অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય બાગવાની મિશન

 

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાગવાની મિશનની શરૂઆત વર્ષ 2005-06(દસમી યોજના) દરમિયાન કેન્દ્ર પ્રાયોજીત યોજનાના રૂપમાં કરવામાં આવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં બાગવાની ક્ષેત્રની વ્યાપક વૃધ્ધિ કરવાની સાથે સાથે બાગવાની ઉત્પાદનમાં વૃધ્ધિ કરવાનો હતો. 11મી યોજના દરમિયાન ભારત સરકારની સહાયતાનો અંશ 85 ટકા તથા રાજય સરકારોનુ અંશદાન 15 ટકા હશે."

રાષ્ટ્રીય બાગવાની મિશન વિષયે વારંવાર પુછાતા પ્રશ્ર્નો

પ્રશ્ન: શું રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ બધા પાકો સહાયતા મેળવવા પાત્ર છે ?
જવાબ: જી હા, નાળિયેરને છોડીને આની હેઠળ બધા પાકો આવી જાય છે. દેશમાં નાળિયેરના વિકાસ માટે નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા યોજનાઓને કાર્યાન્વિત કરવામાં આવે છે.

પ્રશ્ન: કલસ્ટર શું છે?
જવાબ: આની દ્રષ્ટિથી એક કલસ્ટરમાં બાગવાની પાકને સમગ્ર ક્ષેત્ર 100 હેકટરથી વધારે નથી હોતો.

પ્રશ્ન: રાષ્ટ્રીય બાગવાની હેઠળ સહાયતા પ્રાપ્ત કરવા માટે ખેડુતોએ કોનો સંપર્ક કરવો જોઇએ?
જવાબ: આને રાજયના બાગવાની મિશન દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહ્યુ છે તથા આના કાર્યક્રમકે સમન્વિત કરવા માટે મિશન નિર્દેશક જવાબદાર હોય છે. જિલ્લા સ્તર પર કાર્યક્રમને કાર્યાન્વિત કરવા માટે જવાબદાર જિલ્લા સ્તરીય સમિતિ છે. ડીએલસીના સદસ્ય સચિવના રૂપમાં જિલ્લા બાગવાની અધિકારી કામ કરી રહ્યા છે જેનો સહાયતા પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરી શકાય છે.

પ્રશ્ન: શું રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ સિંચાઇની સહાયતા ઉપલબ્ધ છે?
જવાબ: રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ જળસ્ત્રોતના સર્જન માટે સહાયતા ઉપલબ્ધ છે. આ સહાયતા ફકત સમુદાય આધારિત પરિયોજનાઓ/પંચાયતી રાજ સંસ્થાઓ/ખેડુત વર્ગોને આપવામાં આવે છે.

પ્રશ્ન: શું ખેડુતોને બે કે વધુ પાકો માટે સહાયતા આપવામાં આવે છે?
જવાબ: આ મિશનમાં વિશિષ્ઠ કલસ્ટરમાં પાકના સમગ્ર વિકાસ માટે વ્યાપક અવધારણા પર કામ કરવામાં આવે છે. એટલે ખેડુતોને મુખ્ય પાક માટે સહાયતા આપવામાં આવશે.

પ્રશ્ન: શું લાભાર્થી દ્વારા શસ્યોત્તર પ્રબંધન ( પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ) સંબંધી કાર્યો માટે એનએચવી તથા એનએચએમ થી સહાયતા પ્રાપ્ત કરી શકે છે?
જવાબ: સામાનરૂપ ઘટકો જેવા ભંડારા, પૈક હાઉસ વગેરે માટે સહાયતા ફકત એક સ્ત્રોતથી પ્રાપ્ત કરી શકાય છે.

પ્રશ્ન : ક્રેડિટ લિંગ બેંક એન્ડેડ સબસીડી શું છે અને તે કેવી રીતે આપવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ અનેક ઘટકો માટે સહાયતા આપવામાં આવે છે. આમાં વિશેષ રૂપે ખાનગી ક્ષેત્ર સામેલ છે. જેમાં નર્સરીઓ, પ્રયોગશાળા અને કલીનીકની સ્થાપના, શસ્યોત્તર પ્રબંધન તથા વિપણન પર બુનિયાદી ઢાંચાના વિકાસ સામેલ છે. જો ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસીડીના રૂપમાં આપવામાં આવે છે. આમાં રાષ્ટ્રીયકૃત બેંકો/વિત્તીય સંગઠનોમાં નાબાર્ડ, આઇડીબીઆઇ, સીબી, આઇસીઆઇસીઆઇ, રાજય વિત્ત નિગમ, રાજય ઔધોગિક વિકાસ નિગમ, એનબીએફસી. એનઇજીએફઆઇ, રાષ્ટ્રીય એસસી/એસટી/અલ્પસંખ્યક/પછાત વર્ગ વિત્તીય વિકાસ નિગમ, રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશના અન્ય ઋણ આપવામા માટે નિર્ધારીત સંસ્થાન, વ્યવસાયિક/કોપરેટિવ બેંક સામિલ છે.

પ્રશ્ન: શું ખેડુત મશરૂમ ઉત્પાદન યા મધમાખી પાલન જેવી ગતિવિધિયોથી સંબંધિત સહયોગનો લાભ ઉઠાવી શકે છે?
જવાબ: હા, 2010-11 થી આ સંભવ છે. એકીકૃત મશરૂમની ખેતી માટે ઇંડા, ખાધ ઉત્પાદન અને પ્રશિક્ષણ ઇંડા બનાવવાની, ખાધ બનાવવા માટે ઇકાઇ જેવા કાર્યો માટે સહયોગ ઉપલબ્ધ છે. મધમાખી પાલન ગતિવિધિયો જેવા બી બ્રીડ્સ દ્વારા મધમાખી કાલોનિયાનો ઉત્પાદન, મધમાખી કાલોનિયા વિતરણ, છતમાં મધ એકત્ર કરવા અને મધમાખીને પાલન માટે ઓજાર માટે પણ સહયોગ ઉપલબ્ધ છે.

પ્રશ્ન : શું આ સહયોગ એનએચએમ અંતર્ગત ખાધ પ્રસંસ્કરણ ઇકાઇ લગાવવામાં માટે ઉપલબ્ધ છે?
જવાબ: એનએચએમ યોજના અંતર્ગત, 24 લાખ રુપિયા સુધીની પ્રાથમિક/મોબાઇલ ખાધ પ્રસંસ્કરણ ઇકાઇ લગાવવા માટે સહયોગ આપવામાં આવે છે. આનાથી વધુ ઇકાઇયો માટે ખાધ પ્રસંસ્કરણ ઉધોગ મંત્રાલય દ્વારા સહયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન : શું બધા જિલ્લા એનએચએમ યોજના અંતર્ગત આવે છે?
જવાબ:
આ યોજના દેશના 18 રાજયો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોના 367 જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. પાકો અને જિલ્લાના સમુહના વિવરણ વેબસાઇટને રાજય પ્રોફાઇલ ( સ્ટેટ પ્રોફાઇલ ) ની અંતર્ગત ઉપલબ્ધ છે.

સંબધિત સ્ત્રોત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate