વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં જોવા મળતો ચેપી ગર્ભપાત –પ્રાથમીક સમજણ

પશુઓમાં જોવા મળતો ચેપી ગર્ભપાત –પ્રાથમીક સમજણ

ભારત એક કુષિ પ્રધાન દેશ છે. ખેતિની સાથે સાથે ખેડૂત મિત્રો પશુ પાલન પણ કરે છે, અને અત્યારે પશુપાલન એ એક પુરક વ્યવસાય ના રહેતા સ્વતંત્ર વ્યવસાય તરિકે ઉભર્યો છે. પશુઑ માથી વધારે દુધ ઉત્પાદન મેળવવાની આજે હોળ લાગી છે, જેના કારણે પશુઑ મા વિવિધ પ્રકાર ના રોગો જોવા મડે છે, એમાના ઘણા રોગો એવા છે જે સીધી અથવા અડકતરી રીતે આપણને આર્થિક નુક્સાન પહોચાડે છે, એમાનો એક રોગ છે“ચેપી ગર્ભપાત” નો રોગ. આ રોગ ની અંદર પશુ તરવાઇ જાઇ, ગર્ભાશય ની અંદર ચેપ લાગવો તથા ગરમી માં ના આવવુ વગેરે, જેવા લક્ષણો જોવા મળે છે, અને જેથી કરીને બચૂ મૃત જન્મ, પશુ વારંમવાર ઉથલા મારે તથા દુધ ઉત્પાદન ઘટે છે જેથી પશુપાલકો ને આર્થિક નુકશાન થાય છે.
આ રોગ પશુઓ માથી મનુષ્યો ની અંદર પણ આ રોગ નો ચેપ લાગે છે, અને ટી. બી. જેવા લક્ષણો મનુષ્યો ની અંદર જોવા મળે છે, તથા તેની સારવાર 3-6 મહીના સુધી લેવી જરૂરિ બને છે. ખાસ કરીને મનુષ્યોની અંદર આ રોગ ચેપ ગ્રસ્ત પશુઓ ના દુધ પીવાથી તથા ચેપી વસ્તુ ના સંમ્પર્કમાં આવવાથી આ રોગ ની ફેલાવાની શકયતા રહેલી હોય છે.

પ્રાથમીક સમજણ

ચેપી ગર્ભપાત ને ઇગ્લીશ મા આપણે “બ્રુસેલ્લોસિસ” ના નામે પણ ઑળખીયે છીયે, અને આ રોગ સામાન્ય રીતે ગાય, ભેંસ, ઘેટા, બકરા, કુતરા તથા મુંડ ની અંદર વધારે પ્રમાણમાં જોવા મડે છે. આ રોગ ની અંદર માદા પશુઑ માં ગાભણ અવસ્થાના / ગર્ભધાન ના 5 થી 9 મહીના ના સમય ગાળામાં ગર્ભપાત થઈ જાઈ છે, તથા તેની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે, જેથી કરીને આર્થીક નુકશાન ખેડુતો/પશુપાલકો ને ભોગવવું પડે છે.

તદઉપરાંત આ રોગ ના જીવાણુચેપ ગ્રસ્ત પશુઓ ના દુધ માં પણ આવે છે. આવુ કાચૂ દુધ પીવાથી આ રોગ ના જીવાણુ મનુષ્યો ની અંદર જઈ આ જ પ્રકાર નો રોગ મનુષ્યો ની અંદર પણ ઉત્પન કરે છે, તેમજ ટી. બી. જેવા લક્ષણો મનુષ્યો ની અંદર જોવા મળે છે, તથા તેની સારવાર 3-6 મહીના સુધી લેવી જરૂરી બને છે.

પશુ થી પશુમા તથા પશુ થી મનુષ્યોમા ફેલાવ

 • પશુઓમાં આ રોગ નો ફેલાવો જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાઈ છે.
 • ગર્ભપાત થયેલ ગર્ભ તથા તેની સાથે નીકળેલ મેલી નો ભાગ જ્યારે ખોરાક તથા પાણી ના સંમ્પર્ક મા આવે ત્યારે તે ચેપી બને છે અને રોગ ફેલાવે છે.
 • કુતરા, ઉંદરો તથા પક્ષી (કાગડા) ઑ પણ ગર્ભપાત થયેલ ગર્ભ અને મેલી ને એક સ્થળે થી બીજા સ્થળે લઈ જઈ ને રોગ નો ફેલાવો કરે છે.
 • રોગ ગ્રસ્ત પશુઓ ને દોહવાણ કરતા ગોવાળો દ્વારા પણ આ રોગ ના ચેપ નો ફેલાવો એક પશુથી બીજા પશુ ની અંદર અથવા દોવણ કરતા વ્યકતીઑ મા થાય છે.
 • મનુષ્યો ની અંદર, આ રોગ જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાય છે.
 • રોગ ગ્રસ્ત પશુઑ ના દુધ માં પણ આ રોગ ના જીવાણુ રહેલા હોય છે, જેથી આવૂ કાચુ (ઉકાડ્ય વગર)દુધ પીવાથી આ રોગ થવાની શક્યતાઓ રહેલી છે.
 • આ રોગ, ચેપ ગ્રસ્ત દુધ માંથી બનેલ ડેરી ની વસ્તુ જેમ કે, દહી, ચીજ, પનીર જેવી વસ્તુઓ ખાવા થી પણ આ રોગ મનુષ્યો ની અંદર થવાની શક્યતાઑ રહેલી છે.
 • કાચા શાકભાજી, કે જેઓને ચેપ ગ્રસ્ત ફાર્મ માંથી લાવેલ ખાતર નાખીને ઉગાળવામાં આવેલ હોય તેનું સેવન કરવાથી પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.
 • આ રોગ ના જીવાણુઑ આંખ તથા વાગેલ ધા ના સંમ્પર્ક મા આવવાથી પણ મનુષ્ય ના શરીર મા જીવાણુ દાખલ થઈ ને આ રોગ ફેલાવે છે.
 • ચેપ ગ્રસ્ત ફાર્મ ની અંદર કામ કરતા મજુરો તથા અન્ય વ્યક્તિઓ ની અંદર આ રોગ સ્વાસો સ્વાસ થી જીવાણુ ભડેલ ધુળ શરીર માં જવાથી પણ આ રોગ નો ચેપ લાગવા ની સંભાવના રહેલી હોય છે.

પશુઓં તથા મનુષ્યોમા જોવા મળતા લક્ષણો

પશુઓમાં

 • માદા પશુઓ મા ગર્ભધાન ના 5 થી 9 મહીના ના સમય ગાળા દરમ્યાન ગર્ભપાત થઈ જાઈ છે એ આ રોગ નું મુખ્ય લક્ષણ છે
 • ગર્ભાશય ની અંદર ચેપ લાગવાથી યોની માર્ગમાથી સફેદ પ્રવાહી અથવા તો રસી નો સ્ત્રાવ થાઇ છે, જેના કારણે પશુ વારંમવાર ઉથલા મારે છે અથવા તો પશુ ગરમી મા ન આવે એવા ચિન્હો જોવા મળે છે.
 • ગર્ભપાત થયા પછી મેલી ના પવી
 • પશુઓ ના શરીર મા જીણો તાવ રહેવો જેવા લક્ષણો માદા પશુઑ મા જોવા મળે છે.
 • નર પશુઑ ની અંદર વૃષણ કોથડી મા તથા શુક્રપિંડ મા સોજો આવી જવો તથા પ્રજનન શકતી મા ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મડે છે.
 • પગ ના આગડ ના સાંધાઑ મા રસી થવી તથા સોજો આવીજવો જેને “હાઇગ્રોમા ઑફ ની”પણ કહેવામા આવે છે.

મનુષ્યોમા

 • શરીરમા જીણો તાવ રહે તથા કડતર થવી
 • કમરના ભાગમાં સતત દુખાવો થવો
 • રાત્રિ દરમ્યાન પરસેવો વાળવો  (શિયાળા ની ઋતુ મા પણ), શરીર નબડુ પડવું
 • સ્ત્રીઑની અંદર, ગર્ભપાત થવો
 • પુરુષોની અંદર હાથ-પગ ના સાંધામા તથા શુક્રપિંડમા સોજો આવવો જેવા લક્ષણો જોવા મડે છે.

રોગ નું નીદાન

રોગ નીદાનસૌ પ્રથમ જાનવરો નો ઇતિહાસ જાણી તથા તેના લક્ષણો ના આધારે અંદાજીત આ રોગ નું નિદાન કરી શકાઇ, પરંતુ આ રોગ નુ સચોટ નિદાન કરવું જરુરી છે. જેમના માટે અમુક ટેસ્ટ કરવાની જરુરીયાત પડે છે.

 1. રોગ ગ્રસ્ત પશુ નું લોહિ લઇ તેમાથી સિરમ છુટુ પાડી તેને“RBPT” ના એટિજન સાથે મિક્સ કરીને કરવામાં આવે છે.
 2. રોગ ગ્રસ્ત પશુ નું દુધ લઈ ને તેને“Milk Ring Test” નુએંટિજન સાથે મિક્સ કરીને કરવામાં આવે છે. આ રોગ નું નીદાન ડોકટર ની સલાહ મુજબ તથા ડોકટર દ્રારાજ કરવા મા આવે છે, જેથી તેની સલાહ મુજબ આ રોગ ના નીદાન માટે આગડ વધી શકાઈ.

રોગ ને અટકાવવા માટે ની કાળજી

Prevention is better than cure” મતલબ કે રોગ થાય તે પહેલાજ તેને અટકાવવો એજ આ રોગ થી બચવા માટે ની ચાવી છે.પશુઓ મા આ રોગ નું યોગ્ય નીદાન થયા પછી ધણા બધા દેશો ની અંદર ચેપ ગ્રસ્ત પશુઑ ને કતલખાને મોક્લી દેવામા આવે છે, પણ આપણા દેશ ની અંદર આ શક્ય ના હોય બીજા અન્ય ઉપાયો આ રોગ ને અટકાવવા માટે કરવા જોઇયે જેમકે, જે

 • 4 થી 9 મહીના ની વચ્ચે ની ઉંમર ના માદા પશુઑમાં “કાફહુડ" રસીથી રસીકરણ કરાવવુ જોઇયે જેથી કરીને આ રોગથવાની શક્યતા નહિવંત રહે.
 • જો પશુ ચેપગ્રસ્ત રોગગ્રસ્ત છે એવું સચોટ નીદાન થઈ ગયુહોય તો તેને બીજા બીન ચેપી પશુઑ થી તુરંત અલગ કરીદેવુ જોઇયે જેથી કરીને અન્ય પશુઑ મા ચેપ ના ફેલાઈ. જે
 • જે જગ્યાએ પશુઑ ને બાંધીયે છીયે તથા તબેલાઑની સાફસફાઇ કરવી જોઇયે તથા ચેપ ગ્રસ્ત વસ્તુઑનો યોગ્ય નીકાલ કરવો જોઈયે તથા ડોક્ટરી સલાહ લઈને યોગ્ય સારવાર કરવી તથા આ રોગ થી બચવા તથા અટકાવવા માટે યોગ્યસલાહ તથા માહિતી પશુપાલક મિત્રો એ મેળવી લેવી જોઇયે.
 • ચેપગ્રસ્ત રોગગ્રસ્ત પશુઑ ના ખોરક, પાણી તથા દોહવાણમાટે ના ગોવાળ/મજુરો ની અલગ થી વ્યવસ્થા કરવીજોઇયે. જે ચેપગ્રસ્ત પશુઓ ને ફરિથી ગાભણ ન કરવા જોઈયે, જેથીકરીને આ રોગ નો ફેલાવો થતો અકાવી શકાઈ.
 • ગર્ભપાત થયેલ પશુઑ નો ગર્ભ, મેલી, પેશાબ તથા યોનીમાર્ગ માથી થતા સ્ત્રાવોનો યોગ્ય નિકાલ કરવો, જેથી કરીને તેમા રહેલ જીવાણુ ખોરક અને પાણી ના સંપર્ક માં ના આવે અને ચેપ ને ફેલાતો અકાવી શકાઈ.
 • નવા ખરીદેલ પશુઓ ને આ રોગ નો ચેપ લાગેલો છે કે નઈતેની સંપૂર્ણે પણે લેબોરેટરી તપાસ કરી ત્યાર બાદ જ ધણ મા ઉમેરવુ જોઇયે, જેથી કરીને સ્વસ્થ પશુઑ ને ચેપ લાગવાથી બચાવી શકાઈ.
 • ગર્ભધારણ કરેલ પશુઑમા આ રસી ના મુકાવવી, કારણ કેગર્ભપાત થવાની શક્યતા રહે છે.
 • રોગ ગ્રસ્ત પશુઓ ના દુધ નો શક્ય હોય તો પીવા માટેઉપયોગ ના કરવો, અથવા દુધ ને ઉકાળીનેજ પીવુ જોઈયે જેથી કરીને તેમાં રહેલ જીવાણુ નાશ પામે અને મનુષ્યો માઆ રોગ ના ચેપ નો ફેલાવો ના થાઈ.
 • શરીર ના હાથ અથવા પગમાં ધા અથવા વાગેલુ હોય તો ચેપગ્રસ્ત પશુઓ થી દુર રહેવું અથવા તો હાથ મા મોજાપહેરીનેજ ચેપ ગ્રસ્ત વસ્તુઑ નો યોગ્ય નીકાલ કરવો જોઇયે.
 • ચેપી વસ્તુઓ આંખ ના સંમ્પર્ક માં ના આવે તેની પણ યોગ્યકાળજી રાખવી જોઇયે.
 • તબેલા અથવા ફાર્મ ઉપર કામ કરતા અથવા પશુઑ સાથેસંક્કાયેલ ખેડુતો, મજુરો, ગોવાળો અથવા કતલખાને કામ કરતા વ્યક્તિઑ એ ખાસ કરીને પોતાને પશુઓ માંથી ચેપ ના લાગે તેની પુરતી કાળજી રાખવી જોઇયે તથા જે પણ ચેપ ગ્રસ્ત વસ્તુઓ છે જેમકે, તરવાઇ ગયેલ બચ્ચ, મેલી, ગર્ભાશય નો બગાડ વગેરે નો યોગ્ય રક્ષણાત્મક કપડા તથા મોજા પહેરીને તેનો યોગ્ય નીકાલ કરવો જેથી ચેપ લાગવાનીશક્યતા ઑ નહીવંત રહે.
 • મનુષ્યોની અંદર જો આ રોગ નું નિદાન થાય તો તુરંત જમાણસ ના ડોક્ટરની યોગ્ય સલાહ લઈ ને કઈ દવાઓ તથા કેટલા સમય માટે લેવી તેના માર્ગદર્શન પ્રમાણે કરવૂ જોઇયે.

ખાસ કરીને આ રોગની અંદર ટેટ્રાસાક્લીન અને સ્ટ્રેપ્ટોમાઈસીન નામની દવાઑ નો કોર્ષ 3 અઠવાડીયા થી લઈ ને 3 થી 4 મહીના સુધી કરવો પડતો હોય છે, જેમનો ઉપયોગ ડોક્ટરની યોગ્ય સલાહ તથા દેખરેખ હેઠળ જ કરવો જોઇયે.

રેફરન્સ : ડો. એસ. એન. ઘોડાસરા, ડો.એ. એસ. પટેલ અને ડો.એ. આર. બારૈયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

2.95833333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top