অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાય ભેંસમાં વેતર

વેતર પારખવું

  • ગાય અને ભેંસ વેતર અમુક સમયે જ પ્રજનન કરે છે. અન્યથા આખલા અથવા પાડા માટે ઉભા રહેતા નથી. જે સમયે ગાય-ભેંસ પાડા અથવા આખલા માટ ઉભા રહે છે તે સમય ને વેતર કહેવામાં આવે છે. એટલે ગાય-ભેંસોમાં પ્રજનન કરવા માટે વેતર પારખવું બહું અગત્યનું છે. બે વેતર અથવા ઋતુકાળ વચ્ચેનો ગાળો ર૧ દિવસનું હોય છે. એટલે જો એક વેતર ન પારખાયું, પશુ ન બંધાવ્યું, ન ફેળવ્યું, તો ફરી સરેરાશ ર૧ દિવસ પછી જ બંધાશે.

વેતરમાં આવવાનો સમય અને ગાળો

  • ગાય આખા વરસ દરમ્યાન વેતર બતાવે છે. તેમાં વેતરના ચિન્હો વધુ સ્પષ્ટ હોય છે. ભેંસ પણ આખા વર્ષ દરમ્યાન વેતર બતાવે છે. પરંતુ ઉનાળામાં વેતર નબળું હોય છે. ચોમાસા અને શિયાળામાં વેતર વધુ સ્પષ્ટ હોય છે. તો પણ સારી કાળજી લઈ ભેંસને ઉનાળામાં બંધાવી શકાય છે.
  • ગાયોના વેતર અથવા ઋતુકાળનું સમય લાંબો હોય છે (ર૪-૩૬ કલાક). ભેંસોમાં ૧ર-૧૪ કલાક અથવા વધુ માં વધુ ર૦ કલાક હોય છે. ભેંસોનું ઋતુકાળનો સમય રાત્રીનો ઠંડો પહોર અને વહેલી સવાર હોય છે. એટલે સવારે દૂધ દોહતી વખતે  ભેંસને વેતરના ચિન્હો માટે અવશ્ય જોવી.
વેતર માટે ધ્યાન કયારે રાખવું ?
  • સવારે અને સાંજે દૂધ દોહતી સમયે ખાસ ધ્યાન રાખવું

વેતરના ચિન્હોની માહિતી

  • અયડવું:- ગાયોમાં મુખ્ય રૂપથી જોવા મળે છે. ભેંસો અચડતી નથી.
  • દૂધ ડબકાઈ જવું:- અમુક ગાય અને ભેંસો જો દૂધાળ હોય તો દૂધ આપતી નથી.
  • યોનિનો સોજો અને લાલાશ:- પશુની યોનિના  ભાગે સોજો આવે છે. કરચલીઓ અદશ્ય થઈ જાય છે. અંદરના ભાગમાં લાલાશ હોય છે.
  • યોનિમાંથી ચીકણા પદાર્થનું નિકળવું:- યોનિ વાટે ચીકણું પદાર્થ સ્ત્રવિત થાય છે. ગાયોમાં લાળી સ્વચ્છ કાંચ જેવી પારદર્શક થઈ દોરી ની જેમ પાછળથી દેખાય છે. ત્યારે ગાય ચોકકસ વેતરમાં છે તેમ સમજવું.
  • ભેસમાં લાળી દોરીની જેમ પાછળથી લટકતી નથી, પણ એકજ જથ્થામાં ભેંસની આસપાસ પડેલી અથવા શરીર ના પાછળ ચોંટેલી નજરે પડે છે.
  • વારંવાર પેશાબ કરવું:- ભેંસોમાં આ ચિન્હ વેતર પારખવા માટે અગત્યનું છે વેતરની ઉત્તેજના ના લીધે તેના અંગોનું સંકોચન થઈ થોડી-થોડી વારમાં ટીપુ-ટીપું પેશાબ કરે છે.
  • કયારે બંધાવશો ?
  • વેતરમાં આવ્યા પછી વહેલી તકે બંધાવવી. શકય હોયતો બે વાર બંધાવવી.
  • વિયાણ પછી કયારે બંધાવશો ?
  • વિયાણના બે માસ પૂરા થયાં પછી વેતરનું ધ્યાન રાખવું અને ૩ માસ પછી બંધાવવી જેનાથી બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૪-૧પ માસ જેવું રહે.

વેતર પંચાંગ ધ્વારા ગાય અને ભેંસમાં વેતરનું પૂર્વાનુમાન

પંચાગનો અર્થ છે પૂર્વાનુમાન આપનાર ચોપડી અથવા ચાર્ટ

  • બે વેતર વચ્ચે અંતર-ર૧ દિવસ વેતર પંચાગ એટલે એક વેતરની તારીખ ખબર હોય તો બીજી વેતર કયારે આવશે તેનું અનુમાન થઈ શકે. ગણતરી કરવાની જરૂર નથી. દા.ત. ગમે તે માસની એક તારીખે ગાય-વેતરમાં આવી હોય તો ફરી રર માસની રર તારીખે વેતરમાં આવશે. આ બધુ ચાર્ટમાં આપેલ છે. સમય બચાવવા માટે આ તૈયાર ચાર્ટ વેતર પંચાંગ વધુ ઉપયોગી છે.
  • જો ગાય અને ભેંસ અમુક તારીખે બંધાવાઈ હોય તો આવનાર વેતરની તારીખ ( જો પાછી ફરે તો ) નીચે મુજબ રહેશે.તે દિવસે વેતર માટે જોવું અને ચિન્હો બતાવે તો ચોકકસ બંધાવવી. વેતર ન બતાવે તો ગર્ભ”ધારણ નિદાન માટે નિયત તારીખે પશુચિકિત્સક ને બોલાવવો
ગર્ભધારણ નિદાન
  • ગર્ભ”ધારણ નિદાન બંધાવ્યા પછી ત્રણમાસે  કરવામાં આવે અને પશુ ખાલી જણાય, તો ફરી વેતર માટે ધ્યાન રાખવું. દા.ત. તરીકે:- ગાયને ગમેતે માસની ર૪ તારીખે બંધાવ્યું હોય તો તેની આવનાર વેતર આવતા મહીનાની ૧પ તારીખે  (આશરે ૧૩ થી ૧૬મી તારીખ) આવશે.  જો ગાય પાછી ના ફરે તો  ત્રણમાસ પછી ની ર૪ તારીખે ગર્ભ”ધારણ ચિકિત્સા કરાવવી. ગર્ભ ધારણ ચિકિત્સા ધ્વારા ખ્યાલ આવશે કે  ગાય-ભેંસ ગાભણ છે કે નહી જેનાથી ખાલી હોય તો ફરી વેતર માટે ધ્યાન રાખી શકાય.

વિયાણ પંચાંગ ધ્વારા વિયાણનો અપેક્ષિાત સમય જાણો

    વિયાણ પંચાગ
    • ગર્ભધારણ નિદાન પશુને બંધાવ્યા પછી ત્રણ માસ પૂરા થયે કરાવવું.
    • ગાભણ કાળ ગાય માટે નવ માસ નવ દિવસ, ભેંસ માટે દસ માસ દસ દિવસ.
    • ગાય અથવા ભેંસની બંધાવાની તારીખ ખબર હોય, લખેલ હોય તો વિયાણની અપેક્ષિત તારીખનું પૂર્વાનુમાન ગણતરી ધ્વારા કરી શકાય. અપેક્ષિત તારીખ ખબરપડવાથી તે તારીખની આસપાસ પશુનું ધ્યાન રાખી શકાય.
    વિયાણ પહેલાની કાળજી
    • પશુને બે માસ પહેલાથી મિનરલ મિક્ષચર નિયમિત રૂપે ખવડાવવું.
    • પશુના આહારની વિશેષ કાળજી લેવી.
    • પંદર દિવસ અગાઉથી તેને દોહવાનું શરૂ કરવું. જેનાથી વિયાણ પછી પશુ દોહવા માટે ઉભુ રહે અને સમયસર દૂધ આવી શકે. આ ખાસ કરીને પ્રથમ વેતરની પાડીઓ માટે જરૂરી છે.
    • વિયાણ પહેલા આપ સાવચેત રહી શકો છો. પશુને વિયાણમાં મદદની જરૂર હોય તો પૂરી પાડી શકાય અને જરૂરી તકેદારી રાખી શકાય.

    દૂધ ઉત્પાદનની ચાવી છે. સમયસર પ્રજનન અને તેની તકેદારી.

    સ્ત્રોત: આણંદ અગ્રીક્લ્ચર યુની

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/21/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate