অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓ માટેની રસીની જાળવણી અને ઉપયોગ

પશુઓ અને પક્ષીઓમાં વિવિધ પ્રકારના રોગો થાય છે. તે આપણે જાણીએ છીએ. આ રોગ થતા અટકાવવા માટે રોગ વિરોધી રસી પશુઓમાં અને પક્ષીઓમાં મુકવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ રસી રોગ થવાની સંભાવના હોય તે પહેલા મુકવામાં આવે છે. જેથી ભવિષ્યમાં માર્યાદિત સમય માટે કે લાંબા સમય માટે પશુઓમાં તે રોગ થતો અટકાવી શકાય.

ઉત્પાદિક દરેક રસીની ગુણવતાની ચકાસણી ડ્રગ અને કોમેટીક એકટમાં દર્શાવેલ નિયમો અને માન્ય કરેલ ટેસ્ટ મુજબ કરવામાં આવે છે અને આ ચકાસણીમાં સફળતા મળે તે ક્ષોત્રિય ઉપયોગ માટે મુકત કરવામાં આવે છે.

જાનવરોમાં રોગ પ્રતિકારક શકિત મેળવવા માટે રસીનું સારી ગુણવતાવાળું હોવુ ને પ્રાથમિક અને પાયાની જરૂરિયાત છે. પરંતુ આવી રસીની જાળવણી અને ઉપયોગ આદર્શ રીતે થાય તે પણ એટલું જ જરૂરી છે. રસીની સારી ગુણવતા હોય પરંતુ તેની જાળવણી અને ઉપયોગ રસીની બોટલ/એમ્પયુલ/વાયલ પર દર્શાવેલ પરિસ્થિતિ મુજબ ન થયો હોય તો તેમાં પ્રતિકારક શકિત ઉત્પન્ન કરવાના ઘટકો તેની નાશ પામવાની તારીખ પહેલા મંદ પડી જાય છે અથવા નાશ પામે છે. તેથી રસીની જાળવણી અને ઉપયોગ જાણવો એ ખૂબ જ જરૂરી છે. આ પહેલા આપણે રસી અને પશુઓમાં રોગ થવા સામે પ્રતિકારક શકિત વિષ: પ્રાથમિક રચના જોઈએ.

સામાન્યતઃ રોગજનક જીવાણુ કે વિષાણુમાં રોગ કરનાર ભાગ અને રોગ વિરોધી એન્ટીબોડીઝ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભાગ હોય છે. જયારે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરવાનો ભાગ (એન્ટીજન) શરીરમાં તે ચોકકસ રોગ કરનાર તત્વો સામે એન્ટીબોડીઝ (પ્રનિદ્રવ્ય) ઉત્પન્ન કરે છે.

રસીની શોધ થયા પછી, વગર રોગ થયે, જે તે રોગની રસી આપવામાં આવે તો રસી આપ્યા પછી થોડા સમયમાં શરીરમાં તે રોગ વિરોધી પ્રતિદ્રવ્ય ખરેખર રોગ આવે તો તે રોગ સામે રક્ષાણ આપે છે.

આ રસીનું દ્રવ્ય ગરમી, પ્રકાશ અને ઓકિસડેશનથી લાંબાગાળે વિઘટન પામે છે/નાશ પામે છે. આથી આવી આડ અસર સામે રસીને રક્ષાણ આપવું જરૂરી છે. આમ રસીને નીચા તાપમાને પ્રકાશથી-તડકાથી રક્ષાણ આપી જાળવવી જાઈએ. ફ્રીજડ્રાઈંગ પધ્ધતિથી બનાવેલ રસીને ૦ સે. થી નીચા તાપમાને (-૧૫ સે. થી ૨૦ સે.) રાખી વધુ લાંબો સમય જાળવી શકાય છે. તેથી જે રસીને ર-૪ સે. તાપમાને રેફ્રીઝરેટરમાં જાળવવાની સૂચના હોય તે મુજબ અને જે રસીને ડીપફ્રીઝમાં ૦ સે. થી નીચા તાપમાને જાળવવાની જરૂરિયાત હોય તે મુજબ જાળવવી જોઈએ. રસીના લેબલ પર તેની નાશ પામવાની તારીખ દશરઃાવેલ હોય છે તે ત્યારે જ લાગુ પડે છે. જયારે તેને સતત સૂચના મુજબના નીચા તાપમાને જાળવવામાં આવે. જો આમ ન કરવામાં આવે તો તેની નાશ પામવાની તારીખ અચોકકસ રીતે વહેલી થઈ જાય છે.

અમુક રસી ફ્રિીઝડ્રાઈડ સ્વરૂપમાં હોય છે. આ રસીને ચોકકસ દ્રાવક એટલે કે ડાયલ્યુઅન્ટમા ઓગાળવી કે મીશ્ર કરવી પડે અને તે દ્રાવણ-મિશ્રણ ચોકકસ તાપમાને રાખી ચોકકસ સમયમાં ઉપયોગ કરી લેવો પડે છે. જો આમ કરવામાં ન આવે તો રસીની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે.

આમ રસીની જાળવણી માટે નીચા તાપમાને સંગ્રહ કરી ઉત્પાદન થવાથી મુકવા સુધીનો સમય " કોલ્ડ ચેઈન મેઈન્ટેનન્સ" રસીનું યોગ્ય ડાઈલ્યુઅન્ટ વાપરી તેનું ચોકકસ તાપમાને રાખી અને ચોકકસ સમયમાં વપરાશ કરવો તે બાબતનો સમાવેશ કરવામાં આવે છે.

રસીનાં યોગ્ય વપરાશ અંગે:

  • રોગચાળો આવવાની સંભાવના હોય તે પહેલા (પૂરતા પ્રમાણમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થવા માટેનો સમય અંદાજે ર૧ દિવસ) સમયગાળો રાખી તે પહેલા રસીકરણ કરવું જોઈએ.
  • પશુનું આરોગ્ય સારું હોવું જોઈએ. તેને પુરતી માત્રામાં ખોરાક પાણી મળતા હોવા જોઈએ.
  • મોટા ઓપરેશન પછી તરત રસીકરણ કરવુ હિતાવહ નથી.
  • રસીકરણ સમય દરમ્યાન પશુને ઠંડી, ગરમી, પોષણલક્ષાડી કે અન્ય તાણ (રૂટ્સ) ન હોવુ હિતાવહ છે.
  • સીસું, કેડમીયમ, પારો, વગેરે જેવા હેવી મેટલ્સ પ્રતિકારક શકિત (ઈમ્યુનોરીસ્પોન્સ) ઘટાડે છે. પોલીકલોરીનેટેડ, બાઈ ફિનાઈલ ડાયોકસીન, એફલાટોકસીન પણ ઈમ્યુનોસપ્રેસનમાં ભાગ ભજવી શકે છે. આથી ખોરાકમાં અને પાણીમાં આવા તત્વો ન હોય તેની કાળજી રાખવી જરૂરી છે.
  • રસીકરણ કરનાર વ્યકિતએ પણ રસીકરણ કરતી વખતે રક્ષાક આવરણ (હેન્ડ ગ્લોઝ વિ.) પહેરવા. ખાસ કરીને લાઈવ વેકસીન માટે રસીકરણ પૂરું થયે તેને જંતુનાશકથી ધોઈ નાખવા અથવા નાશ કરવો. રસીકરણ માટે નીડલ અને સિરીંજ વાપરવા.
  • વેકસીન ઈન્કોમ્પીટીબીલીટીને રસીકરણ વખતે ધ્યાન રાખવી. લાઈવ વેકસીન સાથે ફીલ્ડ વેકસીન આપવાથી કીલીંગ એજન્ટ લાઈવ વેકસીનને અસર પહોંચાડી રસીના પરિણામને અસર પહોંચાડી શકે છે.
  • રસીકરણ વખતે રસી કયા "રૂટથી આપવાથી તેની બરાબર ચકાસણી કરીને રસીકરણ કરવું.
  • નાના જાનવરો વધુ સંવેદનશીલ હોય છે, આથી ઓછું એટીન્યુએટેડ વેકસીન જાનવરને ખરાબ અસર પહોંચાડી શકે છે. (રોગ પણ ઉત્પન્ન કરી શકે.) તેથી તેમાં વધુ એટીન્યુએટેડ કે કિલ્ડ વેકસીનનો ઉપયોગ હિતાવહ જણાય.
  • મેટરનલ એન્ટીબોડીઝની હાજરી રસીકરણને અસર પહોચાડી શકે છે.
  • પશુમાં પરજીવીઓ-કૃમિઓ હોય તેવા કિસ્સામાં પ્રતિકારક શકિત ઓછી ઉત્પન્ન થઈ શકે છે.
  • રસીકરણ વખતે જો પશુમાં અમુક રોગ હોય તો તે રસીકરણને અસર પહોચાડી શકે અથવા પ્રતિકારક શકિત મળવાની ક્િરયાને મંદ પાડી શકે કે લાઈવ વેકસીનનુંવિરૂલન્સ વધારી શકે.

પ્રતિકારક શકિત મંદ કરનાર કેટલાક રોગકર્તા

૧.વાયરલ

ડીસીઝ

એનીમલ

ઈન્સેકસીયલ બર્સલ ડીસીઝ

ચીકન ટર્કી

મરકસ ડીસીઝ

ચીકન ટર્કી

લીમ્ફોઈડ લ્યુકોસીસ

ચીકન ટર્કી

ઈન્સેકસીયસલેરીંજઓટૂંકાઈટીસ

ચીકન ટર્કી

રેટીકયુલો એન્ડોથીલીઓસીસ

ચીકન ટર્કી, ડક

હેમોરેજક એન્ટરાઈટીસ

ટર્કી

બોવાઈન વાયરલ ડાઈહેરીયા

કેટલ

બોવાઈન લ્યુકેમીયા

કેટલ

ઈન્સેકસીયસબોવાઈનરાઈનો ટૂંકાઈટીસ

કેટલ

કેનાઈન ડીસ્ટેમ્પર

ડોઝ

કેનાઈન પારવો વાઈરસ

ડોઝ

ફેલાઈન લ્યુકેમીયા

કેટલ

ફેલાઈન પાનલ્યુકોપીનીયા

કેટલ

ફેલાઈન ઈમ્યુપડેફીસીયન્સી

કેટલ

એફીકસ સ્વાઈન ફીવર

પીપ્સ

ઈન્ફયુએન્ઝા વાઈરસ

ઘણી જાતો

વિસ્ના મીડી

શીપ

ઈકવાઈન ઈન્ટ્રસીયસ એનીમીયા

હોર્સીસ

ઈકવાઈન હર્પીસ ૧ અને ૪

હોર્સીસ

જીવાણું

માઈકોપ્લાઝમા સ્પીસીસ

ટકઝ, ગોટસ

પાસ્થયુરેલા હીમોલાઈટીકા

કેટલ, શીપ

પરજીવીઓ

હિમોન્કસ કોન્ટોરીટસ

શીપ

ટોકોપ્લાઝમા સ્પીસીસ

મેમલ્સ, બર્ડસ

ટ્રીપેનો સોમ્યાસીસ

કેટલ

બેબસીયા બોવીસ

કેટલ

થાઈલેરીયા પારવા

કેટલ

થાઈલેરીયા એન્યુલેટા

કેટલ

ડેમો ડેકસ સ્પીસીસ

કેટલ

ઈમ્યુનોસપ્રેશન કરતી દવાઓઃ

ગાય વંશના જાનવરો ટ્રીપેનાસોમા કોન્ગોલેન્સ અથવા થાઈલેરીયા એન્યુલેટાથી ગ્રસ્ત હોય તો ખરવા મોવાસાની રસી સામે નોંધપાત્ર ઓછો ઈમ્યુનોરીસ્પોન્સ પણ દેખાવેલ છે. કેટલીક દવાઓ પણ પ્રતિકારક શકિતને અસર પહોંચાડી છે તે ધ્યાને લેવી જરૂરી છે.

એન્ટીબાયોટીકસ

એમાઈનોગ્લાયકોસાઈડઝા

જેન્ટામાઈસીન

સીફલોસ્પોરીન્સ

રીફામ્પીસીન

સલ્ફોનેમાઈડઝ

ટેટ્રાસાઈકલીન્સ

ઈમ્યુનોડીપ્રેસન્ટ

દવાઓ

કોર્ટીકોસ્ટીરોઈડસ

સાઈકલોફોસ્ફામીડ

સાઈકલોસ્પોરીન

આ ઉપરાંત જયાં ખૂબ રોગચાળો થયો હોય ત્યાં વેકસીનેશન કરવાનું થાય ત્યારે રોગચાળો થયેલ જગ્યાને કેન્દ્રમાં ગણી એક કાલ્પનીક વર્તુળ બનાવી પરિઘ પરથી વેકસીનેશન કરતાં કરતાં કેન્દ્ર તરફ વેકસીનેશન માટે આગળ વધવું જોઈએ.

આમ આપણે જોયું કે, રસીકરણના હકારાત્મક મહતમ પરિણામ મેળવવા માટે ઉપર જણાવ્યા મુજબના મુદાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો આપણા પશુધનને ઘણા રોગોમાંથી બચાવી શકીએ અને પશુઓ પાસેથી મહતમ કામ અને નિપજ મેળવી શકીએ.

રેફરન્સ : ડો. બી.બી. જાવિયા, ડો. ડી. બી. બારડ, ડો. બી. એસ.મઠપતિ તથા ડો. આર.જે. રાવલ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate