હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / થાઈલેરીયોસીસ લોહીના પ્રજીવથી થતો ગાયનો એક રોગ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

થાઈલેરીયોસીસ લોહીના પ્રજીવથી થતો ગાયનો એક રોગ

થાઈલેરીયોસીસ વિશેની માહિતી

થાયલેરીયોસીસ ગાય વર્ગના પ્રાણીઓમાં થતો રોગ છે. જે થાયલેરીયા અન્નપુલાટા નામના પ્રજીવથી થાય છે. આ પ્રજીવ લોહીમાં રહે છે. જે ticks (ઈતરડી) ધ્વારા ફેલાય છે. આ રોગમાં લોહીની ઉણપ (પાંડુ રોગ) , ઉગ્ર તાવ અને ચામડી નીચેના lymph node (લસીકા ગ્રંથિઓ) મોટાં થવા જેવા ચિન્હો દેખાય છે. આ રોગ ઉનાળામાં અને ચોમાસાની ૠતુમાં જોવા મળે છે. સંકર ગાયો અને નાના યુવાન વાછરડાં આ રોગથી ઝડપી સપડાય છે. દેશી ગાયોમાં પણ આ રોગ થાય છે. પરંતુ અતિ ઉગ્ર કે ઉગ્ર પ્રકારના લક્ષણો ન દેખાતાં, તે જાનવર કેરીયર(રોગનું વાહક) બની જાય છે અને અન્ય સંકર જાનવરોમાં આ રોગનાં ફેલાવા માટે કારણભૂત બને છે.

ચિન્હો :  ચાર સ્વરૂપમાં દેખાય છે.

 • અતિ ઉગ્ર પ્રકાર : ચેપ લાગ્યાથી ચિહનો દેખાવાનો સમય ૧૩ અઠવાડીયાનો છે. ઉગ્ર તાવ (૧૦પ૧૦૭૦ ફે), ખોરાક ઓછો અથવા ન ખાવો, આંખોમાંથી અને નાકમાંથી પાણી ઝરવું, ઝાડા થવા અને ચામડીની નીચેના lymph node  (લસીકા ગ્રંથિઓ) ફૂલવા, લોહીની ઉણપના કારણે ફીકાસ, અશકતતા, હદયના અને શ્વસનના દર વધવા જેવા ચિન્હો દેખાય છે. મંદથી વધુ દૂધ ઉત્પાદન ઘટવું અને રોગનો સમયકાળ વધઘટ થઈ શકે છે.
 • ઉગ્ર પ્રકાર : ઉપરોકત જણાવેલ ચિન્હો જેવા જ પરંતુ મંદ સ્વરૂપમાં જણાય છે.
 • મંદ સ્વરૂપ : લોહીની ઉણપના કારણે એનેનીયા (પાંડુરોગ) મુખ્ય ચિન્હ છે.
 • કેન્દ્રીય ચેતા તંત્ર સ્વરૂપ : સામાન્ય રીતે આ રૂપ દેખાતું નથી. બેચેની, ગોળ ગોળ ફરવું તેમજ માનસિક અને શારીરિક સમતુલા ગુમાવવી જેવા ચિન્હો જોવા મળે છે. આ સ્વરૂપમાં લોહી ધ્વારા નિદાન શકય નથી બનતું.

નિદાન :

ઉપરોકત જણાવેલ ચિન્હોથી તેમજ આ રોગનું બબેસીયોસીસ, એનાપ્લાઝમોસીસ, કોપરનું પોઈઝનીંગ, લેપ્ટોસ્પાયરોસીસ અને બેસીલરી હીમોગ્લોબીનુરીયા જેવા રોગોથી અલગ નિદાન કરવું પણ અગત્યનું છે. માટે લોહી અને લીન્ફ નોડના સ્મીયરથી નિદાન કરવું અગત્યનનું છે.

અટકાવ, નિયંત્રણ અને સારવાર : અન્ય રાજયોમાંથી ખાસ કરીને સંકર ગાયો વેચાણથી લાવવી નહિ અથવા પશુચિકિત્સક પાસે નિદાન કરાવ્યા બાદ જ લાવવા.

 • Ticks (ઈતરીડી)નું નિયંત્રણ કરવુંનું જેના માટે દવા ફલુમેથ્રીન (૧ %) કરોડરજજૂ ઉપર લગાવી શકાય.
 • સાયપરમેથ્રીન જેવી દવા પશુચિકિત્સકની સલાહથી છાંટી અથવા પશુને નવડાવી શકાય.
 • ચેપી જાનવરને અલગ કરવા, જુદા રાખી પશુચિકિત્સક જોડે યોગ્ય સારવાર કરાવવી. સારવાર મુખ્યત્વે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે જેમ કે જો જાનવરનું લોહી એકદમ ઓછું હશે તો લોહી આપ્યા બાદ જ યોગ્ય સારવાર કરવી હિતાવહ છે.
 • તંદુરસ્ત જાનવરને રક્ષાવેકટી રસી મુકાવવી. જેનો ડોઝ ૩ મીલી. ચામડી નીચે છે. કાફફુડ રસી ( બચપણથી જ ) ૪ મહિનાની ઉંમરે ડોઝ આપી ત્યારબાદ સમયસર દર વર્ષે રસી અપાવવી જોઈએ.
 • આપણા ધણમાં / વિસ્તારમાં / ગામમાં આ રોગ વધુ પ્રવર્તમાન હોય તો રોગના નિયંત્રણના પગલાં રૂપે બીજા અન્ય ગાય વર્ગના પ્રાણીઓને બાહય પરોપજીવીની દવા આપવી ખાસ જરૂરી છે. જેમાં દવાની યોગ્ય માત્રા અને સારી દવા એક અગત્યનંંુ અંગ છે. બિમાર પશુને દવા હાથથી છાંટવી હિતાવહ છે. જેથી તેને વધુ તણાવ પહોંચે નહી. મૃત પામેલ જાનવરને પણ બાહય પરોપજીવીની સારવાર આપવી હિતાવહ છે. કારણ કે, તેના શરીરથી છુટ્ટી પડેલ ઈતરડી અન્ય જાનવરને રોગ કરી શકે છે.
 • આ રોગને કારણે પ્રતિકારકશકિત (ઈમ્યુન સીસ્ટમ) ખૂબ જ નિર્બળ પડી જાય છે.
 • અશકિતને દૂર કરવા પોષકતત્વોસભર સમતોલ આહાર આપવો ખાસ જરૂરી છે. વધુ પડતાં રોગિષ્ટ પશુને તણાવ ( જેવો કે, વધુ અંતર ચલાવવુ, નવડાવવું વગેરે) ન આપવો.
 • પાંડુરોગ (એનિમિયા) થતો હોઈ તેને લોહીનું પ્રમાણ વધારતી સારવાર આપવી હિતાવહ છે.
3.04761904762
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top