હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો દેશી ઉપાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો દેશી ઉપાય

ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો દેશી ઉપાય તમે પણ કરી શકશો

આજે લગભગ દરેક વસ્તુ નાં પેકેજીંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ લેવાય છે. શહેર નાં લગભગ દરેક પશુપાલક ગાયોને દૂધ દોહવાના સમય સિવાય આખો દિવસ ભટકતી રાખે છે ત્યારે ભૂખી ફરતી ગાયો ને પુરતો ખોરાક મળતો નથી કારણ કે શહેરો માં એમને ચરવા માટે યોગ્ય ખોરાક નથી મળતો. આવામાં ગયો જે કાંઈ મળે તે ખાઈ લે છે, પ્લાસ્ટિક,રબ્બર, ટાયર અને ચામડું પણ ચાવી જાય છે.
ગાય માતાને રસ્તે રઝળતા અટકાવવાની માનવતા તો નથી રહી, એમને ચરવા લાયક ભૂમિ પણ નેતાયો ખાઈ ગયા છે ત્યારે તેને પ્લાસ્ટિક ખાઈને મરતી તો બચાવી શકીએ છીએ.
આવા અખાદ્ય પદાર્થો ખાવાને લીધે તે પેટમાં જમા થાય છે અને તેની ગાંઠ બહારથી દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાને લીધે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો ખરેખર ગાયને માતા તરીકે માનતા હોઈએ તો થોડા દેશી ઈલાજ અપનાવી શકીએ.

જાણો ગાય નાં પેટ માંથી પ્લાસ્ટિક કાઢવા નો દેશી ઈલાજ

  • 200 ગ્રામ દીવેલ,
  • 200 ગ્રામ તલનું તેલ,
  • 200 ગ્રામ સરસીયું,
  • 100 ગ્રામ હરડેનું ચૂર્ણ

આટલું ભેગું કરી તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નીકળી જાય છે.

બીજા પ્રયોગ પ્રમાણે

  • 100 ગ્રામ લીમડો,
  • 100 ગ્રામ એરંડા અને
  • 100 ગ્રામ સરસવને
  • ઉપરની વસ્તુઓ છાશમાં મિશ્રણ કરવું.
  • આ મિશ્રણ ગાયના પેટમાં ગયા પછી રાસાયણિક પ્રક્રિયા શરુ થાય છે તેના લીધે પેટમાં રહેલું બધું જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નીકળી જાય છે.

ઉપર નાં પ્રયોગ રાજસ્થાનની ત્રણ જેટલી ગૌશાળામાં હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં 100 ટકા સફળતા મળી હતી. ગૌમાતા નો આ તાત્કાલિક ઈલાજ દરેક વ્યક્તિ કરી શકે છે તેમની જાણ બચાવા અને જરૂરિયાત વાળા સુધી પહોચાડવા સેર જરૂર કરજો

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

3.14285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top