હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન / પશુ રોગોના પ્રયોગશાળા નિદાન માટે નમૂનાઓ લેવાની વિવિધ પદ્ધતિઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુ રોગોના પ્રયોગશાળા નિદાન માટે નમૂનાઓ લેવાની વિવિધ પદ્ધતિઓ

પશુ રોગોના પ્રયોગશાળા નિદાન માટે નમૂનાઓ લેવાની વિવિધ પદ્ધતિઓ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે રાષ્ટ્રની કુલ આવકમાં પશુધન ઉપજ જેવી કે દુધ, દુધની બનાવટો, માંસ, ઈંડા વગેરેની આવકનો ફાળો મહત્વનો છે આ પશુધન ઉપજો પૈકી દૂધ મહત્વની ઉપજ છે. દુધ ઉત્પાદન માટે પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે અનિવાર્ય બાબત છે અને આ માટે સમયસર રોગોનું નિદાન થાય તે અત્યંત જરૂરી છે. પશુઓમાં અનેક ચેપી/બિનચેપી રોગો થતા હોય છે તે પૈકી કેટલાક ચેપી રોગો પશુઓ માટે ગંભીર તેમજ જીવલેણ નિવડે છે અને પશુઓના મરણ ઉપજાવતા હોય છે આ રોગોને અટકાવવા સમયસરનું નિદાન એ અગત્યની બાબત છે.
સમયસર અને સચોટ રોગોના નિદાન માટે, પશુઓમાંથી રોગ પ્રમાણે જુદા-જુદા નમુના જેવા કે, લોહી, પેશાબ, ઝાડા, જુદાજુદા સ્ત્રાવો, પેશીઓ, ચામડી, દુધ વગેરે પેથોલોજીકલ પરીક્ષાણ માટે ખુબજ જરૂરી છે જેથી સમયસર રોગોનું નિદાન થઈ શકે તેમજ રોગને ફેલાતો અટકાવી શકાય. અહીં આપણે જુદા-જુદા નમુનાઓ કેવી રીતે લેવા, કેવી રીતે સંગ્રહ કરવો અને કેવી રીતે પેથોલોજી પ્રયોગશાળા સુધી પહોંચતા કરવા તે વીશે વિગતવાર ચર્ચા કરીશુ.

લોહીના નમુના (Blood Sample)

લોહીના નમુના ઘણાબધા રોગોના નિદાન માટે લેવામાં આવે છે. સામાન્ય રીતે લોહીનો નમુનો ગાય, ભેસ,બળદ, બકરી, ઘેટાં, ઘોડા માંથી ગળામાં આવેલી જુગલર શીરામાંથી લેવામાં આવે છે, જયારે કુતરા, બીલાડાના પગમાં આવેલી સીફેનસ અને સીફેલીક શીરા માંથી હીપેરીન/ઈ.ડી.ટી.એ/સોડીયમ સાઈટ્રેટ વાળી શીશી /યુબમાં કરવામાં આવે છે. આ રીતે લોહીના નમુના લઈ તેને ૪°C તાપમાને જાળવણી કરવી.

સીરમના નમુના (Serum sample)

સીરમ સામાન્ય રીતે લોહીમાંથી છુટુ પાડવામાં આવે છે. જયારે પણ સીરમ એકત્રીત કરવાની જરૂર પડે ત્યારે પશુમાંથી લોહી એકત્રીત કરી તેને કંઈ પણ નાખ્યા સીવાયની શીશી/ટયુબમાં ભરી જેટલી શકય હોય તેટલી ત્રાંસી હલાવ્યા વગર પ-૬ કલાક રાખતા તેમાં ઉપરના ભાગે આછા પીળા રંગનું સીરમ છુટુ પડે છે જેને ફરીથી બીજી શીશી/ટયુબમાં એકત્રીત કરી ૪°સે તાપમાને જાળવણી કરવી.

દૂધના નમૂનાઓ (Milk Sample)

આવનો સોજો, પાતળુ દુધ, દુધમાં લોહી, પાણી જેવું દુધ, દૂધમાં ફોદા આવવા વગેરે જોવા મળે ત્યારે દુધના નમુના લેવાની જરૂર પડે છે, દુધના નમૂના લેવા માટે આચળને ૭૦% ઈથાઃાઈલ આલ્કોલ / ૧% મોરથુથુના દ્રાવણથી ધોઈ શરૂઆતની થોડી દુધની ધારને છોડી પછી તેને જંતુ મુકત કરેલા શીશીમાં અથવા ટયુબમાં લેવામાં આવે છે જયા સુધી દુધના નમુનાનો ઉપયોગ કરવો ન હોય ત્યા સુધી તેને રેફ્રીજરેટરમાં ૪હ તાપમાને રાખો.

ઝાડાના નમૂનાઓ (Faecat sample)

ઝાડાના નમુના સામાન્ય રીતે પરોપજીવીથી થતા રોગોમાં લેવાની જરૂરીયાત રહે છે. મોટા પ્રાણીઓમાં ઝાડાના નમુના સીધાજ મોટા આંતરડાના છેલ્લા ભાગ રેકટમ (ગુદા) માંથી ડીમ્પોઝેબલ ગ્લોઝ દ્વારા લેવામાં આવે છે. નાના પ્રાણીઓમાં જંતુમુકત કરેલા કોટન સ્લેબ થી પણ નમુના લઈ શકાય છે પરોપજીવી ના નિદાન માટે લીધેલા ઝાડાના નમુનાને ૧૦% ફરમેલીનનાં દ્રાવણમાં સંગ્રહીત કરવા જોઈએ.

પેશાબના નમૂનાઓ (Urine Sample)

પેશાબના નમુનાઓ જયારે પેશાબમાં પરૂ, લોહી તેમજ ખૂબ જ પીળા રંગનો પેશાબ જોવા મળે ત્યારે નમુનાઓ લેવામાં આવે છે. નમુનાઓનું લેતા પહેલા પ્રાણીઓના પ્રજનન અંગોને પાણીથી વ્યવસ્થીત સાફ કરો ત્યાર બાદ પેશાબને બને ત્યા સુધી કેથેટરાઈઝેશનથી અથવા જયારે પશુ પેશાબ કરે ત્યારે એકઠું કરવુ જોઈએ. પેશાબના નમુનાની જાળવણી માટે તેમાં ૦.૦૧% મરઘાયોલેટ નાખવુ જોઈએ.

કાન-નાક માંથી થતા સ્ત્રાવના નમુનાઓ (Sample from Ear and Nose)

કાન અને નાક ને પાણીથી સાફ કરી કોટન સ્લેબ દ્વારા નમુનાઓ લેવા જોઈએ. જયારે કાનમાંથી નમુના લેવાના થાય, ત્યારે અલગ અલગ કોટન સ્લેબ દ્વારા બન્ને કાન માંથી નમુનાઓ લેવા જોઈએ.

ગર્ભપાતના નમુનાઓ (Abortion Sample)

ગર્ભપાતના કિસ્સાઓમાં આ નમુનાઓ લેવાની જરૂર રહે છે. આ રોગના નિદાન માટે તેમાં મેલી તેમજ ગર્ભના નમુનાઓ લેવામાં આવે છે. જયારે ગભરાવસ્થા ની શરૂઆત હોય અને ગર્ભપાત થયો હોય તો આખુ ગર્ભ નમુનાઓ તરીકે લેવામાં આવે છે. જયારે ગર્ભની ઉંમર વધારે હોય ત્યારે યકૃત, ફેફસા, બરોળ, લોહી, નાળ વગેરે નમુનાઓ લેવામાં આવે છે.

પેશીઓના નમુના (Tissue Sample)

પશીઓની પેશીઓના નમુનાઓ સામાન્ય રીતે પ્રાણીઓના મૃત્યુ બાદ રોગના નિદાન માટે લેવામાં આવે છે. તેમાં ફેફસા, મગજ, બરોડ, કીડની, આંતરડા, હદય વગેરે નમુનાઓનો સમાવેશ થાય છે. આ નમુનાઓ ૦.૫ થી ૧ ઈંચ જાડાઈમાં લેવામાં આવે છે. આ નમુનાઓનો સંગ્રહ ૧૦ % ફોમર લીનના દ્રાવણમાં કરવામાં આવે છે.

વિવિધ ઝેરથી થતા રોગોમાં લેવાના નમુનાઓ

પશુઓમાં જયારે ઝેરની અસર જોવા મળે છે, ત્યારે ધાસચારો, દાણ, પાણી, લાળ, પેશાબ, ઝાડા, ઉલટી વગેરે ના નમુનાઓ લેવામાં આવે છે. આ નમુનાઓ કાચની શીશીમાં લેવા જોઈએ અને તેની જાળવણી માટે તેને ૪°C તાપમાને રાખવા જોઈએ.

નમુનાઓ લેબોરેટરીમાં જમા કરવા માટે લેવાની કાળજી

  • નમુનાઓ લેબોરેટરી સુધી કઈ રીતે પહોચાડવા તે તેના કલેકશનની જગ્યા અને ત્યાથી લેબોરેટરી વચ્ચેના અંતર પર આધાર રાખે છે.
  • નમુનાઓ જીવાણુ રહીત પાત્રમાં જ એકઠા કરવા જોઈએ.
  • જો શકય હોય તો નમુનાઓને તાત્કાલીકે ૪°C હતાપમાને રાખી લેબોરેટરી સુધી પહોંચતા કરવા જોઈએ.
  • આ નમુનાઓને કાટર્ન માં મુકી જરૂર જણાય ત્યા સુકાબરફનો ઉપયોગ કરી લેબોરેટરી સુધી પહોંચતા કરવાજોઈએ.
  • આ નમુનાના કાર્ટુન ઉપર જૈવિક નમુના એવુ લખવુજોઈએ, તેમજ આ ભાગ ઉપર રાખો તેવી સુચના હોવી જોઈએ. જેથી નમુનાઓ લીકેજ થાય નહિ અને રોગોનોફેલાવો અટકે.
  • આ નમુનાની સાથે કેશને લગતી વિગતો જેવી કે, પશુનામાલીકનું નામ, સરનામું, પશુની વિગતો જેવી કે, ઉંમર, જાતી, રોગના લક્ષાણો, નમુનાઓની વિગત વગેરે સાથેમોકલવુ જોઈએ.
  • આ નમુનાના કાર્ટુન ઉપર નમુનાઓ મોકલનાર અને મેળવનારનુ પુરૂ સરનામું લખવુ

રેફરન્સ : ડૉ. ડી.ટી. ફેફર, ડૉ. એ. આર. ભડાનીયા તથા ડૉ. વી. એ. કાલરિયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

2.95454545455
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top