વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFYB)

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશેની માહિતી

યોજનાનો ઉદેશ

  • અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો.
  • ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે.
  • ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું.
  • કૃષિ ક્ષેત્રમાં ધિરાણ/નાણાંનો પ્રવાહ જાળવી રાખવો.

પાત્રતાના ધોરણો

  • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના આવરી લેવાને પાત્ર છે.
  • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવી (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવાના રહેશે.

યોજનાના ફાયદા / સહાય

  • આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા  માટે બે ટકા,રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બુગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે.
  • આ યોજના હેઠળ પાક જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં  આવેલ છે

વાવેતર ન  થવું/રોપણી ન થવી (Prevented sowing):ઓછા વરસાદને કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના સ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં.

ઊભો પાક (વાવણીથી લણણી સુધી): અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ/જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ/માવઠાંના જોખમોના કારણે થતુંનુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે.

કાપણી પછીના નુકસાન: કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

સ્થાનિક આપત્તિઓ: નોટીફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન.

ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ : મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ

પ્રક્રિયા :

રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શ મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું  રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે.જેના આધારે જે તે નોટીફાઈડ વિસ્તાર પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજુ કરવાનું રહેશે તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવોઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને ન મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે.

અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા:

ભારતીય કૃષિ વિમા કંપ અને ભારત સરકારશ્રી દ્વારા એમ્પનલડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર/બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે આ સંસ્થા યોજનાની અમલીકરણ સંસ્થા તરીકે કાર્યવાહી કરશે.

અન્ય શરતો:

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(PMFBY)ની ઓપરેશનલ ગાઈડલાઈનમાં જણાવેલ જોગવાઈઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

 

2.90476190476
વાઘેલા મહિપતસિંહ બેચરસિંહ Oct 07, 2019 02:14 PM

ફસલ વિમો લીધેલો છે ।તો શુ કરવુ પડે

ભુપતસિંહ કે.સોઢા Jul 09, 2019 10:25 PM

ફસલ વિમાનો વળતર યોગ્ય સમય મળવો જોઇએ

સોળિયા રવિ Jul 06, 2019 11:19 AM

જોકોઈ ખેડૂત પોતાનું ધિરાણ ભરપાઈ કરી ના શક્યો હોય તો પણ તે ચાલુ વર્ષે વીમા પ્રીમિયમ ભરી શકે ? તેનો લાભ લઇ શકે ખરો ?

Savram patel Jun 06, 2019 10:00 AM

શુઈગામ તાલુકામા વિમો કયારે મળશે

mahendrasinh k parmar Jul 18, 2018 02:08 PM

વધારે વરસાદ ના કારણે બાજરી નુ વાવેતર ધોવાઈ ગયેલ છે.

પ્રતાપસિંહ ચૌહાણ Jul 17, 2018 10:05 PM

સાહેબ આ યોજના નિ અરજી કરવાનિ પહેલી અને છેલ્લિ તારિખ કઇ છે તે જણાવવા વિનંતિ... અને અમુક બેંકો કે જેમા અમારા ખાતા હોઇ કો-ઓપરેટિવ બેંકો ના પાડે છે અને સ્વિકારવા તૈયાર નથી... ગીરસોમનાથ જીલ્લા મા છેલ્લા ૧૦ દિવસ થિ અનરાધાર વરસાદ પડિ રહ્યો છે અમારો ચોમાસુ પાક સમ્પુર્ણ નિશ્ફળ જાવાનો ભય છે વરસાદ ન લિધે અમે અરજી કરવા પહોચ્યા નથી....જમિનો ધોવાય ગઇ છે સહેબ મહેરબાનિ કરી સાચા હકદાર ને લાભ અપાવવા વિનંતિ... ૯૭૧૨૨૬૦૦૨૮

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top