હોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / ખેડબ્રહ્મા / પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - બબેસીયોસીસ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - બબેસીયોસીસ

પશુઓમાં લોહીના પ્રજીવથી થતો રોગ - બબેસીયોસીસ વિષે માહતી આપવામાં આવી છે

લોહીના પ્રજીવથી થતો બબેસીયોસીસ નામનો આ રોગ પાલતું પશુઓ માટે ખૂબ જ ઘાતક છે. જે બૂફીલસ, રહિપિસિફેલસ, ડરમાસેંટર, અને હાયેલોમા નામની ઇતરડીઓ (ટીક) દ્વારા રોગના જીવાણું ઓ પશુના શરીરમાં ફેલાવવાથી થાય છે. આપણા દેશમાં ગાય, ભેંસ, ઘોડા આદી થી લઇને લગભગ બઘા જ પ્રકારનાં પાલતુ પશુઓમાં આ રોગ જોવા મળે છે. તેમજ સંકરગાયો અને વિદેશી ગાયોની વિવિઘ જાતોમાં પણ આ રોગ થતો હોય છે. કારણ કે આ રોગ ઇતરડી દ્વારા લોહીના પ્રજીવોના ફેલાવવાથી થાય છે અને ભારતીય પરીસ્થિતિઓમાં પશુઓના શરીર પર ઇતરડીનું પ્રમાણ ખૂબ જ વઘુ હોય છે જેને લીઘે જ આપણી ગાયો, ભેંસો જેવા પશુઓમાં આ રોગનું પ્રમાણ વઘારે માત્રામાં જોવા મળે છે. આ રોગ આર્થિક રીતે પણ ઘણો મહત્વનો છે.

આ રોગથી અસર પામેલા પશુને ઉગ્ર તાવ, પીળીયો, લોહીની ઉણપ, તેમજ રક્તકણોની સંખ્યા એકાએક ઘટી જવી જેવા ચિહ્નો જોવા મળે છે. અને સમય રહેતા પશુની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. આ રોગથી અસર પામેલા રોગી પશુનું મોટેભાગે મૃત્યુ થઇ જતું હોય છે.

આ રોગ બબેસીયા નામના પ્રજીવોની વિવિઘ જાતોથી થાય છે. જેવી કે બબેસીયા બોવિસ, બબેસીયા બાઇજેમીના, બબેસીયા મોટસિ, બબેસીયા ઇક્વાઇ, બબેસીયા કેનીસ ,બબેસીયા ગિબસોની અને બબેસીયા ફેલિસ વિગેરે દ્વારા આ રોગ થાય છે. આ રોગના પ્રજીવો રક્તક્ણોની અંદર જોવા મળે  છે જે ‘નાશપતી’ આકારના હોય છે. આ રોગના પ્રજીવો ઘરાવતી ઇતરડી (ટીક્સ) ના સ્વસ્થ પશુને કરડવાથી થાય છે.

રોગના ચિહ્નો-

 • આ રોગ પશુને ચેપ લાગવાથી માંડીને ૨ થી ૩ અઠવાડીયા સુઘી જોવા મળે છે.
 • પશુને એકાએક ઉગ્ર તાવ (૧૦૩.૦°ફે થી ૧૦૪.૦°ફે) આવે છે, પશુ હાફ્વા માંડે છે.
 • પશુ ખૂબ જ નબળુ પડી જાય છે, સુસ્ત થઇ જાય છે, ભૂખ ઓછી લાગે છે, વાગોળવાનું પણ બંઘ કરી દે છે.
 • પશુની આંખ શરુઆતમા લાલ ઈંટ જેવી દેખાય છે જે પાછળ ના તબક્કેથી પીળી અને સફેદ જોવા મળે છે.
 • ઉગ્ર તાવને લીઘે ૨ થી ૩ દિવસમાં જ રક્તકણોની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે અને પશુને પીળીયો થઇ જાય છે.
 • પશુના પેશાબનો રંગ પણ લાલ કોફી કલરનો જોવા મળે છે, જેના ફીણ બને છે અને આ ફીણ લાંબા સમય સુઘી રહે છે, આથી જ આ રોગને “ રેડ વોટર ડીસીજ ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • આવા સંજોગોમા જો પશુ ગાભણ હોય તો પશુની તરવાઇ જવાની શકયતા પણ રહેલી છે.
 • આ રોગના છેલ્લા તબક્કામાં પશુ ઉભું પણ થઇ શકતું નથી અને તેના પાછલા પગ જકડાઇ જાય છે. પશુ પડી જાય છે, તરફડે છે અને કોમામાં જવાથી તેનુ મ્રુત્યુ પણ થઇ જાય છે.
 • ઘોડામાં આ રોગ ને લીઘે રક્તક્ણોનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે (હીમોગ્લોબીનુરીયા) જેના લીઘે પશુને પીળીયો થાય છે. આથી જ આ રોગને “બિલીઅરી ફીવર અથવા પિરોપ્લાઝમોસીસ ” તરીકે પણ ઓળખાય છે.

નિદાન-

 • રોગના ચિહ્નો પરથી, તેમજ લોહીનું પરીક્ષણ કરાવવાથી, તેમજ આ રોગને બીજા સંલગ્ન રોગોથી પણ અલગ પાડવા જરૂરી છે જેવા કે એનાપ્લાસમોસીસ, થાયલેરીઓસીસ વગેરે જે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી શકાય છે.

સારવાર

 • આ રોગ થી અસર પામેલા પશુને બેરેનીલ, ડાઇમીનેજીન અને એમાઇડોકાર્બ વગેરે જેવી દવાઓ પશુ ડૉકટર પાસે અપાવવી જોઇએ અને તેની સાથે સાથે તાવ અને દુખાવા માટેની દવાઓ અપાવવી, લોહ-તત્વ આપવું જોઇએ. જો પશુ અશક્ત થઇ ગયું હોય તો ગ્લુકોજનાં બાટલા પશુ ડૉકટર પાસે ચડાવવા જોઇએ.

અટકાવ

 • આવા રોગથી પીડાતા પશુને બીજા સ્વસ્થ પશુથી અલગ બાંઘવા જોઇએ. તેમજ આવા પશુને તાત્કાલીક જ બાહ્ય પરોપજીવી માટેની સારવાર આપવી જોઇએ.
 • ઇતરડીના અટકાવ માટે ઇતરડીનાશક દવાઓ જેવી કે એકેરીસાઇડ ના દ્રાવણ પશુના શરીર પર લગાવવું જોઇએ. પરંતુ આવા સંજોગોમાં ખાસ ધ્યાન આપવુ કે પશુ દવાને શરીર પરથી ચાટે નહિં.
 • જો આ રોગના લક્ષણો ગંભીર હોય તો પશુડૉક્ટર પાસે યોગ્ય સારવાર કરાવવી જોઇએ.
 • પશુને બાંઘવાનો વાડો/જ્ગ્યા પણ સ્વચ્છ્ હોવી જોઇએ તેમજ તેમાં ઇતરડી નાશક દવાઓનો છંટકાવ કરવો જોઇએ.
  • રોગી પશુનું યોગ્ય સમયાંતરે લોહીના નમુનાનું પરીક્ષણ કરાવવું જોઇએ.
  • જો પશુ ખૂબ જ બિમાર હોય તેમજ રકતકણોની મોટી સંખ્યા ઘટી ગઇ હોય તો તેવા કિસ્સાઓમાં પશુને બીજા સ્વસ્થ પશુનું લોહી ચડાવામાં આવે છે.
3.14814814815
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top