অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુવા રીચાર્જ યોજના

ગુજરાતમાં ખેડુતો દ્વારા ખોદવામાં આવેલ કુવાઓને કૃત્રિમ રીતે ભુગર્ભ જળના સ્તર ઉંચા લાવવા માટેની યોજના ખેડા જિલ્લાના બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ એમ કુલ ચાર તાલુકાએમાં અમલમાં છે. કુવાઓમાં વરસાદના પાણીને ઠાલવીને ભુગર્ભ જળ રીચાર્જ કરવા માટે કૃત્રિમ રીચાર્જ સ્ટ્રકચર બનાવવા લાભાર્થીના ખાતામાં સહાય ચુકવવામાં આવશે. કુવા રીચાર્જથી ચોખ્ખુ ગાળેલુ પાણી કુવામાં સંગ્રહ થશે અને તે સંગ્રહીત વરસાદી પાણીનો ઉપયોગ સિંચાઈના કામમાં થશે. તા. 1-4-08 થી આ યોજના હેઠળ કુવા રીચાર્જ કરવા ઈચ્છુક ખેડુત લાભાર્થીઓની અરજી સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આ યોજનાનો લાભ ચોમાસા પહેલા મળવાપાત્ર હોય તેનો આજેજ જાગૃત બની લાભ લો તે જરૂરી છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ/સહાયઃ

  • સિમાંત અને નાના ખેડુતોને દરેક ખુલ્લા કુવાને રીચાર્જ સ્ટ્રકચર બાંધકામ કરવા માટે 100 ટકા સહાય એટલે કે રૂપિયા 4200/- સહાય ચુકવવામાં આવશે
  • અન્ય તમામ મોટા ખેડુતોને દરેક કુવા દીઠ કુવા રીચાર્જ સ્ટ્રકચર બાંધકામ કરવા માટે 50 ટકા એટલે કે રૂપિયા 2100/- સહાય ચુકવવામાં આવશે.
  • આ સહાયની રકમ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે અને તે રકમનો ઉપયોગ રીચાર્જ સ્ટ્રકચર બાંધકાર કરવા માટે કરવાનો રહેશે. સ્ટ્રકચરનું બાંધકામ યોજનાની ગાઈડ લાઈન મુજબ કરવાનું રહેશે. અને કામ પુરૂ કર્યા બાદ તેનું પ્રમાણપત્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આપવાનું રહેશે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવશોઃ

  • યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ગ્રામમિત્ર, તલાટી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અને જિલ્લાકક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદનો તે પૈકી કોઈનો પણ સંપર્ક કરી શકે છે
  • યોજનાનો લાભ લેવા અને કુવા રીચાર્જ અંગેનુ લેખીતમાં બાહેંધરી પત્ર આપવાનું રહેશે. તેની સાથે જમીનના દાખલા અને બેંક એકાઉન્ટની વિગત આપીને સહી કરવાની રહેશે.
  • ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ કુવા રીચાર્જ કરવા અંગની શિબીર અને તાલીમ મિટીંગમીં હાજરી આપી માર્ગદર્શન મેળવવાનું રહેશે.
  • લાભાર્થીએ તેના કુવા કે રીચાર્જ સ્ટ્રકચર પર તાલુકા કચેરી દ્વારા મળેલ નંબર વિગતો લખવાની રહેશે
  • જે સ્ટ્રકચર બાંધકામ કરવામાં આવે તે યોજનાની માર્ગદર્શીકા અને સુચના મુજબ બનાવવાનું રહેશે તથા સ્ટ્રકચરની જાળવણી લાભાર્થીએ રાખવાની રહેશે.

આ યોજનાનું મનરેગા યોજના સાથે કન્વર્ઝન્સ થયેલ છે.

સ્ત્રોત: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડીયાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate