હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / કૃષિ વિષયક સરકારી યોજના / કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના

કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના

યોજનાનો ઉદ્દેશ:

  • આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત મકાઇ, કારેલા, દુધી, ટમેટા, ભીંડા અને રીંગણ જેવા પાક માટે બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો:

  • આ યોજના હેઠળ આદિજાતિના ખેતી ધરાવતા ખાતેદાર ખેડૂત કુટુંબો శ్రp थी। २O બીપીએલ સ્કોર ધરાવતા કુટુંબોઆ યોજનાના લાભાર્થી હોય છે.

યોજનાના ફાયદા/સહાય

  • આ પ્રોજેક્ટ અંતર્ગત મકાઈ, રીંગણ, ભીંડા, કારેલા તથા દુધી જેવા શાકભાજીના ગુણવતાના બિયારણ તથા પાકને અનુરૂપ રાસાયણીક ખાતરની કીટ તૈયાર કરી પૂરી પાડવામા  અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીએ રૂ. ૫૦૦ લોકફાળા તરીકે આપવાનો રહે છે.

પ્રક્રિયા

આ યોજના માટેના લાભાર્થીની પસંદગી  તથા ચકાસણી જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખાનીચે જીવતા તથા ફોરેસ્ટ રાઈટ એકટ ધરાવતા આદિજાતિ ખેડૂતો પૈકી લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

તમામ આદિજાતિ જીલ્લાઓમાં પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી અમલીકરણ એજન્સી (એગ્રીકલ્યર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

2.91428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top