অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોકડીયા પાકો

રોકડીયા પાકો

તમાકુ

  1. જી. ટી. - ૪ : વરસાદ આધારિત ખેતી માટે અનુકૂળ તેમજ ઠીંગણી આ જાત આણંદ તાલુકાના ગડાકું તમાકુ ઉગાડતા વિસ્તાર માટે પસંદ કરેલ છે. ૧૪૦ થી ૧૫૦ દિવસે પાકે છે. હેકટરે ૩૫૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. જી. સી. -૧ : ગુજરાતમાં રસ્ટીકા તમાકુનું વાવેતર કરતા વિસ્તાર માટે ભલામણ છે. ૧૨૫ થી ૧૩૫ દિવસે પાકે છે. હેકટરે ૩૦૪૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
  3. જી. ટી. – ૬  : મધ્ય ગુજરાતમાં વાવેતર માટેની ભલામણ છે. ૧૪૫ થી ૧૫૦ દિવસે પાકે છે. હેકટરે ૪૩૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  4. જી. ટી. -૫ : આ જાત મધ્ય ગુજરાતમાં વાવવાની ભલામણ છે. નીકોટીનનું પ્રમાણ ઉચું છે. ૧૪૫ થી ૧૫૫ દિવસે પાકે છે. હેકટરે ૩૦૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  5. જી. ટી. -૭ : રાજયના તમાકુ ઉગાડતા વિસ્તારોમાં બિનપિયત વાવેતર માટે ભલામણ છે. રોપણી પછી ૧૭૦ દિવસે પાકે છે. હેકટરે ૨૫૩૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  6. ગુ. સંકર તમાકુ-૧ : ખેડા, વડોદરા અને પંચમહાલ જીલ્લાઓમાં બીડી તમાકુ પિયત હેઠળ લેવા માટે ભલામણ કરેલ છે.ગુણવત્તામાં સારી છે અને મૂળ ગોઠવા કૃમિ સામે ટકકર ઝીલે છે. હેકટરે ૩૪૨૭ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  7. ગુજરાત તમાકુ-૮ ઃ આણંદ જીલ્લાના પેટલાદ, ખંભાત અને બોરસદ તાલુકાના કાળુ ચોપડીયું તમાકુ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ છે. ગુજરાત તમાકુ-૬  અને સ્થાનિક જાત ધર્મજ કાળીયું કરતાં અનુક્રમે ૧ ૬  અને ૪૫ ટકા વધુ ઉતારો આપતી આ જાત ગુણવત્તામાં સ્વિકાર્ય છે.હેકટરે ૪૪ ૬ ૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  8. ગુજરાત તમાકુ-૯ : ગુજરાત રાજયનાં બીડી તમાકુ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત આણંદ-૧૧૯ અને જી.ટી.પ જાત કરતાં સારી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન આપે છે. તેમજ ટોબેકો મોઝેક વાયરસ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૩૦૭૭ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  9. જી.સી.ટી.-૩ :ઉતર ગુજરાતમાં તમાકુનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. જી.ટી.-૧ અને કોકર-૧ જાત કરતાં પકવેલા પાનનું વધુ ઉત્પાદન આપે છે. ખેડૂતો અને વેપારી વર્ગમાં આ જાતનો સર્વશ્રેષ્ઠ દેખાવ અને ઉત્કૃષ્ટ ગુણધમોં પસંદગી પાત્ર બન્યા છે.હેકટરે પ૯૮૬  કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

કપાસ

અમેરીકન સંકર જાતો :

  1. સંકર-૪ : વ્યાપારી ધોરણે વાવેતર માટે દુનિયાની પ્રથમ સંકર કપાસની જાત જે સારી ઉત્પાદન શકિત અને કાંતણ શકિત ધરાવે છે અને વિવિધ વાતાવરણ/ જમીનમાં અનુકૂળ છે. ૨૦ થી ૨૩૦ દિવસમાં પાકે છે. હેકટરે ૧૩૩૭ કિલોગામ ઉત્પાદન આપે છે. ઘણી સારી કાળજીમાં ૩૪OO કિ.ગ્રા./હેકટરે ઉત્પાદન આપે છે.
  2. ગુ.કપાસ–૬  : રાજયનાં બધા જ ઝોન માટે ભલામણ કરેલ છે. વહેલી પાકતી અને ઉત્તમ લંબતારી કપાસની જાત છે. ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. હેકટરે ૧૪ ૬ ૫ કિ.ગ્રા. અને ઘણી સારી કાળજીમાં ૩૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ગુ.કપાસ સંકર-૮ : આ જાત પણ રાજયનાં બધા જ કૃષિ આબોહવા વિભાગોમાં વાવવાની ભલામણ છે. લંબ તારી કપાસની જાત છે.૧૭૦ થી ૧૮૦ દિવસે પાકે છે. હેકટરે ૧૫૪૨ કિલોગ્રામ અને ઘણી જ સારી કાળજીમાં ૩૭૭૫ કિલોગામ ઉત્પાદન આપે છે.
  4. ગુ.કપાસ–૧૦ : સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૯૦ થી ૨૦૦ દિવસે પાકે છે. હેકટરે ૧૯૪૯ કિલોગ્રામ અને ઘણી જ સારી કાળજીમાં ૩૮૦૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

અમેરીકન સ્થાયી જાતો :

  1. દેવીરાજ : પ્રથમ ઈન્ડો અમેરીકન ટ્રેટાફલોઈડ કપાસની જાત છે. ૨૯૦ દિવસે પાકે છે. હેકટરે ૧૨૩૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત કપાસ–૧૦ : રાજયનાં બધા ઝોનમાં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. વધુ ઉત્પાદન, વહેલી પાકતી, વરસાદ આધારીત ખેતી માટે અનુકૂળ, મધ્યમ તારી કપાસની જાત છે. ૧૮૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૧૩૫૦  કિ./ હે . છે.
  3. ગુજરાત કપાસ–૧૨ : સુંવાળી-ગાદીવાળા પાન અને ચુસિયા (સફેદમાખી સિવાય) જીવાતની પ્રતિકારકતા ધરાવે છે. ફકત સુરેન્દ્રનગર જીલ્લા તથા મોરબી ટકારા વિસ્તાર માટે ભલામણ છે. ૨૧૦ થી ૨૨૦ દિવસે પાકે છે. ઉત્પાદન : ૦૦  કિ./ હે . આપે છે.
  4. ગુજરાત કપાસ–૧૪ : દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. બેકટેરીયલ બ્લાઈટ રોગ સામે મધ્યમ પ્રતિકારક જાત છે. ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૨૨૫૦ કે/હે...આપે છે.
  5. ગુજરાત કપાસ–૧ ૬  : વરસાદ આધારીત ખેતી માટે મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ગુ.કપાસ-૧૦ અને ગુ.કપાસ–૧૪ કરતાં વધારે ઉત્પાદન આપે છે.૧૩૫ થી ૧૪૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૧ ૬ ૨૯  કિ./ હે ...આપે છે.
  6. ગુજરાત કપાસ-૧૮ : સોરાષ્ટ્ર વિસ્તાર અને જૂનાગઢ જીલ્લાનાં પિયત વિસ્તાર માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત કપાસનાં ઉત્પાદનમાં દેવીરાજ અને ગુ.કપાસ-૧૦ કરતાં અનુક્રમે ૧ ૧૧.૭ ટકા અને ૨૬ .૪ ટકા વધારે ઉત્પાદન તેમજ રૂ ના ઉત્પાદનમાં ૪૫.૬ ટકા અને ૧૦ ટકા વધારે ઉત્પાદન આપે છે.

કપાસ (દેશી) સંકર જાતો :

  1. ગુજરાત કપાસ-દેશી સંકર-૭ : સમગ્ર ગુજરાત રાજય માટે ભલામણ છે. પ્રથમ દેશી સંકર જાત જે ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. વધુ ઉત્પાદન આપતી રોગ-જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. ઉત્પાદન ૧૭૭૮ કિ./ હે આપે છે.
  2. 2. ગુજરાત કપાસ સંકર-૯ : પ્રથમ લંબતારી દેશી સંકર જે ૧૮૦ થી ૨૦૦ દિવસે વહેલી પાકતી સારી ઉત્પાદકતા ધરાવતી અને રોગ જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. ઉત્પાદન ૧૯૩૩ કિ./ હે આપે છે.

કપાસ (દેશી) સ્થાયી જાતો (હરબેશીયમ) :

  1. દિગ્નિવજય - તાંતણાની વિશિષ્ટ ગુણવત્તાને લીધે રૂ નાં વેપારીઓ અને કાપડ વણાટ મીલોમાં પ્રાધાન્ય ધરાવે છે તથા સૂકારા પ્રતિકારક જાત છે. ૨૭૦ દિવસે પાકે છે. ઉત્પાદન $ ૬ ૩ કિ./ હે આપે છે.
  2. વી.૭૯૭ : બંધ કાલાની સૂકારા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. કાંતણ શકિત સારી છે. ૨૬૦ થી ૩૦૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૭૮૭  કિ./ હે . આપે છે.
  3. ગુજરાત કપાસ–૧૧ : દિગિવજય કરતાં વહેલી પાકે અને ૩૩ ટકા વધુ ઉત્પાદન ૧૦૦૧  કિ./ હે . આપે છે.
  4. ગુજરાત કપાસ–૧૩ : ભાલ-કાંઠાનાં વિસ્તાર અને ઉતર સોરાષ્ટ્ર માટે ભલામણ કરવામાં આવેલ છે. પાકતી વખતે અર્ધ ખૂલ્લા જીંડવા અને મધ્યમ તારી કપાસની જાત છે. ૨૪૫ થી ૨૮૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૮૨૪  કિ./ હે . આપે છે.
  5. ગુજરાત કપાસ–૧૭ : દિગિવજય અને ગુ. કપાસ–૧૧ કરતાં વહેલી (૨૦૦ થી ૨૨૦ દિવસે) પાકતી, વધુ ઉત્પાદકતા, ઉચી રૂ ની ટકાવારી તથા રોગ-જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. ઉત્પાદન ૧૩૭૫  કિ./ હે . આપે છે.
  6. ગુજરાત કપાસ–૨૧ : વાગડ કપાસ વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત વી-૭૯૭ અને ગુજરાત કપાસ–૧૩ જાતો કરતાં અનુક્રમે ૨૩.૭ અને ૨૪.૧ ટકા વધુ કપાસનું તેમજ ૨૫.૩ ટકા અને ૨૧.૧ ટકા વધુ રુ નું ઉત્પાદન આપે છે. વધુમાં, રૂની સારી ગુણવત્તા ધરાવતી આ જાત વહેલી પાકે છે. હેકટરે ૧૧૨૯ કિલોગ્રામ કપાસનું અને ૪૩૧ કિલોગ્રામ રૂ નું ઉત્પાદન આપે છે અને ૨૦૭ દિવસમાં પાકે છે.
  7. ગુજરાત કપાસ–૨૩ : મધ્ય ગુજરાત કપાસ વિભાગ માટે બિન પિયત પરિસ્થિતિ માટે ભલામણ કરવામાં આવેલ છે. ગુ.કપાસ ૧૭ અને દિગ્નિવજય કરતાં અનુક્રમે ૧૮.૨૪ ટકા અને ૩૭.૩૦ ટકા વધુ કપાસનું ઉત્પાદન આપે છે. દિગ્નિવજય કરતાં લગભગ એક મહિનો વહેલી એટલે કે ૧૯૦ - ૨૧૦ દિવસે પાકે છે. હેકટરે ૧૩૦૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

કપાસ (દેશી) સ્થાયી જાતો (આરબોરીયમ):

  1. સંજય : સારી કાંતણ શકિત અને વધુ ઉત્પાદન તથા રૂ ની સારી ટકાવારી ધરાવે છે. વહેલી ૧૨૦ થી ૧૫૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૪૯૪  કિ./ હે આપે છે.
  2. ગુજરાત કપાસ–૧૫ : સંજય કરતાં ૨૮.૩ ટકા વધુ ઉત્પાદન આપે છે. અર્ધ ખૂલ્લા કાલા ધરાવે છે. ૧૨૦ થી ૧૫૦ દિવસે પાકે છે. ઉત્પાદન $ ૩૪  કિ./ હે આપે છે.
  3. ગુ. કપાસ – ૧૯ (જીએએમ) : મઠીયા કપાસ વિભાગ (અમરેલી તથા ભાવનગર જીલ્લો તેમજ તેની નજીક આવેલા જીલ્લાઓમાં અમુક તાલુકાઓ માટે) સંજય અને ગુજરાત કપાસ–૧૫ ની સરખામણીમાં અનુક્રમે ર૮ ટકા અને ૧૫ ટકા વધારે કપાસનું તેમજ ૩૯ ટકા અને ૨૨.૬  ટકા વધારે રૂ નું ઉત્પાદન આપે છે. સૂકારો તેમજ ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, લીલા તડતડિયા અને શ્રીપ્સ સામે પ્રતિકારકતા ધરાવે છે. સંજય તથા ગુજરાત કપાસ - ૧૫ કરતા વધુ રૂ ની ટકાવારી ઉચી છે. (૩૪.૫૫) તેમજ તારની લંબાઈ તથા મજબુતાઈ પણ વધુ ધરાવે છે. હેકટરે ૧૧૦૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૧૫૦ દિવસમાં પાકે છે.
  4. ગુજરાત કપાસ–એમડીએચ–૧૧ : નર વંધ્ય માદાનો ઉપયોગ કરી તેયાર કરવામાં આવેલ સંકર જાત છે.પાકવાના દિવસો ૧૨૦-૧૪૦ છે.કપાસનું ઉત્પાદન ૨૭૨૭  કિ./ હે  ઘણી સારી કાળજીમાં મળે છે.
  5. ગુજરાત કપાસ એચ.બી. ૧૦૨ ઃ આ સંકર જાત હિરસુતમ બારબેડન્સ સંકરણથી તેયાર કરાયેલ છે. જેની તારની લંબાઈ ૩૭.૭ મી.મી. છે.પાકવાના દિવસો ૨૨૦-૨૩૦ છે તથા કપાસનું ઉત્પાદન ૧૯૬  ૮  કિ./ હે . મળે છે.

શેરડી

  1. કો.સી.–૬૭૧ : સૌરાષ્ટ્ર વિસ્તાર સહિતના સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત સૂકારા રોગ ગ્રાહય હોય જયાં આ રોગ ન આવતો હોય ત્યાં રોપાણ પાક લેવાની ભલામણ કરવામાં આવે છે. હેકટરે ૧૦૮ ટન ઉત્પાદન આપતી ૧૦ થી ૧૨ માસમાં પાકતી અને ૧૪.૭૨ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી જાત છે.
  2. કો.૮૩૩૮ : સમગ્ર રાજયમાં વાવેતરની ભલામણ છે. ૧૦ થી ૧૧ મહિનામાં તૈયાર થાય છે. સૂકારાના રોગ સામે સહનશીલતા ધરાવતી, ખાંડની વધુ ટકાવારી ધરાવતી અને હેકટરે ૧૧૩.૫૦ ટન ઉત્પાદન આપતી જાત છે.
  3. કો. ૬ ૩૦૪ - આ જાત સમગ્ર રાજયમાં વાવવાની ભલામણ છે. ૧૨ થી ૧૪ માસમાં પાકતી, ઢળી ન પડતી, ૧૪ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી અને હેકટરે ૧૦૨ ટન ઉત્પાદન આપતી જાત છે. આ જાતમાંથી ધોયા, પાક પણ સારો થાય છે.
  4. કો.૭૫૨૭ : રાજયના બધા જ વિસ્તારમાં વાવવાની ભલામણ છે. ૧૨ થી ૧૪ માસમાં તેયાર થાય છે. ખાંડની ટકાવારી સારી છે. ચમરી આવવાનું પ્રમાણ નહીવત છે. હેકટરે સરેરાશ ૧૧૯ ટન ઉત્પાદન આપે છે.
  5. સી.ઓ.એલ.કે.૮૦૦૧ : દક્ષિણ ગુજરાતમાં વાવવાની ભલામણ છે. આ જાત પણ ૧૨ થી ૧૪ માસમાં તૈયાર થાય છે. રોગ પ્રતિકારક છે. ૧૩.૮૮ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી આ જાત હેકટરે ૧૨૭.૫૧ ટન ઉત્પાદન આપે છે.
  6. ગુ.સુગર કેન-૧ : રાજયના દક્ષિણ વિભાગના ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે. ૧૨ થી ૧૪ માસમાં તૈયાર થાય છે. ૧૩.ર૮ ટકા ખાંડનું પ્રમાણ ધરાવે છે. રોગ પ્રતિકારક જાત છે. હેકટરે ૧૨૦.૦૦ ટન ઉત્પાદન આપે છે.
  7. કો. ૨૧૭૫ : મોડી પાકતી, વધુ ઉત્પાદન આપતી આ જાત ગોળ બનાવવા માટે સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર કરવાની ભલામણ છે. હેકટરે સરેરાશ ૧૦૬  ટન ઉત્પાદન આપે છે.
  8. કો.૮૭૨૬૩ : શેરડીનું વાવતેર કરતા રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. રાતડા તેમજ સૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨-૧૪ માસમાં તેયાર થાય છે અને હેકટરે ૯૪૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  9. ગુ.શેરડી-૧ : દક્ષિણ સોરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત સી.ઓ.-૬ ૩૦૪ કરતાં ર૧.૦પ ટકા વધુ ઉત્પાદન આપે છે. રાતડા અને સૂકારાના રોગ સામે ટકી શકે તેવી જાત છે. હેકટરે ૯૫૦૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૧ર માસમાં તૈયાર થાય છે.

10. ગુ.શેરડી -ર : દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત સી.ઓ.૬  ૩૦૪ કરતાં ૨૯.૦૪ ટકા વધુ ઉત્પાદન આપે છે. રોગ અને જીવાત સામે ટકી શકે તેવીમધ્યમ મોડી પાકતી એટલે કે ૧૨ માસમાં તૈયાર થાય છે. હેકટરે ૧૨૨૮૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

11. ગુ.શેરડી-૩ : દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. વહેલી પાકતી આ જાત કો.૮૩૮૮ અને કો.૬  ૭૧ કરતાં અનુક્રમે ૩૭ ટકા અને ૨૮ ટકા વધુ ઉત્પાદન આપે છે. સૂકારો અને રાતડાનાં રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨ માસે તૈયાર થાય છે. હેકટરે ૧,૦૯,૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

વેલડી

  1. જી. એ. યુ. જી. - ૧૦ : મગફળીની આ જાત ૧૨૦ દિવસે પાકે છે. જેમાં સરેરાશ તેલનું પ્રમાણ ૪૯.૧ ટકા અને દાણાનો ઉતારો ૭૩.૦ ટકા છે. પંજાબ ૧ કરતા ૯ ટકા વધુ ઉત્પાદન આપતી આ જાત હેકટરે ૧૨૫૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.જી- ૧૧ : વહેલા વાવેતર માટે આ જાત અનુકૂળ છે. દાણાનું કદ મોટું અને રંગ ગુલાબી છે. આ જાત ૧૧૫ દિવસે પાકે છે. સરેરાશ તેલનાં ટકા ૪૮.૬  છે અને દાણાનો ઉતારો ૭૨.૬  ટકા છે. આ જાત જી.જી.૧૦ કરતા ૧૪ ટકા એટલે કે હેકટરે ૧૪૩૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. જી.જી.-૧૨ જયાં વરસાદનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તાર માટે અનુકૂળ છે. આ જાત ૧૧૩ દિવસે પાકી જાય છે. તેના દાણાનું કદ મધ્યમ છે, જયારે રંગ ગુલાબી છે. તેલનું પ્રમાણ જીજી-૧૧ કરતા થોડું વધારે એટલે કે ૪૯.૬ ટકા જેટલું છે, જયારે દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે. આ જાતનું હેકટરે ૧૪ ૬ ૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  4. જીજી-૧૩ : ખૂબ જ બહોળા વિસ્તાર માટે અનુકૂળ છે પરંતુ થોડી મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે છે. મધ્યમ કદના ગુલાબી દાણાવાળી આ જાતમાં તેલના ૪૯.૬ ટકા છે, જયારે દાણાનો ઉતારો ૬ ૯.૨ ટકા જેટલો છે. આ જાતનું હેકટરે ૧૫ ૧૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

અર્ધ વેલડી

  1. જીજી-૨૦ : મગફળીની વહેલી પાકતી આ અર્ધવેિલડી જાત ઘણી સારી છે. મોટા દાણાવાળી આ જાત ૧૦૯ દિવસમાં પાકી જાયો છે. દાણાનો રંગ ઘેરો ગુલાબી છે. આ જાતમાં તેલનું પ્રમાણ ૫૦.૭ ટકા તથા દાણાનો ઉતારો ૭૩.૪ ટકા હોય છે. આ વહેલી પાકતી, તેલના વધુ ટકાવાળી અને દાણાનો વધુ ઉતારો આપતી જાતનું વાવેતર ઘણું થાય છે. આ જાત હેકટરે ૧૯૪૦ કિ.ગ્રો. ઉત્પાદન આપે છે.

ઉભડી

  1. જી.એ.યુ.જી...-૧ : મગફળીની આ જાત ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ પ૦.૨ ટકા છે. આ જાતનો દાણાનો ઉતારો ૭૪.૬  ટકા છે, જયારે તેનું હેકટરે ૧૪૮૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  2. જી.જી-૨ ઉભડી જાતોમાં આ જાત ઘણી સારી છે. મધ્યમ કદના ગુલાબી રંગના દાણાવાળી આ જાત ચોમાસામાં ૧૦૦ દિવસમાં પાકે છે. આ જાતમાં તેલના ૪૯.૦૦ ટકા છે. જયારે દાણાનો ઉતારો ૭૨.૮ ટકા છે. આ જાતનું હેકટરે ૧૩૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. જયારે ઉનાળામાં ૧૨૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૯૪૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. જી.જી-૪ : આ જાત વહેલી પાકે છે તથા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ છે તેમાં તેલનું પ્રમાણ પ૦.૮ ટકા છે તેમજ ૭૪.૪ ટકા દાણાનો ઉતારો આપે છે. ૧૧૯ દિવસે પાકતી આ જાત હેકટરે ૨૦૦૪ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  4. જે.એલ.-૨૪ : મગફળીની આ જાતનો દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે, જયારે તેમાં તેલનું પ્રમાણ ૪ ૬ .૬  ટકા છે. આ જાત ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૫૯૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  5. ટી.જી.૨૬  : આ જાત ૧૨૧ દિવસે પાકે છે. ઉનાળુ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. દાણામાં તેલના ટકા ૪૯ જેટલા અને દાણાનો ઉતારો ૬ ૫ ટકા જેટલો છે. ઉત્પાદન ૨૪૧૦ કિ. હે છે
  6. જી.જી.૬  : ઉનાળુ મગફળી વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત વહેલી એટલે કે ૧૧૯ દિવસમાં તેયાર થાય છે. આ જાત જી.જી.-૨ અને જી.જી-૪ જાતો કરતાં અનુક્રમે ૧૪.૩૦ ટકા અને ૧૭.૫૦ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે, જેમાં દાણાનો ઉતારો વધુ મળે છે અને દાણામાં તેલના ટકા વધુ હોય છે. હેકટરે ર૭૮૨ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  7. જી.જી-૭ : સોરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતિ ૧૦૦ દિવસમાં તેયાર થાય છે. જી. જી-૨ અને જે-૧૧ જાતો કરતાં અનુક્રમે ૩૦.૮૮ ટકા અને ર૩.૩૬ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે. જેમાં દાણાનો ઉતારો ૬ ૯.૩૩ ટકા છે. દાણામાં તેલના ૪૯.૦૦ ટકા છે. હેકટરે ૨૧૪૯ કિલોગ્રામ ઉત્પાદ આપવાની ક્ષમતા ધરાવે છે.

દિવેલા

  1. જી.એ.યુ.સી.એચ.-૧ : પિયત અને બિનપિયત વિસ્તાર માટે આ જાત સારી છે. ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. લીલા રંગના થડવાળી અને મધ્યમ કદના દાણાવાળી આ જાતમાં તેલના ૪૭.૫ ટકા છે. આ જાતની ઉચાઈ ૬ o થી ૪૫ સે.મી. જેટલી હોય છે. આ જાત હેકટરે ૧૫૬૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.સી.એચ-૨:  આ જાત પણ પિયત તથા બિનપિયત વિસ્તાર માટે સારી છે. જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૫ થી ૭૦ સે.મી. છે જેમાં તેલના ૪૭.૫ ટકા છે. આ જાતનું હેકટરે ૧૭૪૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. જી.સી.એચ.- ૪ : ઉપરની બંને જાત કરતા થોડી જુદી પડતી ભૂરા લાલરગના થડવાળી આ જાતની ભલામણ પિયત અને બિનપિયત વિસ્તાર માટે થયેલી છે. જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૦ થી ૬૫ સે.મી. છે. જેમાં તેલના ટકા ૪૭.૮ છે. આ જાત સૂકારા સામે રોગ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાતનું હેકટરે ૧૯૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  4. જી.સી.-૨  ભૂરા લાલ રંગના થડવાળી આ જાત અન્ય જાતોની સરખામણીમાં વહેલી એટલે કે ૧૪૦ થી ૧૮૦ દિવસમાં પાકે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાત પ૫ થી ૬૦ સે.મી. જેટલી ઉચાઈ ધરાવે છે. આ જાતમાં તેલના ટકા ૪૭.૮ હોય છે. જેનું હેકટરે ૨૧ ૬ ૪ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  5. ૫. જી.સી.એચ.-૫ : દિવેલાની આ સંકર જાતની ભલામણ રાજયનાં પિયત વિસ્તાર માટે કરવામાં આવે છે. આ જાતના થડ અને ડાળીઓનો રંગ ભુરા લાલરંગનો હોય છે, ૨૧૫ થી ૨૨૦ દિવસે પાકે છે, દાણામાં તેલના ટકા ૪૯ છે. સૂકારાના રોગ સામે પ્રતિકારક છે. ઉત્પાદન ૨૨૨૫ કિ/હે. છે

 

  1. જી. સી. એચ -૬  : પિયત વિસ્તાર માટે જયાં મૂળના કોહવારાના રોગનો ઉપદ્રવ વધુ હોય તેવા ગુજરાત રાજયના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. મૂળના કોહવારા સામે પ્રતિકારક અને સૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. લાલ થડ વાળી આ જાત મોડી એટલે કે ૨૧૦ દિવસે પાકે છે. દાણામાં ૪૯.૯ ટકા તેલનું પ્રમાણ હોય છે. પિયત હેઠળ ૨૨૭૪ થી ૨૩૪૯ કિલોગ્રામ અને બિન પિયત પાક તરીકે ૧૩૯૦ કિલોગ્રામ હેકટરે ઉત્પાદન આપે છે.

૩ તલ

  1. ગુજરાત તલ-૧ : ચોમાસુ. વાવેતર માટેની તલની આ સારી જાત છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૯૦ સે.મી. જેટલી હોય છે. દાણાનો સફેદ રંગ ધરાવતી આ જાત ૮૫ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ ૪૯.૮ ટકા જેટલું હોય છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૬૩૦ કિ.ગ્રા. મળે છે.
  2. ગુજરાત તલ-ર : ચોમાસુ ઋતુ માટેની તલની આ જાત પણ ૮૫ દિવસે પાકે છે. સફેદ તલની આ જાત ૮૮ સે.મી.ની ઉંચાઈ ધરાવે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ પ૦.૨ ટકા જેટલું છે. જેનું હેકટરે ૭૯૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. પૂર્વા ૧  : તલની આ જાતની ભલામણ અર્ધ શિયાળુ વાવેતર માટે કરવામાં આવે છે. જે   મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે છે. પરંતુ આ જાતમાં તેલનું પ્રમાણ થોડું વધારે એટલે કે ૫૧.૫ ટકા જેટલું છે. મોટા કદના લાલ રંગના તલની આ જાત ૯૫ સે.મી. જેટલી ઉચી થાય છે. જે હેકટરે ૪૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  4. ગુજરાત તલ-૧૦ : કાળા રંગનાં તલની આ જાત અમરેલી કેન્દ્ર દ્વારા તૈયાર કરી બહાર પાડવામાં આવેલ છે. છોડની ઉચાઈ ૧૧  સે.મી. છે. ડાળીઓની સંખ્યા ૫ થી ૭ હોય છે. દાણામાં તેલનું પ્રમાણ ૪પ.૨ ટકા છે. ૯૨ દિવસે પાકતી આ જાત હેકટરે ૮૦૭ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

સૂર્યમુખી

  1. ઈ. સી.  ૬૮૪૧૪ : સૂર્યમુખીની આ જાત ઉત્તમ જાત છે જેની ભલામણ એકલા પાક માટે કરવામાં આવે છે. અંદાજે ૧૫૫ સે.મી. ઉચાઈ ધરાવતી આ જાત ૯૫ દિવસે પાકે છે. કાળા રંગના મોટા દાણાના કદવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૪.૩ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ વાવેતર માટેની આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૧૭૩ કિ.ગ્રા. જેટલું મળે છે.
  2. ગુજરાત સૂર્યમુખી-૧ : એકલા પાક માટેની ભલામણવાળી આ જાત પણ ૧૫૫ સે.મી. ઉચી અને ૯૩ દિવસે પાકી જાય છે કાળા મોટા દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૩૫.૪ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ ઋતુ માટેની આ જાતનું હેકટરે ૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. મોડર્ન : મધ્યમ કદના કાળા રંગના દાણાવાળી આ જાતની ભલામણ ખાસ આંતરપાક તરીકે વાવવા માટે કરવામાં આવી છે. અન્ય જાતો કરતા નીચી અને વહેલી પાકતી એટલે કે ૧૦૦ સે.મી. ઉચાઈવાળી અને ૭૫ દિવસે પાકતી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૦.૦ ટકા જેટલું છે. જેનું હેકટરે ૯૬  ૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

સોયાબીન

  1. ગુજરાત સોયાબીન - ૧ : આ જાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તાર માટે વાવેતર કરવાની ભલામણ છે. ઉચાઈમાં ઠીંગણી આ જાતિ ૩૦ સે.મી. ઉંચી થાય છે અને ૯૦ દિવસે પાકે છે. જાંબલી ફૂલ અને મધ્યમ કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૨૨.૦૦ ટકા જેટલું છે. આ જાતનું હેકટરે ૧૬૦૦ કિ. ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે.
  2. ગુજરાત સોયાબીન - ર ઃ સોયાબીનની આ જાતની ભલામણ દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે કરવામાં આવી છે. જેની ઉંચાઈ ૫૫ સે. મી. જેટલી હોય છે અને ૧૦૫ દિવસમાં પાકે છે. મોટા કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૨૪.૦૦ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે ૧૭૦૦ કેિ. ગ્રા. ઉત્પાદન આપે છે.

રાઈ

  1. રાઈ વરૂણા  સોરાષ્ટ્ર વિસ્તાર માટે બે લાઈન વચ્ચે ૪૫ સે.મી. તથા બે છોડ વચ્ચે ૧૫ થી ૨૦ સે. મી. નાં અંતરથી વાવેતર કરવાની ભલામણ વાળી આ જાત ૧૪૨ સે. મી. ઉંચી થાય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.૫ ટકા જેટલું છે. પાટણ–$ ૭ કરતા આ જાતનાં દાણાનું કદ મોટું અને એક અઠવાડિયું વહેલી એટલે કે ૧૧૪ દિવસે પાકે છે. એટલું જ નહીં ૧૧.૪ ટકા જેટલું વધુ એટલે કે ૨૨૦૦ કિલો/હેકટર ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત રાઈ-૧ : આ જાતની ૧૯૮૯નાં વર્ષમાં રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ટૂંકાગાળામાં એટલે કે ૧૦૬ દિવસસે પાકી જાય છે. જે રાઈ વરૂણા કરતા સામાન્ય પરિસ્થિતિમાં પણ ઉત્પાદન વધારે આપે છે. આ જાતના દાણા મધ્યમ કદના મોટા હોય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.૫૭ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે ૨૨૮૧ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. ગુજરાત રાઈ - ૨ ઃ મોટા દાણા વાળી રાઈની આ જાતની ભલામણ ૧૯૯૫માં કરવામાં આવી છે. જે ગુજરાત-૧ કરતા ૧૫ ટકા વધુ ઉત્પાદન એટલે કે ૨૪૩૯ કિ.ગ્રા. / હેકટર ઉત્પાદન આપે છે અને ૧૧૨ દિવસે પાકે છે.

કસુંબી

તારા : આ પાક ખારાશ વાળી જમીનમાં સારો એવો થઈ શકે છે. જેથી ભાલ અને ઘેડ વિસ્તારમાં આ પાકની ઉજળી તકો છે. કાંટાવાળી આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે. જેમાં તેલના ૨૯.૦ ટકા છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કેિ. ગ્રા. મળે છે.

ભીમા : કસુંબીની આ પણ કાંટાવાળી જાત છે. પાન બધા પીળા અને ભૂખરા થઈ જાય ત્યારે આ પાક કાપણી માટે તૈયાર થઈ ગયો સમજવો. કાપણી વખતે કાંટા ન લાગે તે માટે હાથ અને પગે કંતાન વીંટાળી ૧૧૫ થી ૧૨૦ દિવસે કાપણી કરવી. આ જાતમાં તેલનું પ્રમાણ ૨૯.૩ ટકા છે. હેકટરે ૧૨૦૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

 

૧. કૃષિ :

રાજયના મુખ્ય / અગત્યના પાકો, તેની ભલામણ કરવામાં આવેલ જાતો અને ખેતી પધ્ધતિઓ.

આપણે જાણીએ છીએ કે ગુજરાતની ખેતી વૈવિધ્યભરી છે. આમ છતાં કૃષિ સંશોધનોનાં પરિણામે જુદા-જુદા પાકોમાં વધુ ઉત્પાદન આપતી જાતોની શોધથી ઉત્પાદન ક્ષેત્ર જબરી કાન્તી આવી છે. પરિણામ સ્વરૂપ કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાંના પાકો, ધાન્ય પાકો, શાકભાજીના પાકો, મસાલાના પાકો, ઓષધીય પાકો અને બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન આપતી અનેક જાતો શોધાઈ છે. એ જ રીતે જુદા જુદા પાકોની ખેતી પધ્ધતિમાં પણ અમૂલ પરિવર્તન આવ્યું. વાવેતર માટે સુધારેલી / સંકર જાતોની પસંદગીથી માંડીને ખેતીના પ્રત્યેક કાર્યોમાં આજે વૈજ્ઞાનિક સૂઝ હોવી જોઈએ. ગુજરાત રાજયમાં વવાતા અગત્યના અને મુખ્ય પાકોની ભલામણ કરવામાં આવેલ જાતોની માહિતી અને વેજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગેની માહિતી ટૂંકમાં આ પ્રમાણે છે.

  • ભલામણ કરવામાં આવેલ અને વાવેતર હેઠળની સુધારેલી / સંકર જાતો :

ધાન્યપાકો

બાજરી

  • જીએચબી-૧પ : સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૭૮ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડુંડાની વધુ સંખ્યા ધરાવે છે. ડુંડા ખૂબ સખત ભરાવદાર મધ્યમ લાંબા અને અણીદાર, દાણાની સાથે ચારાનું પણ વધુ ઉત્પાદન આપે છે. છોડની પાતળી સાંઠીને કારણે ચારાની ગુણવત્તા સારી, કુતુલ રોગ સામે સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૨૧૭૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જીએચબી.-૨૩૫ : ઉત્તર ગુજરાત, ઉત્તર પશ્ચિમ ગુજરાત તથા દક્ષિણ સોરાષ્ટ્રિય ખેત આબોહવાકિય વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૮૦ દિવસે પાકે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. દાણાનું કદ મોટું છે. ડુંડા સખત ભરાવદાર, મધ્યમ લાંબા અને નળાકાર છે. આ જાત હેકટરે ૨૧.૪૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • એમ.એચ.-૧૭૯ ઃ આ જાત ઈક્રીસેટ, હેદાબાદ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. પૂરતા વરસાદવાળા વિસ્તારમાં ઉત્પાદન સારું આપે છે. ૮૨ દિવસે પાકે છે. ડુંડા સામાન્ય સખત, મધ્યમ લાંબા, જાડા, નળાકાર, અને મૂછો વધતા ઓછા પ્રમાણમાં હોય છે. હેકટરે ૨૨૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • એમ.એચ.-૧  (પુસા-૨૩) : આ જાત દિલ્હી કેન્દ્ર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ હાઈબ્રીડ જાતે ગુજરાતમાં સારો દેખાવ કર્યો છે. બી.કે.પ૬ ૦ હાઈબ્રીડને મળતી આવતી આ જાત ૭૮ થી ૮૦ દિવસે પાકે છે. હેકટરે ૨૨૦૦ થી ૨૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • આઈસીટીપી-૮૨૦૩ : મોટા દાણાવાળી આ જાત ઈક્રીસેટ, હેદાબાદ ધ્વારા બહાર, પાડવામાં આવેલ છે. વહેલી પાકતી આ જાત અન્ય કમ્પોઝીટ જાતોની સરખામણીમાં વધુ અનુકૂળ આવેલ છે. ફૂટની સંખ્યા ઓછી હોય દાણાનું ઉત્પાદન હાઈબ્રીડ જાતોની સરખામણીમાં ઓછું રહે છે. હેકટરે ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જીએચબી –૨૨૯ - પિયતની સુવિધા ધરાવતાં રાજયના સમગ્ર વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. લાંબા ડૂડા સાથે આકર્ષક દેખાવ ધરાવતી આ જાત બાજરીની જીએચબી-૧૮૩, જીએચબી-૨૩૫ અને એમ.એચ.૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧૫.૧૫, ૯.૮ % અને ૬.૧.૯ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. આ જાત ૮૦-૮૫ દિવસે પાકે છે. હેકટરે ૪૫૪૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  • જીએચબી-૩૧ ૬  : રાજયના સમગ્ર વિસ્તારમાં ચોમાસુ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત બાજરીની એમ.એચ.-૧ ૬ ૯ એચ.એમ.બી.-૬ ૭ અને એમ એચ-૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧૮.૫૦, ૧૫.૫૩ અને ૧૩.૨૧ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી આ જાત ડુંડાનું કદ, આકાર, ચારાની ગુણવત્તા તેમજ વહેલી સીકેસર અવસ્થા માટે ચઢિયાતી છે. આ જાત ૮૫ દિવસે પાકે છે. હેકટરે ૨૩૦૬ કિલો ઉત્પાદન આપે છે.
  • જીએચબી-૧૮૩ : આ જાત માદા ૮૧ એ × જે-૯૯૮ ના સંકરણથી તેયાર થાય છે. આ જાત કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. ગુજરાત રાજયમાં ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાત ખેત આબોહવાકિય વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડની ઉચાઈ ૨૦૫ -૨૧૦ સે.મી. હોય છે. આ જાત ૭૫ થી ૮૦ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડુંડાની ઘણી સારી સંખ્યા ધરાવે છે. દાણાંની સાથે સુકા ચારાનું પણ ઘણું વધારે ઉત્પાદન આપે છે. હેકટરે ૩૭૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જીએચબી–પર : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુ માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯૫૨૨૨ × નર જે-૨૩૭૨ ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. રોગ પ્રતિકારક શકિત ધરાવતી વહેલી પાકતી, દાણાનો આકર્ષક રંગ તથા આકાર ધરાવે છે. છોડ અને ડુંડાનો સારો દેખાવ ધરાવતી ઉતમ પ્રકારનો ચારો આપતી ગુજરાત રાજયમાં ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતના વિસ્તારમાં પણ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડ દીઠ ડુંડા વધુ સંખ્યા ધરાવે છે. છોડની ઉચાઈ ૧૭૫-૧૮૫ સે.મી. હોય છે. દાણાની સાથો સાથ ઉત્તમ ગુણવત્તાવાળા સૂકા ચારાનું પણ વધારે ઉત્પાદન આપે છે. . ૮ થી ૧૩૫ દિવસમાં પાકતી આ જાત હેકટરે ૨૮૫૯ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  • જીએસબી-૫૫૮ : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી ચોમાસુ ઋતુ માટે સને ૨૦૦૨ માં અને ઉનાળુ ઋતુ માટે સને ૨૦૦૩ માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯૪૫૫૫ જે × જે-૨૨૯૦ ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. છોડ ૨૦૦-૨૧૦ સે.મી. ઉચાઈના થાય છે. દાણાની સાથોસાથ સૂકા ચારાનું વધારે ઉત્પાદન આપતી આ જાત વધુ વિસ્તારમાં સ્વીકૃતિ પામી અને સ્થાયી ઉત્પાદન આપે છે. મોટા દાણાવાળી આ જાત હેકટરે ૩૨૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. છોડ દીઠ ડુંડાની વધુ સંખ્યા ધરાવે છે.
  • જીએચબી.-૫૭૭ : આ સંકર જાત માદા જે.એમ.એસ.એ. ૧૦૧ અને નર જે-૨૪Oપ નાં સકરણ ધ્વારા તેયાર કરવામાં આવેલ છે. જામનગર ખાતે આ જાત સને ૨૦૦૩ ના વર્ષમાં ખરીફ ઋતુના વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડુંડા લાંબા અને આકર્ષક દેખાવવાળા દાણા ધરાવે છે. દાણાનું વધુ ઉત્પાદન આપતી આ જાત સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતનાં રાજયો (રાજસ્થાન, હરીયાણા, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ,દિલ્હી વિ.) માં પણ ખરીફ ઋતુનાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.કન્ટોલ જાત એમ.એચ.૧ ૬ ૯ તથા પ્રાઈવેટ કન્ટોલ જાતો ૭૬૭ ; અને પી-૧૦૬  કરતાં જી.એચ.બી.૫૭૭ જાતે અનુક્રમે ૩૪ ટકા, ૨૯ ટકા અને ૧૨ ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં તેમજ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ખાસ અનુકૂળતા ધરાવે છે.
  • જીએચબી - ૫૩૮ : આ સંકર જાત માદા ૯૫૪૪૪-એ × જે-૨૩૪૦ ના સંકરણ ધ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર ખાતેથી ૨૦૦૪ના વર્ષમાં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે ભલામણ થયેલ આ જાત અગત્યની જીવાત સામે તેમજ કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત પ થી   ૭ દિવસે પાકે છે. દાણાનો ઉતાર હેકટરે ૨૮૫૮ કિલોગ્રામ છે જયારે ચારાનું ઉત્પાદન પ૪૪૯ કિલોગ્રામ હેકટરે આપે છે.

ઘઉં

પિયત ઘઉં

  • જી.ડબલ્યુ-૪૯૬  : સમયસરની વાવણી માટે બહાર પાડવામાં આવેલ આ જાતિ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. ઉબીમાથી દાણા ખરી પડતા નથી. દાણા મધ્યમ કદના એક સરખા અને ખૂબ જ ચળકાટ ધરાવે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૪૦૦૦ થી ૪૫૦૦ કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે.
  • જી.ડબલ્યુ-પ૦૩ : ગુજરાત રાજયમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે. કાળા તેમજ બદામી ગેરૂ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. મધ્યમ કદના દાણા છે. હેકટરે ૪૦૦૦ થી ૪૫૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જી.ડબલ્યુ-૧૯૦ : સમયસરના વાવેતર માટે સમગ્ર ગુજરાત,મધ્યપ્રદેશ,રાજસ્થાનનો કોટા વિસ્તાર તેમજ ઉતર પ્રદેશના બુંદેલ ખંડ વિભાગ માટે કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત. ઉબીની લંબાઈ વધારે તેમજ તેમાં દાણાની સંખ્યા વધારે. હેકટરે ૫૦૦૦ થી ૫૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  • જી.ડબલ્યુ-૧૭૩ : કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ આ જાત ૮૫ થી ૯૫ દિવસમાં પાકે છે. મોડી વાવણી માટે અનુકૂળ છે. આ જાત ઢળી પડવા સામે તેમજ ઉબીમાંથી દાણા ખરી પડવા સામે તેમજ ગેરૂ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. દાણા મધ્યમ કદના સોનેરી રંગના ચળકાટવાળા હોય છે. હેકટરે ૪૦૦૦ થી ૪૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • રાજ–૧૫૫૫ : ડયુરમ પ્રકારની આ જાતના છોડ મધ્યમ ઉચાઈના હોય છે. પીલાની સંખ્યા સારી હોય છે. ઘઉં પાકવાના સમયે ઉબી નીચે વળી જવાની ખાસીયત ધરાવે છે. આ જાતના દાણાં સોનેરી રંગના સખત અને ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકી જાય છે. ૪૦૦૦ થી ૪૫૦૦ કિલોગ્રામ/હેકટર ઉત્પાદન આપે છે.
  • લોક-૧ : લોક ભારતી સણોસરા ખાતે આ જાત સંકરણથી તૈયાર કરવામાં આવી છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે. પીલાની સંખ્યા સારી હોય છે. દાણા મોટા ભરાવદાર હોય છે. ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૩૫૦૦ થી ૪૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જી.ડબલ્યુ-૨૭૩ : પિયતની સુવિધા ધરાવતા રાજયના સમગ્ર વિસ્તારમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ઘઉંની કલ્યાણસોના,લોક-૧, જી. ડબલ્યુ-૧૪૭, જી.ડબલ્યુ-૪૯ અને જી.ડબલ્યુ-૧૯૦ જાતો કરતાં અનુક્રમે ૧૫.૪૨, ૯.૭૯, ૧૪:૫૬, ૬૪ અને ૩.ર૯ ટકા વધુ ઉત્પાદન આપે છે. ગુણવત્તામાં સ્વીકાર્ય છે તથા રોગ સામેની પ્રતિક્રિયા નિયંત્રણ (અંકુશ)જાતો કરતાં વધારે જોવા મળે છે. આ જાત. ૧૧૦ – ૧૧૩ દિવસે પાકે છે અને હેકટરે ૪૮૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  • જી. ડબલ્યુ - ૧૧:૩૯ : પિયત ડયુરમ ઘઉં વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી આ જાતના દાણા સખત, મોટા, ચળકાટ વાળા અને દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે તેમજ સફેદ દાગનું પ્રમાણ નહિવત છે. આ જાત ઘઉંના ભૂરા તેમજ કાળા ગેરૂ સામે પ્રતિકારક જોવા મળેલ છે. આ જાત. ૧૧૦-૧૧૩ દિવસે પાકે છે. હેકટરે ૪૪૦૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જી. ડબલ્યુ - ૩૨૨ ઃ આ જાત રાજયના પિયત વિસ્તારમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત અર્ધ ઠીંગણી છે. ફૂટનું પ્રમાણ સારૂ છે ડુંડી લાંબી અને ભરાવદાર છે. ડુંડી રૂંવાટી વગરની અને પાકતા સફેદ રંગની થાય છે. આ જાત જી.ડબલ્યુ-૪૯૬  કરતાં ૧૩.૫૩ ટકા, લોક-૧ કરતા ૭.૪૭ ટકા તથા જી.ડબલ્યુ-૨૭૩ કરતાં ૪.૦૭ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. ૧૧૦ થી ૧૧ ; દિવસમાં પાકી જાય છે. કાળા તથા ભૂરા ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

બિન પિયત ઘઉં

  • અરણેજ –૨૦૬  : રાજયના બિન પિયત ઘઉના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪૦૦ થી ૧૪૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જી.ડબલ્યુ-૧ : રાજયના બિન પિયત ઘઉંના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત ૧૦૩ થી ૧૦૫ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪૫૦ થી ૧૫૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • જી. ડબલ્યુ-ર : રાજયના બિન પિયત ઘઉના વવાતા વિસ્તાર માટે ભલામણ કરેલ આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૧ ૬ ૦૦ થી ૧ ૬ ૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

ડાંગર

  1. જી. આર - ૩ : આ જાતની મધ્ય ગુજરાતમાં ફેર રોપણી તથા ઓરાણ ડાંગર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦૫ દિવસે પાકતી આ જાતે હેકટરે ૫૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
  2. જી. આાર - ૧૧ : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧૨૫ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે પ૩૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  3. જી. આાર - ૪ : આ જાતની પણ મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪ ૬ ૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. જી. આાર - ૧૩૮-૯૨૮ : આ જાતની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. રોગ જીવાત સામે બહુ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨૫ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે ૪પ૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  5. એસ. એલ. આર. પ૧૨૧૪ : આ જાતની રાજયના નીચાણવાળી ક્ષારીય જમીન માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૨૦ દિવસે પાકે છે. હેકટરે ૪૪૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  6. જી. આાર - ૧૦૧ : આ જાતની મધ્ય ગુજરાતની પિયતની સગવડતાવાળા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે સહનશીલતા ધરાવતી સુગંધિત, ૧૩૫ થી ૧૪૦ દિવસે પાકતી અને હેકટરે ૪૦૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
  7. જી. આાર - ૧૦૨ આ જાતની મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. ૧૩૦ થી ૧૩૫ દિવસે પાકે છે. હેકટરે ૩૯૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  8. જી. આર - ૧૦૩ : આ જાતની પણ મધ્ય ગુજરાતમાં ચોમાસુ અને ઉનાળુ બનને વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે પ્રતિકારકતા અને સારી ગુણવત્તા ધરાવતી, ૧૩૦ થી ૧૩૫ દિવસે પાકતી અને હેકટરે ૫૫.૮ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
  9. જી. આર - પ : દક્ષિણ ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે ભલામણ કરવામાં આવેલ છે. ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે. હેકટરે ૨૦ -૨૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

10. જી. આર – ૬  : દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧૨૦ થી ૧૨૫ દિવસે પાકે છે. હેકટરે ૪ ૬ ૨૩ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

11. અંબિકા : સમગ્ર રાજયમાં વાવણી માટે ભલામણ કરવામાં આવેલ છે. સરસ સુગંધ અને રાંધવાની સારી ગુણવત્તા, ૧૪૦ થી ૧૪૫ દિવસે પાકતી અને હેકટરે ૪૧૪૮ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે.

12. આઈ.આર ૬ ૬ : આ જાત દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર માટે અનુકૂળ છે. કરમોડી રોગ તથા થડ કોરી ખાનાર ઈયળ સામે વધુ ટકકર ઝીલે છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪૮૮૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

13. ગુર્જરી (આઈ.ઈ.ટી-૧૦૭૫૦) : મધ્ય તેમજ ઉત્તર ગુજરાત ખેત હવામાન વિસ્તાર (૩ અને ૪) માટે ભલામણ કરવામાં આવે છે. ડાંગરના મુખ્ય રોગો તેમજ જીવાતો સામે પ્રચલિત જાતો (જયા તેમજ જી.આર.૧૧)ની સરખામણીમાં વધુ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત જયા કરતાં સાતથી દસ દિવસ વહેલી પાકે છે. ૨૫ ટકા જેટલું દાણાનું તેમજ પરાળનું વધુ ઉત્પાદન આપે છે. વધુ પ્રોટીનના ટકા ધરાવે છે તેમજ મમરા-પેોવાનું વધુ વળતર આપે છે આ જાત ૧૧૫ દિવસે તૈયાર થાય છે અને હેકટરે ૫૦૦૦ થી ૮૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

14.  જી.આર.૭ : મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ફેરરોપણી કરીને ડાંગર પકવતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત જી.આર.-૪,જી.આર.-૧૧,જી.આર.-૩ અને આઈ.આર.-૬  ; કરતાં અનુક્રમે ૩૪.૭૪ ટકા,૨૪ ટકા, ૧૨.૨૫ ટકા અને ૫.૩૦ ટકા વધુ ઉત્પાદન આપે છે. વધુ ઉત્પાદન સાથે સારી દાણાની ગુણવત્તા તેમજ મધ્યમ રીતે સુગંધીદાર દાણો આ જાતના અગત્યના લક્ષણો છે. વળી, આ જાત રોગ તેમજ જીવાત સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત ૧૦૦ – ૧૧૫ દિવસે તેયાર થાય છે અને હેકટરે ૪પર ૬ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

15. ડાંગર દાંડી : દક્ષિણ ગુજરાતની દરિયાકાંઠાની ક્ષારીય જમીનમાં ડાંગરનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. વધુ ઉત્પાદન આપતી આ જાત રસોઈ તેમજ મીલીંગની સારી ગુણવત્તા ધરાવે છે. હેકટરે પ૫૮૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

16. જી.આર-૮ : દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પર્વતીય વિસ્તાર તેમજ સહયાદી પર્વતની વરસાદ આધારિત પરિસ્થિતિમાં ઓરાણ ડાંગરની ખેતી માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી, વહેલી પાકતી અને ઢળે નહી તેવી આ જાત રોગ અને જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૧૮૫૮ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

જુવાર

  1. જી.જે-૩૫ : આ જાતની દક્ષિણ અને ઉતર ગુજરાત તેમજ સોરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૪૩૭૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બડઘા પાક અને આાંતરપાક માટે અનુકૂળ છે.
  2. જી.જે-૩૭ : ઉતર ગુજરાત સોરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઘેડ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે. હેકટરે ૨૪ ૬ ૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણા અને ચારા માટેની જાત છે.
  3. સી.એસ.એચ.-પ : સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૩૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. સી. એસ. એચ - ૬  : ઉતર ગુજરાત, ઉતર પશ્ચિમ ઝોન અને સૌરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે . હેકટરે ૨૯૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  5. સી. એસ. એચ. આર – ૮ : મધ્ય ગુજરાતમાં શિયાળુ જુવારની વાવેતર માટે ભલામણ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૩૫૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  6. જી. એસ. એચ. - ૧ : આ જાતની સમગ્ર રાજય માટે ખાસ કરીને સોરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૩૬  ૬ ૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણાની ફૂગ તેમજ ડુંડાની ઈયળો સામે પ્રતિકારક શકિત ધરાવે છે.
  7. જી. એફ. એસ. - ૪ : દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છ માટે ભલામણ કરવામાં આવેલ છે. એક કરતા વધુ વાઢ, સાંઠા મીઠા રસદાર, એકમ વિસ્તારમાં ચારાનું ઉત્પાદન વધારે, લાલ રંગ ધરાવતા છોડ. વરસાદ આધારિત વિસ્તાર માટે અનુકૂળ છે.
  8. જી. જે - ૩૯ : ઉતર ગુજરાત અને સોરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને માફક આવે તેવી જાત છે. ઘાસચારાનું ઉત્પાદન વધુ આપે છે. હેકટરે ૨૪૯૨ કિલોગ્રામ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે.
  9. ગુજરાત જુવાર-૪૦ : દક્ષિણ ગુજરાત ખેત હવામાન વિસ્તાર ૧,૨ અને ૩ માં વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતનો દાણો ગોળ, મધ્યમ કદનો સફેદ મોતી જેવો છે. ચારાની ગુણવત્તા સારી છે. આ જાત દાણાની ફૂગ, ગાભિમારાની ઈયળ અને સાંઠાની માખી સામે સાધારણ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત હેકટરે ૨૯૦૮ કિલોગ્રામ દાણાનું અને ૧૦૨૮૨ કિલોગ્રામ ચારાનું ઉત્પાદન આપે છે અને ૧૦૪–૧૦૮ દિવસમાં તૈયાર થાય છે.

10. જી. જે. - ૪૧ (એચ. આર. ૩૨૨-૧) : ખેત હવામાન વિસ્તાર ૨, ૩ અને ૪ માટે દાણા અને ચારા તરીકે વાવેતર માટે ભલામણ છે. આ જાત વહેલી પાકે છે, તેના છોડની ઉચાઈ ૧૪૮ સે.મી. થી ૧૫૫ સે.મી. તથા ડુંડાની લંબાઈ ૨૫ સે.મી. થી ૨૯ સે.મી. છે. પાછોતરો વરસાદ ન આવતા વિસ્તારમાં પણ અનુકૂળ છે. હેકટરે ૨૩૫૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

૫ મકાઈ

  1. ગુ. મકાઈ - ૧ : રાજયમાં જયાં સફેદ મકાઈનું વાવેતર કરવામાં આવે છે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૮૫ થી ૯૦ દિવસે પાકે છે. હેકટરે ૨૮૭૦ કિલોગ્રામ દાણાનુ ઉત્પાદન આપે છે.
  2. ગુ. મકાઈ - ર : રાજયમાં પીળી મકાઈ પકવતા વિસ્તારો માટે ભલામણ કરવામાં આવે છે. ૮૫ દિવસમાં પાક તૈયાર થાય છે. હેકટરે ૨૮૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ગંગા સફેદ – ૨ : રાજયના મકાઈ ઉગાડતા વિસ્તારોમાં વાવેતરની ભલામણ છે. ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. ગંગા - ૧૧ : આ જાતના ડોડા મધ્યમ કદનાં, દાણા આછા પીળા ચળકતા, ૯૦ થી ૯૫ દિવસમાં પાકી જાય છે. હેકટરે ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  5. ગુજરાત મકાઈ - ૩ : પંચમહાલ, ગોધરા અને દાહોદ વિસ્તારમાં શિયાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ગુજરાત મકાઈ-૧ અને ગંગા સફેદ-ર જાતો કરતા અનુક્રમે ર૧.૪ અને ૩.૮ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. વળી, આ જાત ગુજરાત મકાઈ-૧ કરતાં ર દિવસે અને ગંગા સફેદ-ર કરતા ૧૨ થી ૧૩ દિવસે પાકે છે. હેકટરે પપરપ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  6. ગુજરાત મકાઈ - ૪ : મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર - ૩ માં ચોમાસું ઋતુમાં સફેદ મકાઈ ઉગાડવાના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત ગુજરાત મકાઈ - ૧ કરતાં ૩૧ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે અને ૮૦-૮૫ દિવસમાં પાક તૈયાર થાય છે. આ જાતનો દાણો સફેદ ચળકતો હોય છે હેકટરે ૨૯૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  7. ગુજરાત મકાઈ-૬  : મધ્ય ગુજરાત વિસ્તારમાં શિયાળુ ઋતુમાં મકાઈ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ગુજરાત મકાઈ-૧ ની સરખામણીએ વધુ ઉત્પાદન આપે છે. ખૂબ જ વહેલી પાકતી આ જાત ગાભિમારાની ઈયળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૨૪૪૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

તેલીબિયાંના પાકો

(૧) મગફળી

વેલડી

  1. જી. એ. યુ. જી. - ૧૦ : મગફળીની આ જાત ૧૨૦ દિવસે પાકે છે. જેમાં સરેરાશ તેલનું પ્રમાણ ૪૯.૧ ટકા અને દાણાનો ઉતારો ૭૩.૦ ટકા છે. પંજાબ ૧ કરતા ૯ ટકા વધુ ઉત્પાદન આપતી આ જાત હેકટરે ૧૨૫૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.જી- ૧૧ : વહેલા વાવેતર માટે આ જાત અનુકૂળ છે. દાણાનું કદ મોટું અને રંગ ગુલાબી છે. આ જાત ૧૧૫ દિવસે પાકે છે. સરેરાશ તેલનાં ટકા ૪૮.૬  છે અને દાણાનો ઉતારો ૭૨.૬  ટકા છે. આ જાત જી.જી.૧૦ કરતા ૧૪ ટકા એટલે કે હેકટરે ૧૪૩૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. જી.જી.-૧૨ જયાં વરસાદનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તાર માટે અનુકૂળ છે. આ જાત ૧૧૩ દિવસે પાકી જાય છે. તેના દાણાનું કદ મધ્યમ છે, જયારે રંગ ગુલાબી છે. તેલનું પ્રમાણ જીજી-૧૧ કરતા થોડું વધારે એટલે કે ૪૯.૬ ટકા જેટલું છે, જયારે દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે. આ જાતનું હેકટરે ૧૪ ૬ ૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  4. જીજી-૧૩ : ખૂબ જ બહોળા વિસ્તાર માટે અનુકૂળ છે પરંતુ થોડી મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે છે. મધ્યમ કદના ગુલાબી દાણાવાળી આ જાતમાં તેલના ૪૯.૬ ટકા છે, જયારે દાણાનો ઉતારો ૬ ૯.૨ ટકા જેટલો છે. આ જાતનું હેકટરે ૧૫ ૧૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

અર્ધ વેલડી

  1. જીજી-૨૦ : મગફળીની વહેલી પાકતી આ અર્ધવેિલડી જાત ઘણી સારી છે. મોટા દાણાવાળી આ જાત ૧૦૯ દિવસમાં પાકી જાયો છે. દાણાનો રંગ ઘેરો ગુલાબી છે. આ જાતમાં તેલનું પ્રમાણ ૫૦.૭ ટકા તથા દાણાનો ઉતારો ૭૩.૪ ટકા હોય છે. આ વહેલી પાકતી, તેલના વધુ ટકાવાળી અને દાણાનો વધુ ઉતારો આપતી જાતનું વાવેતર ઘણું થાય છે. આ જાત હેકટરે ૧૯૪૦ કિ.ગ્રો. ઉત્પાદન આપે છે.

ઉભડી

  1. જી.એ.યુ.જી...-૧ : મગફળીની આ જાત ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ પ૦.૨ ટકા છે. આ જાતનો દાણાનો ઉતારો ૭૪.૬  ટકા છે, જયારે તેનું હેકટરે ૧૪૮૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  2. જી.જી-૨ ઉભડી જાતોમાં આ જાત ઘણી સારી છે. મધ્યમ કદના ગુલાબી રંગના દાણાવાળી આ જાત ચોમાસામાં ૧૦૦ દિવસમાં પાકે છે. આ જાતમાં તેલના ૪૯.૦૦ ટકા છે. જયારે દાણાનો ઉતારો ૭૨.૮ ટકા છે. આ જાતનું હેકટરે ૧૩૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. જયારે ઉનાળામાં ૧૨૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૯૪૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

10. જી.જી-૪ : આ જાત વહેલી પાકે છે તથા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ છે તેમાં તેલનું પ્રમાણ પ૦.૮ ટકા છે તેમજ ૭૪.૪ ટકા દાણાનો ઉતારો આપે છે. ૧૧૯ દિવસે પાકતી આ જાત હેકટરે ૨૦૦૪ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

11. જે.એલ.-૨૪ : મગફળીની આ જાતનો દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે, જયારે તેમાં તેલનું પ્રમાણ ૪ ૬ .૬  ટકા છે. આ જાત ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૫૯૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

12. ટી.જી.૨૬  : આ જાત ૧૨૧ દિવસે પાકે છે. ઉનાળુ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. દાણામાં તેલના ટકા ૪૯ જેટલા અને દાણાનો ઉતારો ૬ ૫ ટકા જેટલો છે. ઉત્પાદન ૨૪૧૦ કિ. હે છે

13. જી.જી.૬  : ઉનાળુ મગફળી વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત વહેલી એટલે કે ૧૧૯ દિવસમાં તેયાર થાય છે. આ જાત જી.જી.-૨ અને જી.જી-૪ જાતો કરતાં અનુક્રમે ૧૪.૩૦ ટકા અને ૧૭.૫૦ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે, જેમાં દાણાનો ઉતારો વધુ મળે છે અને દાણામાં તેલના ટકા વધુ હોય છે. હેકટરે ર૭૮૨ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

14. જી.જી-૭ : સોરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતિ ૧૦૦ દિવસમાં તેયાર થાય છે. જી. જી-૨ અને જે-૧૧ જાતો કરતાં અનુક્રમે ૩૦.૮૮ ટકા અને ર૩.૩૬ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે. જેમાં દાણાનો ઉતારો ૬ ૯.૩૩ ટકા છે. દાણામાં તેલના ૪૯.૦૦ ટકા છે. હેકટરે ૨૧૪૯ કિલોગ્રામ ઉત્પાદ આપવાની ક્ષમતા ધરાવે છે.

દિવેલા

  1. જી.એ.યુ.સી.એચ.-૧ : પિયત અને બિનપિયત વિસ્તાર માટે આ જાત સારી છે. ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. લીલા રંગના થડવાળી અને મધ્યમ કદના દાણાવાળી આ જાતમાં તેલના ૪૭.૫ ટકા છે. આ જાતની ઉચાઈ ૬ o થી ૪૫ સે.મી. જેટલી હોય છે. આ જાત હેકટરે ૧૫૬૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.સી.એચ-૨:  આ જાત પણ પિયત તથા બિનપિયત વિસ્તાર માટે સારી છે. જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૫ થી ૭૦ સે.મી. છે જેમાં તેલના ૪૭.૫ ટકા છે. આ જાતનું હેકટરે ૧૭૪૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. જી.સી.એચ.- ૪ : ઉપરની બંને જાત કરતા થોડી જુદી પડતી ભૂરા લાલરગના થડવાળી આ જાતની ભલામણ પિયત અને બિનપિયત વિસ્તાર માટે થયેલી છે. જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૦ થી ૬૫ સે.મી. છે. જેમાં તેલના ટકા ૪૭.૮ છે. આ જાત સૂકારા સામે રોગ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાતનું હેકટરે ૧૯૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

10. જી.સી.-૨  ભૂરા લાલ રંગના થડવાળી આ જાત અન્ય જાતોની સરખામણીમાં વહેલી એટલે કે ૧૪૦ થી ૧૮૦ દિવસમાં પાકે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાત પ૫ થી ૬૦ સે.મી. જેટલી ઉચાઈ ધરાવે છે. આ જાતમાં તેલના ટકા ૪૭.૮ હોય છે. જેનું હેકટરે ૨૧ ૬ ૪ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

11. ૫. જી.સી.એચ.-૫ : દિવેલાની આ સંકર જાતની ભલામણ રાજયનાં પિયત વિસ્તાર માટે કરવામાં આવે છે. આ જાતના થડ અને ડાળીઓનો રંગ ભુરા લાલરંગનો હોય છે, ૨૧૫ થી ૨૨૦ દિવસે પાકે છે, દાણામાં તેલના ટકા ૪૯ છે. સૂકારાના રોગ સામે પ્રતિકારક છે. ઉત્પાદન ૨૨૨૫ કિ/હે. છે

 

12. જી. સી. એચ -૬  : પિયત વિસ્તાર માટે જયાં મૂળના કોહવારાના રોગનો ઉપદ્રવ વધુ હોય તેવા ગુજરાત રાજયના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. મૂળના કોહવારા સામે પ્રતિકારક અને સૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. લાલ થડ વાળી આ જાત મોડી એટલે કે ૨૧૦ દિવસે પાકે છે. દાણામાં ૪૯.૯ ટકા તેલનું પ્રમાણ હોય છે. પિયત હેઠળ ૨૨૭૪ થી ૨૩૪૯ કિલોગ્રામ અને બિન પિયત પાક તરીકે ૧૩૯૦ કિલોગ્રામ હેકટરે ઉત્પાદન આપે છે.

૩ તલ

  1. ગુજરાત તલ-૧ : ચોમાસુ. વાવેતર માટેની તલની આ સારી જાત છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૯૦ સે.મી. જેટલી હોય છે. દાણાનો સફેદ રંગ ધરાવતી આ જાત ૮૫ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ ૪૯.૮ ટકા જેટલું હોય છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૬૩૦ કિ.ગ્રા. મળે છે.
  2. ગુજરાત તલ-ર : ચોમાસુ ઋતુ માટેની તલની આ જાત પણ ૮૫ દિવસે પાકે છે. સફેદ તલની આ જાત ૮૮ સે.મી.ની ઉંચાઈ ધરાવે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ પ૦.૨ ટકા જેટલું છે. જેનું હેકટરે ૭૯૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. પૂર્વા ૧  : તલની આ જાતની ભલામણ અર્ધ શિયાળુ વાવેતર માટે કરવામાં આવે છે. જે   મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે છે. પરંતુ આ જાતમાં તેલનું પ્રમાણ થોડું વધારે એટલે કે ૫૧.૫ ટકા જેટલું છે. મોટા કદના લાલ રંગના તલની આ જાત ૯૫ સે.મી. જેટલી ઉચી થાય છે. જે હેકટરે ૪૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  4. ગુજરાત તલ-૧૦ : કાળા રંગનાં તલની આ જાત અમરેલી કેન્દ્ર દ્વારા તૈયાર કરી બહાર પાડવામાં આવેલ છે. છોડની ઉચાઈ ૧૧  સે.મી. છે. ડાળીઓની સંખ્યા ૫ થી ૭ હોય છે. દાણામાં તેલનું પ્રમાણ ૪પ.૨ ટકા છે. ૯૨ દિવસે પાકતી આ જાત હેકટરે ૮૦૭ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

સૂર્યમુખી

  1. ઈ. સી.  ૬૮૪૧૪ : સૂર્યમુખીની આ જાત ઉત્તમ જાત છે જેની ભલામણ એકલા પાક માટે કરવામાં આવે છે. અંદાજે ૧૫૫ સે.મી. ઉચાઈ ધરાવતી આ જાત ૯૫ દિવસે પાકે છે. કાળા રંગના મોટા દાણાના કદવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૪.૩ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ વાવેતર માટેની આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૧૭૩ કિ.ગ્રા. જેટલું મળે છે.
  2. ગુજરાત સૂર્યમુખી-૧ : એકલા પાક માટેની ભલામણવાળી આ જાત પણ ૧૫૫ સે.મી. ઉચી અને ૯૩ દિવસે પાકી જાય છે કાળા મોટા દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૩૫.૪ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ ઋતુ માટેની આ જાતનું હેકટરે ૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. મોડર્ન : મધ્યમ કદના કાળા રંગના દાણાવાળી આ જાતની ભલામણ ખાસ આંતરપાક તરીકે વાવવા માટે કરવામાં આવી છે. અન્ય જાતો કરતા નીચી અને વહેલી પાકતી એટલે કે ૧૦૦ સે.મી. ઉચાઈવાળી અને ૭૫ દિવસે પાકતી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૦.૦ ટકા જેટલું છે. જેનું હેકટરે ૯૬  ૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

સોયાબીન

  1. ગુજરાત સોયાબીન - ૧ : આ જાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તાર માટે વાવેતર કરવાની ભલામણ છે. ઉચાઈમાં ઠીંગણી આ જાતિ ૩૦ સે.મી. ઉંચી થાય છે અને ૯૦ દિવસે પાકે છે. જાંબલી ફૂલ અને મધ્યમ કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૨૨.૦૦ ટકા જેટલું છે. આ જાતનું હેકટરે ૧૬૦૦ કિ. ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે.
  2. ગુજરાત સોયાબીન - ર ઃ સોયાબીનની આ જાતની ભલામણ દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે કરવામાં આવી છે. જેની ઉંચાઈ ૫૫ સે. મી. જેટલી હોય છે અને ૧૦૫ દિવસમાં પાકે છે. મોટા કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૨૪.૦૦ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે ૧૭૦૦ કેિ. ગ્રા. ઉત્પાદન આપે છે.

રાઈ

  1. રાઈ વરૂણા  સોરાષ્ટ્ર વિસ્તાર માટે બે લાઈન વચ્ચે ૪૫ સે.મી. તથા બે છોડ વચ્ચે ૧૫ થી ૨૦ સે. મી. નાં અંતરથી વાવેતર કરવાની ભલામણ વાળી આ જાત ૧૪૨ સે. મી. ઉંચી થાય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.૫ ટકા જેટલું છે. પાટણ–$ ૭ કરતા આ જાતનાં દાણાનું કદ મોટું અને એક અઠવાડિયું વહેલી એટલે કે ૧૧૪ દિવસે પાકે છે. એટલું જ નહીં ૧૧.૪ ટકા જેટલું વધુ એટલે કે ૨૨૦૦ કિલો/હેકટર ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત રાઈ-૧ : આ જાતની ૧૯૮૯નાં વર્ષમાં રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ટૂંકાગાળામાં એટલે કે ૧૦૬ દિવસસે પાકી જાય છે. જે રાઈ વરૂણા કરતા સામાન્ય પરિસ્થિતિમાં પણ ઉત્પાદન વધારે આપે છે. આ જાતના દાણા મધ્યમ કદના મોટા હોય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.૫૭ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે ૨૨૮૧ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. ગુજરાત રાઈ - ૨ ઃ મોટા દાણા વાળી રાઈની આ જાતની ભલામણ ૧૯૯૫માં કરવામાં આવી છે. જે ગુજરાત-૧ કરતા ૧૫ ટકા વધુ ઉત્પાદન એટલે કે ૨૪૩૯ કિ.ગ્રા. / હેકટર ઉત્પાદન આપે છે અને ૧૧૨ દિવસે પાકે છે.

કસુંબી

તારા : આ પાક ખારાશ વાળી જમીનમાં સારો એવો થઈ શકે છે. જેથી ભાલ અને ઘેડ વિસ્તારમાં આ પાકની ઉજળી તકો છે. કાંટાવાળી આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે. જેમાં તેલના ૨૯.૦ ટકા છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કેિ. ગ્રા. મળે છે.

ભીમા : કસુંબીની આ પણ કાંટાવાળી જાત છે. પાન બધા પીળા અને ભૂખરા થઈ જાય ત્યારે આ પાક કાપણી માટે તૈયાર થઈ ગયો સમજવો. કાપણી વખતે કાંટા ન લાગે તે માટે હાથ અને પગે કંતાન વીંટાળી ૧૧૫ થી ૧૨૦ દિવસે કાપણી કરવી. આ જાતમાં તેલનું પ્રમાણ ૨૯.૩ ટકા છે. હેકટરે ૧૨૦૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

 

રોકડીયા પાકો

તમાકુ

10. જી. ટી. - ૪ : વરસાદ આધારિત ખેતી માટે અનુકૂળ તેમજ ઠીંગણી આ જાત આણંદ તાલુકાના ગડાકું તમાકુ ઉગાડતા વિસ્તાર માટે પસંદ કરેલ છે. ૧૪૦ થી ૧૫૦ દિવસે પાકે છે. હેકટરે ૩૫૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

11. જી. સી. -૧ : ગુજરાતમાં રસ્ટીકા તમાકુનું વાવેતર કરતા વિસ્તાર માટે ભલામણ છે. ૧૨૫ થી ૧૩૫ દિવસે પાકે છે. હેકટરે ૩૦૪૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

12.  જી. ટી. – ૬  : મધ્ય ગુજરાતમાં વાવેતર માટેની ભલામણ છે. ૧૪૫ થી ૧૫૦ દિવસે પાકે છે. હેકટરે ૪૩૨૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

13. જી. ટી. -૫ : આ જાત મધ્ય ગુજરાતમાં વાવવાની ભલામણ છે. નીકોટીનનું પ્રમાણ ઉચું છે. ૧૪૫ થી ૧૫૫ દિવસે પાકે છે. હેકટરે ૩૦૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

14. જી. ટી. -૭ : રાજયના તમાકુ ઉગાડતા વિસ્તારોમાં બિનપિયત વાવેતર માટે ભલામણ છે. રોપણી પછી ૧૭૦ દિવસે પાકે છે. હેકટરે ૨૫૩૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

15. ગુ. સંકર તમાકુ-૧ : ખેડા, વડોદરા અને પંચમહાલ જીલ્લાઓમાં બીડી તમાકુ પિયત હેઠળ લેવા માટે ભલામણ કરેલ છે.ગુણવત્તામાં સારી છે અને મૂળ ગોઠવા કૃમિ સામે ટકકર ઝીલે છે. હેકટરે ૩૪૨૭ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

16. ગુજરાત તમાકુ-૮ ઃ આણંદ જીલ્લાના પેટલાદ, ખંભાત અને બોરસદ તાલુકાના કાળુ ચોપડીયું તમાકુ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ છે. ગુજરાત તમાકુ-૬  અને સ્થાનિક જાત ધર્મજ કાળીયું કરતાં અનુક્રમે ૧ ૬  અને ૪૫ ટકા વધુ ઉતારો આપતી આ જાત ગુણવત્તામાં સ્વિકાર્ય છે.હેકટરે ૪૪ ૬ ૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

17. ગુજરાત તમાકુ-૯ : ગુજરાત રાજયનાં બીડી તમાકુ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત આણંદ-૧૧૯ અને જી.ટી.પ જાત કરતાં સારી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન આપે છે. તેમજ ટોબેકો મોઝેક વાયરસ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૩૦૭૭ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

18. જી.સી.ટી.-૩ :ઉતર ગુજરાતમાં તમાકુનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. જી.ટી.-૧ અને કોકર-૧ જાત કરતાં પકવેલા પાનનું વધુ ઉત્પાદન આપે છે. ખેડૂતો અને વેપારી વર્ગમાં આ જાતનો સર્વશ્રેષ્ઠ દેખાવ અને ઉત્કૃષ્ટ ગુણધમોં પસંદગી પાત્ર બન્યા છે.હેકટરે પ૯૮૬  કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

કપાસ

અમેરીકન સંકર જાતો :

  1. સંકર-૪ : વ્યાપારી ધોરણે વાવેતર માટે દુનિયાની પ્રથમ સંકર કપાસની જાત જે સારી ઉત્પાદન શકિત અને કાંતણ શકિત ધરાવે છે અને વિવિધ વાતાવરણ/ જમીનમાં અનુકૂળ છે. ૨૦ થી ૨૩૦ દિવસમાં પાકે છે. હેકટરે ૧૩૩૭ કિલોગામ ઉત્પાદન આપે છે. ઘણી સારી કાળજીમાં ૩૪OO કિ.ગ્રા./હેકટરે ઉત્પાદન આપે છે.
  2. ગુ.કપાસ–૬  : રાજયનાં બધા જ ઝોન માટે ભલામણ કરેલ છે. વહેલી પાકતી અને ઉત્તમ લંબતારી કપાસની જાત છે. ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. હેકટરે ૧૪ ૬ ૫ કિ.ગ્રા. અને ઘણી સારી કાળજીમાં ૩૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ગુ.કપાસ સંકર-૮ : આ જાત પણ રાજયનાં બધા જ કૃષિ આબોહવા વિભાગોમાં વાવવાની ભલામણ છે. લંબ તારી કપાસની જાત છે.૧૭૦ થી ૧૮૦ દિવસે પાકે છે. હેકટરે ૧૫૪૨ કિલોગ્રામ અને ઘણી જ સારી કાળજીમાં ૩૭૭૫ કિલોગામ ઉત્પાદન આપે છે.
  4. ગુ.કપાસ–૧૦ : સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૯૦ થી ૨૦૦ દિવસે પાકે છે. હેકટરે ૧૯૪૯ કિલોગ્રામ અને ઘણી જ સારી કાળજીમાં ૩૮૦૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

અમેરીકન સ્થાયી જાતો :

  1. દેવીરાજ : પ્રથમ ઈન્ડો અમેરીકન ટ્રેટાફલોઈડ કપાસની જાત છે. ૨૯૦ દિવસે પાકે છે. હેકટરે ૧૨૩૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત કપાસ–૧૦ : રાજયનાં બધા ઝોનમાં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. વધુ ઉત્પાદન, વહેલી પાકતી, વરસાદ આધારીત ખેતી માટે અનુકૂળ, મધ્યમ તારી કપાસની જાત છે. ૧૮૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૧૩૫૦  કિ./ હે . છે.
  3. ગુજરાત કપાસ–૧૨ : સુંવાળી-ગાદીવાળા પાન અને ચુસિયા (સફેદમાખી સિવાય) જીવાતની પ્રતિકારકતા ધરાવે છે. ફકત સુરેન્દ્રનગર જીલ્લા તથા મોરબી ટકારા વિસ્તાર માટે ભલામણ છે. ૨૧૦ થી ૨૨૦ દિવસે પાકે છે. ઉત્પાદન : ૦૦  કિ./ હે . આપે છે.

10. ગુજરાત કપાસ–૧૪ : દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. બેકટેરીયલ બ્લાઈટ રોગ સામે મધ્યમ પ્રતિકારક જાત છે. ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૨૨૫૦ કે/હે...આપે છે.

11. ગુજરાત કપાસ–૧ ૬  : વરસાદ આધારીત ખેતી માટે મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ગુ.કપાસ-૧૦ અને ગુ.કપાસ–૧૪ કરતાં વધારે ઉત્પાદન આપે છે.૧૩૫ થી ૧૪૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૧ ૬ ૨૯  કિ./ હે ...આપે છે.

12. ગુજરાત કપાસ-૧૮ : સોરાષ્ટ્ર વિસ્તાર અને જૂનાગઢ જીલ્લાનાં પિયત વિસ્તાર માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત કપાસનાં ઉત્પાદનમાં દેવીરાજ અને ગુ.કપાસ-૧૦ કરતાં અનુક્રમે ૧ ૧૧.૭ ટકા અને ૨૬ .૪ ટકા વધારે ઉત્પાદન તેમજ રૂ ના ઉત્પાદનમાં ૪૫.૬ ટકા અને ૧૦ ટકા વધારે ઉત્પાદન આપે છે.

કપાસ (દેશી) સંકર જાતો :

  1. ગુજરાત કપાસ-દેશી સંકર-૭ : સમગ્ર ગુજરાત રાજય માટે ભલામણ છે. પ્રથમ દેશી સંકર જાત જે ૧૮૦ થી ૨૦૦ દિવસે પાકે છે. વધુ ઉત્પાદન આપતી રોગ-જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. ઉત્પાદન ૧૭૭૮ કિ./ હે આપે છે.
  2. 4. ગુજરાત કપાસ સંકર-૯ : પ્રથમ લંબતારી દેશી સંકર જે ૧૮૦ થી ૨૦૦ દિવસે વહેલી પાકતી સારી ઉત્પાદકતા ધરાવતી અને રોગ જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. ઉત્પાદન ૧૯૩૩ કિ./ હે આપે છે.

કપાસ (દેશી) સ્થાયી જાતો (હરબેશીયમ) :

  1. દિગ્નિવજય - તાંતણાની વિશિષ્ટ ગુણવત્તાને લીધે રૂ નાં વેપારીઓ અને કાપડ વણાટ મીલોમાં પ્રાધાન્ય ધરાવે છે તથા સૂકારા પ્રતિકારક જાત છે. ૨૭૦ દિવસે પાકે છે. ઉત્પાદન $ ૬ ૩ કિ./ હે આપે છે.
  2. વી.૭૯૭ : બંધ કાલાની સૂકારા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. કાંતણ શકિત સારી છે. ૨૬૦ થી ૩૦૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૭૮૭  કિ./ હે . આપે છે.

10. ગુજરાત કપાસ–૧૧ : દિગિવજય કરતાં વહેલી પાકે અને ૩૩ ટકા વધુ ઉત્પાદન ૧૦૦૧  કિ./ હે . આપે છે.

11. ગુજરાત કપાસ–૧૩ : ભાલ-કાંઠાનાં વિસ્તાર અને ઉતર સોરાષ્ટ્ર માટે ભલામણ કરવામાં આવેલ છે. પાકતી વખતે અર્ધ ખૂલ્લા જીંડવા અને મધ્યમ તારી કપાસની જાત છે. ૨૪૫ થી ૨૮૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૮૨૪  કિ./ હે . આપે છે.

12. ગુજરાત કપાસ–૧૭ : દિગિવજય અને ગુ. કપાસ–૧૧ કરતાં વહેલી (૨૦૦ થી ૨૨૦ દિવસે) પાકતી, વધુ ઉત્પાદકતા, ઉચી રૂ ની ટકાવારી તથા રોગ-જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. ઉત્પાદન ૧૩૭૫  કિ./ હે . આપે છે.

13. ગુજરાત કપાસ–૨૧ : વાગડ કપાસ વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત વી-૭૯૭ અને ગુજરાત કપાસ–૧૩ જાતો કરતાં અનુક્રમે ૨૩.૭ અને ૨૪.૧ ટકા વધુ કપાસનું તેમજ ૨૫.૩ ટકા અને ૨૧.૧ ટકા વધુ રુ નું ઉત્પાદન આપે છે. વધુમાં, રૂની સારી ગુણવત્તા ધરાવતી આ જાત વહેલી પાકે છે. હેકટરે ૧૧૨૯ કિલોગ્રામ કપાસનું અને ૪૩૧ કિલોગ્રામ રૂ નું ઉત્પાદન આપે છે અને ૨૦૭ દિવસમાં પાકે છે.

14. ગુજરાત કપાસ–૨૩ : મધ્ય ગુજરાત કપાસ વિભાગ માટે બિન પિયત પરિસ્થિતિ માટે ભલામણ કરવામાં આવેલ છે. ગુ.કપાસ ૧૭ અને દિગ્નિવજય કરતાં અનુક્રમે ૧૮.૨૪ ટકા અને ૩૭.૩૦ ટકા વધુ કપાસનું ઉત્પાદન આપે છે. દિગ્નિવજય કરતાં લગભગ એક મહિનો વહેલી એટલે કે ૧૯૦ - ૨૧૦ દિવસે પાકે છે. હેકટરે ૧૩૦૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

કપાસ (દેશી) સ્થાયી જાતો (આરબોરીયમ):

  1. સંજય : સારી કાંતણ શકિત અને વધુ ઉત્પાદન તથા રૂ ની સારી ટકાવારી ધરાવે છે. વહેલી ૧૨૦ થી ૧૫૦ દિવસે પાકે છે. ઉત્પાદન ૪૯૪  કિ./ હે આપે છે.
  2. ગુજરાત કપાસ–૧૫ : સંજય કરતાં ૨૮.૩ ટકા વધુ ઉત્પાદન આપે છે. અર્ધ ખૂલ્લા કાલા ધરાવે છે. ૧૨૦ થી ૧૫૦ દિવસે પાકે છે. ઉત્પાદન $ ૩૪  કિ./ હે આપે છે.
  3. ગુ. કપાસ – ૧૯ (જીએએમ) : મઠીયા કપાસ વિભાગ (અમરેલી તથા ભાવનગર જીલ્લો તેમજ તેની નજીક આવેલા જીલ્લાઓમાં અમુક તાલુકાઓ માટે) સંજય અને ગુજરાત કપાસ–૧૫ ની સરખામણીમાં અનુક્રમે ર૮ ટકા અને ૧૫ ટકા વધારે કપાસનું તેમજ ૩૯ ટકા અને ૨૨.૬  ટકા વધારે રૂ નું ઉત્પાદન આપે છે. સૂકારો તેમજ ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, લીલા તડતડિયા અને શ્રીપ્સ સામે પ્રતિકારકતા ધરાવે છે. સંજય તથા ગુજરાત કપાસ - ૧૫ કરતા વધુ રૂ ની ટકાવારી ઉચી છે. (૩૪.૫૫) તેમજ તારની લંબાઈ તથા મજબુતાઈ પણ વધુ ધરાવે છે. હેકટરે ૧૧૦૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૧૫૦ દિવસમાં પાકે છે.
  4. ગુજરાત કપાસ–એમડીએચ–૧૧ : નર વંધ્ય માદાનો ઉપયોગ કરી તેયાર કરવામાં આવેલ સંકર જાત છે.પાકવાના દિવસો ૧૨૦-૧૪૦ છે.કપાસનું ઉત્પાદન ૨૭૨૭  કિ./ હે  ઘણી સારી કાળજીમાં મળે છે.

10. ગુજરાત કપાસ એચ.બી. ૧૦૨ ઃ આ સંકર જાત હિરસુતમ બારબેડન્સ સંકરણથી તેયાર કરાયેલ છે. જેની તારની લંબાઈ ૩૭.૭ મી.મી. છે.પાકવાના દિવસો ૨૨૦-૨૩૦ છે તથા કપાસનું ઉત્પાદન ૧૯૬  ૮  કિ./ હે . મળે છે.

શેરડી

12. કો.સી.–૬૭૧ : સૌરાષ્ટ્ર વિસ્તાર સહિતના સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત સૂકારા રોગ ગ્રાહય હોય જયાં આ રોગ ન આવતો હોય ત્યાં રોપાણ પાક લેવાની ભલામણ કરવામાં આવે છે. હેકટરે ૧૦૮ ટન ઉત્પાદન આપતી ૧૦ થી ૧૨ માસમાં પાકતી અને ૧૪.૭૨ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી જાત છે.

13. કો.૮૩૩૮ : સમગ્ર રાજયમાં વાવેતરની ભલામણ છે. ૧૦ થી ૧૧ મહિનામાં તૈયાર થાય છે. સૂકારાના રોગ સામે સહનશીલતા ધરાવતી, ખાંડની વધુ ટકાવારી ધરાવતી અને હેકટરે ૧૧૩.૫૦ ટન ઉત્પાદન આપતી જાત છે.

14. કો. ૬ ૩૦૪ - આ જાત સમગ્ર રાજયમાં વાવવાની ભલામણ છે. ૧૨ થી ૧૪ માસમાં પાકતી, ઢળી ન પડતી, ૧૪ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી અને હેકટરે ૧૦૨ ટન ઉત્પાદન આપતી જાત છે. આ જાતમાંથી ધોયા, પાક પણ સારો થાય છે.

15. કો.૭૫૨૭ : રાજયના બધા જ વિસ્તારમાં વાવવાની ભલામણ છે. ૧૨ થી ૧૪ માસમાં તેયાર થાય છે. ખાંડની ટકાવારી સારી છે. ચમરી આવવાનું પ્રમાણ નહીવત છે. હેકટરે સરેરાશ ૧૧૯ ટન ઉત્પાદન આપે છે.

16. સી.ઓ.એલ.કે.૮૦૦૧ : દક્ષિણ ગુજરાતમાં વાવવાની ભલામણ છે. આ જાત પણ ૧૨ થી ૧૪ માસમાં તૈયાર થાય છે. રોગ પ્રતિકારક છે. ૧૩.૮૮ ટકા ખાંડનું પ્રમાણ ધરાવતી આ જાત હેકટરે ૧૨૭.૫૧ ટન ઉત્પાદન આપે છે.

17. ગુ.સુગર કેન-૧ : રાજયના દક્ષિણ વિભાગના ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે. ૧૨ થી ૧૪ માસમાં તૈયાર થાય છે. ૧૩.ર૮ ટકા ખાંડનું પ્રમાણ ધરાવે છે. રોગ પ્રતિકારક જાત છે. હેકટરે ૧૨૦.૦૦ ટન ઉત્પાદન આપે છે.

18. કો. ૨૧૭૫ : મોડી પાકતી, વધુ ઉત્પાદન આપતી આ જાત ગોળ બનાવવા માટે સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર કરવાની ભલામણ છે. હેકટરે સરેરાશ ૧૦૬  ટન ઉત્પાદન આપે છે.

19. કો.૮૭૨૬૩ : શેરડીનું વાવતેર કરતા રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. રાતડા તેમજ સૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨-૧૪ માસમાં તેયાર થાય છે અને હેકટરે ૯૪૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

20. ગુ.શેરડી-૧ : દક્ષિણ સોરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત સી.ઓ.-૬ ૩૦૪ કરતાં ર૧.૦પ ટકા વધુ ઉત્પાદન આપે છે. રાતડા અને સૂકારાના રોગ સામે ટકી શકે તેવી જાત છે. હેકટરે ૯૫૦૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૧ર માસમાં તૈયાર થાય છે.

21. ગુ.શેરડી -ર : દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત સી.ઓ.૬  ૩૦૪ કરતાં ૨૯.૦૪ ટકા વધુ ઉત્પાદન આપે છે. રોગ અને જીવાત સામે ટકી શકે તેવીમધ્યમ મોડી પાકતી એટલે કે ૧૨ માસમાં તૈયાર થાય છે. હેકટરે ૧૨૨૮૫૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

22. ગુ.શેરડી-૩ : દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. વહેલી પાકતી આ જાત કો.૮૩૮૮ અને કો.૬  ૭૧ કરતાં અનુક્રમે ૩૭ ટકા અને ૨૮ ટકા વધુ ઉત્પાદન આપે છે. સૂકારો અને રાતડાનાં રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૨ માસે તૈયાર થાય છે. હેકટરે ૧,૦૯,૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

 

કઠોળ પાકો

(૧) ચણા,

  1. આઈ.સી.સી.સી.–૪ : રાજયના ભાલ અને ઘેડ વિસ્તાર સિવાય સમગ્ર રાજયમાં વાવેતરની ભલામણ છે. ૧૧૫ થી ૧૨૦ દિવસે કાપણી લાયક થાય છે. હેકટરે ૧૯૯૦ કિલો ઉત્પાદન આપે છે.
  2. દાહોદ પીળા : રાજયમાં ચણાનું વાવેતર કરતા વિસ્તાર માટે ભલામણ છે. ૧૧૦ થી ૧૨૦ દિવસે પાકે છે. હેકટરે ૨૦૦૦ થી ૨૧૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ચણા ચાફા : રાજયમાં ચણાનું વાવેતર કરતા વિસ્તાર માટે ભલામણ છે. ૧૦૦ થી ૧૧૦ દિવસે તેયાર થાય છે. હેકટરે ૯૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. આઈ.સી.સી.વી.-૧૦ : સૂકારા સામે પ્રતિકારક શકિત ધરાવતી આ જાત પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ છે. ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૧૮૦૦ થી ૨૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  5. પી.જી૧ : આ જાતના દાણાનો રંગ લીલાશ પડતો પીળો છે. ૧૧૦ થી ૧૨૦ દિવસે પાકે છે. હેકટરે ૨૨૦૦ થી ૨૩૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  6. પી.જી-૮૧-૧-૧ : આ જાતો પિયત અને બિનપિયત એમ બંને માટે અનુકૂળ છે. ૧૦૦ થી ૧૦૫ દિવસે પાકે છે. પિયત અને બિનપિયતમાં અનુક્રમે હેકટરે ૧ ૬ ૦૦ થી ૧૭૦૦ અને ૧૫૦૦ થી ૧ ૬ ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  7. ગુ.ચણા-૧ : રાજયમાં ચણાનું પિયત તેમજ બિનપિયત વાવેતર કરતા વિસ્તાર માટે ભલામણ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. પિયતમાં ઉત્પાદન ૨૩૦૦ થી ૨૪૦૦  કિ./ હે . આપે છે. જયારે બિન પિયતમાં હેકટરે ૧૨૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  8. ગુ.ચણા-ર : ભાલ વિસ્તારની સંગ્રહિત ભેજની પરિસ્થિતિમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ચણાની ચાફા જાત કરતાં ૧૩ ટકા વધુ ઉત્પાદન આપતી આ જાતના દાણા ખૂબ જ મોટા છે હેકટરે ૧૩૦૭ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૧૧૫ દિવસમાં તૈયાર થાય છે.

મગ

  1. કે.૮૫૧ : ચોમાસુ અને શિયાળુ એમ બંને ઋતુમાં બધા જ કૃષિ આબોહવામાન વિસ્તાર માટે ભલામણ છે. સૂકા અને અર્ધ સૂકા વિસ્તાર માટે વધુ અનુકૂળ છે. ૬ ૫ થી ૭૦ દિવસે પાકે છે. હેકટરે ૧૪૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત -૩ : ઉનાળુ વાવેતર માટે ભલામણ કરેલ છે. ૭૦ થી ૭૫ દિવસ પાકે છે. હેકટરે ૮૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. સી.ઓ.-૪ : દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં શિયાળુ ઋતુ માટે ભલામણ કરવામાં આવેલ છે આ જાત જી.એમ.૩ અને કે-૮૫૧ કરતા અનુક્રમે ૭૬ .૮૦ ટકા અને ૧૩૯.૫૦ ટકા વધુ ઉત્પાદન આપે છે. આ જાતમાં પ્રોટીન રર.૩ ટકા તેમજ ૧૦૦ દાણાનું વજન ૪.૫ ગ્રામ અને દાળ રીકવરી ૮૫ ટકા છે. દાણાનો રંગ ઘેરો લીલો છે બેકટેરીયલ બ્લાઈટ અને પીળી નસના મોઝેક વાયરસ રોગો સામે પ્રતિકારકતા ધરાવે છે આાંતરપાક તરીકે આ જાત અનુકૂળ છે.
  4. જી.એમ.-૪ : ગુજરાત રાજયમાં ચોમાસુ ઋતુમાં મગ ઉગાડતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. કે.-૮૫૧ જાત કરતાં ૩૫ ટકા વધુ ઉત્પાદન આપે છે.મોટા દાણાવાળી અને વહેલી પાકતી આ જાત પીળી નસનાં રોગ તથા કાળીયા રોગ અને સીંગ કોરી ખાનાર ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૭૫ દિવસે તેયાર થાય છે. હેકટરે ૮૫૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

અડદ

  1. ટી-૯ : આ જાતની સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરેલ છે. ૭૦ થી ૭૫ દિવસે પાકે છે. શીંગો ઝુમખામાં બેસે છે. હેકટરે ૧૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ટી.પી.યુ.-૪ : રાજયમાં અડદ વાવતા વિસ્તારો માટે ભલામણ છે. ૭૫ થી ૮૦ દિવસમાં પાકે છે શીંગો ઝુમખામાં બેસે છે. હેકટરે ૭૦૦ થી ૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

ચોળી

  1. પુસા ફાલ્ગુની  : આ જાત દાણા અને શાકભાજી એમ બંને માટે અનુકૂળ છે. શીંગોનો રંગ લીલો છે. ૬ ૫ થી ૭૦ દિવસે પાકે છે. હેકટરે ૫૦૦ થી ૪૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત ચોળી-૧ : સમગ્ર રાજયમાં ઉનાળુ વાવેતર માટે ભલામણ છે. ૬ ૫ થી ૭૫ દિવસે પાકે છે. હેકટરે ૧૨૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ગુજરાત ચોળી-ર : મધ્ય અને ઉતર ગુજરાતમાં ખરીફ અને ઉનાળુ પાકની ખેતી માટે અનુકૂળ છે. ૬ ૫ થી ૭૫ દિવસે પાકે છે. ખરીફમાં ૧૧ ૬ ૦ કિલોગ્રામ અને ઉનાળામાં ૧૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. ગુજરાત ચોળી-૪ : ચોમાસુ ઋતુમાં ચોળીનું વાવેતર કરતાં રાજયના તમામ વિસ્તાર માટે ભલામણ છે. સફેદ અને મોટા દાણાવાળી, વહેલી એટલે કે ૭૦-૭૫ દિવસમાં પાકતી તેમજ વધુ ઉત્પાદન એટલે કે હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

તુવેર

  1. બી.ડી.એન.-૨ : મધ્ય ગુજરાત કે જયાં સૂકારાની ગંભીર સમસ્યા છે ત્યાં વાવવાની ખાસ ભલામણ છે. ૧૭૫ થી ૧૮૫ દિવસે પાકે છે. હેકટરે ૨૨૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  2. ગુ. તુવેર-૧૦૦ : સૂકારા અસરગ્રસ્ત સિવાય રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ છે. ૧૪૫ થી ૧૫૫ દિવસે પાકે છે. હેકટરે ૧ ૬ ૪૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  3. ગુ.તુવેર-૧ : આ જાત પાંચ મહિને પાકે છે. મધ્યમ ઉચાઈની છે. દાણાનો રંગ સફેદ છે. શીંગો તોરણની જેમ બેસે છે. હેકટરે ૨૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  4. સી-૧૧ : દક્ષિણ ગુજરાત વિસ્તારમાં શિયાળુ ઋતુમાં વાવેતર કરવા સારુ ભલામણ કરવામાં આવે છે આ જાત બી.ડી.એન-ર કરતાં ૪૯.૫ ટકા વધુ ઉત્પાદન આપે છે. તેમજ સ્ટરીલીટી મોઝેક રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. ૧૫૦-૧૫૫ દિવસે તૈયાર થાય છે. હેકટરે ૧૯૦૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

મઠ

  1. ગુ. મઠ–૧ : ઉતર પશ્ચિમ ઝોન અને ઉતર ગુજરાત માટે ભલામણ કરેલ છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. હેકટરે ૮૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

કળથી

  1. જૂનાગઢ-ર : આ જાત ૧૧૫ થી ૧૨૦ દિવસે પાકે છે. હેકટરે ૫૦૦ થી ૬૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

વાલ

  1. ગુજરાત વાલ-૧ : દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તારમાં વાવેતર કરવા સારુ ભલામણ કરવામાં આવે છે. આ જાત હેકટરે ૧૭૦૦ થી ૧૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને ૭૦ દિવસમાં તેયાર થાય છે. પચરંગીયો રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

મસાલાના પાકો

જીરું

ગુજરાત જીરૂ-૧ : આ જાતના છોડ ૩૫ સે.મી. ઉચાઈના થાય છે. સુગંધિત તેલના ટકા ૩.૩ છે. ૧૦૩ દિવસમાં પાકતી આ જાત હેકટરે ૫૪૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

૨. ગુજરાત જીરૂ-ર ઃ આ જાતના છોડ ૨૮.૫ સે.મી. ઉચાઈના થાય છે. સુગંધિત તેલના ટકા ૨.૪ છે. હેકટરે ૬ રર કિલોગ્રામ ઉત્પાદન આપતી આ જાત. ૧૦૫ દિવસમાં તૈયાર થાય છે. આ જાત ગુજરાત જીરૂ-૧ કરતાં ૧૫ ટકા વધુ ઉત્પાદન આપે છે.

૩. ગુજરાત જીરૂ-૩ : આ જાતનાં છોડ ૨૧.૮ સે.મી. ઉચાઈનાં થાય છે. સુગંધિત તેલનાં ટકા ૩.૩ છે.૯૮ દિવસમાં પાકતી આ જાત હેકટરે $ ૧૯ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાત સૂકારા રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

૪. ગુજરાત જીરૂ-૪ ઃ આ જીરુ, મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણથી બહાર પાડવામાં આવેલ ૧. ગુજરાત મેથી-૧ : આ જાતના છોડની ઉચાઈ ૬૭.૧ સે.મી. ની હોય છે. ૧૧૫ દિવસમાં તેયાર થાય છે. સ્થાનિક જાત કરતાં ૧૦.૫૩ ટકા વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે એટલે કે હેકટરે ૧૮૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

 

વરિયાળી

૧. ગુજરાત વરિયાળી - ૧ : આ જાતના છોડની ઉચાઈ ૧૩૯ સે.મી. ની થાય છે. ૧૮૭ દિવસે પાકે છે. સુગંધિત તેલના ટકા ર.ર છે. હેકટરે ૧૭૨૪ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ જાત પી. એફ – ૩૫ કરતાં ૩૩ ટકા વધુ ઉત્પાદન આપે છે.

૨. ગુજરાત વરિયાળી-ર : આ જાતના છોડની ઉચાઈ ૧૨૬ સે.મી. ની થાય છે. સુગંધિત તેલનું પ્રમાણ ૨.૪ ટકા જેટલું છે. ૧૫૯ દિવસમાં તૈયાર થાય છે. હેકટરે ૧૯૪૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ જાત ગુ. વરિયાળી-૧ કરતાં ૧૩ ટકા વધારે ઉત્પાદન આપે છે.

મેથી

૧. ગુજરાત મેથી-૧ : આ જાતના છોડની ઉચાઈ ૬૭.૧ સે.મી. ની હોય છે. ૧૧૫ દિવસમાં તેયાર થાય છે. સ્થાનિક જાત કરતાં ૧૦.૫૩ ટકા વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે એટલે કે હેકટરે ૧૮૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

સુવા

૧. ગુજરાત સુવા-૧ : આ જાતના છોડ ૧૪૮ સે.મી. ઉચાઈના થાય છે. ૧૪૭ દિવસમાં પાકે છે. સ્થાનિક જાત કરતાં ૧૬ .૬  ૭ ટકા વધુ ઉત્પાદન આપે છે. એટલેકે હેકટરે ૧૫૯૬ કિલોગ્રામ

ઉત્પાદન આપે છે. સુગંધિત તેલનું પ્રમાણ ૩.5 ટકા હોય છે. પિયત વિસ્તારમાં વાવેતરની ભલામણ છે

૨. ગુજરાત સુવા-ર ઃ આ જાતના છોડ ૮૨ સે.મી. ઉચાઈના થાય છે. સુગંધિત તેલનું પ્રમાણ ૪ ટકા જેટલું હોય છે. આ જાત પણ સ્થાનિક જાત કરતાં ૪૧.૨૪ ટકા વધુ ઉત્પાદન આપે છે. એટલે

કે હેકટરે ૧૯૩૫ કિલોગ્રામ ઉત્પાનદન આપે છે. ૧૩૯ દિવસમાં તૈયાર થાય છે. બિન પિયતમાં વાવેતરની ભલામણ છે

અજમો

૧. ગુજરાત અજમો–૧ : આ જાતના ૧ ૬ ૦ થી ૧૬૫ દિવસમાં તેયાર થઈ જાય છે. હેકટરે ૮૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

ધાણા

  • ગુજરાત ધાણા- ૧ : આ જાતનાં દાણા સ્થાનિક જાત કરતાં મોટા છે. દાણાનો રંગ લીલાશ પડતો છે. ૧૧૨ દિવસે પાકે છે. છોડની ઉચાઈ - ૮ સે.મી. હોય છે. સુગંધિત તેલનાં ટકા ૦.૩ છે. ડાળીઓની સંખ્યા સ્થાનીક જાત કરતાં વધારે હોય છે. હેકટરે ૧૦૮૨ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
  • ગુજરાત ધાણા-ર : આ જાતનાં છોડમાં ડાળીઓની સંખ્યા વધારે હોય છે. દાણા મોટા, પીળાશ પડતાં લીલા રંગનાં હોય છે. ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકે છે. છોડની ઉચાઈ ૭૨ સે.મી. હોય છે. હેકટરે ૧૪૬૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

 

અગત્યના પાકોની ખેતી પધ્ધતિ

ધાન્ય પાકો : :

પાકનું નામ

બાજરી

ડાંગર

ઘઉ

ખેત કાર્યો

 

ઓરાણ

રોપાણ

પિયત

બિન પિયત

સુધારેલી જાતો

જી.એચ.બી.– ૧૫ જી.એચ.બી-૨૩૫

એમ.એચ.-૧૭૯  એમ.એચ.-૧૬૮ જી.એચ.બી.–૧૮૩

જી.એચ.બી.–૨૨૯

જી.એચ.બી.–૩૧૬

જી.એચ.બી.–૫૨૬

જી.એચ.બી.–૫૨૮

જી.આર.-૩

સાંઠી-૩૪ -૩૬

અંબિકા, રત્ના આઈ.આર.-૨૮

જી.આર.-૧૧

જી.આર.-૪

જી.ડબલ્યુ-૪૯

જી.આર.-૪

અરણેજ-૨૦૬ જી.ડબલ્યુ-૧

વાવણીનો સમય

બી ૫૨૬

જી એચ બી ૫૨૮

જુન જુલાઈ

૫૦ – ૬૦

ડાંગર દાંડી

જુન જુલાઈ  ૨૦ થી ૩૦

જી ડબલ્યુ ૧૧૩૯

ડબલ્યુ ૩૨૨

૫૦ થી ૬૦

બિયારણનો દર કિ / હે

ચોમાસું  જુન જુલાઈ

ઉનાળુ ફેબ. માર્ચ

૫૦ થી ૬૦

૨૦ થી ૩૦

 

 

 

૧.ર રાજયના આશાસ્પદ ઓષધીય પાકો, જાતો અને તેની ખેતી પધ્ધતિ.

કુંવાર પાઠું

 

 

વાવેતર

પીલા અથવા ગાંઠથી

જમીનનો પ્રકાર અને આબોહવા

નદી, દરીયા કાંઠાનો સૂકો વિસ્તાર, ઢોળાવ વાળી જમીન, ભેજવાળી આબોહવા

વાવણીનો સમય

જૂન – જુલાઈમાં

વાવણીનું અંતર

૬૦ * ૬૦ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૧૨૦૦૦ પીલા પ્રતિ હેકટર. તાજા પીલાનો ઉપયોગ કરવો

પિયત

જરુરીયાત મુજબ

કાપણી

એક વર્ષ પછી પાન ઉતારવા. ત્રણ વર્ષ પછી પીલા ઉતારવા

ઉપયોગી અંગ

પર્ણ

ઉત્પાદન

૧૦ થી ૧૨ ટન હે

અગત્યનું ઘટક

એલોઈન, બારબેલોઈન

ઉપયોગ

રેચક તરીકે, સૌદર્ય પ્રસાધનોમાં, ચામડી માટે, દાઝયા ઉપર, લીવર ટોનીક તરીકે

 

ડોડી (જીવંતી )

વાવેતર

બીજ અથવા કટકાથી

જમીનનો પ્રકાર અને આબોહવા

રેતાળ તેમજ સારા નિતારવાળી જમીન , કોઈપણ આબોહવા

વાવણીનો સમય

જૂન માસમાં

વાવણીનું અંતર

૬૦ *  ૬૦ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૨૦૦૦ થી ૨૫૦૦ રોપાઓ પ્રતિ હે., કટકાથી તરત જ પોલીબેગમાં નાખવા હિતાવહ છે.

પિયત

જરુરીયાત મુજબ

કાપણી

વર્ષમાં બે થી ત્રણ વખત

ઉપયોગી અંગ

સર્વાંગ

ઉત્પાદન

૫૦૦૦ થી ૬૦૦૦ હે

અગત્યનું ઘટક

લેપ્ટાડીન, ગ્લકોસાઈડ, ડેઝીન, આલ્કલોઈડ, ગલાકોસાઈડ

ઉપયોગ

આાંખની માવજતમાં, જામળના રોગમાં, પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા

 

અરડુસી

વાવેતર

કટકાથી

જમીનનો પ્રકાર અને આબોહવા

કોઈપણ પ્રકારની જમીન, કોઈપણ આબોહવા

વાવણીનો સમય

જૂન – જુલાઈમાં

વાવણીનું અંતર

૯૦ * ૬૯ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૧૮૫૦૦ કટકા પ્રતિ હે., માવજતની જરુર નથી છતાં આઈ.બી.એ.માં પલાળીને વાવવાથી ઉગાવો વધુ મળે છે.

પિયત

વૃધ્ધિ મેળવવા બે કે ત્રણ પિયત આપવા

કાપણી

સમયાંતરે પાન, ચુંટીને સૂકવવા

ઉપયોગી અંગ

પાન

ઉપયોગ

વ્યસનને લગતા રોગો, ઉધરસ, કફ, શ્વાસનળીનો સોજો તેમજ ક્ષયના રોગોમાં

 

(૪) તુલસી

વાવેતર

બીજથી ધરુ બનાવીને

 

જમીનનો પ્રકાર અને આબોહવા

ફળદુપ તેમજ ગોરાળુ જમીન, કોઈપણ આબોહવા

વાવણીનો સમય

જૂન – જુલાઈમાં

 

વાવણીનું અંતર

૪૦ * ૬૦ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૧૫૦ ગ્રામ બીજ પ્રતિ હેકટર. બીજ ખૂબ જ બારીક હોય જીણી રેતી કે રાખ સાથે ભેળવીને ધરુ બનાવવા

 

પિયત

વરસાદ ખેંચાય તો પિયત આપવું

 

કાપણી

ફૂલ આવવાની શરુઆત થાય ત્યારે અડધો ફુટ છોડ રાખી કાપણી કરવી

 

ઉપયોગી અંગ

સર્વાંગ

ઉપયોગ

તાવ, ઉધરસ, ઉલ્ટી, શરદી, આધાશીશી વગેરેમાં

 

(પ) સફેદ શંખપુષ્પી

વાવેતર

બીજથી ધરુ બનાવીને

જમીનનો પ્રકાર અને આબોહવા

કોઈપણ પ્રકારની જમીન, સૂકી અને ગરમ આબોહવા

વાવણીનો સમય

ઘર ઉછેર જૂનમાં અને ફેર રોપણી જુલાઈમાં

વાવણીનું અંતર

૪૫ * ૧૫ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૧ .૫ કિ.ગ્રા./હે., બારીક બીજ હોય રેતી સાથે ભેળવીને વાવવું.

પિયત

૨૦ થી ૨૫ દિવસે જરુરીયાત મુજબ આપવું

કાપણી

શકય હોય તો છાણિયું ખાતર આપવું

ઉપયોગી અંગ

પંચાંગ

ઉપયોગ

યાદશકિત વધારવા, બળવર્ધક, ઉન્માદ દૂર કરવા.

 

(૬) ચણોઠી

વાવેતર

બીજથી

જમીનનો પ્રકાર અને આબોહવા

કોઈપણ પ્રકારની જમીન, સૂકી અને ગરમ આબોહવા

વાવણીનો સમય

જૂન – જુલાઈ

વાવણીનું અંતર

૧ * ૧ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૧૨ કિ.ગ્રા. બીજ પ્રતિ હેકટર, બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખી હોમોંનની માવજત આપવી.

પિયત

જરુરીયાત મુજબ

કાપણી

પાનને ચુંટીને

ઉપયોગી અંગ

પણીકાઓ તેમજ બીજ

ઉપયોગ

કફ નાશક, મોઢાના ચાંદા દૂર કરવા.

 

(૭) હરડે

વાવેતર

બીજ થી

જમીનનો પ્રકાર અને આબોહવા

કોઈપણ પ્રકારની જમીન, ગરમ તથા ભેજવાળું હવામાન

 

વાવણીનો સમય

ઉનાળામાં તેયાર ખાડામાં પ્રથમ વરસાદ પછી

 

વાવણીનું અંતર

૬ * ૬ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૨૭૭ છોડ પ્રતિ હેકટર, ખાસ કોઈ માવજતની જરુર નથી

 

પિયત

વાવણી વખતે આપવું ત્યાર બાદ વરસાદ ખેંચાય તો જરુરીયાત મુજબ

 

કાપણી

૮ વર્ષ બાદ ફળ આવવાની શરુઆત થાય છે.

 

ઉપયોગી અંગ

ઝાડની છાલ, પાન તથા ફળ

 

ઉપયોગ

ઝાડા, માથાનો દુખાવો, અપચો, કમળો, કબજીયાત, હરસ મસામાં તથા ત્રિફળા ચુર્ણ બનાવવામાં, રકતરત્રાવ અટકાવવામાં, ઘા રુઝાવવામાં અને ચામડીના રોગોમાં

 

 

(૮) બહેડા

વાવેતર

બીજ થી

જમીનનો પ્રકાર અને આબોહવા

કોઈપણ પ્રકારની જમીન, ગરમ તથા ભેજવાળું હવામાન

 

વાવણીનો સમય

ઉનાળામાં તેયાર ખાડામાં પ્રથમ વરસાદ પછી

વાવણીનું અંતર

૬ * ૬ મીટર

બીજની જરુરીયાત તથા માવજત

૭૭ છોડ પ્રતિ હેકટર, ખાસ કોઈ માવજતની જરુર નથી

 

પિયત

વાવણી વખતે આપવું ત્યાર બાદ વરસાદ ખેંચાય તો જરુરીયાત મુજબ

કાપણી

૮ વર્ષ બાદ ફળ આવવાની શરુઆત થાય છે.

ઉપયોગી અંગ

ફળ તથા ઈમારતી લાકડું

ઉપયોગ

ટોનીક તરીકે, શકિત વર્ધક, હરસ મસા, રકતપિતમાં, તાવમાં, ત્રિફળા ચુર્ણ બનાવવામાં તથા લાકડાનો ઉપયોગ ખેતીવાડીના સાધનો બનાવવા.

 

જમીનના પોત અને પ્રતની અગત્યતા

પાક ઉત્પાદનના માધ્યમ તરીકે જમીનના પોત અને પ્રતની અગત્યતા, તેની જાળવણી, સુધારણા અને સંરક્ષણ.

  • જમીનનું પોત અને તેની સમજ : જમીનની અંદર રહેલાં જુદા જુદા કદનાં રજકણોનાં પ્રમાણને 'પોત' કહેવામાં આવે છે. જમીનમાં રહેલા ખનીજ રજકણો, જુદા જુદા કદનાં અને જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. આ રજકણોની તેમનાં કદના અનુસંધાનમાં વહેચણીને જમીનનું પોત કહેવામાં આવે છે.
  • જમીનનાં ભોતિક ગુણધમોંનો આધાર જમીનનાં પોત ઉપર હોય છે. તેવી રીતે છોડની વૃદિધ માટે પાણીનો સંગ્રહ, હવાની અવર જવર, ઉષ્ણતામાન, પાણીનો નિતાર, પોષક તત્વો વગેરેનો આધાર પણ પોત ઉપર રહે છે. જમીનનું પોત બદલવા માટે ઘણો સમય લાગે છે. પોતનાં અભ્યાસ પરથી છોડને કેટલાં સમય પછી પિયત આપવું, કેટલાં પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થ નાંખવો વગેરે જાણી શકાય છે. પોત પાકની વૃદિધ માટે ઉપયોગી નિવડશે, અગર નુકશાનકર્તા નિવડશે તેનો આધાર જમીનનાં નીચલાં થરમાં કલે (માટી) નાં પ્રમાણ ઉપર છે.
  • જમીનનો બાંધો (પ્રત) અને તેની સમજ : જમીનમાં રહેલા પ્રાથમિક તેમજ દિતિય રજકણોની ચોકકસ માળખામાંની ગોઠવણને જમીનનું પ્રત (બાંધો) કહેવામાં આવે છે.રેતી, કાપ અને માટીનાં રજકણોને પ્રાથમિક રજકણો તરીકે ઓળખાય છે. જયારે તેમનાં એકબીજા સાથેનાં જોડાણને કારણે બનેલાં સમૂહોને દિતિય રજકણો તરીકે ઓળખવામાં આવે છે.
  • જમીનની માવજતથી જમીનનાં રજકણોની ગોઠવણ બદલી શકાય છે. કારણ કે, જમીનમાં પોલાણ, જમીનનું વજન, જમીનમાં હવા, પાણીની હેરફેર, ગરમીનું શોષણ, પોષક તત્વોનું પ્રમાણ વગેરે જમીનનાં પ્રત પર ખાસ આધાર રાખે છે. જે છોડની વૃદિધ સાથે ખાસ ગાઢ સંબંધ ધરાવે છે.

જમીનનું પ્રત સામાન્ય રીતે દળદાર અને ભરભરૂ હોય તો તે પાકની વૃદિધને મદદ કરે છે. આવું પ્રત બનાવવા માટે જુદા જુદા પરિબળો તેનાં પર કામ કરે છે. દા.ત. છોડનાં મૂળ, જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિ, જમીનનું ભીંજાવું અને સુકાવું, જમીનને પુષ્કળ ઠંડી આપવાથી તેમજ તેની અંદર રહેલાં પાણીનો નિકાલ કરવાથી પણ જમીનનું પ્રત ભરભરૂ થાય છે. જમીનનું પ્રત એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે.

જમીનનો બાંધો નીચેનાં ગુણધમોંને અસર કરે છે.

  • છિદ્રાળુતાનો જથ્થો
  • જમીનનાં હવા- પાણીનો સંબંધ
  • પાણી સંગ્રહક શકિત
  • સુક્ષ્મ જીવાણુઓની વૃદિધ
  • જમીનનો નિતાર
  • છોડનાં પોષક તત્વોની લભયતા

જમીનનાં બાંધાનો નાશ ખેતરમાં નીચેની રીતે થાય છે

  • વધારે પડતી ખેડથી
  • વધારે ભીની અથવા સૂકી જમીનમાં ખેડથી
  • જમીનનાં ધોવાણથી
  • પાકની યોગ્ય ફેરબદલી સૂકી જમીનમાં ખેડથી
  • વધારે પડતું પિયત કરવાથી
  • સમય વગરની અયોગ્ય માવજતની રીત
  • સેન્દ્રિય પદાર્થ બાળી નાંખવાથી

જમીનનાં બાંધા(પ્રત)નું ખેતીમાં મહત્વ : અમેરિકાનાં હિલગાર્ડ, જર્મનીનાં વોલની, રશિયાના વિલિયમ જેવા જમીન વિજ્ઞાનીઓ એ હકીકત જાણતાં હતાં કે જમીનનું પ્રત એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે. જમીનનો બાંધો વ્યવસ્થિત અને દાણાદાર ના હોય તો જમીનમાં પૂરતાં ખાતરો આપવા છતાંયે તેમની અસર આવતી નથી. આવા સંજોગોમાં જમીનનું પાણી અથવા જમીનની હવા પાક ઉત્પાદન માટે મર્યાદિત પરિબળો તરીકે વર્તે છે.

હવા અને પાણીનો સંબંધ જમીનનાં બાંધા ઉપર આધાર રાખે છે. જો અપૂરતો ભેજ હોય તો છોડ પોષક તત્વો લઈ શકતો નથી અને તેની સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓ પણ કરી શકતો નથી. જો વધારે પડતો ભેજ હોય અથવા અપૂરતી હવા હોય તો છોડ પોષક તત્વોનો ઉપયોગ કરી શકતો નથી. આમ, છોડની વૃદિધ,બીજનું સ્કૂરણ વગેરેનાં શ્વાસોચ્છવાસ માટે યોગ્ય પરિસ્થિતિની જરૂર છે. ખરાબ બાંધાને લીધે જમીનમાં પ્રાણવાયુ પુરો ન પડી શકવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અવરોધાય છે. અથવા સ્થગિત થઈ જાય છે. છોડ લભય તત્વોને મેળવી શકતો નથી. આમ, પાક ઉત્પાદન માટે જમીન,પાણી અને હવાનો સંબંધ અગત્યનો છે. જે જમીનનાં બાંધા પર આધારીત છે અને તેથી જ જમીનનો બાંધો એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે.

કયા પ્રકારનું જમીનનું પ્રત સોથી ફાયદાકારક છે ? અને શા માટે ? :

જમીનની છિદ્રાળુતા : જમીનનાં રજકણો વચ્ચે આવેલી પોલાણ જગ્યાને જમીનની છિદ્રાળુતા કહે છે

  • મોટા છિદ્રો : મોટા છિદ્રો રેતાળ જમીન તેમજ દાણાદાર બાંધાવાળી માટીયાળ જમીનમાં વધુ હોય છે. છિદ્રો મોટા હોવાથી કેષાકર્ષણનો ગુણધર્મ ધરાવતાં નથી તેથી જમીનની નિતારશકિત વધુ હોય છે અને ભેજ સંગ્રહી શકતા નથી. હવાની અવર-જવર સારી હોય છે.
  • સેન્દ્રિય પદાર્થનાં રજકણો નાન હોઈ તેનાં છિદ્રો નાના હોય છે અને તેથી રેતાળ જમીનમાં છાણિયું ખાતર અથવા કંપોસ્ટ ખાતર નાંખવાથી તે જમીનની પાણી ગ્રહણ શકિત વધે છે.
  • સુક્ષ્મ છિદ્રો : માટીયાળ જમીનમાં કલે (માટી) નું પ્રમાણ વધુ હોય તેમાં સુક્ષ્મ છિદ્રો વધારે હોય છે. આમ છિદ્રોવાળી જમીન કેશાકર્ષણનો ગુણ ધરાવે છે. આથી પાણીનો નિતાર ધીમો હોય છે તેને લીધે પાણી તથા હવાની અવર-જવર ખૂબ ઓછી રહે છે. માટીયાળ જમીનમાં છાણિયું ખાતર ઉમેરવાથી જમીનને પોચી અને તેની છિદ્રાળુતામાં વધારો કરે છે તેથી નિતાર શકિત વધે છે.

જમીનની છિદ્રાળુતાનું ખેતીમાં મહત્વ :

  • હવાની અવર-જવર સારી રહે છે.
  • ભેજ સંગ્રાહક શકિત તેમજ નિતારશકિત ઉપર અસર કરે છે.
  • જમીનનાં સુક્ષ્મ જીવાણુઓ તથા છોડનાં મૂળનાં વિકાસ માટે સાનુકૂળ પરિસ્થિતિ આપે છે.
  • પોષક તત્વોની લભયતા એકસરખી રાખે છે અને ફળદ્રપ જમીનને ઉત્પાદક બનાવે છે
  • જમીનની વરાપ ઉપર છિદ્રાળુતા અસર કરે છે ખેતરમાં છિદ્રાળુતા જાળવવા માટેનાં ઉપાયો :
    • સેન્દ્રિય ખાતરો જેવાકે, કે છાણિયું ખાતર, ફાર્મ કંપોસ્ટ વગેરે ઉમેરવાથી
    • જડીયાવાળા અગર તો કઠોળ વર્ગનાં પાક ઉગાડવાથી કારણ કે, જડીયા જમીનમાં રહી જાય છે અને આમ સેન્દ્રિય પદાર્થ પૂરો પાડે છે.
    • ૩) પાકની ફેરબદલીથી
    • વરાપ થાય ત્યારે જ ખેડ કરવાથી
    • નિતાર સારો રાખવાથી
    • સુધારેલાં ખેત ઓજારનો ઉપયોગ કરવાથી ૧.૪ છોડને ઉપયોગી પોષક તત્વો અને જમીનમાં તેનુ વ્યવસ્થાપન.
    • છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો
    • છોડના વિવિધ ભાગોનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી તેમાં ૬૦ કરતા પણ વધારે તત્વો જોવા મળે છે. પરંતુ ઘનિષ્ઠ સંશોધનને પરિણામે એ સ્થાપિત થયુ છે કે છોડને પોતાનો જીવનકમ પુરો કરવા માટે કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગનેશીયમ, ગંધક, લોહ, મેંગેનીઝ, જસત, તાંબુ, બોરોન, મોલીબલેડમ અને કલોરીન એમ કુલ ૧૬  પોષકતત્વોની જ આવશ્યકતા જણાયેલ છે.

સ્ત્રોત: આત્મા પાટણ

 

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate