે. આપણે ચેપી રોગ ફેલાવા અને નિયંત્રણમાં સ્વચ્છતા અને આનુષાંગિક પગલાનો થોડો વિચાર કર્યો. આ બાબતો ધ્યાને રાખી જયારે પણ કોઈ ચેપી રોગચાળો ફેલાય ત્યારે જીવાણુંઓ કે વિષાણુઓ કેવા વાતાવરણમાં રહી શકે છે કે તેના પર કેવા રસાયણો વાપરવામાં આવે તો નાશ થાય છે વગેરે બાબત રોગ નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. નીચે કેટલાક મહત્વના રોગોના જીવાણુ-વિષાણુઓ પર ગરમી, તડકો વગેરેની અસર દર્શાવેલ છે. આના પરથી સ્વચ્છતા અને અન્ય હાઈજીનીક પગલાં લેવાથી રોગ નિયંત્રણ ઝડપી બને છે તે ખ્યાલ આવશે. કેટલાક અગત્યના અને ક્ષોત્રિય કક્ષાએ થતા રોગચાળા સામેના પગલાં વિચારીએ.

કાળીયો તાવ (એથેંકસ) :

આ રોગ બેસીલસ એન્થસીસ (Bacilus antracis) નામના જીવાણુથી થાય છે. આ જીવાણુઓ અતિ ગરમ તથા અતિ ઠંડા વાતાવરણને અનુકુળ થઈ શકે છે. હવાના પ્રાણવાયુ સાથેના સંપર્કથી સ્પોર બનાવે છે.

  • સર્જીકલ સાધનો, ચીજવસ્તુ, જીવાણુયુકત થઈ હોય તો ૧૦૦ડીગ્રી સે. ૧૦ મીનીટ ઉકાળતા સ્પોર નાશ પામે છે.
  • નિદાન માટે પોસ્ટમર્ટમ કરેલ હોય તો કે મૃત શરીર ચામડામાટે અજાણતા ખોલવામાં આવે તો તે જગ્યા, આજુબાજુની જગ્યા, સાધનો ૧૦ ટકા કોસ્ટીક સોડા, ૧૫ થી ૨૦ ટકા ફોર્મેલીનનું થી સાફ કરવા તેમજ છંટકાવ કરવો.
  • કાળીયા તાવથી મરણ પામેલ પશુને ખોલવા ન દેતાપશુચિકિત્સા અધિકારીએ તેની હાજરીમાં ઉંડો ખાડો ખોદાવી દાટી દેવું દાટતી વખતે ડી.ડી.ટી., બી.એચ.સી., ચુનો, મીઠા જેવા પદાથરોનો છુટથી ઉપયોગ કરવો. ખાડો પુરેપુરો માટીથી ઢાંકી તેના પર પણ ચુનો-મીઠું વગેરેછાંટીઆજુબાજુ કાંટા નાખી દેવા.
  • આ રોગચાળાવાળા પશુને ચીરાય કે ફડાય નહિ તેમજ યોગ્યનિકાલ થાય તે માટે કલેકટરશ્રીનું નોટીફીકેશન બહાર પડે તે માટે કાર્યવાહી કરવી.

ગળસૂઢો :

આ રોગ રાજયમાં એન્ડેમીક છે અને પ૦ ટકા સુધી પશુઓના નેઝોફેરીઝમાં જીવાણુંઓની હાજરી હોઈ શકે અને અનુકુળ વાતાવરણ મળતા રોગ પેદા કરે છે.

  • આ રોગચાળામાં બીમાર પશુને તરત અલગ કરવું તંદુરસ્ત પશુથી થોડા ફુટ (૧૫ થી ૨૦ ફુટ) દુર રાખી શકાય તો પણ રોગ ફેલાવા પર નિયંત્રણ રાખી શકાય.
  • બીમાર પશુને તડકે બાંધવું, તડકા અને સુકા વાતાવરણમાંસુકી જમીનમાં જીવાણું જીવિત રહી શકતા નથી.
  • બીમાર પશુની સારવાર અને અન્ય તમામ પશુઓને તુરતરસીકરણ કરવાથી રોગચાળો તુરત કાબુમાં લઈ શકાય છે. રસીકરણમાં વિલંબ કરવાથી રોગ જલ્દી પ્રસરે છે. આજુબાજુના ગામે પણ સંપર્કવાળા પશુઓના આવનજાવનથી પ્રસરે છે એ પછી કાબુમાં આવતા ઘણો સમય (ઘણી વખત એકાદ માસ) વીતી જતા મરણ પ્રમાણ ચાલુ રહે છે. માટે રસીકરણમાં કોઈ ઢીલ ન કરતા જે ગામે રોગ થયો હોય ત્યાં તથા આજુબાજુના ગામોએ એક જ સમયરસીકરણ હાથ ધરી પૂર્ણ કરવું.
  • બીમાર પશુઓને એક જ વખત સારવાર (સીંગલ વીઝિટ) ન આપતા ૩ થી ૪ દિવસ  સતત પુરતા પ્રમાણમાંદવાના ડોઝથી સારવાર કરવી જરૂરી છે.

બ્રુસેલ્લોસીસ :

આ એક ઝનોટીક રોગ છે તેથી વિશેષ કાળજી લેવી જરૂરી છે. વિશેષ તો રોગિષ્ટ પશુમાં બીમારીના કોઈ દેખીતા લક્ષાણ જણાતા ન હોય છતાં પેશાબ, પ્રજનન અવયવો ધ્વારા, દુધ ધ્વારા જંતુઓ બહાર ફેંકાતા હોય અને ચીજ વસ્તુઓ દુષિત થતી રહે છે.

  • તરવાઈ ગયેલ પશુના મૃત બચ્ચા, પ્લાસેન્ટાને ખાડો ખોદીદાટી દેવા. દાટતી વખતે ડી.ડી.ટી., ચુનો, મીઠું, કોસ્ટીક સોડાજેવા રસાયણોનો ઉપયોગ કરવો.
  • પશુ તરવાઈ ગયું હોય તેની આજુબાજુની જગ્યા ફીનાઈલ કે૧૦ ટકા ફોમૅલીન વાળા  પુષ્કળ પાણીથી ધોઈ સાફ કરવી.
  • તરવાઈ ગયેલ પશુની આજુબાજુ ઝાડા-પેશાબવાળી જગ્યા પર વારંવાર ઉપર મુજબ  સ્વચ્છ રાખવી કારણ કે,રોગના જીવાણું ઝાડા, પેશાબ, દુધ મારફત ચેપ ફેલાવી શકે છે.
  • દુધ દોહતા પહેલા અને પછી હાથ સાબુથી સાફ કરવા દુધનોઉગયોગ ઉકાળીને જ  કરવો.
  • આવા પશુની સારવાર વખતે (રીટેન્સન ઓફ પ્લાસેન્ટા,મસ્ટાઈટીસ, મેટ્રોઈટીસ વગેરે) પશુ ચિકિત્સકે હાથના મોજા, ગમબુટ, એપ્રોન અને ગોગલ્સનો અવશ્ય ઉપયોગ  કરવો. જીવાણુંઓનો ડ્રોપલેટ ધ્વારા પણ ચેપ લાગી શકે છે. તમામ ચીજવસ્તુઓનો ઉપયોગ કયરત્ર બાદ ડીટરજન્ટ સાબુથી સાફકરવી તથા સજરડકલ સાધનો સ્ટરીલાઈઝ કરીને મુકવા.
  • ગામમાં પશુ તરવાઈ જવાના કેસ અવાર-નવાર બનતા હોયતો, ગામના નાના પાડરૂઓ (વાછરડી-પાડી) ને ૮ થી ૧૨ માસ વચ્ચે રસીકરણ કરાવવા નિષ્ણાતની સલાહ લઈ લાંબાગાળાનું આયોજન નકકી કરી લેવું.

ટયુબરકયુલોસીસ ( ક્ષય-ટીબી ) :

આ પણ ઝુનોટીક રોગ છે અને મનુષ્યોમાં આપના દેશમાં આ રોગનું પ્રમાણ ઘણું ઉંચુ જોવા મળે છે.

  • કેટલીકવાર ઝુ કે ફાર્મમાં ટીબીના કેસ બનતા હોય છે. નિદાન થાય કે તુરત આવા પશુને અલગ બાંધવા તથાખોરાક, પાણીની પણ અલગ વ્યવસ્થા કરવી. વાપરવામાં આવતા ડોલ, વાસણો વગેરે ડીટરજન્ટ સાબુનાદ્રાવણથી કે ર થી ૩ ટકા કાર્બોલીક એસીડના દ્રાવણથી સાફ કરવા.
  • પશુને બાંધવાની જગ્યા, ઝાડો, પેશાબ વગેરેને ૪ થી ૫% સોડીયમ હાઈડ્રોકસાઈડના દ્રાવણથી પુરતા પ્રમાણમાંપાણીનો ઉપયોગ કરી સાફ કરવા કે યોગ્ય નિકાલ કરવો.
  • દુધ ઉકાળીને જ વાપરવું.
  • સારવાર અને સાર-સંભાળ રાખતા પશુચિકિત્સક કે એનીમલકીપરને ચેપ ન લાગે તે માટે પુરતી કાળજી રાખવી. આ માટે એપ્રાન, ગમબુટ, માસ્ક, ડીટરજન્ટનો ઉપયોગ કરવાની બાબતો ધ્યાને લેવી.
  • પશુને સમયાંતરે તડકે બાંધવા તેમજ પશુઓને બાંધવાની જગ્યાએ પુરતા હવાઉજાસની વ્યવસ્થા તેમજ થોડોતડકો આવે તેવી વ્યવસ્થા ઈચ્છનીય છે.

ખરવાસા- મોવાસા (FMD)

આ એક વિષાણુ જન્ય ખુબ જ ચેપી રોગ છે. રોગના વિષાણુઓ એસીડ (૬.૦ થી નીચે) તથા આલ્ટાઈન (૯.૦ થી ઉપર ) પી.એચ.થી નાશ પામે છે. તથા પેર્ચ્યુરાઈઝડ દુધમાં જીવીત રહી શકે છે. તે જ રીતે ઈથર અને કલોરોફોર્મની તેના પર અસર થતી નથી. તેના નાશ માટે કે ચીજવસ્તુઓ જંતુરહિત કરવા સોડીયમ હાઈડ્રોકસાઈડ, સોડીયમ કાબરોનેટ, સાઈટ્રીક એસીડ જેવા રસાયણો ઉપયોગી છે.

  • પશુના દુધ, પેશાબ, ઝાડો, શ્વાસ, વીર્ય વગેરે વિષાણુયુકત હોઈ શકે છે. ૬૦ ટકાથી વધુ ભેજ વિષાણુને માફક આવે છે તે જ રીતે સુકા છાણ-પોદળામાં ૧૪ દિવસ જીવીત રહી શકે છે. ભીના છાણ(સ્લરી) માં ૬ માસ અને પેશાબમાં ૩૯ દિવસ જીવીત રહી શકે છે. જમીન પર ૩ દિવસ (ઉનાળામાં) થી ૨૮ દિવસ શિયાળામાં) જીવીત રહી શકે છે.
  • રોગચાળો શરુ થાય કે તુરત રોગીષ્ટ પશુને અલગ બાંધવાતથા પશુને બાંધવાની જગ્યાએ થોડો તડકો આવે તેવીજગ્યાએ બાંધવા.
  • રોગિષ્ટ પશુના ખોરાક-પાણીની અલગ વ્યવસ્થા ગોઠવીતેમજ પશુને ગામના હવાડામાં પાણી પીવા ન મોકલવાનીખાસ કાળજી લેવી.
  • પશુઓને બાંધવાની જગ્યા ફીનાઈલ, ર % ફોર્મેલીન, ર થી૪ % સોડીયમ  હાઈડ્રોકસાઈડ જેવા દ્રાવણથી સાફ કરવી. પશુના પગ અને મોં સાફ કરવા પોટેશ્યમ પરમેંગેનેટનુંદ્રાવણ (૦.૧ % ) વાપરી શકાય.

હડકવા (રેબીસ) :

આ એક ભયંકર વિષાણુજન્ય રોગ છે જેમાં રોગ લાગુ પડેલ પશુનુ મૃત્યુ નિશ્ચિત છે તેમજ ચિન્હવાળા પશુની કોઈસારવારનો પ્રયાસ હાથ ન ધરવો.

  • પશુને કુતરૂ કરડે કે તરત જ ઘા ને પ્રથમ સાબુના પાણીથીસાફ કરવો, ઘા ધોયા બાદ ટીંકચર આયોડીન, સ્પીરીટ,ડેટોલ વગેરેનો તુરત ઉપયોગ કરી ઘા પર લગાવવા.
  • હડકવાના ચિન્હો બતાવવા કે શંકાસ્પદ પશુને અલગ મજબુત રીતે બાંધી રાખવા
  • આવા પશુને બાંધેલ જગ્યાએ ૫ ટકા ફોમૅલીન કે મરકયુરીક કલોરાઈડના દ્રાવણથી અવાર નવાર સાફ કરવી.
  • હડકવા થયેલ પશુના સંપર્કમાં આવેલ પશુચિકિત્સક કઅજાણતા પશુના મોંઢામાં હાથ નાખેલ હોય, તપાસ કરેલ હોય કે હાથ પર નાનો ઉઝરડો કે કોઈ ઈજા હોય તો પણ તુરત ડોકટરની સલાહ મુજબ એનટીરેબીક સારવાર લેવી.
  • આવા પશુ સમયાંતરે શાંત માલુમ પડે તો પણ દોહવાનોપ્રયાસ ન કરવો.
  • મૃત પશુને દાટી ને જ નિકાલ કરવો તેમજ દાટતી વખતેમીઠું, ચુનો, ૫ ટકા ફોર્મેલીન, મરકયુરીક કલોરાઈડ વગેરેનો ઉપયોગ કરવો.

આપણે જોયું કે રોગ નિયંત્રણના પગલા રૂપે ફકત સારવાર કે રસીકરણના પગલા ઉપયોગી થતા નથી. તુરતના નિયંત્રણ માટે આ અગાઉ ચર્ચા કર્યા મુજબ યોગ્ય રસાયણો અને આનુસંગિક પગલાં લેવા જરૂરી છે. સમયસરના પગલાં રોગીષ્ઠ પશુને તાત્કાલીક અલગ કરવા. તેની સારવાર, અન્ય તમામનું રસીકરણ, આજુબાજુના ગામોમાં પણ તે જ વખતે રસીકરણ, મૃત પશુઓનો યોગ્ય નિકાલ તથા સાફ-સફાઈ અને નિકાલ માટે યોગ્ય રસાયણની પસંદગી અને ઉપયોગ રોગ નિયંત્રણના મહત્વના પગલાં ગણી શકાય. આ તમામ પગલાં અંગે થોડી કાળજી મોટા નુકશાનથી બચાવે છે.

રેફરન્સ : ડો. કે.બી. સાવલીયા, ડો. એમ.આર. ચાવડા, ડો. દીનદયાલ ગર્ગ અને ડો. જી.એમ. ચૌધરી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ. કૃ. યુ. જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate