હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુધન વીમા સહાય યોજના વિષે જાણો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુધન વીમા સહાય યોજના વિષે જાણો

પશુધન વીમા સહાય યોજના વિષે જાણો

માર્ગદર્શક સિદ્ધાંતો

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ, ગાંધીનગર દ્વારા ભારત સરકારના સૂચવેલ માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ  આ યોજનાનું અમલીકરણ થાય છે.
 • યોજના અંતર્ગત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, ખેડા, વડોદરા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ કરેલ છે.
 • દેશી ગાય-ભેસ કે જેનું વેતરદીઠ દૂધ ઉત્પાદન ઓછામાં ઓછુ ૧૫૦૦ લિટર અને સંકર ગાય કે જેનું વેતરદીઠ દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું ૨૦૦૦ લિટર  હોય તેવા પશુઓને આવરી લેવામાં આવે છે.
 • ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ઈ-ટેન્ડરીંગથી પશુધન વીમા સહાય યોજના માટે વીમા કંપની પસંદ કરાય છે જેમાં પ્રીમિયમના ૫૦ % + સર્વિસ ટેક્ષ પશુ માલિક પાસેથી અને પ્રીમિયમના બાકીના ૫૦%ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ચુકવાય છે.
 • પશુની બજાર કિંમત નક્કી કરવા પશુ પસંદગી સમિતિએ પશુની કિંમત નક્કી કરતી વખતે નાબાર્ડ નક્કી કરેલ કિંમતને તળિયાની કિંમત ગણી વધુ ઉત્પાદન આપતા પશુની કિંમત તેના દૂધ ઉત્પાદન મુજબ રહેશે.
 • કોઈપણ પશુપાલક માટે આ યોજનામાં વધુમાં વધુ બે પશુઓને એક વર્ષ તેમજ ત્રણ વર્ષના વીમા પ્રીમિયમ ઉપર વીમા સહાય આપવામાં આવે છે.
 • પસંદ કરેલ પશુનો વીમો અગાઉ લીઘેલ હોય તો ચાલુ હોવો જોઈએ નહીં.
 • વીમો ઉતારવામાં આવેલ પશુને નાનકડી કડી મારવાનો ચાર્જ ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ ચુકવશે.
 • વીમા પ્રીમિયમનાં નાણાં વીમા કંપનીમાં જમા થયા તારીખથી જ પશુ વીમાનું જોખણ ચાલુ ગણાશે.
 • વીમા પ્રીમિયમની ૫૦% રકમ બોર્ડ અગાઉથી વીમા કંપનીમાં જમા કરાવે છે, બાકીની ૫૦% + સર્વિસ ટેક્ષની રકમ લાભાર્થીએ વીમા એજન્ટને ટેગિંગ  વખતે ચૂકવવાની રહેશે.
 • વીમો લીધેલ પશુના કાનેથી કડી પડી ગયા અથવા ખોવાયા અંગેની લેખિત જાણ વીમા કંપનીને કરવાની રહેશે તથા તેની નકલ પશુ દવાખાનાના  પશુચિકિત્સકને કરવાની રહેશે. કડી વગરના વીમા દાવા વીમા કંપની મંજૂર કરશે નહીં, તો તેની જવાબદારી જે તે વીમેદારની રહેશે.
 • વીમો લેવાનો હોય તે ગાયની ઉમર ર થી ૧૦ વર્ષ તથા ભેસની ઉમર ૩ થી ૧૨ વર્ષની હોવી જોઈએ તથા આ વયમર્યાદામાં આવતું પશુ રોગિષ્ઠ, વાંઝિયું,  ઘરડું, ખોડ-ખાપણવાળું કે બિમાર હોવું જોઈએ નહી.
 • વીમો લીધેલ પશુને ખરવા-મોવાસા, ગળસૂઢો, હડકવા જેવા રોગો સામે ફરજિયાત રસી મુકાવી લેવાની જવાબદારી જે તે પશુમાલિકની રહેશે. આવા રોગથી મૃત્યુ પામેલ પશુનો દાવો નામંજૂર થશે જેની જવાબદારી પશુમાલિકની રહેશે.
 • વીમાવાળુ પશુ મરણ પામે તો તાત્કાલિક પશુમરણ અંગેની લેખિત જાણ વીમા કંપનીને અને સ્થાનિક પશુ ચિકિત્સા અધિકારીને પણ કરવાની રહેશે.
 • પશુની મરણોત્તર તપાસ પશુદવાખાનાના પશુચિકિત્સા અધિકારી મારફતે જ કરાવવાની રહેશે, જે અંગેની ફી ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ ચુકવશે.
 • કોઈપણ સંજોગોમાં મરણ તપાસ પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી મારફતે જ કરાવવાની રહેશે, જે અંગેની ફી ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ  બોર્ડ ચુકવશે.
 • વીમાવાળુ પશુ મરણ પામ્યા બાદ પશુમાલિકે દાવાનું પત્રક તાત્કાલિક સંબંધિત પશુદવાખાનાના પશુચિકિત્સા અધિકારી દ્વારા ભરાવવાનું રહેશે અને દાવા પત્રક તથા કાનની કડી તાત્કાલિક વીમા કંપનીને પહોચતી કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં રજૂ ન કરવાથી વીમા કંપની દાવો નામંજૂર પણ  કરી શકે છે.
 • કોઈપણ કારણસર સમયમર્યાદામાં પશુમાલિક તરફથી દાવાપત્રક નહીં મળવાના કારણે વીમો કંપની દાવો નામંજૂર કરે તો તે માટે જે તે પશુમાલિક જવાબદાર રહેશે.
 • વીમો ઉતારેલ પશુની જરૂરી સારવાર અને સારસંભાળ કરવી આવશ્યક છે. પશુમાલિકની બેદરકારીથી થતા રોગો સામે સારવાર ન કરાવવાથી કે અવૈજ્ઞાનિક સારવારથી પશુ મરણ પામશે તો તેવા સંજોગોમાં દાવો નામંજૂર થશે.
 • વીમા કંપની મંજૂર થયેલ પશુવીમા દાવાની રકમ પશુમાલિકને ચેક દ્વારા પશુચિકિત્સા અધિકારી મારફતે ચુકવી આપશે, જે માટે પશુમાલિકનું બેકમાં ખાતુ હોવુ આવશ્યક છે.
 • ઉપરોક્ત શરતોને આધિન આ યોજનાનો લાભ પશુમાલિકો લઈ શકશે. યોજનાના અમલીકરણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા  ગોઠવવામાં આવી છે.

પશુ વીમા યોજનાની શરતો :

નોંધ : આ અંગેની વધુ જાણકારી માટે સ્થાનિક પશુ દવાખાના, જિલ્લા પંચાયત અથવા ગુજરાત ડેવલપમેન્ટ બોર્ડ, ગાંધીનરનો સંપક સાધવાનો રહેશે.

પશુપાલન અને ડેરી રાષ્ટ્રીય અને ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે. પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે પશુપાલકોને રોગપ્રતિકારક રક્ષણ અને આનુવંશિક ગુણોનો વિક્સની સાથે પશુઓને આકસ્મિક ગુમાવવા પડે ત્યારે રક્ષણ આપવું જરૂરી છે. આ માટે ભારત સરકારે પશુધન વીમા યોજના  શરૂ કરેલ છે.

સ્ત્રોત:

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ,

કુષિ ભવન, સેક્ટર ૧૦-એ, પોડિયમ લેવલ, ગાંધીનગર

ફોનઃ ૨૩૨૫૭૯૨૦, ફેક્સ : ૨૩૨૪૪૬૧૮

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top