વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રસીકરણ પ્રક્રિયામાં જરૂરી સાવચેતીના પગલાં

રસીકરણ પ્રક્રિયામાં જરૂરી સાવચેતીના પગલાં વિશેની માહિતી

 • રસીની ખરીદી કરતા પહેલાં તમારા સ્થાનિક પશુચિકિત્સા અધિકારીનો સંપર્ક કરો.
 • તમારા વિસ્તાર માટે કઈ રસી જરૂરી છે તે નક્કી કરવા માટે પશુચિકિત્સા અધિકારીનું માર્ગદર્શન ખુબજ જરૂરી છે.
 • લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો.
 • રેફ્રિજરેટર જ્યાં તમે રસી સંગ્રહ કરો છો ત્યાં તાપમાન તપાસવા કરવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરો.
 • તમે સમયસર ઉપયોગ કરી શકો છો તેવી જ રસીઓની માત્ર ખરીદી કરો.
 • ઓછામાં ઓછુ સાપ્તાહમાં એક વખત તાપમાન તપાસો.
 • રસી ખરીદતા અથવા મેળવતા સમયે તેની સમયસમાપ્તિ તારીખો તપાસો અને જે રસીની સમયસમાપ્તિ પૂર્ણ થયેલ હોય તેવી રસી ની ખરીદી કરવી નહીં.
 • જો તમે મેઇલ, ઓર્ડર દ્વારા રસીનો ઓર્ડર આપતા હોય તો ઓર્ડર હમેંશા સોમવારે જ આપવો જેથી કરીને સાપ્તાહિક રજાઓ ટાળી શકાય કારણ કે સપ્તાહના અંતમાં કોઈ જગ્યાએ રસી પડી રહેતો તાપમાનમાં ફેરફારની શકયતા ખુબજ વધી જાય છે અને રસીની અસરકારકતા ઘટી શકે છે.
 • જે રસીની સમયસમાપ્તિ નજીક હોય એવી રસીને રેફ્રિજરેટરમાં શરૂઆતમા મૂકો અને તેનો ઉપયોગ પ્રથમ કરો.
 • રસીને સ્વીકારી વખતે શીપીંગ ફૂલરનું તાપમાન ચકાસો અને રસીને તાત્કાલિક રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવો.
 • કર્મચારીઓ, કુટુંબના સભ્યો તથા અન્યોને રસીના વ્યવસ્થાપન બાબતે તાંત્રિક તાલીમ આપો
 • જો તમને રસીના વ્યવસ્થાપન બાબતે કોઇ ચિંતા હોય તો તમારા ડિસ્ટ્રીબ્યુટર સંપર્ક તરત જ કરો.
 • રસી અંદર મૂકતા પહેલાં કુલરને ઓછામાં ઓછુ 1 કલાક પહેલા ઠંડુ કરવા માટે મૂકીદો.
 • જો તમે રસીની ખરીદી સ્થાનિક લેવલેથી કરતાં હો તો રસી ઠંડી રાખવા માટે વધારે કુલપેક અથવા બરફ પેકનો ઉપયોગ કરો.
 • 35-45°F તાપમાન સતત જાળવી રાખવા માટે પૂરતા બરફ અથવા ઠંડા પેકનો ઉપયોગ કરો.
 • રસીનો બગાડ ઘટાડવા માટે હમેંશા નાના ડોઝની શીશીઓ ખરીદો.
 • આખા દીવસની જરુરીયાત કરતાં સવાર અથવા બપોરબાદના ઉપયોગ માટે પૂરતી રસી સાથે રાખો.
 • કુલરને સૂર્યપ્રકાશથી દૂર રાખો.
 • આગામી સમયમાં શીશીઓમાં બાકી રહેલ

રસીનો પ્રથમ ઉપયોગ કરો. રસીના વ્યવસ્થાપન દરમ્યાન સાવચેતીના પગલાં:

 • શું નિયમિત ધોરણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ચકાસવામાં આવેલ છે ?
 • લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો.
 • શું ભલામણ અનુસાર તાપમાન અંદર જાળવવામાં આવ્યું છે કે નહી ?
 • બધી રસીઓ 35-45°F પર રેફ્રિજરેટરમાં રાખો અથવા લેબલ પર લખેલ તાપમાન પ્રમાણે જાળવો.
 • શું તમે રસી આવતા તરત જ તપાસ કરી અને યોગ્ય સંગ્રહ કરેલ છે ?
 • રસીને સિરીન્જમાં ભરતા પહેલા ધીમેધીમે મિક્સ કરો. વધુ પડતા અયોગ્ય મિકસીંગથી રસીની અસરકારકતા ઘટાડી શકે છે.
 • સમયસીમા સમાપ્ત પૂર્ણ થયેલ રસીનો લેબલ અનુસાર યોગ્ય નિકાલ કરવો.
 • અલગ અલગ રસીઓને એક જ બોટલ અથવા સિરિંજમાં ભેગી કરવી નહીં.
 • જુદી જુદી રસી માટે એકજ સીરિજ નો ઉપયોગ કરવો નહીં.
 • વપરાયેલ રસીઓના યોગ્ય નિકાલ માટે ભલામણ અનુસાર કાર્યવાહી કરવી.
 • મોડીફાઇડ લાઈવ રસીને ઓગાળ્યા બાદ એક થી બે કલાકમાં જ તેનો ઉપયોગ કરી લેવો. મોડીફાઇડ લાઈવ રસીને મિશ્રણ કરવા યોગ્ય ટ્રાન્સફર સોયનો જ ઉપયોગ કરવો જેથી બગાડ અટકી શકે.
 • મૃત રસીની જે બોટલ 2 દિવસથી વધારે ખુલ્લીરહેલ હોય તેનો નાશ કરવો હિતાવહ છે.

ઇજેક્શન દ્વારા અપાતી રસી માટે સાવચેતીના પગલાં:

 • પેકેજિંગ ઉપર રહેલ કોઈપણ વ્યક્તિગત માહિતી કે યાદીને દૂર કરવી.
 • તમારા રાજ્ય માંસ ગુણવત્તા ખાતરી માર્ગદર્શિકા અનુસરો.
 • લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો
 • ગટર કે સેપ્ટિક સિસ્ટમો, શૌચાલયો કે જળ સ્ત્રોતમાં નાશ કરવો નહી.
 • રસીના ઇજેક્શન આપતાં પહેલાં સિરીંજની અને / અથવા બંદૂકો માંથી હવા દૂર કરો.
 • સોય યોગ્ય ગેજ અને લંબાઈની વાપરો.
 • સાધનોની યોગ્ય સ્વચ્છતા જાળવો.
 • દરેક વખતે એક સિરિંજ ભરતા પહેલા સોય બદલો.
 • જો એજ સોયનો ઉપયોગ કરવાનો થાય તો ગરમ પાણીથી સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો.
 • ભાંગી અને વાંકી વળેલ સોયનો ઉપયોગ કરવોનહીં.
 • ક્યારેય સાબુ અથવા જંતુનાશક રસાયણનો સિરીજ સાફ કરવા ઉપયોગ કરવો નહીં તે રસીની અસરકારકતા પર અસર કરી શકે છે.
 • જો પશુમાં એક કરતાં વધારે ઇજેક્શનનો ઉપયોગ કરવાનો થાય તો ઓછામાં ઓછા 4 ઇંચ દૂર બીજું ઇજેક્શન આપવું.
 • પશુ આરોગ્ય રેકોર્ડમાં રસીનો ઉત્પાદન રેકોર્ડ તથા રસી આપ્યા તારીખની નોંધ રાખવી.
 • મોટાભાગની રસીઓ પશુના શરીરમાં 21 દિવસ સુધી સક્રિય રહે છે પરતું તેલ આધારિત રસીઓ 60 દિવસ સુધી સક્રિય રહે છે.
 • ઓછામાં ઓછા 3 વર્ષ માટે રસીકરણના રેકોર્ડ જાળવવા.

રેફરન્સ :ડો. બી.એસ. મઠપતી ડૉ. ડી. બી. બારડ ડૉ. બી. બી. જાવિયા તથા ડો. એ. એમ. ઝાલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂફયુ, જુનાગઢ

3.08333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top