অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાર્યક્રમો અને યોજનાઓ

કાર્યક્રમો અને યોજનાઓ

  1. વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના બજાર સિમિતના આધિુનકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય
  2. આધિુનક સગવડો ઉભી કરવામાટેની નવી યોજના
  3. વરહ-૨ ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોડને સહાય
  4. ટમીર્નલ માકેર્ટ બનાવવા બાબત
  5. એમ.એન.આર.-૧૦ સહકારી પપં સિંચાઇ મંડળીઓને સહાય
  6. એ.જી.સી.-૧ ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના લી.ડીબેંચરમાં રોકાણ (લોન) સામાન્ય વિસ્તાજર, આિદજાતિ વિસ્તાંર, ખાસ અંગભતુ વિસ્તાર
  7. સી.ઓ.પી.-૨ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (શેરફાળો)
  8. સી.ઓ.પી.-૫ પ્રાથિમક કૃષિ ધિરાણ મંડળીને ટુંકી/મધ્યમ ગાળાની સહાયકી વધારવા માટે સહાય
  9. સી.ઓ.પી.-૭ ટુંકા અને મધ્યમ ગાળાની મુદત માટે ધિરાણ સ્થિીરીકરણની વ્યરવસ્થાન (સબસીડી)
  10. સી.ઓ.પી.-૨૦/૩૦ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના અનુ.જાતિ/અનુ. જનજાતિન સભ્યોોને શેર સહાય (સબસીડી)
  11. સી.ઓ.પી.- ૨૪ સરહદી વિસ્તા)ર ગ્રામિણ ગોડાઉન યોજના.
  12. સી.ઓ.પી.-૨૭ સહકારી ધિરાણ માળખાને મજબતુ બનાવવા અંગે રીવાઇવલ પેકેજ
  13. સી.ઓ.પી-33 દૂધ મંડળીઓને સંગીન બનાવવા શેરમુડી સહાય
  14. સી.ઓ.પી-3૪ કૃષિ રત્ન કલાકારોને સહાય
  15. ગોડાઉન લોન વ્યાેજ રાહત
  16. સખી મંડળોને વ્યા‍જ રાહત આપવાની યોજના
  17. ખાડં સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (આિદજાતિ વિસ્તાાર માટે)

વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના બજાર સિમિતના આધિુનકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય

સામાન્ય વિસ્‍તાર અને આિદજાતિ વિસ્‍તારની બજાર સિમિતઓની વિવધ આધિુનક સગવડો પુરી પાડવા માટે સહાય આપવામાં આવે છે, "અ” તથા "બ” વગર્ની બજાર સિમિતઓને કુલ પ્રોજેક્ટ ખચર્ના ૨૫% અને "ક” તથા "ડ” વગર્ની બજાર સિમિતઓને કુલ પ્રોજેક્ટ ખચર્ના ૫૦% તમે જ ૫ કરોડની મયાર્દામાં સહાય આપવામાં આવે છે.

આધિુનક સગવડો ઉભી કરવામાટેની નવી યોજના

બજાર સિમિતઓમાં વેચાણ-કમ પ્રદર્શન સેન્ટર, ખેડુતો માટેનો શેડ/પ્લેટફોર્મ, શાકભાજી બજારમાં ઇન્ફર્મેશન કીયોસ્‍ક, ડીપ ઇરીગેશન માટે ડેમોન્‍સ્‍ટ્રેશન ફાર્મ જેવી વિવધ આધિુનક તેમજ અન્ય જરુરીયાતવાળી સગવડો પુરી પાડવા માટે ૧૦૦% લેખે સહાય આપવામાં આવે છે, તેમજ સોઇલ ટેસ્‍ટીંગ લેબોરેટરી, પાણીની વ્‍યવસ્‍થા, તથા સોલર લાઇટ સીસટમ માટે અ. તથા બ વગર્ની બજાર સિમિતઓને ખચર્ના ૨૫% તેમજ ક અને ડ વગર્ની બજાર સિમિતઓને ખચર્ના ૫૦% લેખે ૫૦ લાખની મયાર્દામાં સહાય આપવામા આવે છે.

વરહ-૨ ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોડને સહાય

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોડર્ને જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તે માટે બોડર્ના ખરીદ/વેચાણ નીધિમાં ધારાકીય જોગવાઇ મુજબ ખેત ઉત્‍પન્‍ન બજાર સિમિતઓએ આપેલ ફાળાની રકમના જમા થયેલ કુલ એકિત્રિત ફંડના ૫%ના દરે રાજ્ય સરકાર સબસીડી સ્‍વરૂપે ફાળો આપે છે.

ટમીર્નલ માકેર્ટ બનાવવા બાબત

રાજ્યના ખેડુતોને ભારતમાં ઉત્પાદિત ફળો અને શાકભાજીના ભાવોની ત્‍વરિત જાણકારી મળી શકે તે માટે ટિમર્નલ માકેર્ટ શરુ કરવાની ભારત સરકારની યોજનામાં ૨૫% થી ૪૦% સુધીની સબસીડી રુ. ૫૦/- કરોડની મયાર્દામાં આપવા માટે યોજના શરુ કરવામાં આવેલ છે.

એમ.એન.આર.-૧૦ સહકારી પપં સિંચાઇ મંડળીઓને સહાય

સહકારી પંપ સિંચાઇ મંડળીઓને સામાન્ય વિસ્‍તારમાં મંડળીઓના મંજુર થયેલા પ્રોજેક્ટ ખચર્ના ૫૦% સહાય અને આિદજાતી વિસ્‍તારના તથા ખા.અ.વિસ્‍તાર હેઠળની પિયત મંડળીઓને પ્રોજેક્ટ ખચર્ના ૮૦% સહાય પરંતુ ૧ કમાન્ડ વિસ્‍તારમાં એકર દીઠ રુ. ૮૬૦૦/- અથવા હેકટર દીઠ રુ. ૧૦,૭૫૦/-સુધી સહાય આપવામા આવે છે, સહકારી મંડળીઓને યોજના પુરી થયા બાદ વહીવટી સહાય તરીકે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ માટે પ્રતિ વર્ષ રુ. ૩૦૦૦/- તથા તૃતીય અને ચતુર્થ વર્ષ માટે રુ. ૨,૦૦૦/- આપવામા આવે છે.

એ.જી.સી.-૧ ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના લી.ડીબેંચરમાં રોકાણ (લોન) સામાન્ય વિસ્તાજર, આિદજાતિ વિસ્તાંર, ખાસ અંગભતુ વિસ્તાર

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક ખેડુતોને લાંબી મુદતનું ધિરાણ કરે છે, કરેલ ધિરાણ સામે બેંક તરફથી બહાર પાડવામા આવતા ડિબેંચરોમા નાબાર્ડ તરફથી નક્કી કરવામા આવેલ ધોરણ મુજબ સરકાર રોકાણ કરે છે.

સી.ઓ.પી.-૨ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (શેરફાળો)

આ યોજના હેઠળ કૃષિ ધિરાણ સંસ્‍થાઓ જેવી કે રાજ્ય સહકારી બેન્‍ક , જિલ્‍લા સહકારી બેન્‍ક , અને પ્રાથમિક કૃષિ ધિરાણ તથા મોટા કદની વિવધ કાયર્કારી કૃષિ ધિરાણ મંડળીઓને બહારથી કર્જ કરવાની સત્તામાં વધારો થાય, આર્થિક રીતે સધ્ધર થાય અને આ સંસ્‍થાઓ તેમના ઉદ્દેશ મુજબની કામગીરી યોગ્ય રીતે બજાવી શકે તે માટે શેરફાળો નક્કી કરેલ ધોરણે આપવામાં આવે છે.

સી.ઓ.પી.-૫ પ્રાથિમક કૃષિ ધિરાણ મંડળીને ટુંકી/મધ્યમ ગાળાની સહાયકી વધારવા માટે સહાય

આ યોજનાનો હેતુ પ્રાથિમક ખેતી વિષયક ધિરાણ મંડળીઓ (PACS) અને મોટા કદની બહુ હેતુક સહકારી મંડળીઓ (લેમ્પ્સ) કે જે અથર્ક્ષમ/બિનઅથર્ક્ષમ કે ગર્ભિત અથર્ક્ષમ મંડળીઓને છેલ્‍લા ત્રણ વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ કરેલ ટુંકા/મધ્યમ મુદતના ધિરાણ, વસુલાત તથા થાપણ માટે વધારાની રકમના ૧ થી ૨ ટકા પ્રમાણેની પ્રોત્‍સાહન સહાય મંડળીઓને આપવામા આવે છે.

વધારાની ટકાવારી (૧) ૧૦ ટકા થી ૧૫ ટકા સુધી (૨) ૧૫ ટકાથી ઉપર અને ૨૦ ટકા સુધી (૩) ર૦ ટકાથી ઉપર

પ્રોત્‍સાહિત સહાયના ટકા ૧ ટકો ૧.૫ ટકા ૨ ટકા લખે અથવા વધુમાં વધુ રુ. ૫૦,૦૦૦ બેમાથી જે ઓછું હોય તે જ્યારે થાપણના કિસ્‍સામાં વધુમાં વધુ રુ. ૨,૦૦,૦૦૦/- બેમાંથી જે ઓછી રકમ હોય તે.

સી.ઓ.પી.-૭ ટુંકા અને મધ્યમ ગાળાની મુદત માટે ધિરાણ સ્થિીરીકરણની વ્યરવસ્થાન (સબસીડી)

કુદરતી આફતોને કારણે પાક નિષ્‍ફળ જવાથી ખેડુતો ટુંકી મુદતની લોન ભરપાઇ કરવામાં નિષ્‍ફળ થઇ જાય છે, તેવા સંજોગોમાં ખેડૂત નવું ધિરાણ મેળવી શકે તે હેતુથી ટુંકી મુદતની લોન, મદયમ મુદતની લોનમાં રૂપાંતર કરવા રાજય કક્ષાએ ફંડ ઉભુ કરવામાં આવે છે જેમાં નાબાર્ડ ૬૦ ટકા, જીલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેન્ક ૧૫ ટકા, રાજય સહકારી બેંન્ક ૧૦ ટકા અને રાજ્ય સરકાર ૧૫ ટકા ફાળો આ યોજના દ્વારા આપે છે

સી.ઓ.પી.-૨૦/૩૦ કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના અનુ.જાતિ/અનુ. જનજાતિન સભ્યોોને શેર સહાય (સબસીડી)

આ યોજના હેઠળ અનુ.જાતિ/અનુ.જન જાતિન સભ્યને કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના સભાસદ થવા માટે રુ, ૧/- દાખલ ફી લઇને તેના સામે રુ. ૨૦૦/- ની સહાય સભ્ય દીઠ આપવામા આવે છે.

સી.ઓ.પી.- ૨૪ સરહદી વિસ્તા)ર ગ્રામિણ ગોડાઉન યોજના.

સરહદી વિસ્‍તારના નાના અને સીમાતં ખેડૂતોને માટે સહકારી મંડળીઓમાં ૧૦૦૦/- મે. ટન સુધીની સંગ્રહ શક્તિ ઉભી કરવા માટે ગોડાઉન બાંધકામના ખચર્ના ૫૦ ટકા જેટલી સહાય આપવામા આવે છે.

સી.ઓ.પી.-૨૭ સહકારી ધિરાણ માળખાને મજબતુ બનાવવા અંગે રીવાઇવલ પેકેજ

આ યોજના હેઠળ રાજ્યની આિથર્ક રીતે નબળી મંડળીઓને ખોટની સામે નાણાંકીય સહાય આપી મંડળીઓની ખોટ દુર કરી અથર્ક્ષમ બનાવી કાયર્રત કરવા સહકારી માળખાને મજબતુ કરવાનો હેતુ છે

સી.ઓ.પી-33 દૂધ મંડળીઓને સંગીન બનાવવા શેરમુડી સહાય

રાજ્યના સામાન્ય વિસ્‍તારમાં આવેલા જિલ્‍લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ભરપાઇ થયેલ શેરમુડીના ૨૫ ટકા લખે ૫૦ લાખની મયાર્દામાં શેરફાળો આપવામાં આવે છે

સી.ઓ.પી-3૪ કૃષિ રત્ન કલાકારોને સહાય

રાજયના ખેડૂતોને અને અસર પામેલા રત્નકલાકારો કે જેઓ જમીનના નાના ટુકડા ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવવા, જીલ્‍લા સહકારી બેકમાંથી કૃષિ ધિરાણ મેળવતા કૃષિ અને રત્ન કલાકારોને અનુક્રમે  ૨ % અને ૩ %ના દરે વ્‍યાજ રાહત આપવામાં આવે છે.

ગોડાઉન લોન વ્યાેજ રાહત

રાજ્યમાં ગોડાઉન બાંધકામને પ્રોત્સાહન મળે અને તે દ્વારા ખતે પેદાશોના સંગ્રહથી બગાડ થતા માલમાં ઘટાડો થાય તે હેતુથી એપીએમસી/સહકારી તેમજ નોંધાયેલ સંસ્‍થાઓને એનસીડીસી દ્વારા ગોડાઉન બાધં કામ માટે આપવામાં આવેલ લોનના વ્‍યાજમાં રાહત આપવાના હેતુસર આ યોજના અમલમાં મુકવામા આવેલ છે.

સખી મંડળોને વ્યા‍જ રાહત આપવાની યોજના

સહકારી કૃષિ ધિરાણ માળખા મારફતે ધિરાણ મેળવતા રાજ્યના સખી મંડળોને ૭%ના દરે ધિરાણ મળી રહે તે માટે અને તેથી તેમને આિથર્ક પ્રવૃત્તિને વેગ મળે તે માટે રાજ્ય સરકારે ૫% સુધીના દરે વ્‍યાજ રાહત આપવાની નવી યોજના સને ૨૦૧૨-૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે.

ખાડં સહકારી મંડળીઓને શેરમુડી ફાળો (આિદજાતિ વિસ્તાાર માટે)

આર્થિક રીતે નબળી ખાડં સહકારી મંડળીઓને મદદરુપ થઇ સધ્ધર કરવાના હેતુસર તે મંડળીઓના પ્રોજેક્ટ ખચર્ના ૩૦% સુધી રાજ્ય સરકારે શેર ફાળો આપવાની નવી યોજના સને ૨૦૧૨-૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે.

સ્ત્રોત: રજીસ્ટ્રાર કમિશ્નર અને રજીસ્ટ્રાર સહકારી મંડળી , કૃષિ અને સહકારી વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate