অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વચ્છ દૂધ ઉત્પાદન

માહિતી

  • જે દૂધ  તંદુરસ્ત (નિરોગી) દુધાણા પશુઓ ધ્વારા, શુધ્ધ, અને સ્વચ્છ વાતાવરણ માં દોહેલું હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુંગધ ધરાવતુ હોય, ધુળ, માટી ,રોગ ના જીવાણું ઈત્યાદીથી મુક્ત હોય ,દવાઓ , કીટક નાશકો, વિષ,ભારે ધાતુઓ, વિગેરે ઝેરી રસાયણોના અવશેષોથી મુક્ત હોય તેમજ ખુબજ ઓછી સંખ્યામાં સૂક્ષ્મજીવાણુંઓ ધરાવતું હોય, તેવા દૂધ ને સ્વચ્છ દૂધ કહી શકાય.

શા માટે?

  • સ્વચ્છ દૂધ જલદી બગડતું નથી.
  • તે આરોગ્ય ને હાની પહોંચાડતું નથી.
  • તે દૂધ અને દૂધની બનાવટો(વાનગીઓ) બનાવવા માટે વધુ સમય સુધી યોગ્ય રહે છે.
  • તેમાંથી બનાવેલ બનાવટો(વાનગીઓ) ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે.
  • તે ઉચ્ચ કિંમત અપાવી શકે છે.
  • દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ બને છે.

પાયાની બાબતો

  • સ્વચ્છ અને નિરોગી પશુ.
  • સ્વચ્છ ગમાણ અને વાતાવરણ.
  • સ્વચ્છ વાસણો.
  • સ્વચ્છ અને નિરોગી દોહનારા.
  • સ્વચ્છ પાણી.
  • સુદૃઢ,સુરક્ષિત અને ઝડપી વહન.
  • તંદુરસ્ત ચિલીંગ તેમજ પ્રક્રીયા.

કેવી રીતે મેળવાય ?

સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં મુખ્ય જવાબદારી દૂધ ઉત્પાદકોએ જ નિભાવવાની છે. દૂધ ઉત્પાદન દરમ્યાન વિવિધ રીતે કાળજી લેવામાં આવે તો જ સ્વચ્છ દૂધ મેળવી શકાય છે.આ ઉપરાંત દૂધ ને સ્વચ્છ અને સારી જીવાણુંકીય ગુણવત્તાવાંળુ રાખવા દૂધ દૂધ સહકારી મંડળીએ, દૂધ ની હેરફેર કરતા વાહન ચાલકોએ તેમજ શીત કેન્દ્ર અને ડેરી પ્લાન્ટ ના કમૅચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે. દૂધ ઉત્પાદકોએ નીચે મુજબની કાળજી લેવી જોઈએ.
  1. પશુધનની ખરીદી કરતાં પહેલાં તે રોગ મુક્ત છે કે કેમ તેની ખાત્રી કરી લો અને પશુને યોગ્ય રસી મુકાવી રોગ મુક્ત રાખો .
  2. પશુઓના રોગ જેવાકે આઊનો સોજો(મસ્ટાઈસીસ) ક્ષય(ટી.બી) ગેસ્ટોએન્ટ્રઈટીસ(પેટની ગડબડ) તેમજ ચેપી ગભૅપાત(બ્રુસેલોસીસ) અને ખરવાસો- મોવાસો (ફૂટ એન્ડ માઉથ ડીસીસ) વાળા પશુને સારા પશુ થી દુર રાખો.(બાંધો) અને તેમની યોગ્ય સારવાર કરાવો. આવા ઢોર નું દૂધ બીજા સારા દૂધ સાથે ભેળવી બધાજ દૂધને દુષિત ક્દી ન કરશો.
  3. પશુના શરીર પરના તેમજ પૂંછડા પરના લાંબા વાળ પર  છાણ અને માટી સહેલાઈથી ચોટી રહે છે આથી તેને યોગ્ય સમયે કાપતા રહો અન્યથા આવા વાળ દૂધમાં પડે છે. અને દૂધને દૂષિત કરે છે.
  4. પશુનું શરીર અવારનવાર ધોઈ ને સ્વચ્છ રાખો.
  5. પશુને સંતુલીત આહાર અને ભરપુર પાણી(શક્ય હોયતો ૨૪ ક્લાક) આપી તંદુરસ્ત રાખો.
  6. પશુઓને રાખવાની ગમાણ / કોઢ ની રચના સુદૃઢ હોવી જોઈએ શક્ય હોય ત્યાં પાકી પશુશાળા બનાવી ભોંયતળીયું સીંમેન્ટ ક્રોક્રીટનું રાખવું જોઈએ.કોઢમાંથી મળમૂત્ર નો નિકાલ શક્ય તેટલો ઝડપી કરો.
  7. માખી, જીવડા, ઉંદર, વિગેરે નો અંકુશમાં રાખવાય યોગ્ય ઉપાય કરો.
  8. દૂધ દોહવાના અર્ધા કલાક પહેલાંજ કોઢ ની સફાઈ કરી લો. દૂધ દોહવાના તુરત પહેલા સાવરણેથી સફાઈ ક્દી ન કરવી કારણ કે તેનાથી ધૂળ ના રજકણો હવામાં ઉડે છે જે દૂધ દોહતી વખતે તેમાં ભળી દૂધ ને દૂષિત કરી તેમાંના જીવાણુંઓની સંખ્યામાં વધારો કરે છે.
  9. દૂધ દોહતા પહેલાં ઢોર ને સૂકો ચારો ન નાંખો આનાથી હવામાં રજકણો ફેલાય છે.જે દૂધ ને દૂષિત કરે છે.
  10. દૂધ દોહતા પહેલાં હુફાળા પાણીથી પશુ ના આંચળ અને બાવલુ ધુઓ.ત્યારબાદ સ્વચ્છ કપડાથી લુછીને સુકા કરી.હવે બજારમાં આયોડોફોર જેવા પ્રવાહી મળે છે. જે સુક્ષ્મજીવાણુંઓનો નાશ કરવામાં મદદ કરે છે શક્ય હોય ત્યાં૫૦ મિલી ગ્રામ આયોડોફોરનું એક લીટર પાણીમાં દ્રાવણ બનાવી આંચળ,બાવલું અને હાથ ધોવા જોઈએ.
  11. દૂધ દોહનાર વ્યકિત કોઈ ચેપી રોગથી પીડાતા ન હોવા જોઈએ તેમજ તેની ટેવો પણ સારી હોવી જોઈએ.દૂધ દોહનારે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવાં જોઈએ. દૂધ ના દોહનારે દોહતાં પહેલાં શક્ય હોય ત્યાં પોતાના હાથ સાબુથી અને હુફાળા પાણીથી ધોવા જોઈએ આયોડીન નું ૫૦-૫૭ મિલી ગ્રામ/ લીટર વાળું દ્રાવણ હાથ ધોવા વાપરવું વધુ હિતાવહ છે.
  12. પશુ ના વિયાણ પછી નું ત્રણ –ચાર દિવસ નું દૂધ વાછરડાને પીવડાવવું. આનાથી વાછરડાને પુરતુ પોષણ મળે છે.અને તેની  રોગપ્રતિકારક શકિત વધે છે. આ દૂધ દોહી ને બીજ દૂધ સાથે ભેળવવાથી ગરમ  કરતી વખતે ફાટી જાય છે. અને બધા દૂધ ને બગાડે  છે.
  13. દૂધ દોહતી વખતે પ્રથમ ચાર – પાંચ શેળ જુદા વાસણામાં કાઢી આ દૂધ સૂક્ષ્મજીવાણુંઓની સંખ્યા વધારે હોય છે.તથા તેની વાસ સારી હોતી નથી. વધુમાં પશુને કોઈ રોગ થયો  છે કે કેમ તે આ દૂધ ના નિરીક્ષણ પરથી ખ્યાલ આવી શકે છે.
  14. દોહતી વખતે દૂધ પર કે દૂધના વાંસણ પર ખાંસી, બોલવું કે છીંક્વુ જોઈએ નહિં.આમ કરવાથી દૂધ દૂષિત બને છે.
  15. વિના વિલંબે દૂધને મંડળીમાં પહોંચાડી દો જેટ્લો સમય વધારે તે તમારી પાસે રહેશે એટલીજ એમાં સૂક્ષ્મજીવાણુંઓની વ્રુધ્ધિ થશે. મંડળીએ દૂધ ભરવા જતી વખતે દૂધનું વાંસણ ઢાંકેલુ રાખો.ખુલ્લી પવાલી કેડોલમાં લઈને આવવાથી હવામાં જીવાણુંઓ તેમાં ભળી દૂધ પ્રદૂષિત કરે છે.
  16. દૂધ દોહવા  વપરાતું વાસણ સ્વચ્છ સુકુ અને સાંક્ડા મોં વાળુ હોવું જોઈએ.
  17. દૂધ ની હેરફેરમાં વપરાતા વાસણો  સ્ટેનલેશ સ્ટીલના હોવા જોઈએ.વાસણો ની સપાટી લીસી ખાચાં તેમજ તીરાડ વગરની હોવી જોઈએ.જેથી વાસણોને સહેલાઈથી ધોઈ શકાય.અને ધૂળ તેમજ દૂધના બારીક થર ને વાસંણમાં ચીટકી જતાં તરતજ અટકાવી શકાય.
  18. દૂધ નું વાસણ ખાલી થયા પછી તરત શુધ્ધ હુફાળા પાણીથી ધોઈ નાંખો. ધોયેલા વાસણોને ગંદા ક્પડાથી લુછીને ફરીથી પ્રદૂષિત કદી ન કરતા.તેને ધુળ રહીત જગ્યા પર તાપમાં આપ મેળે સૂકાવા દો.
આપણા સૌના સહિયારા પ્રયત્નોથી આપણે દુનિયાને બતાવી દેવુ જોઈએ કે ભારત દૂધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન હાંસલ કરી શક્યું છે. તો હવે દૂધ ની ઉચ્ચ ગુણવત્તામાં પણ અગ્રિમતા હાંસલ કરી બતાવશે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate