অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખરવા મોવાસા નિયંત્રણ કાર્યક્રમમાં પશુરોગ સંશાધન વ્યવસ્થાપન

આપણે વર્ષોથી ખરવા મોવાસા કે ફુટ એન્ડ માઉથ રોગને ખરવા' ના ટૂંકા નામે ઓળખ્યો છે. આપણા દેશમાં આ રોગ એટલો સામાન્ય પ્રચલીત છે કે, પશુપાલકોથી માંડી બધા જ તેને ગ્રામ્ય સ્તરે પણ જાણે છે.પરંતુ તાજેતર ના વર્ષોમાં આ રોગે વિશ્વના અનેક દેશોમાં દેખા દેતા તેમજ પ્રસાર માધ્યમમાં અવારનવાર ચમકતાં તેણે લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું.આપણા દેશ માટે વાસ્તવિકતા સ્વીકારીએ તો, પશુપાલકો આ રોગને વિશેષ મહતવ આપતા નથી અને રોગ આવે તો સામાન્ય ગણે છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. વિશેષમાં પરદેશનાં પશુઓની સરખામણીએ આપણા પશુઓની રોગ પ્રતિકારક શકિત ખૂબ વધુ છે. તેથી મરણપ્રમાણ લગભગ નહિવત છે. અલબત, આ રોગ ઉત્પાદન ક્ષોત્રે સારું એવુ નુકશાન પહોંચાડે છે.

રોગનો પરિચય :

આ રોગ પીકોરના જાતિના વાયરસ કે વિષાણુથી થાય છે. આ રોગ ગાય, બળદ, ભેસ, ઘેટા, બકરાં, ડુકકર અને કેટલાક જંગલી પશુઓને થાય છે. આ શુઓ એપીથેલીયોટ્રોપીક હોવાથી તમામ એપીથેલીયલ કોષોને (જીભ, ચામડી, અન્નનળી, આંતરડાં વિગેરે) માં રહે છે અને વૃધી પામે છે. રોગિષ્ટ પશુની લાળ અને અને અન્ય સ્ત્રાવોમાં વિષાણુઓ હોય છે. વિષાણુઓની અનેક સબટાઈપ કે સ્ટ્રેઈન છે.આફ્રિકામાં એસ.એ.ટી.-૧, એસ.એ.ટી-ર અને એસ.એ.ટી-૩ મુખ્ય છે. જયારે એશિયાના ભારત સહિતના દેશોમાં ઓ,એ, સી , એશિયા-૧ મુખ્ય છે પરંતુ હાલના વર્ષોમાં ઓ સ્ટ્રેઈન-વિશેષ જોવા મળેલ છે. પશુને રોગ શરૂ થયા પહેલા ચાર દિવસે દુધ, વીર્ય વગેરે તમામ સ્ત્રાવમાં વિષાણુઓ હોય છે.સૂકા છાણમાં ઉનાળામાં વિષાણુઓ ૧૪ દિવસ સુધી જીવિત રહી શકે છે. શિયાળામાં છાણની સ્લરીમાં છ માસ અને પેશાબમાં ૩૯ દિવસ જીવિત રહી શકે છે. તે જ રીતે જમીનમાં છ માસ સુધી જીવિત રહી શકે છે.

પશુની કલ થયા બાદ હાડકાં અને માંસમાં તે ર૪ થી ૭૨ કલાકમાં સુષુપ્ત બને છે અને ફીઝીંગથી લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. કેટલીક વાર વિષાણુઓ દૂધ પર પેપ્યુરાઈઝેશન કરવા છતાં જીવિત રહી જાય છે. તે જ રીતે દૂધમાંથી કેસીન બનાવતાં તેમાં પણ જોવા મળે છે. ચીઝ બનાવતી વખતે વિષાણુઓ જીવિત રહી જાય છે પરંતુ ચીઝના એજીંગ અને રાઈપનીંગ દરમ્યાન વિષાણુઓ નાશ પામતા હોવાથી રોગગ્રસ્ત વિસ્તારમાં પશુઓના દૂધમાંથી ચીઝ બનાવવાનો વિકલ્પ કેટલીકવાર પસંદ કરાય છે. વિદેશમાં રોગીષ્ટ પશુનું દૂધ કે દૂધની બનાવટો ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ કલ મોટે પાયે કરવાનો વિકલ્પ પસંદ કરાય છે. વિષાણુઓ કલોરોફોર્મ અને ઈથરમાં રહી શકે છે, પરંતુ એસિડ અને આલ્કલીના દ્રાવણમાં નાશ પામે છે. તેથીજ સોડિયમ હાઈડ્રોકસાઈડ, સોડિયમ કાબરોનેટ, એસીટીક એસિડ વિગેરે ડીસઈન્ફકટન્ટ તરીકે ઉપયોગી છે જેનો હાઈજીનિક પગલામાં સમાવેશ કરવો જરૂરી છે.

ચિન્હો ટૂંકમાં :

આ રોગના ચિન્હોથી પશુપાલકો વાકેફ છે. રોગની શરૂઆતમાં પશુને ૧૦૩ થી ૧૦૫ ડીગ્રી ફેરનહીટ તાવ આવે છે. મોઢામાંથી ખૂબ લાળ પડે છે અને બે થી ત્રણ દિવસમાં મોંઢામાં જીભ પર , તાળવા પર, હોઠના અંદરના ભાગે ફોલ્લા પડે છે. જે ફૂટતાં ચાંદા પડે છે. કેટલીક વાર પગની ખરીઓ વચ્ચે પડેલા ફોલ્લા ફૂટતાં ચાંદા પડી ઘા ઊંડો બને છે અને જીવડા (મેગઢ) પણ પડે છે. દુધાળ પશુનું દૂધ ૨૫ ટકા સુધી ઘટી જાય છે અને બળદ ખેતી કામના ઉપયોગમાં લઈ શકાતા નથી. ૭ થી ૮ દિવસે રોગની અસર ઓછી થતાં પશુ ધીરે-ધીરે ખાવાનું શરૂ કરે

ગુજરાતનું ચિત્ર :

ભારતના અન્ય રાજયની જેમ આપણા રાજયમાં લગભગ તમામ જીલ્લાઓમાં આ રોગચાળો એન્ડેમીક (ઘર) છે અને દર વર્ષે તેના રોગચાળા નોંધાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઓ સ્ટ્રેઈનના વિષાણુથી વધારે ઉપદ્રવ થયા છે. જયારે સી-પ્રકારના વિષાણુ તદન જોવા મળેલ નથી. એ તથા એશિયા-૧ પ્રકારના કેટલાક વિષાણુઓ ઉપદ્રવમાં જોવા મળે છે. વિષાણુની જાતોનો પૃથકકરણ રસી ઉત્પાદન ક્ષોત્રે ઉપયોગી નિવડે છે. હાલ ઉપયોગી તમામ વિષાણુની જાતો સામે પ્રતિકારક શકિત આપે તેવી રસી ઉપલબ્ધ છે.

ભારત કક્ષાએ :

એશિયાના દેશોમાં આ રોગ એન્ડેમીક છે. ભારતના લગભગ તમામ રાજયોમાં દર વર્ષે આ રોગ દેખા દે છે. (આંદામાન-નિકોબાર સિવાય) એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આ રોગથી રૂા.૫૦૦ થી ૬૦૦ કરોડનું ઉત્પાદન ગુમાવાય છે.

વિશ્વસ્તરે :

આ રોગ મોટા ભાગના એશિયા, આફ્રિકા, મધ્ય-પૂર્વ અને યુરોપના અનેક દેશોમાં ફેલાયેલ છે. યુનાઈટેડ નેશન્સ (યુ.એન.)ના જણાવ્યા મુજબ ખરવા વિશ્વની એક સમસ્યા બનેલ છે. વિશ્વ સ્તરે આ રોગ ફેલાવવામાં ૬૬% જેટલા રોગચાળા, દૂષિતત દાણ, માંસ અને તેની પેદાશ દ્વારા ફેલાયા છે (હાલના યુરોપના રોગચાળાનું મુખ્ય કારણ). ૧૦ ટકા રોગચાળા રોગિષ્ટ પશુઓની આયાત એક દેશમાંથી બીજા દેશમાં થવાથી નોંધાયેલ છે. ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ વગેરે દેશોમાં આ રોગ આવા કારણથી ફેલાયો હોવાનું જણાય છે. હાલ વિશ્વસ્તરના રોગચાળામાં પ્રથમવાર ૧૯૯૬માં દક્ષિણ એશિયા મારફત પ્રવેશ પામ્યા હોવાનું અભ્યાસમાં જણાયેલ છે. તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આ રોગ અટકાવવા ત્રણ લાખ પશુઓનો નાશ કરાયેલ છે. તેજ રીતે સ્કોટલેન્ડ, બેઈલ્સ, આયરલેન્ડમાં પણ રોગ પ્રસરેલ છે અને ૪૦,૦૦૦ જેટલા ઘેટાંનો નાશ કરાયેલ છે. અન્ય દેશો ઈરાન, ઈરાક, સિરીયા, ઈઝરાયેલ, લેબેનોનમાં પણ આ રોગ પ્રસરેલ છે. ઉપરાંત માલંમાર, વિયેટનામ, કમ્બોડીયા, થાઈલેન્ડ અને મલેશિયા પણ આ રોગથી મુકત રહી શકયા નથી. ઈંગ્લેન્ડ આ રોગથી છેલ્લા ૨૦ વર્ષથી મુકત હતું. તે જ રીતે દક્ષિણ કોરિયામાં ૧૯૩૪થી રોગ થયેલ ન હતો અને જાપાને આ રોગ છેલ્લે ૧૯૦૮માં જોયેલો. આ તથા યુરોપના અનેક દેશો જે છેલ્લા ૨૦ થી ૫૦ વર્ષ સુધી આ રોગથી મુકત હતા ત્યાં છેલ્લા બે વર્ષમાં આ રોગ થવાનું કારણ દૂષિતત માંસ અને તેની બનાવટો ખાવાથી કે તેની હેરફેરથી ગણાવાય છે. ભારત જેવા દેશમાં પશુઓના આંતર રાજય અને આંતર જિલ્લા સ્થળાંતર અને હવા મારફત આ રોગ ફેલાયાની બાબત ધ્યાન ખેંચે તેવી છે.

મોટાભાગના યુરોપના દેશો આ રોગથી વર્ષોથી મુકત હતા અને રોગ નિયંત્રણ અટકાવવા સચોટ પગલા હતા તે છતાં (જે ઘણા એશિયા કે આફ્રિકાના દેશોમાં શકય નથી) રોગ પ્રસર્યો તે વિષાણુની તીવ્રતા અને ફેલાવાની શકિત દર્શાવે છે.

રોગનું નિદાન :

રોગનું નિદાન ચિન્હો પરથી થઈ શકે છે. વિષાણુઓની સ્ટ્રેઈન (જાતો) જાણવા રાજય કક્ષાનું ટાઈપીંગ ભારત સરકાર દ્વારા સ્થાપિત થતાં ટાઈપીંગ અમદાવાદ ખાતે શકય બનેલ છે. આવી પ્રયોગશાળામાં તપાસેલ નમૂના પરિણામો જિલ્લા કક્ષા:ોએ તુરત ઉપલબ્ધ કરવામાં આવે છે. સારવાર :

રોગ થયા પછી સ્વચ્છતાનાં પગલાં, મોઢા તથા પગની સ્વચ્છતા, પોટેશ્યમ પરમેંગેનેટ જેવા(૦.૧ ટકા) દ્રાવણનો વારંવાર ઉપયોગ વિગેરે ગણાવી શકાય.

નિયંત્રણ :

આપણે આગળ વિસ્તૃત ચચરા કયા તે પરથી જણાશે કે, રોગનો નિયંત્રણ કેટલો દુષ્કર છે. રોગ પ્રતિકારક રસીઓ ઉપલબ્ધ છે. જે વર્ષમાં બે વાર કે ૯ માસ બાદ (રસીની જાત પર આધાર છે.) એક વખત મુકાવવાથી રાહત મળે છે. શું કરી શકાય ?

ખરવા રોગનો સંપુર્ણ અટકાવ કે નિયંત્રણ,વિષાણુઓની ખાસિયત જોતાં શકય ન બને.પરંતુ નીચેનાં પગલાં રોગના પ્રસાર અને આંશિક નિયંત્રણમાં મદદરૂપ નીવડી શકે છે.

  • આંતર દેશીય સ્થાળંતર નિયંત્રિત કરવા.
  • આંતર રાજય સ્થાળંતર પર દેખરેખ તથા રોગિષ્ટ જાનવરનો પ્રવેશ અટકાવવો.
  • ચુસ્ત સ્વચ્છતા માટે પગલાં લેવા.
  • ખરવા મોવાસા થયેલા વિસ્તાર કે ગામમાંથી કોઈ જાનવરની ખરીદી કરવાની અને રોગ મુકત ગામમાં રોગીષ્ટ જાનવરને દાખલ કરવા ના જોઈએ.
  • પશુપાલકો પણ જાગૃત બની તેઓ જ પશુઓના રસીકરણ માટે આગળ આવે અને આ માટે તેઓ થોડો ખર્ચ કરે તો ઉત્પાદનમાં મોટો ફાયદો થઈ શકે.
  • પશુઓમાં ખરવાસા-મોવાસાની રસીકરણ કર્યા પછી નિશાન કરો.
  • જેથી પશુની ઓળખ થઈ શકે. કોઈપણ ગામમાં કે વિસ્તારમાં બધા પશુઓમાં રસીકરણ એકજ સમયપર કરવું જોઈએ.
  • રસીકરણ કરેલ ના હોય તેવા પશુઓને પશુમેળામાં લઈ જવા જોઈએ નહી.આમ કરવાથી નિરોગી પશુઓમાં ચેપ ફેલાવવાની શકયતા વધુ છે. અસરગ્રસ્ત પશુ સાથે સંપર્ક રાખેલ પશુઓને રસીકરણ કાર્યક્રમમાં લાવવા ન જોઈએ કારણ કે, રોગ સેવન (આઈ.પી.) સમય દરમ્યાન રોગ ફેલાવવાની શકયતા વધુ છે. પશુઓમાં રસી મુકયા બાદ ૧૫ થી ર૧ દીવસ પછી બહારના સ્ત્રોતો દ્રારા ગામમાં લાવવા જોઈએ તથા પશુઓમાં હલનચલન બાબતે ધ્યાન રાખવું જોઈએ.
  • હમેંશા પશુઓ માટેનો ઘાસચારો ખરવા મોવાસા મુકતજગ્યાએથી લાવવો(ખરીદવો) જોઈએ. કે જયાં છેલ્લા છ મહીના સુધી ખરવા મોવાસા રેકોર્ડ કરવામાં આવ્યુ નાહોય.
  • પશુઓને સામાન્ય રીતે ગોચર/ઘાસચારામાં ચરવા માટે મુકવા જોઈએ નહી. આમ કરવાથી તંદુરસ્ત પશુઓમાં રોગ ફેલાવવાની શકયતા વધશે.
  • રોગીષ્ટ પશુઓને તળાવ/નદી માંથી પાણી પીવા ( માટે માન્ય હોવું જોઈએ નહી) દેવાય નહી. કારણ કે, ચેપ લાગેલ પશુઓ પાણીના સ્ત્રોતોને ચેપ લગાડે છે.
  • રોગનો ફેલાવો તપાસ કરવા માટે પગ સ્નાન અને ટ્રક સ્નાન બાદ જે ગામના પ્રવેશદ્રાર ખાતે પ્રવેશ આપવો જોઈએ.
  • નિદાન કર્યા બાદ અસર ગ્રસ્ત પ્રાણીને અલગ રાખવું અને સાજુ થાય તે માટે પ્રયત્ન કરો.
  • ગામમાં રોગગ્રસ્ત પશુઓને તદુરસ્ત પશુઓ જોડે આમતેમ હલનચલન માટે મુકવા જોઈએ નહિ.
  • પશુપાલકોના હલનચલન દ્વારા પણ રોગ ગામમાં ફેલાઈ શકે છે તેથી પશુપાલકોના હલનચલન પર પ્રતિબંધિત કરવામાં આવે છે જો હલનચલન વ્યવહારુ ના હોય તો, પશુપાલકોએ પોતાની જાતને અને તેમની વસ્તુઓને સાબુ કે કોસ્ટીક સોડા વડે સાફ કરવા જોઈએ.
  • રોગચાળો ફાટી નીકળ્યા બાદ છ મહિના સુધી નવા પશુઓની ખરીદી ન કરવી જોઈએ.
  • રોગચાળા વાળા ગામમાં તંદુરસ્ત પશુઓને પહેલા તપાસ કરવી અને પછી રોગગ્રસ્ત પશુઓની તપાસ કરવી) પશુપાલકોએ પોતાની જાતને તથા તેમના કપડાને ૪% સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) દ્રાવણ દ્વારા સાફ કરવા જોઈએ.
  • દુધ સંગ્રહ કરવાના વાસણોને ૪% સોડિયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) દ્રારા સાફ કરવા જોઈએ.
  • રોગગ્રસ્ત પશુઓની ખરીને ર% કોપર સલ્ફટ (મોરથૂથુ પ્રવાહીની મદદથી સાફ કરી શકાય. ચેપરોધક લોશન તથા જીવડાં દૂર કરવા માટેની છાંટવાની દવા ઝખમ માટે વાપરી શકાય તેનાથી ઝખમમાં જીવડાં પડવાની શકયતાને રોકી શકાય.
  • પશુઓના રહેઠાણની આસપાસ લાઈમ (કડી ચૂનાના) પાવડરનો છટકાવ કરવો જોઈએ.
  • રોગગ્રસ્ત માદા પશુઓના દૂધને નાના બચ્ચાને પીવડાવવું ના જોઈએ.
  • રાષ્ટ્રીય કક્ષાની નિયંત્રણ યોજના અમલમાં મુકી શકાય જેમાં ખેડુતો સહભાગી બને અને આંશિક ખર્ચ સરકાર કરે તો નિયંત્રણનો વ્યાપ વધારી શકાય.
  • હાલમાં એફ.એમ.ડી.સી.પી. તેમજ એસ્કાડ યોજના હેઠળ રાજયના તમામ જિલ્લાઓમાં પશુઓને આ રોગ વિરોધી રસી મફત મુકવામાં આવે છે.

રોગ નિયંત્રણની મર્યાદાઓ :

  • આપણે જોયું તેમ ભારત દેશમાં આંતરરાજય તથાઆંતરજિલ્લા પશુઓનું સ્થાળાંતર સતત થતુ રહે છે.જે અટકાવવુ લગભગ અશકય છે.
  • પશુઓને રાખવાની પધ્ધતિ, હેરફેર, માલસમાન મનુષ્યોની આવન-જાવન વિગેરે રોગ પ્રસારના પરિબળો સતત કાર્યરત હોય છે.
  • વિષાણુઓની વિવિધ જાતિના પશુઓમાં (ઘેટાં-બકરા, ભેંસ, ડુકકર વિગેરે) હાજરી અને પ્રસાર રોગ નિયંત્રણમાં બાધારૂપ બને છે.
  • પશુપાલકો આ રોગને સામાન્ય ગણે છે.
  • તમામ પ્રકારના પશુઓમાં રસીકરણનો જંગી ખર્ચ થઈ જાય છે.

રેફરન્સ :ડો. ભાવિકા આર. પટેલ, ડો. ડી. બી. બારડ, ડૉ. બી. બી. જાવિયાતથા ડો. બી. એસ. મઠપતી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate