હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / શ્રાવણ-ભાદરવામાં ગાય-ભેંસોમાં થતો એક અગત્યનો રોગ- વલો/એફેમરલ ફીવર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શ્રાવણ-ભાદરવામાં ગાય-ભેંસોમાં થતો એક અગત્યનો રોગ- વલો/એફેમરલ ફીવર

અત્યારે ચોમાસાની ઋતુમાં, ખાસ કરીને હાલના ભાદરવાના મહિનામાં પશુઓને સાચવવા ખુબ જ જરૂરી છે. હાલમાં ગાય-ભેંસોમાં તાવના ખુબ જ સંખ્યામાં જોવા મળે છે. આ ત્રણ દિવસનો તાવ છે. જે દેસી ભાષામાં વલા તરીકે ઓળખાય છે. તેને ગાયોના ડેન્ગ્યું તરીકે પણ ઓળખવા આવે છે. સાથે ત્રણ દિવસનો તાવ પણ કહેવાય છે. અને અંગ્રેજીમાં એફેમરલ ફીવર તરીકે કહેવાય છે. આ વિષાણું થી થતો રોગ છે જે બોવાઇન એફેમરલ વાયરસથી થાય છે. જે અમુક પ્રજાતિના મચ્છર અને કુલિકોઇડ થી ફેલાય છે. હવાથી પણ કદાચ ફેલાઈ શકે છે. ગાય-ભેંસોમાં નીચે મુજબના ચિન્હો જોવા મળે છે.

-     સખત તાવ આવે છે (૧૦૫ ડીગ્રી ફેરેનહીટથી પણ વધુ)

-     તાવ ત્રણ દિવસ રહે છે ક્યારેક ૧૦ – ૧૧ દિવસ સુધી પણ તાવ રહેવાની સંભાવના છે.

-     તાવ ચડ-ઉતર કરે છે. તાવ ૨૪ કલાકમાં એક વખત ચડ-ઉતર કરે (બાયફેજીક), ક્યારેક વધુ વખત ચડ-ઉતર કરે છે (પોલીફેજીક)..

-     પગ જકડાઈ જવા (બાયફેજીક)

-     સાંધાઓમાં સોજો આવવો

-     એક પગ જકડાય, બીજા દિવસે આ પગ સારો થાય અને બીજો પગ પકડાય છે.

-     ચાલવામાં તકલીફ પડે છે.

-     ક્યારેક ખાસ કરીને વાતાવરણ ખરાબ હોય જેમ કે વધુ વરસાદ હોય સાથે કાદવ હોય અને હવામાં ઠંડક વધુ હોય તો પશુનું બેસી જવાની સંભાવના વધુ રહે છે.

-     દૂધ આપતા પશુઓમાં શરૂઆતનાં તાવ વખતે જ દૂધ ઉત્પાદન ઘટી જાય છે.

-     પશુ ખોરાક ઓછો લે અથવા ખાતું નથી, સુસ્ત બને છે, શ્વાસો-શ્વાસની પ્રક્રિયા/દર વધે છે, આંખોમાંથી પાણી આવે છે, લાળ પડે છ, અમુક પશુના જડબાની નીચે સોજો આવે છે, ક્યારેક આંખોની આજુબાજુ સોજા આવે છે.

-     આ રોગમાં મરણ પ્રમાણ ઓછું છે.

-     આ રોગમાં ક્યારેક આડ-અસરો જોવા મળે છે જેમ કે- લકવો લાગવો, ખોરાક ફેફસામાં જવો, પીઠ ઉપર ચામડીની નીચે હવા ભરાવવી, ગળિયો થવો.

સારવાર/નિયંત્રણ

-     પશુ ચિકિત્સક જોડે સારવાર કરાવવાની સલાહ આપવામાં આવે છે.

-     તેમ છતાં પશુ રહેઠાણમાં સ્વચ્છતા રાખવી, માખી-મચ્છર અને કુલિકોઇડ (એક પ્રકારના ડોહા)નો ઉપદ્રવ ઘટાડવો, અને વરસાદી પાણી નો ભરાવો ના થવા દેવો કારણ કે તેનાથી માખી-મચ્છર અને કુલિકોઇડ (એક પ્રકારના ડોહા)નો ઉપદ્રવ વધે છે.

2.94
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
સબ્બીર ભાઈ Sep 21, 2017 10:44 AM

(ઉપર જણાવેલ )એવું થયું હોય તો શું કરવું તેના માટે કોઈ દવા ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top