অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ આહાર

પશુ આહાર

સૂકા છરા પરાળ કડબમાં યુરિયા પ્રક્રિયા કરવાથી કયા ફાયદા થઈ છે. ?

યુરિયા પ્રક્રિયાના ફાયદાઑ :

  • યુરિયા પ્રક્રિયા કરેલ પરાળ/કડબ પશુઓને પશુઓને વધુ ભાવે છે.
  • યુરિયા પ્રક્રિયાથી પરાળ, કડબ જેવા સુકાચારાની પાચ્યતા વધે છે.
  • પ્રોટીનનું પ્રમાણ અઢી થી ત્રણ ગણું જેટલું વધી શકે છે.
  • યુરિયા પ્રક્રિયા કરેલ ઘાસચારા ખવડાવાથી પશુઓને વધુ પોષકતત્વો મળે છે.
  • ઓછા ખર્ચે પશુ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
યુરિયા પ્રક્રિયાની માવજત આપેલ સૂકો ચારો ખવડાવાથી ભલામણો કઈ કઈ છે. ?
  • યુરિયા પ્રક્રિયા કરવાથી પરાળ/કુંવર-જેવા સુકાચારમાં ૨.૫ થી ૩.૦ ગણી પ્રોટીનની માત્રા તેમજ  ૧૫ થી ૨૦ ટકા પાચ્ય તત્વોની માત્રામાં વધારો થઈ છે. દર એક કિલોગ્રામ યુરિયા પ્રક્રિયાવાળા પરાળ કડબ દીઠ પશુને ૧૨૫ ગ્રામ દાણ ઓછું આપવું પડે છે. આમ પશુ દીઠ રોજનું એક કિલોગ્રામ દાણ બચાવી શકાય છે.
  • ખેડૂત/પશુપાલક મિત્રો પોતાના પશુઓને વધુ પોષણ ક્ષમ ખોરાક મળી રહે તે માટે આ પ્રક્રિયા અપનાવવાની  સલાહ આપવામાં આવે છે.
  • આ પ્રક્રિયા પશુ પોષણના નિષ્ણાત અથવા નજીકના પશુચિક્તાશકના માર્ગદર્શન હેઠળ કરવી સલાહ ભરેલ છે.
મિલ્ક રિપ્લેસર બનાવવાની ફોર્મુલા શું છે. ?
  • મિલ્ક રિપ્લેસર અર્ધ કલીલ સ્વરૂપમાં હોય છે. માતાનું દૂધ ધીમે ધીમે ઓછું કરીન મિલ્ક રિપ્લેસર  માત્રા વધારતા જવું જોઈએ. મિલ્ક રિપ્લેસર બનાવવાની ફોર્મ્યુલા નીચે મુજબ છે.

ઘટકો

ટકાવારી

ઘટકો

ટકાવારી

સ્કીમ મિલ્ક પાઉડર

૫૦.૦૦

ઘઉનો લોટ

૧૦.૦૦

છાશ પાઉડર

૩૦.૦૦

માછલી ભૂકો

૧૨.૦૦

દેક્ષ્ત્રોજ

૮.૦૦

અળસિ ખોળ

૪૦.૦૦

ઓટ ભરડો

૫.૦૦

કોપરેલ

૭.૦૦

બ્ર્યુવર્સ યીસ્ટ

૫.૦૦

અળસિ તેલ

૩.૦૦

યીસ્ટ

૦.૨૬

બ્યુટારીક એસિડ

૦.૩૦

ખનીજ તત્વો

૦.૦૪

સાઈટ્રિક એસિડ

૧.૪૦

પ્રજીવક

૧.૭

મોલાસિસ

૧૦.૦૦

 

 

ક્ષારમિશ્રણ

૩.૦૦

 

 

એરોફેક

૦.૩૦

 

 

દૂધ

૧૩.૦૦

 

૧૦૦.૦૦

કુલ

૧૦૦.૦૦

 

સંપૂર્ણ પશુ આહાર એટ્લે શું ?

સંપૂર્ણ પશુ આહાર એટ્લે કે જે તે વર્ગના પશુઓને જરૂરિયાત મુજબ પાણી સિવાય તમામ પોષક તત્વો મળી રહે તેવો આહાર જેને  અંગ્રેજીમાં “ક્મ્લિત ફીડ” કહેવામા આવે છે. ઘાસચારા અને ખાણ દાણના ઘટકોને દળીને મિશ્રા કરીને તેમાં ક્ષારમિશરણ અને પ્રવર્તકો ઉમેરીને સંપૂર્ણ આહાર પશુઓ માટે તૈયાર કરવામાં આવે છે. પરદેશમાં પશુઓ આહાર આપવાની પદ્ધતિને સરળ બનાવવા તથા તેના અન્ય ફાયદા ધ્યાને રાખી સંપૂર્ણ આહાર ખવડાવવાની પદ્ધતિ પશ્ચિમના દેશોમાં શરૂ કરવામાં આવી છે.

સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા કયા કયા છે ?
  • દાણ મિશ્રણ અને ઘાસચારો અલગ અલગ ખવડવાથી મજૂરી ખર્ચ આવે છે. જ્યારે આ રીતમાં ભેગું ખવડાવવાનું હોવાથી મજૂરી ખર્ચ ઘટે છે.
  • આખા દિવસ દરમ્યાન એકસરખા પોષક તત્વો બંધારણ વાળો ખોરાક ખાવાથી                                 જાનવરોનું પોષક તત્વો મળી રહે છે.
  • સામાન્ય રીતે પાકની આડપેદાશો જેવી કે, પરાળ, કડબ, ગોતર, હલકા, પ્રકારના સુકાઘાસ, ઝાડના પાન પડેલા પાન, શેરડીના, કુચા, કાગળની પસ્તી  વગેરે જાનવરોને રૂચિકર નથી. પરંતુ બીજા ખાણ દાણ સાથે મિશ્રણ કરીને આપવાથી જાનવરોને રૂચિકર બને છે. અને સંપૂર્ણ આહાર બનાવવાનો ખર્ચ પણ ઘટે છે. વધારે પડતાં રેસાવાળા,લીગ્નીવાળા ચારા પૂરતા પ્રમાણમા જાનવરો ખાતા નથી. પરંતુ આ પદ્ધતિ  દાણ મિશ્રણ અને ઘાસચારો અલગ અલગ ખવડવાથી મજૂરી ખર્ચ આવે છે. જ્યારે આ રીતમાં ભેગું ખવડાવવાનું હોવાથી મજૂરી ખર્ચ ઘટે છે.
  • આખા દિવસ દરમ્યાન એકસરખા પોષક તત્વો બંધારણ વાળો ખોરાક ખાવાથી જાનવરોનું પોષક તત્વો મળી રહે છે.
  • સામાન્ય રીતે પાકની આડપેદાશો જેવી કે, પરાળ, કડબ, ગોતર, હલકા, પ્રકારના         સુકાઘાસ, ઝાડના પાન પડેલા પાન, શેરડીના, કુચા, કાગળની પસ્તી  વગેરે જાનવરોને રૂચિકર નથી. પરંતુ બીજા ખાણ દાણ સાથે મિશ્રણ કરીને આપવાથી જાનવરોને રૂચિકર બને છે. અને સંપૂર્ણ આહાર બનાવવાનો ખર્ચ પણ ઘટે છે. વધારે પડતાં રેસાવાળા, લીગ્નીવાળા ચારા પૂરતા પ્રમાણમા જાનવરો ખાતા નથી. પરંતુ આ પદ્ધતિ બગાડ ઓછો થાય છે.
  • પ્રોટીન સિવાયના નત્રીલ પદાર્થો( નોન્પ્રોટીન નાઈટ્રોજન) જેવા કે યુરીયાનો જાનવરોના ખોરાકમાં કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે કારણ કે આ પધ્ધતી માં જાનવરો ઓછા સમયમાં વધારે પડતું ખાય જતા નથી પરંતુ ધીમે ધીમે ખાય છે.તેથી યુરીયાની ઝેરી અસર થતી નથી અને ઉપયોગ સારી રીતે થાય છે.
  • સંપૂર્ણ આહાર બનાવવાની પ્રક્રિયા(દળવાનુ,ટીકડી બનવાની,ચોસલા બનાવવા વગેરે) દરમીયાન મોટા કદવાળા આહારને લીધે માલવહન કરવાનો ખર્ચ ઘટે છે.તદ ઉપરાંત સંગ્રહ કરવા માટે પણ ઓછી જગ્યાની જરૂર પડે છે.
  • દાણ તથા ઘાસચારાના જુદા જુદા  ઘટકોના એકધાર્યા પ્રમાણને કારણે દાણ,ઘાસચારાનો ગુણોત્તર જળવાય છે.આમ એકસરખા પોષકતત્વો ખાવાને કારણે જઠરે(રૂમેન) ની અંદર ઉત્ત્પન તથા બાષ્પશીલી ફેટી એસીડના ગુણોત્તરમાં વધઘટ ઓછી થાય છે એને તેને પરિણામે જઠરના પ્રવાહીની અમ્લતા(પી.એચ) એકસરખો રહે છે.આમ એક જઠરના પ્રવાહીની   અમ્લતાથી ઈચઋતિ અને સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યા જઠરમાં વધે છે અને તેના દ્ધારા થતું પાચનકાર્ય ઝડપી બને છે.
  • દુધાળ પશુઓને સંપુર્ણ આહાર ખવડાવવાથી બાષ્પશીલ ફેટી એસીડનું એકધાર્યું ઉત્પાદન થાય છે અને તેથી કરીને દૂધ ઉત્પાદન અને દૂધમાં ફેટના ટકા પણ જળવાઇ રહે છે.
  • આ પ્રકારનો આહાર આપવાથી પાચન તંત્રમાં અપચો,અસીડોસીસ(અમ્લતા) વગેરે સમસ્યાઓ થતી નથી.
  • આ પધ્ધતિમાં આહાર આપવાની વધપ પસંદગી પ્રમાણે વધુ ભાવતા દાણ કે ચારો વધુ પડતા ખાતા નથી કે ઓછો ભાવતા દાણ-ચારાનો બગાડ થતો નથી.
લાકડાના વ્હેર પશુઓને ખવડાવી શકાય ? તેમાંથી પશુને પોષક તત્વો મળે તેનાથી કોઈપણ જાતનું નુકસાન થાય ખરું?

કપરા દુકાળ અને અછતની પરિસ્થિતિમાં પશુની ભૂખ સંતોષવા  લાકડાના વ્હેરનો પણ ઉપયોગ થઇ શકે છે. રેતી ચાળવાના ચારણાથી લાકડાનો વ્હેર ચાળી  લેવામાં આવે તો  મોટી ચીપો નીકળી જાય અને પશુને નુકસાન થાય નહિ. લાકડાના વ્હેરમાંથી પશુને પોષણ ખાસ કઈ મળતું નથી. પરંતુ દુષ્કાળના સમયમાં જયારે ચારાની તીવ્ર અછત છે  ત્યારે લાકડાના વ્હેરને દાણ મિશ્રણમાં ત્રીસ ટકા સુધી ખવડાવી શકાય છે અથવા તેમાં યોગ્ય પ્રમાણમાં મોલાસીસ, યુરીયા, મીઠું, ક્ષારમિશ્રણ ભેળવી પશુને ધીરે ધીરે થોડા થોડા પ્રમાણમાં ખવડાવી શકાય છે. તેનાથી નુકસાન થતું નથી સતત લાંબા ગાળા સુધી લાકડાનો વ્હેર ખવડાવવો હિતાવહ નથી.

વિલાયતી બાવળ અથવા ગાંડા બાવળણી શીંગોનો પશુ આહારમાં ઉપયોગ થઇ શકે?અને તેને ખવડાવવામાં શી કાળજી રાખવી જોઈએ?
  • વિલાયતી બાવળ ઉર્ફે ગાંડા બાવળની શીંગોનો પશુ આહાર તરીકે ઉપયોગ કરી શકાય .આ શીંગોનો ચાર લાખ ટન ગુજરાત રાજ્યમાંથી વર્ષ દરમ્યાન ભેગી કરી શકાય આ શીંગોનો પશુ આહારમાં ઉપયોગ  અંગેનું લાંબાગાળાનું સંસોધન  ગુજરાત કૃષિ યુનીવર્સીટી ના આનંદ કેન્દ્રના પશુપોષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શીંગો આખી અને એકલી ન ખવડાવતા દળીને કે ભરડીને અન્ય દાણ સાથે મિશ્ર કરીને ખવડાવવામાં આવે અથવા અન્ય ચાર સાથે આપવામાં આવે ટો પશુને કોઈ નુકસાન થતું નથી.વળી આ શીંગોપશુને બહુ જ ભાવે છે તેમજ તેને વૃક્ષો પરથી ખરી પડે છે જે ભેગી કરી શકાય છે. આ શીંગો ના   બી  તથા ઉપરનું કવચ સખત હોવાથી ભરડીને જ ખવડાવવી જોઈએ. જેથી બી માંથી જરૂરી તત્વો પશુને મળે તેમજ બી તૂટી જતા શીંગો ખાધેલા પશુના છાણના ખાતર વડે સારી જમીનમાં ગાંડા બાવળના વૃક્ષો ઉગી ન નીકળે. ગાંડા બાવળની શીંગોમાં પોષકતત્વો સારા પ્રમાણમાં હોય છે. બકરા માટે ચારા  સાથે ભરડીને ખવડાવી શકાય .
  • ગાંડા બાવળની  શીંગોમાં  મોલાસીસ જેવો ગુણ હોય છે. એટલે કે તેમાં બાઈન્ડીંગ શક્તિ અથવા બંધન શક્તિ અને આના કારણે જ્યાં મોલાસીસ ઉપલબ્ધ ન હોય ત્યાં ગાંડા બાવળની શીંગોનો ભૂકો મોલાસીસ ની જગ્યાએ ચોસલા બનાવવા ઉપયોગી થઇ પડે છે. ગાંડા બાવળની શીંગોનું  રસાયણિક પૃથ્થકરણ નીચે પ્રમાણે છે.

નામ

પ્રોટીન

રેસાવાળા પદાર્થ

મેંદાવાળા પદાર્થ

ફોસ્ફરસ

કેલ્શિયમ

ગાંડા બાવળની શીંગો

૧૪.૦

૧૬.૦

૬૧.૦

૦.૨

૦.૫

 

ગાંડા બાવળની શીંગો અથવા પરદાના “છેતરાંનો પાઉડર” બીજ સિવાયના ભાગનો કેટલફીડ તરીકે ઉપયોગ અંગે આપનો શો અભિપ્રાય છે?

ગાંડા બાવળની શીંગોમાંથી  બીજ કાઢી લીધા બાદ પણ પશુઆહાર  તરીકે ઉપયોગ કરી શકાય છે. તેના ભૂકાની પાચ્યતા પણ ગુજરાત કૃષિ યુનિવર્સીટી  આણંદના પશુપોષણ વિભાગમાં કાઢવામાં આવી હતી. તેમાં  અઢી ટકા પાચ્ય પ્રોટીન અને ૬૬.૦ ટકા કુલ પાચ્ય પોષક તત્વો હોય છે.આમ તે શક્તિ દાયક દાણ તરીકેનો સારો સ્ત્રોત છે.જો કે પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોવાથી તેને ખોળ અથવા મેંદા કુશ્કી સાથે ખવડાવવી હિતાવહ છે.

દુકાળના સમયમાં , પશુ નિર્વાહ માટે પ્રશ્ન રૂપ ઘાસચારાના પુરવઠા અંગે સંસોધન કરેલું છે.ચોસલા બનાવામાં આવે છે આ અંગે સંપૂર્ણ વિગતો અને માહિતી આપશો?
  • ઘઉં કુવર – પરાળનો ઉપયોગ પશુઆહારમાં કરી શકાય છે.સાડાસાત કિલોગ્રામ પરાળ , અઢી કિલોગ્રામ મોલાસીસ પચાસ ગ્રામ મીઠું , ત્રીસ ગ્રામ ક્ષારમિશ્રણ  અને સો ગ્રામ યુરીયા ભેળવી મિશ્રણમાં ખવડાવવાથી  એક દિવસનો મોટા પશુને નિભાવ માટેનો જરૂરી ખોરાક મળી રહે છે.
  • ચોસલાના ઘટકોનું પ્રમાણ : ઘઉંનું કુંવર : ૭.૫ કિલોગ્રામ , મોલાસીસ : ૨.૫ કિલોગ્રામ, મીઠું: ૫૦ ગ્રામ , ક્ષાર  મિશ્રણ : ૩૦ ગ્રામ ,યુરીયા : ૧૦૦ ગ્રામ
  • મોલાસીસ એ સસ્તો શક્તિદાયક પશુઆહાર છે તેને લીધે પશુ ન ભાવતો ખોરાક પણ વધુ ખાય છે. વળી તેમાં બાઈન્ડીંગ એટલે બંધન શક્તિ હોવાથી તેનો પશુઆહાર ણી ટીકડી તેમજ ચોસા બનાવવા ઉપયોગ થાય છે .
  • ક્ષારમિશ્રણમાંથી પશુને રોજની જરુરિયાત મુજબ ખાનીજક્ષારો મળી રહે છે.ઘઉંના પરાળ અને મોલાસીસ બનેમાં પ્રોટીનનું પ્રમાણ  ઓછુ હોવાથી તેમાં યુરીયા ઉમેરવાથી પશુની પ્રોટીનની જરૂરિયાત કઈક અંશે પૂરી પાડી શકાય છે.પરાળ સાથે ગરમ મોલાસીસ  ભેળવી તેના ચોસલા બનાવવાથી વહન કરવામાં સરળતા રહે છે. ચોસલા વહન ન કરવાના હોય તો મિશ્રણ એકલું છુટું પણ ખવડાવી શકાય છે .જ્યાં આગળ મોલાસીસ મળતું ન હોય ત્યાં ગાંડા બાવળની શીંગોનો પાવડર પણ ઉપયોગમાં સહેલાઈથી લઇ શકાય છે.
ઘાસની અવેજીમાં પશુઓને શું આપી શકાય ?

દુષ્કાળમાં ઘાસચારાને બદલે વૈકલ્પિક પશુઆહાર તરીકે પ્રચલિત ઘાસચારા સિવાય શેરડી , શેરડીના કુચા , ઘઉંનું પરાળ , ઝાડના લીલા સુકા પાન , કાગળની પસ્તીને મોલાસીસ અથવા ગોળની રસી સાથે ભેળવીને ખવડાવી શકાય છે. ગાંડા બાવળની શીંગો દેશી બાવળના પરડા , રેઈનટ્રીની શીંગો ભરડીને બીજા દાણ મિશ્રણ સાથે ખાળવી શકાય તેમજ જ્યાં ફાફડાથોર,કેતકી વગેરે મળતા હોય ત્યાં થોરના કાંટા બાળીને અને કેતકીના કાંટા છોલીને  નાના ટુકડા કરી અછતમાં અન્ય ચાર સાથે ખવડાવી શકાય. કપાસ, તુવેરની પાતળી કરાઠી પણ ટુકડા કરી દળીને મોલાસીસ સાથે ખવડાવી શકાય.ઝાડના સુકા પાન , પરાળ,શેરડીના કુચા તેમજ રદ્દી પેપરને દળી મોલાસીસ ભેળવી તેના ગોળ લાડુ અથવા ચોસલા બનાવી ખવડાવી શકાય ચોસલા નું વહન કરી શકાય.

અછતના સમયમાં પશુધન માટે પોષક ખોરાક બનાવવા માટે કઇ કઇ વસ્તુઓ કેટલા પ્રમાણમાં વાપરી શકાય ?
  • પશુઓની કક્ષા જેમકે ઉછરતા વાછરડાં , બળદ તેમજ દૂધાળા ઢોર માટે જુદા જુદા દાણ મિશ્રણ બનાવવાની જરૂર છે. ઉછરતા વાછરડાંને પ્રોટીન તેમજ ક્ષારની  વધુ જરૂર હોય છે. જયારે બળદ ને શક્તિદાયક ઘટકોની વધુ જરૂર રહે છે.દૂધાળા ઢોરને પણ પ્રોટીન, શક્તિદાયક ઘટકો તેમજ ક્ષારોની જરૂરિયાત વધુ હોય  છે માટે તેઓની જરૂરિયાત મુજબનું દાણ મિશ્રણ આ પ્રમાણે બનાવી શકાય.
  • આપણી પાસે જે કઈ વસ્તુઓ કે દાણના ઘટકો ઉપલબ્ધ  હોય તો તેમાંથી દાણ મિશ્રણ જુદી જુદી  કક્ષાના પશુઓ માટે તૈયાર કરી  શકાય છે.

પશુઆહાર ઘટકો

વાછરડાનું દાણ (%)

બળદનું દાણ (%)

ગાય- ભેંસ માટે દાણ (%)

ખોળ

૪૦

૨૦

૩૫

કુરકી

૧૦

૧૫

૧૫

થુંલુ

૧૦

૧૫

૧૩

ચુની

૧૫

૧૦

૧૩

મોલાસીસ

૧૦

૧૦

૧૦

યુરીયા

ક્ષાર મિશ્રણ

મીઠું

છાલાં/ છોડાં

૧૦

૨૬

૧૦

બાજરીના સુકા પૂળા છે.જેની ઢોર પૂરેપૂરો ઉપયોગ કરતા નથી , પાંદડાંવાળો ભાગ થોડો જ ખાય છે ટો આ વિષે માહિતી આપશો?

બાજરીના સુકા પૂળાને ૫ થી ૭ સે.મી.ના ટુકડા કરી તેના ઉપર થોડું મીઠાનું પાણી છાંટીને  આપશો તો  ઢોર ખાશે અને બગાડ નહીં કરે તેમજ શક્ય  હોય તો  કઇ લીલોચારો  કે ઝાડના પાંદડા થોડા પ્રમાણમાં  ઉપર મુજબ  કાપીને બાજરીના પૂળાના  કકડા જોડે ભેગા કરીને આપશો જેથી ઢોર તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરશે.આવી રીતે કોઈપણ બીજા ચારાના નાના નાના ટુકડા ચાફકટર અથવા સુડા  વડે  કરી ઢોરને ખવડાવવામાં આવે તો  ચારાનો  ૧૫ થી ૨૦ ટકા બગાડ અટકાવી શકાય છે.જે અછતના સમયમાં ઘણું જ જરૂરી છે.જે કઇ ચોખ્ખો ઓગાટ રહે તેને ખાતરના ખાડામાં ન નાખતા તેના નાના ટુકડા કરી ભૂખ્યા ઢોરને ખવડાવવા માટે ઉપયોગ લેવો જોઈએ.

ઘાસચારાની તંગીને પહોંચી વળવા આટલું કરો
  • ખેતરનો થોડો ભાગ ઘાસચારાના ઉત્પાદન માટે અનામત રાખો.
  • સારી જાતના અને વધારે પોષક તત્વોવાળા ઘાસ ઉગાડી હેક્ટર દીઠ પોષક તત્વોનું ઉત્પાદન વધારો.
  • શેઢા પર ગમે તેવા ઘાસને ઉગવા દેવાને બદલે ફક્ત સારી જાતના ઘાસને ઉગવા દો .
  • ખેતરમાંથી નીકળતા નિંદામણમાં ખૂબ જ પ્રમાણમાં પોષકતત્વો રહેલા છે. તેને વેડફી દેવાને બદલે જાનવરને તે ખવડાવવો. જેથી ખેતરો ચોખ્ખા રહેશે. જાનવરોને પોષણ મળશે.
  • ઝાડના અને શાકભાજીના પાન પોષક તત્વોથી વિટામીન ‘એ’ અને ક્ષારોથી ભરપૂર છે. દરરોજ  ૨.૫ કિ . ગ્રા. ખવડાવી જાનવરોની પોષક તત્વોની જરૂરિયાત પૂરી પડો.
  • કેળના થાળ અને પાન , નારંગીના છોડ , કેળાની છાલ , કેરીની ગોટલી તથા છોતરાં , કુંવાડિયાના બીજ બાવળની શીંગ અને આવા અનેક બિનઉપયોગી પદાર્થો જાનવરોનો ખોરાક થઇ શકે છે. તેનો બને તેટલો ઉપયોગ કરો.
  • ગામના ગૌચર રાષ્ટ્રની સંપતિ છે. તેમની ખેદ અને ખાતરની પુરી માવજત કરી તેમાંથી  સારી જાતનું ઘાસ વધારે પ્રમાણમાં મેળવો.
  • લીલાઘસચારામાંથી સૌથી વધારે પોષક તત્વો રહેલા છે. તેને સૂક્વવાથી કે તેનું સાયલેજ બનાવવાથી તેમાં ૨૦ – ૩૦ ટકા પોષકતત્વો ઘટે છે. આમ છતાં વધારાના આ રીતે સંઘરી રાખવા આવશ્યક છે.
પશુઓને લીલોચારો ખવડાવવાથી કયા કયા ફાયદાઆે થાય છે ?

(૧) લીલોચારો રસાળ હોય છે અને તે પશુઓ ને વધુ ભાવે છે.

(ર) લીલાચારામાંથી પ્રજીવક ''અ'' કેરોટીન ના રૂપમાં મળે છે જે સૂકાચારામાંથી નહિંવત

મળે છે.

(૩) લીલાચારામાં ખાસ પ્રકારના જીવંતરસ (ગ્રાસ જયુસ ફેકટર) હોવાથી તે પશુઓની વ્રુધ્ધિ

પ્રજનન અને ઉત્પાદકતા વધારવાનાં અગત્યનો ભાગ ભજવે છે.

(૪) લીલોચારો પશુઓને પૂરતા પ્રમાણમાં આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને દૂધ ઉત્પાદન

સસ્તુ બનાવી શકાય છે.

(પ) લીલાચારામાં વિવિધ પોષ્ાક તત્વો જેવાકે પ્રોટીન,ક્ષાારો તેમજ પ્રજીવકો વગેરેનું પ્રમાણ

સૂકાચારાની સરખામણીમાં વધુ હોય છે.

(૬) લીલાચારા સાથે બીજા સૂકાચારાને ખવડાવવાથી સૂકાચારાની પોષ્ાક ગુણવત્તા તેમજ

પાચ્યતા વધે છે.

(૭) લીલોચારો ખવડાવવાથી પશુઓની પ્રજનન ક્ષામતા વધે છે.

(૮) લીલોચારો ખવડાવવાથી પશુઓની રોગ પ્રતિકારશકિતમાં પણ વધારો થાય છે.

અનાજ અથવા ધાન્ય વર્ગનાં લીલાચારા કયા કયા છે?
  • ધાન્ય વર્ગના ઉગાડવામાં આવતા મોસમી લીલાચારામાં જુવાર, બાજરી, રજકા બાજરી,
  • મકાઈ, આેટ, વગેરે જયારે અનાજ વર્ગના બહુવષ્ાર્ીય લીલાચારામાં એન.બી.ર૧, ગીનીધાસ,
  • પેરાધાસ, ગજરાજધાસ, કોઈમ્બતુર-૧ કોઈમ્બતુર-ર અને એપીબીએન વગેરેનો સમાવેશ
  • થાય છે.
કઠોળ વર્ગના લીલાચારા કયા કયા છે.?

કઠોળ વર્ગના લીલાચારામાં ચોળા, ગુવાર એ ચોમાસામાં વાવેતર કરી શકાય છે જયારે શિયાળામાં રજકો, બરસીમ વિગેરે ઉગાડી શકાય છે પિયતની સગવડ હોય તો બારમાસી રજકો પણ ઉગાડી શકાય છે. કઠોળ વર્ગના લીલા ચારામાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે.

પશુઓને લીલાચારો કેવી રીતે નિરંણ કરવો જોઈએ ?

લીલાચારાના ટુકડા કરી પશુને નિરણ કરવાથી પશુઓ સારી રીતે ખાઈ શકે છે અને તેનો બગાડ અટકાવી શકાય ધાન્યવર્ગનો કે કઠોળ વર્ગનો લીલાચારો એકલો ન ખવડાવતા બંને સથે ૬૦-૪૦ ના પ્રમાણમાં આપવો હોય તો ૬ કિ.ગ્રા. ધાન્યવર્ગ અને ૪ કિ.ગ્રા. કઠોળ પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો અને તેનો ઉકેલ વર્ગનો ચારો મિશ્ર કરી આપવો જોઈએ. દરેક પુખ્ત પશુઓને સામાન્ય રીતે ર૦ કિગ્રા. લીલો ચારો આપવો જોઈએ પરંતુ દરેક પુખ્તવયના પશુઓને તેની સારી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવવા માટે ઓછામાં ઓછો પ કિગ્રા દૈનિક લીલોચારો આપવો જોઈએ. નાના વાછરડા પાડીયાં એક અઠવાડીયાની ઉંમરના થાય ત્યારથી થોડો થોડો કુમળો લીલોચારો આપવો જોઈએ કારણે કે વાછરડા-પાડીયાં જેટલા વહેલા ચારો ખાતાં થાય તેટલી ઝડપથી તેના જઠરનો વિકાસ  થાય છે.

વૈકલ્િપક કે અપ્રચલિત લીલાચારા કયા કયા છે
  • પિયતની સગવડના હોય, જમીન પુરતી ન હોય કે અછતનો સમય હોય ત્યારે લીલાચારાના વિકલ્પમાં ઝાડના પાન પશુઓને અવડાવી શકાય. વનખાતા ધ્વ્ાારા સામાજીક વનીકરણ  યોજનામાં ઘણાં વૃક્ષાો ઉગાડવામાં આવે છે આવા મોટાભાગના વૃક્ષાોનાં પાંદડા પશુઓને ખવડાવી શકાય છે જેમાં લીમડો આંબો આમલી, સમડી, પીપળો, વડ, મહૂડો, જાંબુ,  બોર, પીલુડી વગેરેના પાન ખવડાવી શકાય શેવરી, ટાંકણ, દશરથ, સીરેટ્રોના પાન પણ પશુઓને ખવડાવી શકાય. જંગલ વિસ્તારમાં વૃક્ષાો જેવા કે હાંડુસ, કોળઈ સિરસ, ધામણ, બિયો, તણછ, વાંસ, કાકડ, સાદડ, કાસિ, વગેરેના પાન પશુઓને ખવડાવી શકાય. સુબાવળ નાં પાન મયર્ાદિત માત્રામાં અને દિવેલાના પાકટ પાન મયર્ાદિત માત્રામાં ખવડાવવાથી ઝેરી તત્વની અસર થતી નથી. શાકભાજી જેવા કે ફલાવરના પાન શકરીયાના વેલા, સુરણના પાન, બટાટાના પાન વગેરે પણ અન્ય લીલાચારા સાથે મયર્ાદિત માત્રામાં ખવડાવી શકાય છે.
  • ચિકોરીના પાન ખવડાવી શકાય છે ચિકોરીના પાન ,કેળના પાન, થડ-ગાંઠો, પપૈયાના પાનવગેરે પણ પશુઓને ખવડાવી શકાય છે. શેરડીની ચમરી, પશુઓને ખવડાવી શકાય છે.ભાલપ્રદેશમાં લાણો મળી રહે છે તે પશુઓને ખવડાવી શકાય દરિયા કાંઠાના વિસ્તારમાં ચેર,દરિયાઈ બીલ, આલ કે ખાટીયુ ઘાસ, મોરસ વગેરે પાણીથી ધોઈ અન્ય લીલાચારા સાથે પશુને ખવડાવી શકાય અતિશય દુકાળ અછતની પરિસ્િથતિમાં તળાવમાં પાન ફૂટી નારો (વોટર હાઈસિંઘ) ઉગે છે તેમજ વાડ તરીકે ઉગાડવામાં આવતી કેતકી, ફાફડાથોર વગેરે થોડી થોડી માત્રામાં અન્ય લીલા કે સૂકા ચારામાં ભેળવીને પશુઓને ખવડાવી શકાય.
પશુને લીલો રજકો ખવડાવી વખતે શી કાળજી રાખવી જોઈએ ?

લીલો રજકો પશુઓને વધારે પડતો ખવડાવવાથી પશુને આફરો ચઢવાની શકયતા વધી જાય છે માટે જાનવરને ભૂખ્યા પેટે વધારે પડતો રજકો નિરણ કરશો નહિ રજકો ખવડાવતાં પહેલાં સુકોચારો ખવડાવવો જોઈએ અથવા લીલા રજકામાં ખાવાનું તેલ પ૦ ગ્રામથી ૧૦૦ ગ્રામ  છાંટીને આપવાથી આફરો ચઢવાની શકયતા ઘટી જાય છે. વળી લીલો રજકો અન્ય સૂકા ચારા  સાથે મિશ્ર કરી આપવો જોઈએ.

સુબાબુલનો લીલો ચારો ખવડાવવામાં શી કાળજી રાખવી જોઈએ ?

સુલાબુલમાં માયમોસીન નામનું હાનિકારક તત્વ હોવાથી પ-૧૦ કિ.ગ્રા. સુબાબુલનો ચારો પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો અને તેનો ઉકેલ અન્ય ચારા સાથે ખવડાવવો જોઈએ પશુઓને કુલચારાના ત્રીજા ભાગનો ચારો સુલાબુલ ધ્વારા આપવો જોઈએ ગાભણ પશુઓ સુબાબુલનો ચારો આપવો જોઈએ નહિ તેનાથી ગર્ભપાત થવાની શકયતા વધે છે.વળી ઘેટાંને સુબાબુલનો ચારો આપવાથી ઉન ખરી પડે છે.

દિવેલા પાન પશુને ખવડાવવામાં શી કાળજી રાખવી જોઈએ ?

દિવેલાના ફકત પાકટ પાન એકઠા કરી ઉપરા ઉપરી મૂકી ઢગલામાં ૧૦ કલાક મૂકી રાખવાથી તેમાં રહેલા ''રીસીન'' નામનું ઝેરી તત્વની માત્રા ઓછી થવાથી પશુઓને સલામત રીતે ખવડાવી શકાય છે ઉતર ગુજરાતના પશુપાલકો આ પધ્ધતિનું અનુકરણ કરે છે.

પશુઓને લીલી જુવાર ખવડાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ ?

લીલી જુવાર નિંઘલ્યા પહેલા કાપણી કરી પશુને ખવડાવાથી હાઈડ્રોસાયનિક એસિડ નામનુ નુકસાનકારક તત્વને કારણે મેણો ચઢવાની શકયતા વધી જાય છે. આમાં પશુનું મરણ પણ થઈ શકે છે માટે સંકર જુવાર ખાસ કરીને એકથી વધુ કાપણી આપતી જુવારમાં પ૦ ટકા ફૂલ આવ્યા બાદ ઘણીવાર નિંઘલ બાદ પણ આ નુકશાનકરક તત્વ માત્રા વધુ હોય છે જેથી આવી જુવારની મોડી કાપણી કરવી અથવા કાપણી કરી સૂર્યના તાપમાં ૪ થી ૬ કલાક સૂકવીને આપવા અન્ય ચારા સાથે મિશ્ર કરી ખવડાવવી જોઈએ. બીજી કાપણી વાળી રટૂન કુમળી જુવાર, પાણીની ખેંચવાળી જુવાર વગેરે પશુઓને ખવડાવવી ન જોઈએ..

પશુઓને ઓટનો લીલો ચારો ખવડાવવામાં શી કાળજી રાખવી જોઈએ ?

ઓટમાં ''નાઈટ્રેટ'' નામનું ઝેરીતત્વ આવેલુ છે તેથી ઓટનો પાક ધ્વજપર્ણ આવ્યા બાદ જ કાપણી કરી પશુઓને ખવડાવવો જોઈએ. દરેક ચોમાસામાં પ્રથમ વરસાદમાં ઉગી નીકળેલ લીલાચારામાં પણ નાઈટ્રેટ તત્વનું પ્રમાણ વધુ જાણવા મળેલ છે. જો આવો ઘાસચારો પશુઓ ભૂખ્યા પેટે ચરશે તો તેને મીણો ચઢે છે અને મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે માટે આવા સમયે પશુઓને થોડો સૂકો ચારો સવારમાં ખવડાવ્યા બાદ જ ગોચરમાં ચરવા માટે છોડવા જોઈએ.

સાયલેજ એટલે શુ ?

સાયલેજ એટલે લીલા ઘાસચારાને હવારહિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી આથવણ કરીને તૈયાર કરવામાં આવતો ઘાસચારો. સાદી અને સરળ ભાષ્માં કહીએ તો સાયલેજ એટલે ''લીલા ઘાસચારાનું અથાણું.''

કયા કયા ઘાસચારામાંથી ઉત્તમ સાયલેજ બનાવી શકાય ?

સાયલેજ બનાવવા માટે ધાન્યવર્ગનાં મોસમી પાકો જેવાકે મકાઈ, જુવાર, ઓટ, બાજરી તેમજ બહુષ્ય ઘાસચારાના પાકો જેવાકે હાઈબિ્રડ નેપિયર, ગીની ઘાસ, કોઈમ્બતુર ઘાસ, ગજરાજ ઘાસ વગેરે ઉત્તમ પાકો છે કારણ કે તેમાં કાર્બોદિત પદાર્થની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાયલોપિટમાં થતી રાસાયણિક પ્રકિ્રયાનું વર્ણન કરો.

લીલાચારાનો હવારહિત ખાડામાં રાખવાથી જ એની જાળવણી શકય બને છે પ્રથમ તબકકામાં સાયલોપીટમાં ભરેલ લાલા ઘાસચારાના કોષો જીવંત હોવાથી તેમાં શ્વસનની પ્રકિ્રયા ચાલુ હોય છે તેથી સાયલેજ ખાડાની અંદર રહેલી હવા વપરાય જાય છે. શ્વસન દરમ્યા કાર્બન ડાયોકસાઈડ અને પાણીની સાથે ગરમી પણ ઉત્પન્ન થાય છે અને સાયલેજ ખાડામાં રહેલ ઓકિસજન આશરે પ થી ૬ કલાકની અંદર વપરાય જાય છે. બીજો તબકકોમાં પાણીને તેમજ કાર્બન ડાયોકસાઈડની મદદથી કાર્બનિક એસિડનું નિર્માણ થાય છે. ત્રીજોતબકકોના અંતમાં લેકટિક એસિડ બનાવતાં જીવાણુંઓનો વિકાસ થાય છે. તે ચારામાં રહેલ સહેલાઈથી ઓગળી શકે તેવી શર્કરાનું વિઘટન કરી લેકટીક એસિડ બનાવે છે ઘાસચારામાં રહેલા રેષાવાળા પદાર્થોને પણ વિઘટન થવાથી પેન્ટોજન નામની શર્કરા પેદા થાય છે તેથી બેકટિક એસિડ તેમજ એસિટિક એસિડ બને છે. ચોથોતબકકોમા ફકત લેકટિક એસિડનું ઉત્પાદન થાય છે જે પરિરક્ષાક તરીકે કામ કરે છે. આમ સાયલેજમાં હવાની ગેરહાજરીમાં ફુગ લાગવાનો ભય રહેતો નથી અને એસિડને લીધે નુકસાનકારક જીવાણુંઓનો નાશ થાય છે. આમાં ઘાસનો સંગ્રહ કરતી વખતે હલાવીને ઘાસને હવાચુસ્ત સંગ્રહવું ખુબજ જરૂરી છે

સાયેલજનો સંગ્રહ કેટલા સમય સુધી કરી શકાય ?

સામાન્ય રીતે તમામ સંજોગો અનુકુળ હોય અને હવાચુસ્ત જગ્યામાં સંગ્રહ કરવામાં આવે તો ૪ થી પ વષ સુધી પણ સાયલેજ સારી સ્થિતિમાં રાખી શકાય

સાયલેજની સફળતાનો આધાર કયા પરિબળોને આધિન છે ?

સાયલેજની સફળતાનો આધાર નીચેની બાબતો ઉ:પર રહે છે :

(૧) ઘાસચારાનો પ્રકાર

(ર) ઘાસચારામાં રહેલ ભેજનું પ્રમાણ

(૩) કાર્બોદિત પદાર્થોની માત્રા

(૪) સાયલોપિટનો પ્રકાર

(પ) સાયલોપીટ ભરતી વખતે રાખવામાં આવતી કાળજી ઉપર રહે છે.

ઉત્તમ સાયલેજની લાક્ષાણિકતાઓ કઈ કઈ છે. ?

(૧) ઉત્તમ સાયલેજ નો રંગ લીલાશ પડતો પીળો હોય છે.

(ર) સાયલેજની સુંગધ સરકા જેવી અને પશુઓને રૂચિકર હોય છે.

(૩) ઉત્તમ સાયલેજ ફુગરહિત અને દુ:ગર્ંધ રહિત હોય છે.

(૪) સાયલેજનો અમ્લતા આંક ૪.ર થી વધુ ન હોવો જોઈએ.

(પ) સાયલેજમાં એસિટિક એસિડનું પ્રમાણ લેકટિક એસિડના પ્રમાણ કરતાં વધુ ન હોવું જોઈએ.

(૬) સાયલેજમાં એમોનિયા વાયુનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.

(૭) ઉત્તમ સાયેલજમાં બ્યુટરિક એસિડનું પ્રમાણ ૦.ર % કરતાં પણ ઓછુ હોવુ જોઈએ.

પશુઓને દાણ શા માટે આપવું જોઈએ ?

પશુઓની વૃધ્િધ અને વિકાસ, પ્રજનન અને દૂધ ઉત્પાદન જાળવી રાખવા માટે ફકત લીલોચારો કે સૂકોચારો પુરતો નથી કારણકે લીલાચારા અને સૂકાચારા માંથી જરૂરિયાત જેટલા પોષકતત્વો મળી શકતા નથી આવા અગત્યના પોષકતત્વો જેવા કે પ્રોટીન તૈલીપદાર્થો, શકિતદાયક પદાર્થો, પ્રજીવકો, પુરા પાડવા માટે દાણ આપવું ખૂબ જ આવશ્યક છે.

શકિતદાયક દાણના સ્ત્રોતો કયા કયા છે ?

શકિતદાયક દાણના સ્ત્રોતમાં તમામ ધાન્યવર્ગના દાણા જેવા કે મકાઈ જુવાર, બાજરી ઘઉં જવ ઓટ કોદરા ડાંગર વગેરે છે ઉપરાંત તેમની આડપેદાશો જેવીકે ઘઉનું ભૂંસુ ચોખા કુશ્કી, ચોખાનું ભુસુ, કકરો દળેલો દાણાનો ભરડો, મેદા કુશ્કી, ગોળની રસી વગેરે છે.

વનસ્પતિજન્ય પ્રોટીન યુકત દાણ કયા કયા છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન યુકત દાણમાં કઠોળ વર્ગના બીજ જેવા કે મગ, મઠ,અડદ, ગુવાર, ચણા,વાલ, તુવેર, વટાણા, ચોળી વગેરે છે જેમાં ર૦ થી ૩૦ % પ્રોટીનની માત્રા છે તેમજ કઠોળ વર્ગની ચુની જેવી કે મગચુની, અડદચુની, ચણાચુની, વાલચુની, ગુવારચુની, મઠચુની, તુવેરચુની વગેરે છે. તેલીબિયાના પાકોમાંથી તેલ કાઢી લીધા બાદ તેલરહિત ખોળ મળે છે જેવાકે મગફળી ખોળ, કપાસિયા ખોળ, મકાઈખોળ, કોપરાખોળ, સોયાબીનખોળ, સરસવખોળ વગેરે ખોળ ઉત્તમ પ્રોટીનયુકત દાણ ગણાય છે.

પ્રાણીજન્ય પ્રોટીનયુકત દાણ કયા કયા છે ?

દૂધ અને દૂધની બનાવટો તેમજ તેની આડપેદોશોનો સમાવેશ થાય છે. વળી માંસનો ભૂકો,માછલીનો ભૂકો, લોહીનો પાઉડર વગેરે પ્રોટીનયુકત દાણમાં સમાવેશ થાય છે. આ ઘટકો સામાન્ય રીતે મરઘો-બતકાંના આહારમાં ખૂબજ ઉપયોગી છે

કૃત્રિમ અથવા રાસાયણિક પ્રોટીનયુકત તત્વો કયાં કયાં છે ?

યુરિયા અને એમોનિયમ બાયકાબર્ોનેટ એ નોન પ્રોટીનયુકત રાસાયણિક પદાર્થો છે. ભારતીય માનક સંસ્થાના ઘારાધોરણો મુજબ તેનો વધુમાં વધુ ર % જેટલો પુખ્ત વાગોળતા પશુઓ માટેના દાણમાં ઉપયોગ કરી શકાય નાના ઉછરતાં વાછરડાના દાણમાં તેનો ઉપયોગ કોઈ સંજોગોમાં કરી ના શકાય

અપ્રચલિત દાણ કોને કહેવાય ?

અપ્રચલિત દાણ એટલે કે સામાન્ય સંજોગોમાંજે દાણના ઘટકોનો પશુઓના આહારમાં ઉપયોગ ન થતો હોય. આવા ઘટકો ઘણીવાર હાનિકારક તત્વ ધરાવતા હોય છે અથવા બિનહાનિકારક પણ હોઈ શકે, તેમાંથી કોઈ પ્રકારની વાસ આવતી હોય છે અથવા વાસરહિત પણ હોઈ શકે જેનો પશુઓના આહારમાં ખેડૂતો કરી શકે તેવી સામાન્ય માવજત આપીને કે આપ્યા સિવાય પશુઓની આહારમાં અન્ય દાણ આપે મયર્ાદિત માત્રામાં ખવડાવવાથી પશુઓનું ઉત્પાદન તેમના આરોગ્યને હાનિ કયર્ા સિવાય વધે છે અને ખોરાકીય ખર્ચ ઘટાડી શકાય છે.

અપ્રચલિત દાણના ઘટકો કયા કયા છે ?

દેશી બાવળના પરડા, દેશી બાવળના બીજની ચુની, વિલાયતી બાવળના પરડા, કુંવાડિયા બીજ, રેઈનટ્રીની સીંગો, મહૂડાખોળ મહુડા ફૂલ, સુબાવળના બીજ, કેરીની ગોટલી, ટામેટાના કુચા, આમલીના ચંચૂકા, ગોળનીરસી, કોર્નસ્ટ્રીલીકર, ઈસબગુલલાલી, ઈસબગુલ ગોલા જુવાર ગ્લુટેન વગેરેનો ઉપયોગ પશુ પોષ્ાણ સંશોધન કેન્દ્રની ભલામણ મુજબ પશુઓના આહારમાં સલામત રીતે કરી શકાય છે.

દેશી બાવળના પરડા કે બાવળ બીજની ચુનીનો ઉપયોગ પશુઆહારમાં કેવી રીતે કરી શકાય ?

દેશી બાવળના પરડા કે બાવળ બીજની ચુનીમાં ટેનિન નામનું નુકસાનકારક તત્વ આવેલું છે વળી આ બીજની ચુનીમાંથી ખાસ પ્રકારની વાસ આવે છે તેથી પશુઓને ઓછી રૂચિકર છે,પરંતુ અન્ય દાણના ઘટકો સાથે બીજની ચુની ૧પ ટકા સુધી ઉમેરીને દુધાળ ગાયો તેમજ ઉછરતાં વાછરડાના આહારમાં સલામત રીતે વાપરી શકાય છે વળી દૂધાળ ગાયો તેમજ વાછરડાની તંદુરસ્તી, પાચ્યતા ઉત્પાદનકુશળતા જળવાઈ રહે છે અને ખોરાકના ખર્ચમાં ઘટાડો થાય છે.

પરદેશી બાવળની શીંગોનો પશુઓના આહારમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે ?

પરદેશી બાવળની શીંગોમાં ૧૮ થી ર૦ % જેટલી શર્કરા હોઈ તેનો સ્વાદ ગળ્યો છે. તેથી પશુઓને ખુબ જ રૂચિકર છે. પરદેશી બાવળની શીગોને એકલી અને આખી ખવડાવવાને બદલે તેને ભરડીને અથવા બાફીને અન્ય દાણ સાથે ખવડાવવી જોઈએ જેથી તેના બીજ તૂટી જાય છે અથવા પોચા પડી જાય છે પશુ તેને સહેલાઈથી પચાવી શકે છે આખી શીંગ ખવડાવાથી સીંગમાં રહેલ બીજ આખાને આખા પચ્યા સિવાય છાણમાં કળી જાય છે જેથી દળેલી પરદેશી બાવળની શીંગો પુખ્ત વયના પશુના નિભાવ માટેના દાણા માં ૪પ % ઉછરતા વાછરડાના દાણ નિરણમાં ર૦ ટકા અને દૂધાળા ગાયોના દાણ નિરણમાં ૩૦ ટકા સુધી ઉમેરી શકાય છે.

કુંવાડિયા બીજમાં હાનિકારક તત્વની હાજરી છે કે કેમ ? તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

કુંવાડિયાના બીજમાં ૧૭ થી ૧૮ % પ્રોટીન અને લગભગ ૧૪ % પાચ્ય પ્રોટીન રહેલુ છે. તેમાં ૬૭ ટકા કુલ પાચ્ય પોષકતત્વો રહેલ છે આમ તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે પરંતુ તેમાં ક્રાયઓફેનિક એસિડ નામનું નુકસાનકારક તત્વ રહેલ છે પણ કુંવાડિયાને બાફવાથી આ તત્વની અસર ઓછી થઈ જાય છે. જેથી કુંૃવાડિયાના બીજ બાફીને ખવડાવવથી સલાહભર્યુ છે. કુંવાડિયાના બીજ ઉછરતા વાછરડાં અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧૦ % સુધી અને અન્યના દાણ મિશ્રણમાં ૧પ % સુધી અન્ય દાણ સાથે મેળવીને ખવડાવવાથી કોઈપણ જાતની આડ અસર સિવાય ખવડાવી શકાય છે.

મહુડા ખોળમાં નુકસાનકારક તત્વ કયુ છે ? તેનો પશુ આહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

એકસપેલર પધ્ધતિથી તેલ કાઢી લીધેલ મહૂડા બીજમાંથી મળતા ખોળમાં ૧૮ થી ર૦ % પ્રોટીન અને ૬૦ % કુલ પાચ્ય પોષ્ાક તત્વો રહેલા હોય છે તેમાં '' મોવરીન'' નામનું નુકસાનકારક તત્વ રહેલું છે તે સ્વાદમાં કડવો હોવાથી પશુઓ સહેલાઈથી ખાતા નથી પરંતુ આ ખોળને અન્ય દાણમાં થોડા પ્રમાણમાં ભેળવીને ખવડાવવાથી પશુઓ ટેવાઈ જાય છે અને ખાય છે ઉછરતાં વાછરડાં અને દૂધાળ ગાયો ના દાણ મિશ્રણમાં ર૦% સુધી અને પુખ્ત વયના પશુઓના નિભાવ માટેના દાણમાં પ૦% સુધી મહુડાના ખોળનો ઉપયોગ કોઈપણ જાતની આડ અસર સિવાય કરી શકાય છે.

કેરીની ગોટલીનો પશુઆહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

કેરીની ગોટલી પશુઓને ખૂબજ રૂચિકર છે તેમા કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી તે શકિતનો એક સારો સ્ત્રોત છે તેમાંથી લગભગ ૭૪% કુલ પાચ્ય પોષ્ાક તત્વો મળી રહે છે તેમાં પ% જેટલું ટેનિન રહેલું છે. કેરીની ગોટલી ઉછરતા વાછરડામાં ર૦ %, પુખ્ત પશુઓમાં ૪૦% અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ગાભણમાં ૧૦% સુધી કોઈપણ જાતની આડઅસર વગર ઉમેરી શકાય છે

ઈસબગુલ ગોલા અને લાલીનો પશુઆહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

ઈસબગુલ લાલીમાં ૪ર% પ્રોટીન હોય છે જયારે ઈસબગુલ ગોલામાં ૧૮ % પ્રોટીન હોય છે. મહેસાણા અને સાબરકાંઠાના પશુપાલકો આ ઈસબગુલ લીલી અને ગોલાનો પશુઓની આહારમાં ઉપયોગ કરે છે ઈસબગુલ લાલી રપ% સુધી અને ઈસબગુલ ગોલાનો પ૦ % સુધી પશુઓના દાણ મિશ્રણમાં ઉમેરી શકાય.

સુબાવળના બીજમાં કયુ હાનિકારક તત્વ રહેલું છે ?

સુબાવળના બીજમાં ર૮ થી ૩૦ % જેટલુ પ્રોટીન રહેલું છે તેમાં ૬ર% કુલ પાચ્ય પોષકતત્વો રહેલા છે. આમ તે શકિત અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સુબાવળના બીજમાં માયમોસીન નામનું હાનિકારક તત્વ રહેલુ છે જેથી ઉછરતાં અને પુખ્ત વયના પશુઓના દાણ મિશ્રણમાં ૩૦ % અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧પ% સુધી સલામત રીતે ઉમેરી શકાય છે તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી પશુઓના સ્વાસ્થ, પ્રજનન તેમજ વુધ્િધ દર પર ખૂબજ માઠી અસર થવાની સંભાવના રહેલી છે. જયારે સુબાવળના બીજનો દાણ મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તકેદારી સ્વરૂપે વધારાનું લોહતત્વ તથા આયોડિન યુ્રકત ક્ષાર મિશ્રણ તેમજ મેંદાકુસ્કી અને ઘઉના ભુસા ધ્વારા ફોસ્ફરસ તત્વ પુરૂ પાડવાથી માયનોસીન તત્વની માઠી અસર દૂર કરી શકાય છે.

કોર્નસ્ટીપલિકર શું છે? તેનો પશુઓના આહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

આ મકાઈમાંથી સ્ટાર્ચ બનાવવાના ઉદ્યોગની આડપેદાશ છે તે ધટૃ ઘેરા બાદામી રંગના પ્રવાહી સ્વરૂપમાં મળે છે. તેમાં પ૦% પાણીનો ભાગ હોય છે. કોર્ન સ્ટીપ લિંકર માં ૪પ -પ૦% પ્રોટીન, ર.૬ % ફોસ્ફરસ સૂકી માત્રામાં હોય છે વળી રેષાવાળા પદાથર્ો અને સિલીકા બિલકુલ હોતા નથી. તેમાં ૩૯ % પાચ્ય પ્રોટીન અને ૭પ% કુલ પાચ્ય પોષકતત્વો હોય છે. આમ તે પ્રોટીન શકિત અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે તે પ્રવાહી સ્વરૂપમાં મળે છે તેથી વહન અને સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે વળી તેનો અમ્લતાનો આંક ઓછો (૪ થી પ) હોવાથી એસિડિક છે તેનો વધુ પડતો ઉપયોગથી વાગોળતા પશુનો રૂમેનમાં રહેલાં સૂક્ષમ જીવાણુઓ પર વિપરીત અસર કરે છે. ઉછરતાં વાછરડાના દાણ મિશ્રણમાં ૧પ% દૂધાળ ગાયો -ભેસોની દાણ મિશ્રણમાં ર૦ % અને બળદોના દાણમિશ્રણમાં ૩૦ % સુધી કોર્નસ્ટીપલિકર ઉમેરવાથી કોઈપણ જાતની માઠી અસર થતી નથી.

ટામેટાવેસ્ટનો પશુઆહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

ટામેટામાંથી સોસ તેમજ કેચઅપ બનાવતી ઉદ્યોગની આડપેદાશ છે. ટામેટામાંથી રસ કાઢી લીધા બાદ તેની ઉપરની છાલ તેમજ બીજ રહે છે તેને સૂકવીને દાબીને પશુઆહાર તરીકે વાપરમાં આવે છે. તેમાં ર૦-રર% પ્રોટીન અને ૧૮ % તેલીપદાથર્ો રહેલા છે. દૂધાળ ગાયોના આહારમાં ૧૬ % સુધી અને પુખ્ત પશુઓના નિભાવ માટેના દાણ મિશ્રણમાં પ૦ % સુધી સલામત રીતે વાપરી શકાય છે.

પશુઓની આહારમાં સૂકાચારાનું શું મહત્વ છે ?

સામાન્ય રીતે વાગોળતા પશુઓને આપણે દાણ લીલોચારો અને સૂકોચારો આપીને તેમનું પોષણ પુરુપાડીએ છીએ. દાણ મોટે ભાગે દૂધ ઉત્પાદન આપતા, ઉછરતા અને ગાભણ પશુઓને આપવામાં આવે છે. તે પણ મયર્ાદિત માત્રામાં જ આપવામાં આવતુ હોય છે લીલોચારો પશુપાલક પોતાની લભ્યતા પ્રમાણે ચોામાસા સિવાયના સમયગાળામાં મર્યાદિત માત્રામાં દૂધાળ પશુ, ગાભણ પશુ, ઉછરતા વાછરડાં બળદો અને વસુકેલ જાનવરને આપવામાં આવે છે. થોડો ઘણો લીલો ચારો પશુઓને ચરિયાણ ધ્વારા મળી રહે છે. માટે હવે જાનવરની ભૂખ સંતોષ્ાવા માટે ફકત અને ફકત સૂકાચારા પર જ આધાર રાખવો પડે છે.

સાયલેજ બનાવવા માટે ની જરૂરિયાત ધ્યાન માં રાખવી

સાયલેજ બનાવવા માટે જરૂરિયાત મુજબ તથા લીલા ચારાની ઉપલબ્ધતાના પ્રમાણમાં જમીનમાં ખાડો કરવો જોઈએ.સાયલેજ બનાવવા માટે ખાડો પાકો હોય તે જરૂરી નથી પણ પાકા ખાડામાં સાયલેજ બનાવવાથી સાયલેજનો બગાડ તદૃન ઓછો થાય છે. સાયલેજ બનાવવા માટે ચાર પ્રકારનાં સાયલોનો ઉપયોગ થાય છે.

(૧) પિટસાયલો (જમીનમાં ગોળાકાર)

(ર) ટાવર સાયલો (જમીન ઉપર-ગોળાકાર)

(૩) ટાવરકમ પિટ સાયલો (અડધો જમીનમાં અને અડધો જમીનની ઉપર સાયલો)

(૪) બંકર સાયલો (ખાસ આકારના ખાડામાં)

આદર્શ સાયલો પિટનું માપ જણાવો

સાયલોપિટનું માપ કેટલું રાખવું તેનો આધાર પશુઓની સંખ્યા ઘાસચારાની ઉપલબ્ધતા તથા સાયલેજ પશુઓને કેટલા સમય સુધી ખવડાવવું છે તેના પર આધારિત છે.

સ્ત્રોત : I-ખેડૂત કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate