অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોલ્ટ્રી

પોલ્ટ્રીની જાતો અને તેમની ઉપલબ્ધતા

સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીએઆરઆઇ), ઇઝાતનગરના બ્રીડ

દેશી પ્રકારો / વાડા પ્રકારો

કારી નિર્ભીક (અસીલ ક્રોસ)

  • અસીલ એટલે સાચુ, શુદ્ધ. અસીલ તેની કજીયાખોરી, અત્યંત તાકાત, ભવ્ય ચાલ અને દ્રઢ લડાયક ગુણોને કારણે જાણીતી છે. આ દેસી જાતને અસીલ નામ તેના સ્વભાવિક લડાયક ગુણોને કારણે અપાયું હોય તેમ જણાય છે.
  • આંધ્ર પ્રદેશ આ મહત્વની ઓલાદનું ઘર કહેવાય છે. દેશભરમાં કુકડા-યુદ્ધમાં રચ્યાપચ્યા રહેતા શોખીન લોકો પાસે આ ઓલાદનો શ્રેષ્ઠ અને અપવાદરૂપ નમુનો જોવા મળે છે.
  • સીલ વધારે મોટી, નૈસર્ગિકપણે ઉમદા દેખાવની અને ગૌરવપૂર્ણ જણાય છે.
  • તેનું વજન સામાન્યપણે મરઘાંનું 3થી 4 કિગ્રા. અને મરઘીઓનું 2થી 3 કિગ્રા હોય છે.
  • જાતિય પુખ્તતા 196 દિવસે
  • વર્ષે 92 ઇંડાનું ઉત્પાદન
  • 40 સપ્તાહે ઇંડાનું વજન 50 ગ્રામ
કારી શ્યામા (કડકનાથ ક્રોસ)
  • તે સ્થાનિક સ્તરે “કાલામાસી”ના નામે ઓળખાય છે, જેનો અર્થ થાય છે કાળું માંસ ધરાવતી મરઘી. મધ્યપ્રદેશમાં ઝાબુઆ અને ધાર જિલ્લાઓ, પડોશી રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓને આવરી લેતો 800 ચોમીનો વિસ્તાર તેનો ઘરેલુ વિસ્તાર ગણાય છે.
  • આદિવાસીઓ અને ગ્રામીણ ગરીબો તેને મોટેભાગે ઉછેરે છે. તે પવિત્ર પંખી મનાય છે અને દિવાળી પછી દેવીને બલી તરીકે ચડાવવામાં આવે છે.
  • નવજાત મરઘીનો રંગ વાદળીથી કાળો હોય છે, અને પૂંઠે અનિયમિત ઘેરા પટ્ટા હોય છે.
  • આ જાતનું માંસ દેખાવમાં કાળુ અને જુગુપ્સાપ્રેરક હોવા છતાં તે એક આહ્લાદક વાનગી જ નહીં, બલકે ઔષધીય ગુણોયુક્ત પણ મનાય છે.
  • આદિવાસીઓ મનુષ્યોમાં હઠીલા રોગોની સારવાર માટે કડકનાથના લોહીનો અને વાજીકરણ તરીકે તેના માંસનો ઉપયોગ કરે છે.
  • માંસ અને ઇંડા પ્રોટીન (માંસમાં 25.47 ટકા) અને લોહનો સમૃદ્ધ સ્રોત ગણાય છે.
  • 20 સપ્તાહે શરીરનું વજન 920 ગ્રામ
  • જાતિય પુખ્તતાએ ઉંમર 180 દિવસ
  • વર્ષે 105 ઇંડાનું ઉત્પાદન
  • 40 સપ્તાહે ઇંડાનું વજન 49 ગ્રામ
  • ફળદ્રુપતા 55 ટકા
  • હેચેબિલિટી એફઈએસ 52 ટકા
હિતકારી (નેકેડ નેક ક્રોસ)
  • નેકેડ નેકનો બાંધો સરખામણીએ મોટો હોય છે અને ગરદન લાંબી, નળાકાર હોય છે. નામ દર્શાવે છે તેમ પક્ષીની ડોક એકદમ ખુલ્લી હોય. છે અથવા હાડિયાની ઉપર ગરદનના આગળના ભાગે પીંછાનું એક ઝુમખું માત્ર દેખાય છે.
  • પરીણામે ઉઘાડી ચામડી લાલાશ પડતી થાય છે, ખાસ કરીને નરમાં, જ્યારે તેઓ જાતિય પુખ્તતાએ પહોંચે છે.
  • 20 સપ્તાહે શરીરનું વજન 201 દિવસ
  • જાતિય પુખ્તતાએ ઉંમર 201 દિવસ
  • વર્ષે ઇંડાનું ઉત્પાદન 99
  • 40 સપ્તાહે ઇંડાનું વજન 54 ગ્રામ
  • ફળદ્રુપતા 66 ટકા
  • ઇંડામાંથી બચ્ચા થવાની ક્ષમતા 71 ટકા
ઉપકારી (ફિઝલ ક્રોસ)
  • વિશિષ્ટ શિકારી પ્રકારના પક્ષીઓ દેશી જાતના આધારે સાથે વિકસાવાયા છે. ખાસ પ્રકારનો દેશી મરઘી જેવો દેખાવ, ગરમ હવામાનમાં બહેતર અનુકુલન અને રોગ પ્રતિકારકતા, અપવાદરૂપ વૃદ્ધિ અને ઉત્પાદનની કામગીરી.
  • પોલ્ટ્રી ઉત્પાદનની વાડા વ્યવસ્થા માટે શ્રેષ્ઠપણે માફક
  • ઉપકારી પક્ષીઓની વિવિધ કૃષિ-આબોહવા પરિસ્થિતિઓ માટે યોગ્ય ચાર જાતો ઉપલબ્ધ છે.
    1. કદમનાથ x દેહલામ રેડ
    2. અસીલ x દેહલામ રેડ
    3. નેકેડ નેક x દેહલામ રેડ
    4. ફ્રિઝલ x દેહલામ રેડ
કામગીરીની રૂપરેખા
  • જાતિય પુખ્તતાએ ઉંમર 170-180 દિવસ
  • વર્ષે 165-180 ઇંડાનું ઉત્પાદન
  • ઇંડાનું કદ 52-55 ગ્રામ
  • ઇંડાનો રંગ બદામી
  • ઇંડાની ગુણવત્તા. આંતરિક ગુણવત્તા ઉત્કૃષ્ટ
  • જીવવાની ક્ષમતા 95 ટકાથી વધારે
  • તાપમાન સક્રિય અને સારી શિકારી
લેયર્સ

કારી પ્રિયા લેયર

  • પહેલું ઇંડુ 17થી 18 સપ્તાહે
  • 150 દિવસે 50 ટકા ઉત્પાદન
  • 26થી 28 સપ્તાહે મહત્તમ ઉત્પાદન
  • જીવવાની ક્ષમતા ગ્રોવરની (96 ટકા) અને લેયરની (94 ટકા)
  • પીક સમયે ઇંડા ઉત્પાદન 92 ટકા
  • 72 સપ્તાહ દરમિયાન મરઘી 270થી વધારે ઇંડા મૂકે છે
  • ઇંડાનું કદ સરેરાશ
  • ઇંડાનું વજન 54 કિગ્રા

કારી સોનાલી લેયર (ગોલ્ડન – 92)

  • પહેલું ઇંડુ 17થી 18 સપ્તાહે
  • 150 દિવસે 50 ટકા ઉત્પાદન
  • 26થી 28 સપ્તાહે મહત્તમ ઉત્પાદન
  • જીવવાની ક્ષમતા ગ્રોવરની (96 ટકા) અને લેયરની (94 ટકા)
  • પીક સમયે ઇંડા ઉત્પાદન 92 ટકા
  • 72 સપ્તાહ દરમિયાન મરઘી 270થી વધારે ઇંડા મૂકે છે
  • ઇંડાનું કદ સરેરાશ
  • ઇંડાનું વજન 54 કિગ્રા
કારી દેવેન્દ્ર
  • મધ્યમ કદનું બેવડું ઉપયોગી પક્ષી
  • દાણનું કાર્યક્ષમ રૂપાંતર – દાણના ખર્ચ પર અત્યંત હકારાત્મક વળતર
  • અન્ય જાતોથી બહેતર – ફાર્મમાં નીચો મૃત્યુદર
  • આઠમા સપ્તાહે શરીરનું વજન – 1700 – 1800 ગ્રામ
  • જાતિય પુખ્તતાએ ઉંમર -155-160 દિવસ
  • વર્ષે ઇંડાનું ઉત્પાદન 190-200

બ્રોઇલર્સ

કારીબ્રો-વિશાલ (કારીબ્રો-91)
  • એક દિવસની મરઘીનું વજન – 43 ગ્રામ
  • 6 સપ્તાહે વજન : 1650થી 1700 ગ્રામ
  • 7 સપ્તાહે વજન : 2100થી 220 ગ્રામ
  • પીંછા સાફ કર્યા પછી મળતા માંસની ટકાવારી: 75 ટકા
  • જીવિત રહેવાની ટકાવારી: 97થી 98 ટકા
  • 6 સપ્તાહે દાણ રૂપાંતર ગુણોત્તર: 1.94થી 2.૨૦

 

કારી-રેઇનબ્રો (બી-77)

  • એક દિવસની મરઘીનું વજન : 41 ગ્રામ
  • 6 સપ્તાહે વજન : 1300 ગ્રામ
  • 7 સપ્તાહે વજન : 1600 ગ્રામ
  • ડ્રેસિંગ ટકાવારી: 73 ટકા
  • જીવિત રહેવાની ટકાવારી: 98થી 99 ટકા
  • 6 સપ્તાહે દાણ રૂપાંતર ગુણોત્તર: 2.૩

 

 

કારીબ્રો-ધનરાજ (મલ્ટિ-કલર્ડ)

  • એક દિવસની મરઘીનું વજન : 46 ગ્રામ
  • 6 સપ્તાહે વજન : 1600થી 1650 ગ્રામ
  • 7 સપ્તાહે વજન : 2000થી 2150 ગ્રામ
  • પીંછા સાફ કર્યા પછી મળતા માંસની ટકાવારી: 73 ટકા
  • જીવિત રહેવાની ટકાવારી: 97થી 98 ટકા
  • 6 સપ્તાહે દાણ રૂપાંતર ગુણોત્તર: 1.90થી 2.10

 

કારીબ્રો-મૃત્યુંજય (કારી નેકેડ નેક)

  • એક દિવસની મરઘીનું વજન : 42 ગ્રામ
  • 6 સપ્તાહે વજન : 1600થી 1700 ગ્રામ
  • 7 સપ્તાહે વજન : 2000થી 2150 ગ્રામ
  • ડ્રેસિંગ ટકાવારી: 77 ટકા
  • જીવિત રહેવાની ટકાવારી: 97થી 98 ટકા
  • 6 સપ્તાહે દાણ રૂપાંતર ગુણોત્તર: 1.9થી 2.0

ક્વેઇલ્સ

ગીની ફાઉલ

  • પહોળી છાતીવાળી શ્વેત જાત
  • ટર્કી લગભગ 16 સપ્તાહની ઉંમરે બજારમાં બ્રોઇલરના નામે વેચાય છે, જ્યારે મરઘીઓ લગભગ 8 કિગ્રાના વજને પહોંચે છે અને નરનું વજન 12 કિગ્રા
  • સ્થાનિક બજારની માંગ પ્રમાણે નાની વયે સ્લોટર કરીને નાની, ફ્રાયર રોસ્ટર્સ પેદા કરી શકાય છે.

ઓલાદોની ઉપલબ્ધતા માટે કૃપા કરી સંપર્ક કરો:
ડાયરેક્ટર
સેન્ટ્રલ એવીયન રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ
ઇઝતનગર, ઉત્તરપ્રદેશ
પિન: 243 122
ઇ-મેઇલ: cari_director@rediffmail.com
ફોન: 91-581-2301220; 2301320; 2303223; 2300204
ફેક્સ: 91-581-2301321

પ્રોજેક્ટ ડાયરેક્ટોરેટ ઑન પોલ્ટ્રી (આઈસીએઆર), હૈદરાબાદમાં ઉપલબ્ધ ઓલાદો

વનરાજા

  • ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં વાડા ફાર્મિંગ માટે અનુકૂળ પક્ષી. તેને પ્રોજેક્ટ ડાયરેક્ટોરેટ ઑન પોલ્ટ્રી (આઈસીએઆર), હૈદરાબાદ
  • તે આકર્ષક કલગી ધરાવતું  બહુરંગી, બેવડું ઉપયોગી પક્ષી છે.
  • તેને સામાન્ય પોલ્ટ્રી રોગો સામે બહેતર પ્રતિકારશક્તિ ધરાવે છે અને મુક્તપણે ઉછરવા ટેવાયેલું હોય છે.
  • વનરાજા નર નિયમિત ફિડીંગ વ્યવસ્થા હેઠળ 8 સપ્તાહની ઉંમરે મધ્યમકક્ષાનું વજન ધરાવે છે.
  • મરઘી દર 160-180 દિવસે ઇંડુ
  • મુકે છે. સરખામણીમાં ઓછુ વજન અને લાંબુ ધડ ધરાવતા આ પક્ષીઓ તેમના વાડામાં મોટી સમસ્યારૂપ શિકારી પક્ષીઓ સામે પોતાનું રક્ષણ કરવા સક્ષમ હોય છે.
ક્રિષિબ્રો
  • બહુરંગી વ્યાપારી બ્રોઇલર ચિક્સ
  • 2.2 દાણ રૂપાંતર ગુણોત્તર કરતા ઓછા ગુણોત્તર સાથે 6 સપ્તાહની ઉંમરે શરીરનું વજન હાંસલ કરે છે.
  • છ સપ્તાહની ઉંમર સુધી પક્ષીનું જીવવાનું પ્રમાણ 97 ટકા.
  • આ પક્ષીઓ આકર્ષક કલગી ધરાવે છે અને ગરમ આબોહવામાં અનુકૂલન સાધી શકે છે.
  • વ્યાપારી ક્રિષિબ્રો રાનીખેત જેવા સામાન્ય પોલ્ટ્રી રોગો અને ચેપી બુર્સલ રોગ સામે અત્યંત પ્રતિકારશક્તિ ધરાવે છે.
  • લાભ: કસાયેલું, સારું અનુકૂલન સાધનારું અને બહેતર અસ્તિત્વક્ષમતા

ઓલાદોની ઉપલબ્ધતા માટે કૃપા કરી સંપર્ક કરો:
ડાયરેક્ટર
પ્રોજેક્ટ
રાજેન્દ્ર નગર, હૈદરાબાદ – 500 030,
આંધ્રપ્રદેશ, ભારત ફોન: 91-40-24017000/24015651
ફેક્સ : - 91-40-24017002
ઇ-મેઇલ: pdpoult@ap.nic.in

કર્ણાટક વેટરનરી એનિમલ ફીશરી સાયન્સ એન્ડ યુનિવર્સિટી, બેંગ્લોર ખાતે ઉપલબ્ધ ઓલાદો

પોલ્ટ્રી વિજ્ઞાન વિભાગ, કૃષિ વિજ્ઞાનોની યુનિવર્સિટી, બેંગ્લોર, હાલમં કર્ણાટર વેટરનરી એનિમલ ફીશરી સાયન્સીઝ યુનિવર્સિટી, બેંગ્લોર દ્વારા વિકસાવાયેલી

  • આ જાત ગિરિરાજ ચીકન બ્રીડ કરતા વર્ષે 15-20 ઇંડા વધારે આપે છે અને 2005માં કર્ણાટર વેટરનરી એનિમલ ફીશરી સાયન્સીઝ યુનિવર્સિટી, બેંગ્લોરે બહાર પાડી હતી. સ્વર્ણધારા ચિકન્સ વધુ ઇંડા ઉત્પાદન આપે છે અને અન્ય સ્થાનિક જાતોની સરખામણીમાં બહેતર વૃદ્ધિ ધરાવે છે અને મિશ્ર તથ વાડા ફાર્મિંગ માટે અનુકૂળ છે.
  • ગિરિરાજ બ્રીડની સરખામણીમાં સ્વર્ણધારા બ્રીડ કદમાં નાની હોય છે અને ઓછું વજન ધરાવે છે, જે તેમને જંગલી બિલાડી અને શિયાળ જેવા શિકારીઓના હુમલામાંથી ભાગી જવામાં મદદ કરે છે.
  • આ પક્ષીને તેના ઇંડા તથા માંસ માટે ઉછેરી શકાય છે.
  • તે સેવાયા પછી 22-23 સપ્તાહમાં પુખ્તતા પ્રાપ્ત કરે છે.
  • મરઘીઓનું વજન લગભગ 3 કિગ્રા. અને મરઘાઓનું લગભગ 4 કિગ્રા હોય છે.
  • સ્વર્ણધારા મરઘી વર્ષે લગભગ 180-190 ઇંડા મૂકે છે.

આ જાતોની ઉપલબ્ધિ માટે સંપર્ક:
પ્રોફેસર અને વડા,
ડીપાર્ટમેન્ટ ઑફ એવીયન પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ
કર્ણાટક વેટરનરી એનિમલ ફીશરી સાયન્સીઝ યુનિવર્સિટી,
હેબ્બાલ, બેંગ્લોર: 560024,
ફોન: (080) 23414384 અથવા 23411483 (એક્સટેન્શન)201.

અન્ય દેશી ઓલાદો

ઓલાદ

વતન

અંકલેશ્વર

ગુજરાત

અસીલ

આન્ધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ

બુસરા

ગુજરાત અને મહારાષ્ટ્ર

ચીત્તાગોંગ

મેઘાલય અને ત્રિપુરા

4 દાન્કી

આંધ્રપ્રદેશ

દેવથીગીર

આસામ

ઘગુસ

આન્ધ્ર પ્રદેશ અને કર્ણાટક

હેરીંઘટા બ્લેક

પશ્ચિમ બંગાલ

કડકનાથ

મધ્યપ્રદેશ

કલાસ્થી

આન્ધ્ર પ્રદેશ

કાશ્મીર ફેવરોલ્લા

જમ્મૂ અને કાશ્મીર

મીરી

આસામ

નિકોબારી

આન્દામાન અને નિકોબાર

પંજાબ બ્રાઉન

પંજાબ અને હરિયાણા

તેલ્લીચેરી

કેરળ

બ્રોઇલર ઉત્પાદન

બ્રોઇલર્સને પોલ્ટ્રી માંસ શ્રેણીમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બ્રોઇલરના ઉત્પાદન માટે ઘણી ખાનગી કંપનીઓ ખેડુતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે. એટલે માર્કેટિંગની કોઈ સમસ્યા નથી. બ્રોઇલર એ આઠ સપ્તાહથી નાની ઉંમરની ચિકન છે, જેનું શરીર વજન 1.5થી 2 કિગ્રા હોય છે. તેનું માંસ નરમ અને પોચુ હોય છે.

શ્રેષ્ઠ સંચાલન પ્રણાલીઓ

  • પોલ્ટ્રી હાઉસનું તાપમાન: પહેલા સપ્તાહે 950 ફેરનહીટ એકદમ અનુકૂળ છે, પછી તેને દર સપ્તાહે 50 ફેરનહીટના દરે વધારો, જે છઠ્ઠા સપ્તાહે 700 ફેરનહીટ થાય.

  • હવાની અવરજવર: હવાની સારી અવરજવર રહે તેવી ગોઠવણી કરો. એમોનીયા (પક્ષીઓની હગાર) નિયમિતપણે દૂર કરો, જેથી પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ ના પડે.

  • પ્રકાશ: 200 ચોરસ ફુટ ફરસની જગ્યા માટે 60 વોટ બલ્બ

  • ફરસની જગ્યા: પક્ષી દીઠ 1 ચોમી

  • ચાંચ દૂર કરવી: 1 દિવસની ઉંમરે ચાંચ કાઢી નાંખવી

બ્રોઇલર આરોગ્ય સંભાળ

  • રોગમુક્ત ચિક્સથી શરૂ કરો
  • હેચરી ખાતે મારેક્સ રોગ સામે રસી
  • 4-5 દિવસે આરડીવીએફ1
  • કોક્સિડાયોસિસ નિવારવા દાણમાં દવાઓ
  • દાણ એફ્લોટોક્સિનથી મુક્ત રાખો
  • દરેક ચક્ર પછી ફરસને ઓછામાં ઓછી 3 ઇંચ ઊંડી ચોખ્ખી હગારથી કવર કરો

માર્કેટિંગ

  • 6-8 સપ્તાહ ઉંમરની ચિકનનું વેચાણ કરો
  • ચિકન્સ પકડતી વખતે ઉઝરડા નિવારવા ફીડર્સ અને વોટરર્સ દૂર કરો
  • ઇન-ટ્રાંઝિટ પક્ષીઓને આત્યંતિક હવામાનથી બચાવો

બ્રોઇલર્સના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પડેલી કેટલીક ખાનગી કંપનીઓમાં સુગુણા, કોઇમ્બતૂર, વીએચએલ, પૂણે, પાયોનીયર અને બ્રોમાર્કનો સમાવેશ થાય છે.

નજીકના પશુ ચિકિત્સા દવાખાના કે કૃષિ / પશુ ચિકિત્સા વિજ્ઞાન વિભાગનો નીચેની

વિગતો માટે સંપર્ક કરો

  • સારી ઓલાદોની ઉપલબ્ધતા
  • પોલ્ટ્રી શેડ્સની જરૂરિયાત અને નિર્માણ
  • પોલ્ટ્રીનું દાણ
  • તંદુરસ્ત પક્ષીઓનું ઉત્પાદન

ભારતમાં બર્ડ ફ્લુ

બર્ડ ફ્લુ અંગે

પક્ષીઓને પણ મનુષ્યોની જેમ ફ્લુ થાય છે. એવીયન ફ્લુ, એવીયન ઇનફ્લુએન્ઝા, એચ5એન1 વાયરસના નામે પણ ઓળખાતો બર્ડ ફ્લુ ચિકન, અન્ય પોલ્ટ્રી તથા બતક જેવા જંગલી પક્ષીઓ સહિતના પક્ષીઓને ચેપ લગાડે છે. બર્ડ ફ્લુ માણસો માટે આરોગ્યના જોખમો સર્જી શકે છે. 1997માં હોંગકોંગમાં એચ5એન1નો મનુષ્યને ચેપ લાગવાનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો. ત્યારથી, બર્ડ ફ્લુ વાયરસ એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોમાં પક્ષીઓમાં ફેલાયો છે.

જાન્યુઆરીમાં ભારતમં ઘાતક એચ5એન1 વાયરસ ત્રાટક્યો હતો. દેશમાં વાયરસને ફેલાતો અટકાવવા 39 લાખ કરતા વધારે મરઘાં-બતકાંની કતલ કરવામાં આવી હતી, એમ બુધવારે એક નિવેદનમાં અન્ન અને કૃષિ સંગઠને (ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન-એફએઓ) જણાવ્યું હતું. 2 ફેબ્રુઆરી, 2008 પછી નવો કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું જણાયું નથી, એમ એફએઓએ કહ્યું હતું. વિશ્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યુએચઓ)ના જણાવ્યા પ્રમાણે, 2003થી એવીયન ઇનફ્લુએન્ઝા એશિયામાં શરૂ થયો ત્યારથી તે મોટેભાગે પક્ષીઓ પર ત્રાટક્યો છે, પરંતુ તેના એચ5એન1 સ્ટ્રેને 234 મનુષ્યોનો ભોગ લીધો છે.

સ્રોત : http://www.nlm.nih.gov/medlineplus/birdflu.html

બર્ડ ફ્લુ અંગેની જાણવા જેવી હકીકતો

PDF FILE

બર્ડ ફ્લુ અંગે જાણવા જેવી હકીકતો-1

બર્ડ ફ્લુ અંગે જાણવા જેવી હકીકતો-2

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate