অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનમાં ચાફકટરની અગત્યતા

પશુઓના નિભાવ માટે આપણે ત્યાં ખેતીની આડપેદાશો જેવી કે, બાજરી, જુવાર, ડાંગર મકાઈના પૂળા તેમજ ઘઉંનું ભૂસું, મગફળી તથા ચણા જેવા કઠોળ પાકોનું ગોતર વગેરેના ઉપયોગ થાય છે. ઉનાળાની ઋતુમાં લીલા ચારાની ઘણી અછત હોય છે. તે ઉપરાંત સૂકા ચારાના ભાવ પણ આસામને પહોંચે છે. આવી પરિસ્થિતિમાં પશુઓ દ્વારા થતો ચારાનો બગાડ આપણને પરવડે તેમ નથી.

ઉપરોક્ત મસ્યાઓના ઉકેલ માટે આર્થિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સરળ ભૌતિક પદ્ધતિ ચાફકટર છે. જે અપનાવવાથી પશુ ઉત્પાદન, નિભાવ તેમજ ઉછેર સરળ બની શકે છે અને ખર્ચમાં પણ ૨૫-૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.

ચાફકટરનો ઉપયોગ શા માટે?

  • ખેડૂતો પૂળા (કડબ)ને મોટેભાગે આખાને આખા નીરે છે. કેટલાક પશુપાલકો તેના બે કે ત્રણ ટુકડા કરે છે. આવા ટુકડા લાંબા હોવાથી પશુને ખાવા સરળતા રહેતી નથી અને લગભગ ૨૦ થી ૩૦ ટકા જેટલો રાડા રૂપે ચારાનો બગાડ કરે છે જે ઉકરડામાં કે બળતણ તરીકે જાય છે.
  • ટુકડા કર્યા વગરના પૂળામાં પાંદડાનો ભાગ પશુ ખાઈ જાય છે અને દાંડીવાળો જાડો ભાગ એમનાએમ રહેવા દે છે. આવા ભાગમાં રહેલા પોષકતત્વો નકામા જાય છે. ઉપરાંત ૩૦ ટકા એટલે કે ૧૦ કિ.ગ્રા. કડબમાંથી ત્રણ કિ.ગ્રા. પશુના પેટમાં જવાને બદલે ઉકરડામાં જાય છે.
  • સૂકા ચારાને ચાવવા માટે કુલ ખાદ્ય ઊર્જામાંથી ૧૦ર0% ઊર્જાશક્તિનો વ્યય થાય છે જે બચાવવા માટે સૂકા ચારાના નાના ટુકડા કરવા જરૂરી છે.
  • આર્થિક રીતે વિચારીએ તો ૨ પ કિ.ગ્રા. ના ભાવની ત્રણ કિ.ગ્રા. એટલે કે રૂ ૧૫ ની કડબ ઉકરડે નાખીએ છીએ એટલે કે એક વર્ષમાં પશુદીઠ રૂ ૫૪00- ગુમાવવાનો વારો આવે. આ વાત આજની મોઘવારીમાં કોઈ રીતે પોસાય તેમ નથી.
  • ઉદાહરણ તરીકે ચાફકટરનો ઉપયોગથી કોઈ એક ગામમાં 1000 પશુ દ્વારા ઓછામાં ઓછા ૨૫૦૦ કિ.ગ્રા. ચારા  પ કિ.ગ્રા.)ની બચત થાય તો દૈનિક રૂ.૧૨૫00/- મહિને રૂ.૩,૭૫,000/- અનેવર્ષે ૨૪૫ લાખ વેડફાતા અટકાવી શકાય.

ચાફકટર ના ફાયદાઓ :

  • કડબના જો નાના ટુકડા કરવામાં આવે તો પશુ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે.
  • ચારાનો દાંડીવાળો ભાગ ચાફકટરથી ઝીણા કટકા કરીને નીરવાથી તે ચાવવા, વાગોળવામાં તથા પચાવવામાં સરળ પડે છે તેમજ તેમાં ખર્ચાતી શક્તિનો પણ બચાવ કરી શકાય છે.
  • દૂધ ઉત્પાદન વધે છે અને પાડી-વાછરડીનો વિકાસ સારો થાય છે.
  • લીલા અને સુકા ચારાને ભેગા કરી આપી શકાય છે. આથી સૂકોચારો પણ પશુઓ બગાડયા વગર ખાઈ શકે છે.
  • જઠરની સાંદ્રતા જળવાય છે અને અપચાની બિમારીનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • લીલા અને સૂકા ચારાને ભેગા કરવાથી અમૂક પશુ દ્વારા અમૂક પસંદગીના જ ચારા ખાતાં અટકાવી દરેક પ્રકારનો ચારો ખવડાવી શકાય છે.
  • પશુ વધુ ખાઈ શકે છે અને તેની ભૂખ પણ સંતોષાય આ ઉપરાંત પાવરથી ચાલતા ચાફકટરો પણ મળી રહે છે.

ચાફકટર ના પ્રકાર :

ઘાસ કાપવાનો સૂડો (હાથથી ચાલતો) :

હાથસૂડો પ્રચલિત છે જે બાજરી, જુવાર વગેરેના પૂળા કાપવા માટે કામમાં આવે છે. આ સૂડાની બ્લેડ કમાન-પાટામાંથી બનાવેલ હોઈ જલદી ઘસાતી નથી. સૂડો હલકો અને ખેતરમાં લઈ જઈ શકાય તેવો છે. આ સૂડો લાકડાના પાટિયા પર ફીટ કરી શકાય છે. સૂડાનું હેન્ડલ લાંબુ (પાઈપના હાથાવાળુ) હોવાથી ઘાસ કાપતી વખતે ઓછી માનવશક્તિ વપરાય છે. આ સૂડાથી ઘાસ (કડબ) ના જરૂરિયાત મુજબ ટુકડા કરી શકાય છે. આ સુડાની કિંમત અંદાજિત ૨૪00 થી પ00 છે.

ફલાચ વ્હીલ (ગોળ પૈડાવાળું ચાફકટર) :

આ ચાફકટર હાથથી તેમજ પાવરથી પણ ચલાવી શકાય છે. નાના અને સીમાંત ખેડૂતો માટે હાથથી ચાલતું ચાફકટર વધારે ઉપયોગી છે. આ પ્રકારના ચાફકટરમાં એક ફેલાયવ્હીલ હોય છે જેની અંદરના ભાગમાં બે બ્લડ આપેલ હોય છે. ફલાયવ્હીલને ફેરવતાં બ્લેડને ટનિંગ ગતિ મળે છે. સ્ટેન્ડ પર ગોઠવેલ રોલરમાં પૂળા, લીલુ ઘાસ વગેરે આગળ ધકેલાઈ બ્લડના સંપર્કમાં આવતા કપાય છે. આ ચાફકટરથી પૂળાના ૭ થી ૨૫ મિ.મી.ની સાઈઝના ટુકડા કરી શકાય છે. આવા ચાફકટરની કિંમત અંદાજિત ૩000 થી ૪000 છે. કરી શકાય છે.જેમાં સ્ટેન્ડ સાથે ઈલેકટ્રિક મોટર, ડીઝલ એન્જિન કે ટ્રેકટરથી મળતા પાવરનો ઉપયોગ કરી ફલાય વ્હીલ ફેરવવામાં આવે છે જેમાં ત્રણ થી ચાર મજબૂત ધારવાળીબ્લેડ લગાવેલ હોય છે. આ ફેલાયવ્હીલ લોખંડના સ્ટેન્ડને બિલકુલ અડીને ફરે એ રીતે ધરી પર લગાવેલ હોય છે તે જ ધરી ઉપર દાંતાવાળા ચક્રો ગોઠવી ચક્રની મદદથી બે રોલર ફરે એ રીતે ગોઠવણી કરેલ હોય છે. પાવર સપ્લાય ચાલુ કરતાં ગીયર ચક્રો ફરે છે અને તેની મદદથી બે રોલર ફરે છે, જેમાં કડબ (ઘાસ) પકડવામાં આવે છે અને આ ઘાસ આગળ ધકેલાય છે.

આમ, આગળ ધકેલાયેલ ઘાસ ગોળ પૈડામાં રહેલ બ્લેડથી કપાય છે. બ્લેડની સંખ્યા વધઘટ કરવાથી ટુકડા નાના મોટા થાય છે યંત્રથી ચાલતા કપાયેલ કડબનો નીચે ઢગલો થાય છે. તે ફેરવતા રહેવો જોઈએ. ટુકડા થયેલ ઘાસનો ઢગલો બ્લોઅર અને પાઈપનો ઉપયોગ કરી ઊંચે પણ ચઢાવી શકાય છે. પાવરથી ચાલતા ચાફકટર વડે કલાકના ૪૦૦ થી ૫૦૦ કિલોગ્રામ જેટલું કડબ (પૂળા તેમજ ઘાસના ટુકડા) મેળવી શકાય છે.

સિલિન્ડર નળાકાર ટાઈપનું ચાફકટર (હાથ તેમજ પાવરથી ચાલતું) :

આ પ્રકારના ચાફકટરમાં સિલિન્ડર (નળાકાર) માં ત્રણ થી ચાર બ્લેડ લગાવેલ હોય છે જેમાં રોલરની મદદથી પૂળા (કડબ) પસાર કરવામાં આવે છે. જેથી સિલિન્ડરમાં રહેલ બ્લેડના સંપર્કમાં આવતાં તેના નાના ટુકડા થાય છે. આ પ્રકારના ચાફકટરની કાર્યક્ષમતા એક કલાકમાં ૧૨ કિ.ગ્રા. કડબ કાપવાની છે. આ ચાફકટરમાં કાપેલ કડબને એક બાજુ ઢગલો કરવાની તેમજ કાપેલ કડબના ટુકડાઓને બ્લોઅર (પંખા)ની મદદથી બંધ ભૂંગળા વચ્ચે ઊંચકી સાઈલેજમાં નાખવાની પણ વ્યવસ્થા હોય છે. આ પ્રકારના ચાફકટરો મોટા ભાગે ડેરી ફાર્મ, સરકારી ફાર્મ, મોટા તબેલાઓ વગેરે જગ્યાએ જોવા મળે છે. ચાફકટરની સાઈઝમાં તેમજ કડબ કાપવાની ક્ષમતા પ્રમાણે કિંમતમાં પણ ફેરફાર હોય છે.

ચાફકટર ની જાળવણી :

  1. આ યંત્રથી કામ શરૂ કરતાં પહેલાં તેના બધા દાંતા ચક્રો અને ધારને પૂરતુ ઉજણ પૂરવું જોઈએ.
  2. બ્લેડને કાનસ વડે કે ગ્રાઈન્ડર પર ધાર કાઢીને જ ઉપયોગમાં લેવી.
  3. યંત્ર ચલાવતા પહેલાં ઢીલા પડી થયેલા બોલ્ટ નટને કસવા જેથી અકસ્માત થાય નહીં.
  4. આ યંત્રથી કામ કરી લીધા પછી તેના દાંતાવાળા ચક્રો ધૂળવાળા કે અન્ય કોઈ કચરાવાળા થયા હોય તો તે સાફ કરવા.
  5. આ યંત્રના બધા ભાગ વર્ષમાં એક વાર છૂટા પાડી કેરોસીનથી ધોઈ સાફ કરી બેસાડવા જોઈએ. (૬) વરસાદમાં યંત્ર ભીંજાય નહીં તે માટે તેને યોગ્ય જગ્યાએ રાખી અને પ્લાસ્ટિકથી ઢાંકવું જોઈએ.

નોંધ: યંત્રનો ઉપયોગ ન હોય ત્યારે તેના ચક્રને (ફરતા ગોળ પૈડાને) સાંકળ વડે સ્ટેન્ડ સાથે બાંધી દેવું જેથી બાળકો રમતમાં ચલાવી અકસ્માત ન કરે.

સ્ત્રોત:ઓક્ટોબર-૨૦૧૭, ર્ષ :૭૦, સળંગ અંક :૮૩૪, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate