অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુસ્વાથ્ય જાળવણીમાં કૃમિનાશક અને રસીકરણનું મહત્વ

પશુસ્વાથ્ય જાળવણીમાં કૃમિનાશક અને રસીકરણનું મહત્વ

કૃમિ અર્થાત પરોપજીવી સમયાંતરે પોતાના તેમજ વંશના રહેઠાણ બદલાતાં રહે છે. એટલે કે, યજમાન શરીર અથવાતો ખુલ્લા વાતાવરણમાં જીવે છે. પશુ શરીરને રહેઠાણનું સ્થળ બનાવી જરૂરી પોષણ પશુના શરીરમાંથી જ છીનવે છે. કૃમિની હાજરીથી પશુ સ્વાથ્ય પર વિપરિત અસર થાય છે. કૃમિ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. ગોળ કૃમિ, પટી કૃમિ તેમજ પર્ણકૃમિ. ગોળ કૃમિ તથા પટ્ટીકૃમિ મુખ્યત્વે જઠર અને આંતરડામાં જયારે પર્ણ કૃમિ કલેજા (યકૃત) તથા પિત્તનળીમાં હોય છે.

ગોળ કૃમિ (Roundworm):

એસ્કેરીસ વર્ગનું ટોકસોકેરા વીટુલોરમ નામના મોટા કરમીયા નાના પાડાં તેમજ વાછરડાંમાં વધુ હોય છે. જે પાડા કે વાછરડાં આંતરડામાં રહી જીવન ગુજારે છે. સામાન્યતઃ માદા કૃમિની લંબાઈ નર કરતાં વધુ હોય છે. આવા ગોળ કૃમિ પુખ્ત જાનવરોમાં પણ હોય છે. ગોળ કૃમિની વિવિધ જાતો જેવી કે, પીનવમ ટાંકણીકૃમિ મનુષ્ય શરીરમાં Enterobics Vermicularis, ઘોડામાં Oxyaris equi તથા હુકવર્મ Anctylostoma caninum તથા કેન્સર જેવી બીમારી કરતાં Sprinocerca lupi કૂતરામાં હોય છે. આ ઉપરાંત, પશુ શરીર અવયવો મુજબ પણ મૂત્રપિંડમાં Dioctophyme renale ફેફસામાં Dictyocaulus viviparous, આંખમાં Thelazia laurymotis જોવા મળે છે. ઘોડામાં Strongylus vulgaris નામના ગોળકૃમિ ઘાતક અસર નીપજાવે છે.

સામાન્ય રીતે ગોળકૃમિનું નિદાન ચિંભી તેમજ ઝાડાની તપાસથી થઈ શકતું હોય છે.

પટ્ટીકૃમિ (cestode):

નામ પ્રમાણે આવા કરમીયાં પટ્ટીઆકારના હોય છે અને તમામ પશુઓમાં જોવા મળે છે અને સામાન્યતઃ આંતરડામાં રહે છે. અમુક પટ્ટીકૃમિ જાનવરના મગજમાં પણ પુટિકા (Cyst)બનાવે છે. જેમાં પશુ મગજની બિમારીનાં લક્ષાણો દશરઃાવે છે અને તે ઘાતક નીવડે છે.પટ્ટીકૃમિ જુદી જુદી જાતનાં જેવા કે, Toxocara, Dipylidium તથા Echiriococcuડ હોય છે.

પર્ણકૃમિ:

પર્ણકૃમિ ચપટાં અને વનસ્પતિના પાન આકારનાં હોય છે. યકૃત અર્થાત કલેજામાં રહેતાં કૃમિને યકૃતકૃમિ કહે છે. જે મોટેભાગે ફેસીઓલા તરીકે ઓળખાય છે. જઠરમાં રહેલ પર્ણકૃમિ એમ્ફીસ્ટોમ તરીકે જાણીતા છે. યકૃત કૃમિના મુખ્ય યજમાન ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, સસલાં,હરણ, હાથી, ઘોડા વગેરે હોય છે. યકૃતમાં આ કૃમિ યકૃતના કોષનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેથી તેની કાર્યશકિત ઘટે છે, તથા પિત્તાશય મોટું થઈ જાય છે. જડબાં નીચે પાણીનો ભરાવો થાય છે, કમળો તથા પાંડુરોગ જેવાં ચિન્હો જોવા મળે છે.

આમ ઉપરના વિવિધ કૃમિઓ પશુ શરીરને યજમાન બનાવી શકતા હોવાથી સામાન્યરીતે જે પશુકૃમિથી પિડિત હોય છે. તેમાં દિન પ્રતિદિન વજનમાં ઘટાડો, સૂકી ચામડી, વાળ ખરવા, ઉત્પાદનમાં ઘટાડો, ફીકકી મ્યુકસ મેમ્બેન, દૂગ્ધયુકત ઝાડા અથવા કબજીયાત જેવા ચિન્હો જોવા મળે છે. પશુ શરીરમાં થતી અસરોના લીધે વિવિધ દેહધામશ્કિ ક્િરયાઓ પણ ખોરંભાઈ જતી હોવાના કારણે ઉત્પાદનક્ષામતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેમજ નાના પશુઓમાં તેમજ રોગપ્રતિકારક શકિત ક્ષીણ થઈ ગયેલ હોય તેવા પશુઓનું મૃત્યુ પણ થાય છે. ફળ સ્વરૂપ પશુપાલકે ઓછું ઉત્પાદન, સારવાર ખર્ચ તેમજ જાનવરના મરણને લીધે આથરદિષ્કરીતે ફટકો સહન કરવો પડતો હોવાથી સારવાર / કૃમિનાશ તેમજ અટકાવ મહત્વના પરિબળો બની રહે

કૃમિનાશ (ડીવર્સીગ)

નશાકારક પશુપાલન વ્યવસાય માટે પશુઓમાં કૃમિનાશક દવાનો (ખાસ તો પાડાં કે વાછરડાં પંદર દિવસમાં થાય ત્યારે) ઉપયોગ અગત્યનો છે. કારણ કે, કૃમિને લીધે આ ઉંમરે સૌથી વધુ મૃત્યુદર હોય છે. કૃમિનાશક દવા તરીકે ઘણી બધી દવાઓ જેવી કે, આમ્બેન્ડાઝોલ, ફેબ્બેન્ડાઝોલ, પાઇપરેઝીન લીકવીડ, પાયરેન્ટલ પામોએટ, લેવામાસોલ, ટેટ્રામસોલ, ફલકીન, હેલ્મોનીલ, રેફોક્ષા, ફલુઝાન, નિકલોકાર, ડીસ્ટોડીન, ઝેનલ, ટોલ્ઝાન, પ્રોઝીપેટ, સીસ્ટોનીલ, પ્રાઝીપ્લસ, થાયોફેનેટ, ટ્રાયકલાબેન્ડાઝોલ બજારમાં ઉપલલબ્ધ છે.આ ઉપરાંત મરડી કે જે પ્રજીવકોથી થાય છે તેના માટે પણ ફલેજીલ નામની ગોળી આપી શકાય.સામાન્ય રીતે એવી ખોટી માન્યતા હોય છે કે પુખ્ત જાનવરોમાં કૃમિ હોતા નથી. પુખ્ત જાનવરોમાં પણ કૃમિતો હોય છે જ પરંતુ પશ’ની પ્રતિશકિતને લીધે મરણની પચાવી શકતા નથી કોઈપણ કૃમિનાશક દવાનો ઉપયોગ કરતા પહેલા દવાની કૃમિ માટે અસરકારકતા,દવાનું પ્રમાણ તેમજ તેની આડઅસરનું જ્ઞાન હોવું આવશ્યક છે.જેથી અમુક ચોકકસ દવા માટે જાનવરના શરીરમાં દવા-પ્રતિરોધક અસર ઉત્પન ન થાય અને તે શારીરીક રીતે નુકશાન કરતા ન બને ઉદાહરણ રૂપે આબેન્ડાઝોલ દવાનો ઉપયોગ એકજ જાનવરમાં વારંવાર કરવાથી અથવાતો જરૂર કરા ઓછો ડોઝ આપવાથી કૃમિ ના શરીરમાં દવા પ્રતિરોધક શકિત પેદા થાય છે અને પરીણામે ફરીથી જયારે કૃમિનાશ માટે તે દવા આપવામા આવે તો તેની કોઈ અસર થતી નથી.ગાભણ પશુમા આલ્બન્ડાઝોલ આપવું હિતાવહ નથી તેનાથી ગર્ભપાત થવાની તેમજ બચ્યામાં વિકૃતિ/ખોડખાપણ ઉદભવવાની શકયતા ઉભી થાય છે.પાંડા, વાછરડામાં ૧૫ દિવસની ઉમરે, ત્યાર બાદ ૧ માસની ઉમરે અને ત્યાર પછી દર મહીને-છ માસ સુધી કૃમિનાશનો ડોઝ આપવાથી પશુનો વૃધ્ધિ અનેવિકાસ દર વધતાં તેમાં પ્રથમ વિયાણની ઉમરમાં નોંધપાત્ર ધટાડો લાવી,વહેલું દુધ ઉત્પાદન મેળવી શકાય છે.

અનુ

નં

દવાનું નામ

ગાય-ભેંસ સંર્વગ

પ્રમાણ (પ્રતિકલો)

શરીરનું વજન

કયા કૃમિ માટે

 

આબેન્ડાઝોલ

૫-૧૦ મિગ્રા/કિલો

ગોળકૃમિ,પટીકૃમિ,પર્ણકૃમિ

ફેબ્લેન્ફાઝોલ

૫-૧મિગ્રા/કિલો

ગોળકૃમિ,પટીકૃમિ,પર્ણકૃમિ

હેકસીકલોરાફીન

(ફલકીન)

૧૦-ર૦ મિગ્રા/કિલો

ગોળકૃમિ,એમ્ફટીસ્ટોન,પર્ણ મી

લેવાનીસોલ

૭.૫ મિગ્રા/કિલો

ગોળકૃમિ

ફલુઝાન

લીકવીડ રેફોક્ષા

૩૦ મિલી/૧૦૦કિગ્રા

ગોળકૃમિ,પર્ણકૃમિ

નીકલોમાર

૫૦-૧૦૦મિગ્રા/કિલો

પટી કૃમિ

ડસટોડીનઝની

લ/ટોલ્ઝાન

૧૦-૧૫ મિગ્રા/કિલો

એમ્ફટીસ્ટોન,પર્ણકૃમિ

પ્રામીપેટ સિસ્ટો

નીલ/પ્રાજીપ્લસ

પ-૭.૫ મિગ્રા/કિલો

કુતરામાં પટી કૃમિ માટે

પાઈપરેજીન લીકવીડ

૩૦૦ મિગ્રા/કિલો

ગોળકૃમિ

૧૦

પાયરેન્ટલપામોએટ

૫-૭ મિગ્રા/કિલો

ગોળકૃમિ કુતરા ઘોડા માટે ગોળક

 

૧૧

થાયોફેનેટ

૫૦ મિગ્રા/કિલો

ગોળકૃમિ માટે

૧૨

ટ્રાયકલાબેન્ડાઝો

૧ર મિગ્રા/કિલો

ગોળકૃમિ માટે

આ ઉપરાંત પણ આઈવરમેકટીન તેમજ કલોઝન્ટેલ નામની દવાઓ તાજેતરમા ઈજેકશન તેમજ ગોળીના રૂપમાં ઉપલબ્ધ હોય છે જે કૃમિનાશક તરીકે વાપરી શકાય છે.

રસીકરણ દ્વારા પશુઓના આરોગ્યની જાળવણી થઈ શકે કારણકે પશુપાલક પાસે પશુ હોવુ તે અગત્યનું નથી પરંતુ તંદુરસ્ત અને ઉપજાઉ પશુ હોવુ જરૂરી છે પશુમાં અનેક ચેપી/બિનચેપી રોગો થતા હોય છે પૈકી કેટલાક ચેપીરોગો પશુ માટે ગંભીર છે અને પશુઓના મરણ ઉપજાવતા હોય છે તેથી "Prevention is better than cure" ને અનુસરતાં રસીકરણ ઉતમ વિકલ્પ બની રહે છે.

સામાન્ય રીતે પશુમાં રસી મુકવ્યા બાદ એન્ટીજનએન્ટીબોડીનુ રિએકશન થતું હોવાથી બે દિવસ તાવ આવે છે અને ઉત્પાદકતામાં ક્ષાણીક ધટાડો થાય છે જેના લીધે પશુપાલક રસીકરણ અપનાવવા બાબત હિચકિચાટ અનુભવે છે. રસીકરણથી ઉદભવેલ ઉત્પાદકતામાં ધટાડો માત્ર બેથી ત્રણ દિવસ રહે છે ત્યાર બાદ સમયાંતરે ઉત્પાદકતા જળવાઈ રહે છે અને પશુને રોગ થવાની અને તેને પરીણામે સંભવિત આર્થિક નુકશાન નિવારી શકાય છે.પશુઓમાં થતા જુદા-જુદા રોગોને ધ્યાને લઈ, જુદી રસીઓ કયા સમયે આપવી તે અંગેની માહિતી નીચે મુજબ છે

ક્રમ

રસીનુ નામ

રસીના ડોઝ

સમય

ખરવા મોવાસા

૨ થી ૩ મિલી

જાનયુઆરી

બ્રુસેલોસીસ

૫ મિલી ચામડી નીચે

ફકત માદાપશુમાં

ગળસુંઢો

૫ મિલી ચામડી નીચે

મે-જુન

ગાંઠીયો તાવ

૫ મિલી ચામડી નીચે

ઓકટોબર

ઉપરોકત તમામ રસીઓ નાના પશુ (પાડા/વાછરડાં) માટે ૬ મહીનાની ઉમરે હોય ત્યારે આપવી શરૂ કરવી. બ્રુસેલોસીસની કાફહુડ રસી ફકત માદા પશુમાં જ આપવાની થાય છે. આ ઉપરાંત હાલમાં વિવિધ કંપનીઓ દ્રારા બજારમા રસીઓ વેચાતી હોવાથી જે તે કંપનીની સુચના મુજબ રસી આપવી યોગ્ય છે. રસી આપતી વખતે સોયમાંથી જો લોહી નિકળેતો રસી મુકવા બીજો ભાગ પસંદ કરવો રસી મુકયા બાદ આવેલ સોજાને હાથથી મસળી નાખવો જેથી તે ભાગ પર ગાંઠ થાય નહી રસી મુકયા બાદ રસીની મહતમ અસર એકવીસ દિવસ બાદ જોવા મળે છે રસી મુકવ્યા પછી પશુને ખોરાક તેમજ પાણી આપી શકાય અને એન્ડેમિક વિસ્તારમાં કે જયા એક જ રોગ વારંવાર થતો હોય દા.ત. ગળસુંઢો, ખરવા મોવાસા તથા વર્ષમાં છ-છ મહિનાના અંતરે બે વખત રસીકરણ કરવું સલાહ ભર્યું છે.

રેફરન્સ : ડૉ. જે. બી. કથિરીયા, ડૉ. જે. એસ. પટેલ, ડૉ. એસ. એચ. સિંધી, ડૉ. વી.એલ.પરમાર, ડૉ. ભાવિકા પટેલ તથા ડૉ. જી. એમ. ચૌધરી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ. કૃ. યુ, જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate