હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલકોની ૧૦૮ ઈમરજન્સી અને ઉપાય
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુપાલકોની ૧૦૮ ઈમરજન્સી અને ઉપાય

પશુઓ ની બીમારી અને તેના ઉપાય માટે ની માહિતી આપે છે.

૧. ગળસુંઢો એટલે શું?

આ એક જીવાણું થી થતો રોગ છે. જે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ માં તથા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે.

૨. ગળસુંઢાંના લક્ષણો શું છે?

 • જાનવર ને ખુબજ તાવ આવે છે.
 • નાકામથી ચીકણું પ્રવાહી ઝરે છે.
 • રોગ થયાના આશરે ૬ થી ૧૨ કલાકે ગળા ઉપર સોજો આવે છે અને પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

૩. ગળસુંઢાંને અટકવાના ઉપાયો શું છે?

ચોમાસાની ઋતુમાં ૧૫ દિવસ પેલા ગળસુંઢાંની રસી અચૂક અપાવી જોઈએ. તેમ છતાં રોગ આવ્યા પછી તાત્કાલિક પશુચિકિત્સક નો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

૪. ગળસુંઢાંના રોગ માં પશુનું જોખમ ખરું?

જો સારવાર ન કરાવોતો પશુનું મૃત્યુ નક્કી જ હોય છે.જયારે પશુચિકિત્સક જોડે સારવાર કરવાથી પશુ ને બચાવી શકાય છે.

૫. ગળસુંઢાંની રસી ગાભણ જાનવરોને આપી શકાય ખરી?

હા, કોઇપણ રોગ વિરોધી રસી ગાભણ જાનવરોને આપી શકાય. પરંતુ રસી આપ્યા બાદ કેટલીકવાર શરીર નું તાપમાન વધતું હોય છે. જે ગાભણ જાનવર ને નુકશાન કરતા હોઈ શકે તેથી બે દિવસ સુધી દિવસમાં બે કે ત્રણ વખત તાજા પાણીથી તેને નવડાવવા જોઈએ.

૬. ખરવા-મોવાસા એટલે શું?

તે એક વિષાણું જન્યક રોગ છે.જે સામાન્ય રીતે શિયાળા અને ઉનાળાની ઋતુ માં જોવા મળે છે.

૭. ખરવા-મોવાસા લક્ષણો શું છે?

 • જાનવર ને ખુબજ તાવ આવે છે.
 • મોઢા અને પગની ખરી વચ્ચે પ્રથમ ફોલ્લીઓ થાય છે. જે બાદમાં ચાંદામાં ફેરવાય જાય છે.જેથી જાનવરને ખાવામાં તેમજ ચાલવામાં તકલીફ પડે છે અને મોઢામાંથી સતત લાડ પડ્યા કરે છે.

૮. ખરવા-મોવાસાના રોગ થી ખેડૂત ને કેટલું આર્થિક નુકશાન થાય છે?

 • દુધાળા જાનવરોમાં દૂધ ઉત્પાદન નહિવત થાય છે.
 • ગાભણ ઢોરમા તરવાઈ જવાની શક્યતા પુરેપુરી રહેલ છે.
 • સતત ૧૦ થી ૧૫ દિવસ ખોરાક ના લઈ શકવાના કરને શરીર નું વજન ઘટી જાય છે. અને નાના બચ્ચાઓ તો કેટલીવાર મૃત્યુ પણ પામે છે.

૯. ખરવા-મોવાસા ને થતો અટકાવવા શું કરવું?

પશુપાલકોએ મેં મહિનામાં તથા નવેમ્બર મહિનામાં એમ વર્ષ માં બે વખત પશુને ખરવા -મોવાસા વિરોધી રસી અચૂક અપાવવી જોઈએ.

૧૦. રસી અપાવેલી હોય છતાં ખરવા-મોવસનો રોગ આવે ખરો?

હા, કેમકે ખરવા-મોવાસાના વિષાણું ઝડપથી તેનો આકાર બદલતો રેહતો હોવાના કારણે આવું શક્ય બની સકે છે.પરંતુ તેટલા જાનવરોના રોગની તીવ્રતા ઓછી રહેતી હોય છે.

૧૧. ખરવા-મોવાસા નો રોગ યા પછી સું કાળજી રાખવી જોઈએ?

આ એલ વિષાણું જન્ય રોગ હોવાથી તેની કોઈ સારવાર નથી પરંતુ મોઢા અને ખરીમાં પડેલા ચાંદાઓ માટે પશુચિકિત્સકની સલાહ પ્રમાણે પશુને સારવાર અપાવી કુણો ઘાસચારો આપવો જોઈએ અને વારંવાર તાજું પાણી પીવડાવતા રહેવું જોઈએ.

૧૨. ખરવા-મોવાસાની કોઈ આડઅસર છે ખરી?

આવા જાનવરો ખાસ કરી ને સંકર ગાયોમાં ઉનાળામાં સતત હાફ્વાના પ્રશ્નો બનતા હોય છે. જેમાં થાયરોકશીન નામની દવા પશુચિકિત્સકના માર્ગદશન હેઠળ આપવાથી પશુને રાહત થાય છે.

૧૩. જાનવરોને ન્યુમોનિયા થાય ખરો?

હા, જે કોઈ જીવ માં ફેફસા હોય તેમાં ન્યુમોનિયા થાય.

૧૪. ન્યુમોનિયા થવાના ખાસ કારનો ક્યાં છે?

કેટલાક રોગો જે સુક્ષ્મ જીવો થકી થતો ચેપ તેમજ દવા પીવડાવતી વખતે અથવા જાનવરને ઉલટી થતી વખતે પ્રવાહી શ્વાસનળીમાં ઉતરી જવાથી ન્યુમોનિયા થતો હોય છે.શિયાળાની ઋતુ માં પશુને ઠંડી રક્ષણ ના મળતા ન્યુમોનિયા થવાની શક્યતા વધી જાય છે.

૧૫. ન્યુમોનીયાના લક્ષણો ક્યાં છે?

 • નાકમાંથી ચીકણું પ્રવાહી ઝરવું.
 • તાવ આવવો
 • વારંવાર ઉધરસ આવવી
 • જાનવરનું ઉત્પાદન ઘટી જવું.

૧૬. જયારે જાનવર ચાવેલો ખોરાક ભાર કાઢતું હોય તો તેને શું થયું હોઈ શકે?

એવા જાનવરોમાં સામ-સામી દાઢ ધારદાર થય જતી હોય છે.જેને પશુચિકિત્સક સાથે ઘસવાથી તે મટી જાય છે.

૧૭. ઘણીવાર ગાય ભેસના જીભના પાછળના ભાગ ઉપર ગાંઠ જોવા મળે છે તેને શું કહેવાય છે?

ગાય ભેસ માં આવી ગાંઠ કુદરતી હોય છે. તે કોઇપણ રોગ નું લક્ષણ નથી.

૧૮. કેટલીકવાર ગાય ભેસના સામેના દાંત હલતા હોવાનું કારણ શું?

વાગોળતા દરેક પશુના સામેના દાંત હલતાજ હોય છે કેમ કે જો આવું ના હોય તો તે સામેના પેઢામાં ધસી નુકશાન કરી સકે છે.

૧૯. બાળકોની જેમ જાનવરોમાં પણ દાંત પડતા હોય છે?

બાળકો ની જેમ જાનવરો માં પણ દુધિયા દાંત અમુક સમાયંતરે પડતા હોય છે.અને તે પરથી તેની  ઉમર પણ જાની શકાય છે.

૨૦. ડચુરો (અન્નનળીનું અવરોધન) એટલે શું?

કેટલીક વખતે અમુક ખોરાક જેમકે બટાકા, સૂરણ, જેવા કન્દમુડો તથા મકાઈના ડુંડા વગેરે જેનું કદ મોટું હોય છે તે અન્નનળી માં અટકી જાય છે. તેને ડચૂરો કહેવાય છે.

૨૧. ડચૂરો થાય તો તેનો ઉપાય શું?

રબરની કડક પાઈપથી ફસાયેલી વસ્તુને પશુચિકિત્સકની મદદ થી તેની હોજરી શુધી ધકેલી શકાય છે. અમુક જ કિસ્સામાં ઓપરેશન દ્વારા નિકાલ કરવો પડે છે.

૨૨. આફરો એટલે શું?

જાનવરની હોજરી માં ગેસ ભરાવાથી જાનવરનું ડાબું પડખું ફૂલી જાય છે તેને આફરો કહેવાય છે.

૨૩. શું આફરો જીવલેણ રોગ છે?

હા, તે સમયસર સારવાર ન મળે તો કેટલાક જાનવરો તરત જ મૃત્યુ પામે છે.

૨૪. આફરાનો કોઈ ઘરેલું ઉપાય ખરો?

હા, ૫૦ ગ્રામજેટલું કોઇપણ ખાવાના તેલમાં ૧૦૦ ગ્રામ જેટલો ખાવાનો સોડા ભેળવી નાડ વડે પીવાડાવાથી ૧૦ થી ૧૫ મિનીટ માં આફરો મટી શકે છે.

૨૫. પશુને આફરો થવાના કારણો શું છે?

વધુ પડતો કુણો રજકો, બાજરી અને જુવાર જેવો ઘાસચારો તેમજ માપ ભાર દાણ ખાવાડાવાથી આફરો થાય છે.

૨૬. જાનવર લોખંડ ગળી શકે ખારા?

હા, નાના સાકળના ટુકડા,લોખંડ ની ખીલી, વાયર ના તાર વગેરે વસ્તુઓ જાનવર ખોરાક ની સાથે ગળી શકે છે.

૨૭. લોખંડ ગળવાથી જાનવરને કોઈ નુકશાન થાય ખરું?

હા, વજનદાર વસ્તુ ગળી જાય તો અપચો થાય છે , તેમજ વારંવાર આફરો ચડી જવાના કિસ્સા બને છે . જેથી લાંબા સમયે નબળાઈ આવી જાનવર મૃત્યુ પામે છે જયારે અણીદાર લોખંડ ના કારણે સમયસર ઉપચાર ના મળે તો જાનવર મૃત્યુ પામે છે.

૨૮. જાનવર લોખંડ ગળી જાય તો ક્યાં ચિન્હો જોવા મળે?

 • જાનવર ખાવાનું ઓછુ કરી દે છે
 • તાવ આવે છે. હલનચલન કરવાનું ટાળી બેસી રહે છે.
 • સમયાન્તરે આફરો ચડે છે.
 • અણી વાળું લોખંડ છાતીમાં ધસી ગયા પછી તો આગળ માં બન્ને પગ વચ્ચે સોજો આવે છે.

૨૯. જાનવર લોખંડ ગળી ગયું છે તે કેવી રીતે જાણી શકાય?

 • જાનવર માં જોવા મળતા ચિન્હો પરથી
 • લોખંડ તપાસવાના સાધન ધ્વારા
 • એક્ષરે દ્વ્રારા

૩૦. જાનવરે ગળેલા લોખંડ ને હોજરીમાં ઓગળવાની કોઈ દવા ખરી ?

ના

૩૧. મેણો ચડવો એટલે શું?

ઘણી વખત એરંડા કે કુણી જુવાર ખાવાથી તેનું ઝેર લોહીમાં ચડે છે અને તેને મેણો ચડ્યો એમ કહેવાય છે.

૩૨. મેણો ચડે તેના લક્ષણો શું છે?

 • શરીરમાં ખેચ આવે છે
 • પગ પછાડે છે.
 • આંખો તને છે.
 • મોઢામાંથી ફીણ આવે છે.
 • બરાડા પડે અને વારંવાર પોદલો કરે છે.
 • આફરો પણ આવે છે.

 

૩૩. મેણા ની સારવાર શું છે?

વધુ પ્રમાણમાં ઝેરી અસર થાય તો જાનવર મૃત્યુ પામતા હોય છે. તેમ છતાં પશુચિકિત્સક દ્વારા અપાતી એટ્રોપીન સલ્ફેટ અને જુદા જુદા ઝેરી પદાર્થો સામેની પ્રતિકારક દવા આપવાથી જાનવર   સાજુ થાય છે.

૩૪. આંતરડા ના બંધ વિશેની સામાન્ય માહિતી આપો.

કોઈ પણ કારણ જેવા કે ખાધેલા ખોરાકનો ડૂચો, આંતરડાની આંટી, કેન્સરની ગાંઠથી આંતરડા ઉપર થતું બાહ્ય દબાણ વગેરેને કારણે થતા ગળાના અટકાવને આંતરડાનો બંધ કહે છે.

૩૫. આંતરડા ના બંધ ના ચિન્હો ક્યાં ક્યાં છે?

 • જાનવર વારંવાર ઉઠ-બેસ કરે છે.
 • તેના પેટ સામે જોયા કરે છે.
 • ખાવાનું બંધ કરે છે.
 • બેસવાની જગ્યા એ ખાડા પડે છે.
 • બંધ પડ્યાના બે દિવસ પછી પોદલો કરવાનું બંધ કરે છે.
 • ગુદામાંથી ચીકણો પદાર્થ નીકળે છે.

૩૬. આંતરડાના બંધ ની સારવાર શું છે?

ખોરાકના ડુંચાના કારણે બંધ હોય તો વિલાયતી મીઠું-૪૦૦ ગ્રામ, સાજી ખરો -૧૦૦  ગ્રામ અને હિમાલયન બત્તીસા - ૧૦૦ ગ્રામ મિશ્રણ કરી ૫૦૦ થી ૭૦૦ ગ્રામ ખાવાના તેલ સાથે નાળ વાતે     આપવાથી ૨૪ કલાકમાં બંધ વછુટી શકે છે.

૩૭. ઝાડા થવાના કારણો શું છે?

આંતરડા માં થતો ચેપ, ઝેરી ખોરાક, સડેલો ખોરાક, આંતરડામાં કૃમિ , આંતરડાની ઈજા , કેન્સર વગેરે ઝાડા થવાના મુખ્ય કારણો છે. તે સિવાય બ્દીયાનો રોગ અને આંતરડાની ટી.બી. માં પણ સતત ઝાડો જોવા મળે છે.

૩૮. જાનવર ને ઝાડા થાય તો શું કરવું?

તાત્કાલિક પશુચિકિત્સક નો સંપર્ક કરવો જેથી રોગ નું કારણ જાણી યોગ્ય સારવાર કરી શકાય.

૩૯. ગુદાભ્રંશ એટલે શું?

જાનવરના વારંવાર જોર કરવાથી ગુદાનો ભાગ શરીરની બહાર આવી જાય છે , જે ગુદાભ્રંશ તરીકે ઓળખાય છે.

૪૦. જાનવરને પથરી થાય ખરી?

હા

૪૧. સંપૂર્ણપણે પેશાબની અટકાયત હોય તો શું કરવું?

તાત્કાલિક પશુચિકિત્સક નો સંપર્ક કરી મૂત્રનડીમાં થયેલ અવરોધ માટે ઓપરેશન કરવી સારવાર અપાવવી જોઈએ. આવું ના કરવામાં આવે તો મૂત્રાશયમાં મૂત્રનો ભરાવ થતા બે થી ત્રણ દિવસમાં તે ફાટી જશે અને જાનવર ની સજા થવાની શક્યતા ઓછી થતી જશે.

૪૨. પશુ લાલ પેશાબ કરતું હોઈ તો ક્યાં કારણો હોઈ શકે ?

બબેસીયોસીસ નામનો લોહી નો રોગ, મૂત્રતંત્રમાં થયેલ પથરી, કેટલાક ખાદ્ય પદાર્થો અથવા ઝેરી ખોરાક ની આડઅસર તેમજ અમુક ખનીજ તત્વોની લોહીમાં ઉણપ હોવાથી લાલ પેશાબ થાય છે.

૪૩. કૃત્રિમ વીર્યદાન એટલે શું?

આ પદ્ધતિમાં સાંઢ/ પાડાનો ઉપયોગ કર્યા સિવાય ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાંઢ/પાડાના વીર્યને વેતરમાં આવેલ ગાય/ભેસ ના માદા જનનાંગોના રસ્તે કમળમાં એક સીરીજ અને નળીની મદદ થી મુકવામાં આવે છે.

૪૪. કૃત્રિમ વીર્યદાન ના ફાયદા શું છે?

 • ઉત્તમ સાંઢનો ઉપયોગ જેમ કે એક વખતના વીર્યથી ૨૦૦ થી ૩૦૦ ગાયને ફાળવી શકાય છે.
 • જનનાંગોના રોગોનો અટકાવ- ચેપી રોગો જેવા કે ચેપી ગર્ભપાત અને અન્ય
 • ઉચ્ચ જનીનિક બંધારણ ધરાવતા સાંઢ/પાડા ધ્વારા પ્રજનન
 • સારા સાંઢ નો વધારે ઉપયોગ
 • સંકર સવર્ધનમાં સગવડતા
 • દુનિયાના કોઇપણ ખૂણે થી બીજ્દાનના ડોઝ લાવી ઉપયોગ કરી શકાય છે.

૪૫. જુદા જુદા જાનવરો માં ગર્ભાવસ્થાનો સમય શું છે?

 • ભેંશ-૩૧૦ દિવસ
 • ગાય-૨૮૦ થી ૨૮૫ દિવસ
 • ઘેટા/બકરા-૧૫૦ દિવસ
 • કુતરી- ૬૩ દિવસ
 • ઘોડી - ૩૪૦ દિવસ
 • હાથણી- ૭૨૦ દિવસ

૪૬. પશુમાં ગર્ભ ચકાસણી ક્યારે કરાવવી?

પશુ બંધાવ્યા પછી થી ૩ મહીને

૪૭. ગર્ભ ચકાસણી કરવાની શું જરૂરિયાત છે?

પશુ ગાભણ છે કે નય તે જાણી શકાય છે જો પશુ ખાલી હોય તો તેનું કારણ જાની પશુચિકિત્સક પાસે સારવાર કરવી શકાય છે.

૪૮. પશુ ગાભણ હોય તો તેના બાહ્ય દેખાવ પરથી ખ્યાલ આવે કે નય?

પ્રથમ વખત ની પાડી/વાછડી,અ સાડાત્રણ થી ચાર મહિના પછી બાવલામાં વિકાસ પરથી ખ્યાલ આવી શકે પરંતુ એક થી વધારે વખત વિયાયેલ પશુમાં તે ફક્ત છેલ્લા મહિનામાં જ જાણી શકાય.

૪૯. ગાભણ ગાયભેંશ લાળી કરતા હોય તો શું ફરી બીજદાન કરાવવું જોઈએ?

આવા કિસ્સામાં પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ જેથી લાળીના પ્રકાર વિશે જાની શકાય છે.

૫૦. ભેંશ ના બે વિયાણ વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ?

૧૩ થી ૧૫ માસ

૫૧. ગાય ભેંશ માં વિયાણ પછી મેલી કેટલા સમય માં પડી જવી જોઈએ ?

૧૨ થી ૧૮ કલાક

૫૨. ખરાટુ બચ્ચાને પીવડાવવું જોઈએ કે નય?

હા, બચ્ચાના જન્મ ના ૩૦ મિનીટ થી ૧ કલાક ની અંદર

૫૩. પશુમાં વેતરમાં આવ્યા ના ચિન્હો ક્યાં ક્યાં છે?

પશુ જયારે વેતરમાં આવે ત્યારે તે સાંઢ/પાડા ને મળવાની ઈચ્છા પ્રદશિત કરે છે.બેચેન બની જાય છે. તે વારંવાર પૂછડું ઉચું કરે છે.પાછળની બાજુ જોયા કરે છે. વારંવાર પેશાબ કરે છે. એકબીજા ને સુંઘે છે. બીજું જાનવર પોતાની પાસે આવતાજ તે પૂછડી ઉંચી કરે છે.યોનિના હોઠ વચ્ચે થી ચીકણો પ્રવાહી નીકળે છે. પશુ બરાડે છે. દૂધ આપવાનું અને ખોરાક લેવાનું ઓછુ કરે છે.

૫૪. પશુ વેતરમાં આવ્યા પછી ક્યારે બીજદાન કરાવવું જોઈએ?

જો વેતરમાં યા ની ચોક્કસ ખાતરી હોય તો તેના ૧૨ થી ૧૪ કલાક પછી

૫૫. ગાય ભેંશ કેટલો સમય વેતરમાં રહે છે?

સરેરાશ ૨૧ કલાક છે.

૫૬. પશુ લાંબા સમય શુધી વેતરમાં રહે તો શું કરવું જોઈએ?

આવા પશુઓમાં અંડપીંડને લગતી સમસ્યા હોય છે તો પશુચિકિત્સકનો સંપર્ક કરી યોગ્ય સારવાર જોઈએ.

૫૭. પશુમાં માટી ખસવાના કારણો શું છે?

નબળાઈને કારણે, વારસાગત, વિયાણ સમયે બચ્ચને ખેચ્વાથી જનનાંગો ને થયેલી ઈજા,મેલી રહી જવાથી, ગર્ભાશય નો ચેપ હોવાથી, કેલ્શિયમ ની ઉણપ હોવાથી , પ્રજનનજન્ય અંતસ્ર્તાવો    સરેરાશમાં અસમાનતા હોવાથી

૫૮. જો વિયાણ સમયે ભેંશ ચૂકતી હોઈ તો શું કરવું જોઈએ?

આવા કિસ્સામાં ૬ કલાક રાહ જોવી જોઈએ . ત્યારબાદ કેટલીક તકલીફો જેવી કે ગર્ભાશય ની આંટી, બચ્ચાની સ્થિતિ વગેરે ની તપાસ માટે તાત્કાલિક પશુચિકિત્સક નો સંપર્ક કરવો જોઈએ.

૫૯. જો ગાય/ ભેંસ વારંવાર ઉથલા મારતી હોઈ તો શું કરવું?

કોઈ પણ પશું ને વધુ માં વધુ ત્રણ વખત ફેળવ્યા બાદ ગર્ભાધાન ના થાય તો પશુચિકિત્સક પાસે ગર્ભાશય નું પરીક્ષણ કરવી યોગ્ય નિદાન કરાવી સારવાર કરાવી જોઈએ.

૬૦. ગર્ભાધાન તપાસ કરાવાથી પશુ કે બચ્ચા ને કોઈ નુકશાન થાય ખરું?

ના

૬૧. વધુ માં વધુ કેટલા સમય શુધી એક સાંઢ/ પાડા ને સેવા માટે આવરી શકાય છે?

વધુમાં વધુ ૩ વર્ષ એટલે કે જે તે સાંઢ/પાડા નની જયારે પુખ્તવયની થય જાય તે પહેલા સાંઢ/પાડા ને બદલી દેવો જોઈએ.

૬૨. બચ્ચા ને કેટલું ખીરું આપવું જોઈએ?

સામાન્ય રીતે બચ્ચા ના શરીરમાં ૧૦% પ્રમાણે બે ભાગ માં વહેચી ને ખીરું આપવું જોઈએ

૬૩. વિયાણ બાદ પશુને ફરી ક્યારે બંધાવવું જોઈએ?

આદર્શ પશુપાલન માટે વિયાણના ૪૫ થી ૯૦ દિવસમાં ફરી થી ગાભણ થય જવું જરૂરી બને છે.

૬૪. જો પશુમાં ગર્ભપાત થાયતો શું કરવું?

તરત જ પશુચિકિત્સક નો સંપર્ક કરી દવા કરાવવી જોઈએ તથા ગર્ભપાત થયેલ બચ્ચા સહિતની મેલીને તાત્કાલિક ઊંડો ખાડો કરી ને દાટી દેવી જોઈએ. પશુનો વાળો સ્વચ્છ કરી જંતુનાશક        બનાવવો જોઈએ.

૬૫. ઉનાળામાં ભેંસ ઘણી વાર વેતરના ચિન્હો જોવા મળતા નથી તો શું કરવું?

વધુ પડતા તાપ અને અથવા ઠંડી માં આવું જોવા મળતું હોય છે, તેથી તેવા સમયમાં તાપમાનની આડઅસર અટકાવવા માટે પગલા લેવા જોઈએ.

૬૬. શું પશુ બરાડે તો જ તેને બંધાવવું જોઈએ?

ના,આજે મોટાભાગના વેતરમાં આવેલ જાનવર બરાડતા નથી તેથીવેતરના અન્ય ચિન્હો પારખી જાનવર ને બંધાવી દેવું જોઈએ.

સ્ત્રોત : નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી , નવસારી (કૃષિ ગૌવિદ્યા)

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.8275862069
રોહિત Oct 05, 2019 07:46 PM

ભેસ ને માટી ખસી જાય એની દવાઓ

Anonymous Dec 30, 2018 11:32 PM

ભેસ બેઠક પડી છે એટલા માટે શું કરવું જોઈએ પીવાની છે

કોળી ભરતભાઈ સોંડાભાઈ Nov 19, 2018 12:36 AM

ગાય ને વિયાણ ના 15 દિવસ જેવુ બાકી છેને આંચર મા સોજો આવે છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top