অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાઇલેજ-લીલા ઘાસચારાનું અથાણું

સાઇલેજ-લીલા ઘાસચારાનું અથાણું

પશુઓને ખવડાવવામાં આવતા કોઇપણ લીલા ઘાસચારાનાં અથાણાને સાઇલેજ કહેવામાં આવે છે. સાયલેજ બનાવવાં લીલા ઘાસચારાને યોગ્ય સમયે લણ્યા બાદ હવાબંઘ ખાડામાં અમુક સમય સુઘી આથવણ કરવામાં આવે છે. જેને લીલા ઘાસચારાની અછત દરમિયાન ખોલવામાં આવે છે.

સાયલેજ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં વિવિઘ પાકો મકાઇ, જુવાર, બાજરી, ઓટ, રજકો, રજકા બાજરી...

સાયલેજ બનાવવાની રીત 

  • લીલા ઘાસચારાની કાપણી–લીલા ઘાસચારાની કાપણી જેમાં જુવારનાં સાઇલેજ માટે ડફ અવસ્થા (દાણામાં દૂઘ ભરાવાની અવસ્થા), મકાઇનાં સાઇલેજ માટે કેરેનલમાં મિલ્ક લાઇન ૧/૨ થી ૧/૩ જેટલી હોય, જુવાર અને સુદાન ઘાસનાં સાઇલેજ માટે બુટ (દાણામાં દૂઘ ભરાવાની અવસ્થા) અવસ્થા અથવા ૩ થી ૪ ફુટ ઉંચાઇએ, રજકાનાં સાઇલેજ માટે વચ્ચેથી છેલ્લા બડ અવસ્થા(દાણામાં દૂઘ ભરાવાની અવસ્થા), નાના દાણા ઘરાવતા પાકનાં સાઇલેજ માટે શરૂઆતનાં Head અવસ્થા (દાણામાં દૂઘ ભરાવાની અવસ્થા) કાપણી કરવી હિતાવહ છે.
  • પ્રમાણસર ભેજ માટે કાપણી કરેલા લીલાં ઘાસચારાની સુકવણી – લીલા ઘાસચારાની કાપણી કર્યા બાદ યોગ્ય ભેજની માત્રાએ તેનાં કટકા (ચાફીગ) કરવાં. જેમા મકાઇમાં ૬૦ થી ૭૦ ટકા તેમજ જુવાર, જુવાર અને સુદાનઘાસ સાઇલેજ માટે ૫૫ થી ૬૦ ટકા ભેજ અને નાના દાણાં ઘરાવતાં પાકના સાઇલેજ માટે ૫૫ થી ૬૫ ટકા જેટલો હોવો જોઇએ.
  • લીલા ઘાસચારાનું ચાફીંગ (કાપણી) કરવું.
  • સાયલો ખાડો દબાણથી ભરે જવું – લીલા ઘાસચારાનાં ચાફીંગ (કટકા) કર્યા બાદ સાઇલોપીટ (ખાડો) તુરંત જ ભરવો, સાઇલોપીટ (ખાડો) ભરતી વખતે દબાણથી ભરતા જવું જેથી હવામુક્ત બને અને બગડવાની શક્યતા રહે નહિં અને મીઠુ, ગોળ, અને અન્ય પદાર્થો પ્રમાણસર ઉમેરતાં જવું. લાંબો ટ્રેચ (ખાડો) પ્રકારનાં સાઇલોપીટમાં ટ્રેક્ટર દ્વારા પણ દબાવી શકાય છે.
  • સાયલો ભર્યા બાદ સીલ કરવો – સાયલોપીટ ભર્યા બાદ ૧ ફુટ જેટલી સુકાઘાસની પથારી કરવી. ત્યારબાદ પ્લાસ્ટીકના આવરણથી સાઇલોપીટ ઢાંકવો અને ત્યારબાદ પ્લાસ્ટીકના આવરણ ઉપર ૧ ફૂટ માટી ચડાવવી.

સાયલેજ બનાવવાની રીતની વઘુ સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ તો

  • બહાર દિવાલની બાજુઓમાં તિરાડો હોય તો તિરાડો ને બંઘ કરવી જરુરી બને છે.
  • સાયલોપીટ બંઘ કર્યા બાદ ૨૦ દિવસ પછીથી ૧૨ વર્ષ સુઘી ગમે ત્યારે ખોલી તેને ખવડાવવાં માટે ઉપયોગમાં લઇ શકાય છે. એક વખત સાયલો ખોલ્યા બાદ તેનો સતત ઉપયોગ કરતું રહેવું જરૂરી છે. તેમજ ૧૫ કિગ્રા. સાયલેજનો સંગ્રહ ૧ ચો. ફૂટ જ્ગ્યામાં થઇ શકે છે.

સાયલેજના લક્ષણો

  • રંગ: પીળાશ લીલાશ (ઓલીવ અથવા યેલોઇસ ગ્રીન) હોવો જોઇએ.
  • ઘાટ્ટો લીલો અથવા કાળા રંગ હિતાવહ નથી જે બગડેલુ દર્શાવે છે.
  • સુવાસ: ખાટી, મ્રુદુ, અને સરકા જેવુ હોય છે.
  • સાયલેજની આમલ્તાનો આંક ૪.૫ થી ઓછું હોય છે.

સાયલેજ બનાવવા માટે ઉમેરાતી વિશિષ્ટ વસ્તુઓ:

ઉત્સેચક ઉદ્દીપક જે સુયોગ્ય આથવણ કરવા માટે ઓછામાં ઓછો સંગ્રહ દરમિયાન થતો બગાડ અને સારી ગુણવત્તાવાળુ સાયલેજ બનાવવામાં મદદ કરે છે. જેમ કે ગોળની રસી ઉમેરવાથી લેકટીક એસીડનું પ્રમાણ સારું બને છે.

સાયલેજ ખવડાવાની રીત

૨ ભાગ સાયલેજ, ૧ ભાગ લીલું ઘાસ અને ૧ ભાગ સકું ઘાસ.

૨૦ કિગ્રા. સાયલેજ/પશુ/દિન આપી શકાય છે.

સાયલેજનાં ફાયદાઓ:

૧) લીલા ઘાસચારાનો સંગ્રહ કરી દુષ્કાળની પરિસ્થિતિમાં કરી શકાય છે. જે લીલા

ઘાસચારાની ગરજ સારે છે.

૨) ચોમાસાની ઋતુમાં લીલા ઘાસચારાની સુકવણી ન થઇ શકે તેવાં સંજોગોમાં તે લીલા

ઘાસચારાનાં સ્વરુપમાં આપી શકાય છે.

૩) જો પાકને યોગ્ય સમયે લણવામાં આવે તો તેમાંથી સારું એવું પ્રોટીન મળી રહે છે.  ખાસ કરીને વિટામિન ”એ”.

૪) સંગ્રહ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે.

૫) નિંદામણ પણ સાયલેજ બનાવતી વખતે ઉમેરી શકાય છે.

૬) સુકુઘાસ સળગી જવાની સંભાવના રહે છે, જ્યારે સાયલેજમાં આગ લાગવાની   સંભાવના રહેતી નથી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate