অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાય અને ભેંસમા વિયાણ પહેલા અને વિયાણ પછી શુ પગલા લેવા જોઇએ

પ્રસ્તાવના:

ગુજરાત મા ઉતર ગુજરાતનો વિસ્તાર એટ્લે દુધાળા પશૂઓ ના પાલન તથા ડેરી વિકાશ નો વિસ્તાર .આ પ્રદેશ સુશ્ક અને અર્ધસુશ્ક વિસ્તાર ધરવતો હોવાથી પાક ઉત્પાદનની સરખામનીએ પશુપાલન નો વ્યવ્સાય વિશેષ પ્રમાણમા વિક્સેલ છે. તેમજ ખેડૂતો ને આદર્શ પશુપાલન ની માહીતિ ના હોવાથી  તેઓ ને ખૂબજ નુકસાન થાય છે. અને મોટા ભાગના રોગો વિયાણ પછી તરત જ આવે છે. આથી ખેડુત ને સરુઆત નુ ખૂબજ સારુ દુધ ઉત્પાદન મળવુ જોઇએ એનુ મોટુ નુખસાન આવે છે. આવુ નુકસાનના આવે તે માટે નીચેના પગલા લેવા જોઇએ.

વિયાણ પહેલા ગાય તેમજ ભેંસની માવજત:

વિયાણ ની અંદજીત તારીખ ના ૧મહિના પહેલા ગાય કે ભેસ ને દાણ અને મિનરલ મિક્સ્ચર પાવડર આપવનુ ચાલુ કરવુ જોઇએ , જેથી તેના બચ્ચાને પોષણ મળી રહે અને વિયાણ મા પણ ખૂબજ સરળતા રહે. વિયાણના ૨ થી ૪ દિવસ પહેલા પશુ ને અલગ શેડ મા બાધવુ.  શેડ જંતુ રહિત , આરામદાયક અને હવા ઉજાશ વાળો હોવો જોઇએ. વિયાણ ના દિવશે તેની ૨૪ કલાક દેખરેખ રાખવી. જો પશૂ વિયાણ ના દિવસે આડુ પડે ,પગ  તરછોદે તેમજ બહુ તાકાત કરે પરન્તુ વિયાઇ શકતું  ના હોય તો  પશૂ ડોકટર નો સમ્પર્ક કરવો. વિયાણ ના ૧૫ દિવશ બાકી હોય ત્યારે તલાવમા નાહવા  લઇ જવુ નહી.

વિયાણ પછી  ખોરાક મા રાખવા જેવિ કાળજી :

વિયાણ  પછી પશુ ને દાણ અથવા કપાસિયા નો ખોળ અને લિલો તેમજ  સુકો ઘાસચારો પુરતા પ્રમાણ  મા આપવા જોઇએ. પુરતા પ્રમણ મા પાણી આપવુ  જોઇએ . તેમજ તેની સાથે સવાર - સાંજ 50  મિલિ ગ્રામ કેલ્સિયમ આપવુ જોઇયે.  જેથી  સુવારોગ સામે રક્ષણ મળે છે. વિયાણ પછી મોટા ભાગના ખેડુતો મેલી જલ્દી પડી જાય એ માટે બાજરી  ખવડાવે છે. પરતુ મેલી પડવા માટે બાજરી  નો કોઇ ફાળો  હોતો નથી. બાજરી ને બાફિ ને વધારે પ્રમાણ ખવાડવા થી પશુ ના પેટ મા રૂમીનલ  એસિડોસિસ  નામનો મેટાબોલિકા રોગ ને નોતરૂ આપે છે.

વિયાણ પછી બચ્ચા ની માવજત  :

સૌથી પહેલા બચ્ચા ના કાન  ફુકવા અને ત્યાર પછી બચ્ચા ને પાછળ ના પગે થી પકડી ને ઉંચુ કરવુ જેથી  તેની સ્વાશ નળી  મા રહેલુ પ્રવાહી બહાર નિકળી જાય અને  તેનુ સ્વસન પ્રકરિયા ચાલુ થાય . પછી ગર્ભ નાળ ને સુતરાઉ દોરા વડે બાંધી ને જંતુરહિત સાધન વડે કાપવી જોઇએ. ત્યાર પછી બચ્ચા ને તેનિ માતા ના  મો આગળ મુક્વુ જેથી  તે બચ્ચાને ચાટી ને સાફ કરે તેથી બચ્ચા ના લોહિ નુ પરિભ્રમન જડપી થાય.  વિયાણ પછી ૧ કલાક મા બચ્ચા ને તેના વજન ના ૧૦ મા ભાગનુ ખીરુ ધવડાવવુ  જોઇએ.

-ડો.જીગર પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate