હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / પ્રસૃતિ દરમ્યાન અને પછી પાડાં અથવા વાછરડાંનું મૃત્યુદર ઘટાડવા માટેના સૂચનો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રસૃતિ દરમ્યાન અને પછી પાડાં અથવા વાછરડાંનું મૃત્યુદર ઘટાડવા માટેના સૂચનો

પ્રસૃતિ દરમ્યાન અને પછી પાડાં અથવા વાછરડાંનું મૃત્યુદર ઘટાડવા માટેના સૂચનો

પશુપાલક માટે અને વિયાયેલ ગાયભેંસ માટે નાનું બચ્ચું કિંમતી અને અગત્યનું છે.પાડાં / વાછરડાં પશુપાકલનું ભવિષ્યનું ધણ છે. વિયાણ દરમ્યાન બચ્ચાંનું મરણ થાય તો દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે. જેના કારણે નુકશાન થાય છે તેમ છતાં સાત સરસ સૂચનો જણાવ્યા પ્રમાણે જો અપનાવવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય છે. જેમાં કોઈપણ પ્રકારનો ખર્ચ નથી. તેમ છતાં વધુ તકલીફ હોય તો પશુચિકિત્સકને બોલાવવા જરૂરી છે.

 1. 1. સામાન્ય રીતે વિયાણ એ તબકકાવાર વધતી કાર્યવાહી છે માટે દરેક તબકકાને નિહારી નિરીક્ષણ કરવું ખૂબ જ અગત્યનું છે. જે ત્રણ તબકકામાં વહેંચાયેલુ છે.
 • ગ્રીવા / કમળનું ખુલવું અને શીથીલ થવું :  આ તબકકા દરમ્યાન પશુ બેચેન થાય છે, વારંવાર પુંછડી ઉીંચી નીચી કરે છે અથવા બેચેની દર્શાવે છે. ગર્ભાશય  સંકોચન ક્રિયા ચાલુ કરે છે. જેનાથી પરપોટો (ગર્ભાવરણ ) બહાર આવે છે. આ ક્રિયા / તબકકો પૂર્ણ કરવા ર૪ કલાક સુધીનો સમય લાગે છે.
 • બચ્ચાંને બહાર ફેંકવા / વિયાણ જોરદાર ધકકો : ગર્ભાવરણ અથવા મેલી જયારે યોનિ બહાર આવે છે ત્યારે આ તબકકાની શરૂઆત થાય છે. નાનાં બચ્ચાંનાં મૃત્યુદર ઘટાડવા આ તબકકો ખૂબ જ અગત્યનો છે. આ તબકકો જેટલો લાંબો એટલું જ મૃત્યુદર વધુ થાય છે. વોડકીમાં આ તબકકો લાંબો ( ૧ થી ૪ કલાક) અને પુખ્તવયના પશુમાં (૧/ર થી ૧ કલાક સુધીનો ) હોય છે.
 • મેલી પડવી અને ગર્ભાશયને મળ સ્થિતિમાં આવવું :વિયાણ બાદ ૮ કલાકમાં મેલી ન પડે તો પુશચિકિત્સકની સલાહ / સારવાર લેવી ખૂબ જ અગત્યની છે.
 1. પરપોટો ( ગર્ભાવરણ) બહાર આવે ત્યારે સમયની નોંધણી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે  ત્યારપછીની ક્રિયાઓ બંધ પડી જાય અથવા લંબાઈ જાય તો વિયાણમાં મુશ્કેલી ( ડીસ્ટોકીયા) થશે તેવો અંદાજ લગાવી શકાય. પુખ્ત /ઉંમરલાયક પશુમાં પરપોટો નિકળ્યાના અડધા કલાક પછી બચ્ચું બહાર આવવું જોઈએ તેનું નિરીક્ષણ કરવું. જયારે વોડકીને વધુમાં વધુ એક થી દોઢ કલાકમાં બચ્ચું બહાર આવી જવું જોઈએ. જો આમ ન થાય તો તાત્કાલિક પશ ચિકિત્સકની સલાહ /સારવાર લેવી ખૂબ જ જરૂરી બને છે.

જેમ જેમ સમય વધુ વિતે તેમ તેમ બચ્ચાંનું મૃત્યુદર પણ વધે છે. માટે વધુ સમયની રાહ જોવી તે બચ્ચાંનું મૃત્યુ નોતરી શકે છે.

 1. વિયાણમાં તકલીફ થતી હોય એવા પશુની, રહેઠાણની અને આજુબાજુના વાતાવરણની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. જે પશુને અને બચ્ચાંને ઈન્ફેકશન (ચેપ) થી બચાવે છે.
 2. વિયાણ દરમ્યાન બચ્ચાંને ખેંચવા માટે ઉતાવણ કરવી નહી. જયારે માદાં ધકકો મારે ત્યારે જ વિયાણમાં મદદ કરવી. તેમજ શકય હોય તો થોડુંક ખાદ્ય તેલ બચ્ચાંના આજુબાજુ (યોનિમાં) લગાવવંુ. જેથી વિયાણમાં  ખેંચાણ દરમ્યાન તકલીફ ન પડે.
 3. વિયાણ બાદ તુરંત જ બચ્ચાંના મોં, નાક, શરીર સાફ કરી, છાતીને મસાજ કરવી અને શકય હોય તો પાછળના પગ પકડીને બચ્ચાંને ઉંચું કરવું જેથી શ્વાસનળીમાં ગર્ભાવરણનું પાણી હોય તો નીકળી જાય. જેથી ન્યુમોનિયાથી બચાવી શકાય.
 4. બચ્ચાંનો ગર્ભનાળ માતાના ઉદરથી અલગ ન પડયો હોય તો સર્વપ્રથમ બચ્ચાંના શરીરથી ૩પ ઈંચ દૂર જંતુરહિત દોરો બાંધવો તેમજ તેનાથી એકાદ ઈંચ દૂર બીજો દોરો બાંધવો. તે બન્ને વચ્ચે જંતુરહિત કરેલ ચપ્પાંથી અથવા બ્લેડથી ગર્ભનાળ કાપવું.ત્યારબાદ બચ્ચાંના ડુંટાને લીકવીડ પોવીડોન આયોડીન લગાવવુ. જેથી ડુંટો પાકતો અટકાવી શકાય.
 5. માદાંના વિયાણ બાદના દોઢ કલાકની અંદર જ બચ્ચાંને ખીરૂ પીવડાવવું. જે તેને પ્રતિકારકશકિત અર્પે છે. જેથી ભવિષ્યમાં ચેપ સામે લડી શકાય. સાથે ખીરૂ રેચક હોવાથી બચ્ચાંનો જૂનો મળ પણ નીકળી જાય છે. તેમજ ખીરૂ પોષ્ટીક હોવાથી બચ્ચાંના શરીરનો વિકાસ સારો અને ઝડપી થાય છે. બચ્ચાંના જન્મના ૧પ દિવસની અંદર કૃમિનાશક દવા આપવી. કૃમિનાશક દવા હંમેશા ૧૦૦ મીલી. ખાદ્યતેલ સાથે આપવી જોઈએ.

જો ઉપરોકત જણાવ્યા પ્રમાણે સૂચનોનો અમલ કરવામાં આવે તો પાડાં / વાછરડાંનું  મૃત્યુદર મહદઅંશે અટકાવી શકાય છે.

2.80487804878
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top