অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મરઘાપાલન - વ્યવ્સાયની જરૂરિયાતો

મરઘાંપાલન શા માટે ?

  • મરઘાં પાલન ખેતી, પશુપાલન , મત્સ્ય ઉછેર , બાગાયત વગેરેના વ્યવસાયની સાથે કે સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ કરી શકાય છે.
  • રોજગારી તથા સ્વરોજગારીની ઉત્તમ તકો પૂરી પડે છે.
  • પશુપાલન તેમજ ખેતીની સરખામણીમાં જમીન અને મૂડીની જરૂરીયાત ઓછી રહે છે.
  • મરઘાં, વનસ્પતિજન્ય પ્રોટીનનું ૨૩-૨૪% રૂપાંતર માંસ કે ઈંડા માં કરે છે, જે અન્ય પશુધનની સરખામણીમાં વધુ કાર્યક્ષમ છે.
  • ઈંડા માં ભેળસેળ શક્ય નથી.
  • મારઘાં પાલનની આડપેદાશ રૂપે મળતું ખાતર અન્ય ખાતરની સરખામણી માં ચઢિયાતું ખાતર છે.

મરઘાંપાલન વ્યવસાય માટેની પ્રાથમિક જરૂરીયાતો

  • મરઘાં ઉછેરનું પ્રાથમિક જ્ઞાન
  • વિસ્તાર, જગ્યાની પસંદગી અને મરઘાંને અનુકુળ વાતાવરણ
  • પાણી તથા વીજળીનો અવિરત પુરવઠો
  • સારી ગુણવત્તાવાળા એક દિવસના બચ્ચાં તથા સમતોલ આહારની ઉપલબ્ધતા
  • મરઘાં પેદાશોનાં વેચાણ માટેની બજાર વ્યવસ્થા
  • મરઘાં ઘર અને તેના સાધનોની વ્યવસ્થા

સમતોલ મરઘાં આહારની અગત્યતા

  • સારું ઉત્પાદન મેળવવા તેમજ પક્ષીઓને તંદુરસ્ત રાખવા સમતોલ આહાર આપવો  જોઈએ.
  • મરઘામાં આહારના મુખ્ય ઘટકો તરીકે પીળી મકાઈ, જુવાર, ઘઉં, ચોખા કણી તેમજ મકાઈ ખોળ વાપરી શકાય.
  • આધુનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતા પક્ષીઓ માટે જાતિ તેમજ ઉંમર પ્રમાણે જુદા જુદા પ્રકારનાં ઘટકો મિશ્રિત કરી નિષ્ણાતના માર્ગદર્શન મુજબ સમતોલ આહાર આપવો  જોઈએ.
  • માંસ માટેના બ્રોઇલર પક્ષીઓમાં ૨૦ થી ૨૩ % પ્રોટીન અને ૨૮૦૦ થી ૨૯૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ તેમજ ઈંડા માટેના લેયર પક્ષીઓમાં ૧૬ થી ૨૦ % પ્રોટીન અને ૨૫૦૦ થી ૨૬૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ.

મરઘાં પાલન વ્યનવસાયમાં રસીકરણની અગત્યતા

  • રસીકરણ એટલે પાણી પહેલા પાળ બાંધવી
  • રસીકરણ દ્વારા પક્ષીઓમાં આવતા રોગોને અટકાવી શકીએ છીએ
  • રસીકરણ ઠંડા પહોરમાં એટલે કે વહેલી સવારે આથવા મોડી સાંજે કરવું જોઈએ જેથી પક્ષીઓને ઓછામાં ઓછી તાણ પડે.
  • રસીની શીશી ઉપર લખેલ બેચ નંબર, ઉત્પાદનની તારીખ બરાબર તપાસીને જ રસીકરણ  કરવું જોઈએ.
  • રસીના પ્રકાર (જીવંત અથવા મૃત) ને આધારે રસીને બરફ, ડીપફ્રીજ અથવા ફ્રીજમાં સાચવવી જોઈએ.
  • જયારે રસી આપવાની હોય ત્યારે જંતુમુક્ત કરેલ ઇન્જેક્શન તથા નીડલને પ્રથમ ઠંડા કાર્ય બાદજ રસીકરણ કરવું જોઈએ.
  • વ્યવસાયિક મરઘાંપાલન ઉછેરતા પક્ષીઓને સામાન્ય રીતે મરેકસ, રાનીખેત, ગમ્‍બોરો અને શીતળા જેવા રોગોના રક્ષણ માટે રસીકરણ કરવું જરૂરી છે.
  • પક્ષીઓમાં રસીકરણ નિષ્ણાતના માર્ગદર્શન મુજબ જ સમયસર તેમજ યોગ્ય પધ્ધતિથી કરવું જોઈએ.

ગ્રામીણ મરઘાં પાલન

  • ગ્રામિણ મરઘાંપાલનથી ઉછેરવામાં આવતા પક્ષીઓને પણ ઉંમર પ્રમાણે ઉપલબ્ધ વધેલ ખોરાક, મકાઈ ભરડો તેમજ લીલાં શાકભાજીનાં ટુકડા આપવા જોઈએ.
  • ગ્રામ્ય કક્ષાએ નાના પાયે ઘરેલું મરઘાં પાલન દ્વારા ૨૫-૫૦ મરઘાં સાથે ઓછી મૂડી રોકાણ દ્વ્રારા નિયમિત સારી આવક મેળવી શકાય છે.
  • ગ્રામીણ લોકોને સસ્તું અને ગુણવત્તા વાળું પ્રાણીજન્ય પ્રોટીન મળી શકે છે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate