વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જૈવિક સુરક્ષા તકેદારીના મૂળભૂત સિધ્ધાંતો

જૈવિક સુરક્ષા તકેદારીના મૂળભૂત સિધ્ધાંતો વિશેની માહિતી

જૈવિક સુરક્ષા એટલે ચેપી એજન્ટ્સના એક્સપોઝરથી સુરક્ષા અને સલામતી.

જૈવિક સુરક્ષાના મુદ્દાઓ:

પ્રયોગશાળામાં સલામતી, લોહીજન્ય જીવાણુ, સંયોગી ડી.એન.એ.(DNA), જૈવિક કચરાનો નિકાલ, ચેપી પદાર્થ અને તપાસ નમૂનાઓનું પરિવહન, શ્વાસોચ્છવાસના પ્રોટેક્શન, જૈવિક ત્રાસવાદ, મોલ્ડ અને અંદરની હવાની ગુણવત્તા, સંશોધન પ્રાણીઓના ઉપયોગમાં આરોગ્ય સલામતી, પ્રાણી મોડલોના ઉપયોગમાં જૈવિક જોખમ વગેરે.

જીવનજોખમી સામગ્રી:

વાઈરસ, બેક્ટરિયા, ફુગ, ક્લેમાઈડીયા અને રિકેટ્સીયા, પ્રાયોન પ્રોટીનસ, સંયોગી ડીએનએ વગેરે.

માનવ અને પશુ આરોગ્યને જોખમી સૂક્ષ્મજીવીઓના જૂથ:

સૂક્ષ્મજીવીઓને રોગ ફેલાવવાની અને રોગ પેદા કરવાની ક્ષમતાના આધારે નીચે મુજબ ચાર જૂથોમાં વહેંચવામાં આવે છે.

જૂથ-૧: નિમ્ન વ્યક્તિગત અને સામુદાયિક જોખમ તથા આરોગ્ય કામદારો અથવા

પ્રાણીઓમાં રોગ કરવાની નહિવત શક્યતા.દા.ત. ઈ.કોલાઈ(E. coli).

જૂથ-૨: મધ્યમ વ્યક્તિગત અને મર્યાદિત સામુદાયિક જોખમ, મનુષ્ય કે પ્રાણી રોગ પેદા કરી શકે, પરંતુ સામાન્ય સંજોગોમાં નહિવત ગંભીર અસરો, લેબોરેટરી ચેપના કારણે ભાગ્યે જ ગંભીર રોગ, અસરકારક સારવાર અને રોકથામના ઉપાયો ઉપલબ્ધ અને મર્યાદિત ફેલાવાનું જોખમ.

Viruses:Influenza viruses types A, B, C other than. notifiable avian influenza (NAI); Newcastle disase virus; Orf (parapox virus)

Bacteria: Alcdligenes spp Arizon spp; Campylobacter spp, Chamydophila psittaci(nonuvian); Clostridium tetani; Clostridium botulinum; Corynebacterium spp.; Erysipelothrix rhusipathiae; Escherichia coli; Haemophilus spp; Leptospira spp; Listeria monocytogenes, Morarella spp; Mycobacterium gvium; Pasteurella spp., Proteus spp; Pseudomonas sppy Salmonella spp Stophylococcus spp; Yersinia enterocolitica; Yersinia pseudotuberculosis.

Fungi: Aspergillus fumigatus; Microsporum spp.; Trichophyton spp.

જૂથ-ડે: વધારે વ્યક્તિગત જોખમ પરંતુ ઓછું સમુદાય જોખમ. મનુષ્ય કે પ્રાણી રોગ પેદા કરી શકે, પર6તુ સામાન્ય રીતે કેઝયુઅલ સંપર્ક દ્વારા સ્થાનાંતરણીય અશક્ય અસરકારકા સારવાર અને રોકથામના ઉપાયો ઉપલબ્ધ હોય. દા.ત. હિપેટાઈટીસા-સી વાઈરસ, એચ.આઈ.વી. વાઈરસ, એથેંક્સ.

Viruses:Rabies virus; Equine encephalomyelitis virus (Eastern, Western and Venezuelan); Japanese B encephalitis virus, Louping ill virus.

Bacteria: Bacillus anthracis; Burkholderia malleli; Brucella spp.; Chlamydia psittaci (avain strains only); Coxiella burnetti; Mycobacterium bovis.

જૂથ-૪:ખૂબ જ વધારે વ્યક્તિગત સમુદાય જોખમ, ખૂબ જ ગંભીર મનુષ્ય કે પ્રાણી રોગ પેદા કરી શકે. સહેલાઈથી સ્થાનાંતરણીય અને ફેલાવો, અસરકારક સારવાર અને રોકથામના ઉપાયો ઉપલબ્ધ ન હોય. દા.ત. ઈબોલા વાયરસ.

જૈવિક સુરક્ષાના સિધ્ધાંતો:

કન્ટેઈન્મેન્ટ:

કન્ટેઈન્મેન્ટનો મુળભૂત અને માત્ર હેતુ સંશોધન કર્મચારીઓ તેમજ આસપાસના સમુદાયોને સંભવિત જીવનજોખમી એજન્ટસનો એક્સપોઝર ઘટાડવાનો છે.

પ્રાથમીક કન્ટેઈન્મેન્ટ (સુરક્ષા સાધનો)::વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકર્ણો દ્રારા પ્રયોગશાળા કામદારો સારી માઈક્રોબયોલોજી તકનીકો અને અભ્યાસ જેમ કે ચહેરા પર માસ્ક અને હાથમાં મોજા, જૈવિક સલામતી કેબિનેટ્સ વગેરેનો ઉપયોગ એ પ્રાથમિક કન્ટેઈન્મેન્ટ અગત્યનું પાસું છે.

દ્રિતીય કન્ટેઈન્મેન્ટ સુવિધા ડિઝાઈન)::આ કન્ટેઈન્મેન્ટનો સંબંધ મકાનની ડિઝાઈન, યોગ્ય હવાની અવર-જવર સિસ્ટમ અને ઓપરેશનલ પ્રયાસોના સંયોજન દ્રારા પ્રયોગશાળાની બાહ્ય પર્યાવરણનું ચેપી રોગ સામે રક્ષણ સાથે છે.

મૂળભૂત લેબોરેટરી સેફ્ટી:

બધા પ્રયોગશાળાનાં કર્મચારીઓ નીચેના નિયમો સાથે પરિચિત હોવા જોઈએ અને તેમના અનુસાર તેઓ કામ કરવું જોઈએ. પ્રયોગશાળામાં ચેપી એજન્ટો સાથે કોઈપણ કાર્ય માટે મહત્વની જરૂરીયાતો નીચે પ્રમાણે છે.

  • પ્રયોગશાળાનાં કર્મચારીઓએ ફરજીયાત તાલીમ લીધેલી હોવી જોઈએ
  • કટોકટી કાર્યવાહી સ્થાન હોવું જ જોઈએ.
  • મોં દ્રારા કોઈ ખોરાક, પીણું લેવું નહિ તેમજ મોં દ્રારા પિપેટીંગ કરવુંનહી.
  • હાથ સાફ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ હોવી જ જોઈએ.
  • સામગ્રી નિયંત્રણ દરમિયાન લેબ કોટ્સ અને મોજા અચુક પહેરવા.
  • જ્યારે ઉડતી વસ્તુઓનું જોખમ હોય ત્યારે આંખ અને ચહેરાનું રક્ષણકરવું.
  • વાળ લાંબા હોય તો બંધાયેલા હોવા જોઈએ.

જૈવિક સુરક્ષાના લેવલ્સ:

લેબોરેટરી વ્યવહાર અને પ્રક્રિયાઓ,સુરક્ષા સાધનો અને લેબોરેટરી સુવિધાઓના સંયોજનના આધારે ચાર જૈવિક સુરક્ષા સ્તરો (BSLS) માં વહેંચાયેલ છે.

જૈવિક સુરક્ષા સ્તર-૧ (Bs-1) :જૈવિક સુરક્ષા સ્તર-૧ પ્રમાણભૂત માઈક્રોબાયોલોજી વ્યવહાર પર આધાર રાખે છે અને નિમ્ન વ્યક્તિગત અને સામુદાયિક જોખમ હોય એવા એજન્ટો (જૂથ-૧) સાથે કામ કરવામાં માટે યોગ્ય છે.હાથ સાફ કરવા માટે સિંક સિવાયના કોઈ ખાસ પ્રાથમિક અથવા સેકન્ડરી અવરોધો (બેરિયર) ની જરૂર નથી.

જૈવિક સુરક્ષા સ્તર-૨ (BSL-2) ::જૈવિક સુરક્ષા સ્તર-૨ વ્યવહાર, સુરક્ષા સાધનો અને સુવિધા ડિઝાઈન અને બાંધકામ મધ્યમ-જોખમ એજન્ટો કે જે વિવિધ માનવ રોગ સાથે સંકળાયેલ છે તેની સાથે કામ કરવા માટે યોગ્ય છે. સારા માઈક્રોબાયોલોજીકલ ટેકનિક વડે આ એજન્ટોનો ઓપન બેન્ચ પર પણ સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકાય છે.

જૈવિક સુરક્ષા સ્તર-૩ (BSL-3)::જૈવિક સુરક્ષા સ્તર-૩વ્યવહાર, સુરક્ષા સાધનો એ સુવિધા ડિઝાઈન અને બાંધકામ, દેશી અથવા વિદેશી એજન્ટો કે જે સંભવિત શ્વસનતંત્ર દ્રારા પરિવહન થાય છે અને જે ગંભીર અને પ્રાણઘાતક ચેપનું કારણ બની શકે છે. આ સ્તર બાજુમાં રહેલી પ્રયોગશાળાના કર્મચારીઓ, આસપાસનો સમુદાય તેમજ ખુલ્લા પર્યાવરણને સંભવિત ચેપી એરોસોલથી રક્ષણ કરવા માટે, પ્રાથમિક અને સેકન્ડરી અવરોધો (બેરિયર) પર વધુ ભાર મૂકે છે.

જૈવિક સુરક્ષા સ્તર-૪ (Bs-4):જૈવિક સુરક્ષા સ્તર-૪ વ્યવહાર, સુરક્ષા સાધનો એ સુવિધા ડિઝાઈન ઉચ્ચ વ્યક્તિગત જોખમ અથવા જીવનજોખમી રોગ પેદા કરનાર ખતરનાક અને વિચિત્ર એજન્ટો સાથે કામ માટે યોગ્ય છે કે જે એસોરોલ રૂટ મારફતે ફેલાઈ શકે છે અને જેના માટે કોઈ રસી અથવા ઉપચાર ઉપલબ્ધ નથી.

રેફરન્સ : ડૉ. વી. એ. કાલરિયા, ડૉ. બી. જે. ત્રાંગડિયા, ડૉ. જે.બી. કથિરિયા, ડૉ. ડી.ટી. ફેફર તથા ડૉ. એ. આર. ભડાણીયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ
3.04166666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top