অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીવાડી શાખા

પ્રસ્તાવના

ગુજરાત રાજયની પૂર્વ દિશામાં આવેલ દાહોદ જિલ્‍લો મહદઅંશે રાજયની પૂર્વપટૃી ઉપર આદિવાસી વસ્‍તી તેમજ ભૌગોલીક વિવિધતા ધરાવતો જિલ્‍લો છે. જિલ્‍લામાં જંગલો , ઢોળાવવાળી ઓછી ફળદૂપવાળી જમીન , ખીણની ફળદ્રુપ જમીન તથા પથ્‍થર વાળી જમીન આવેલી છે. જિલ્‍લાને ઉતરે રાજસ્‍થાન અને પૂર્વમાં મઘ્‍ય પ્રદેશ રાજયની સરહદ લાગુ પડે છે. બે રાજયોની હદ ''દોહદ'' પરથી દાહોદ નામ પડેલ હોવાનું મનાય છે. મહદ અંશે સૂકો, અર્ધ સૂકો તેમજ ડુંગરાળ ઓછી પિયતની સગવડ ધરાવતો જિલ્‍લો છે. જિલ્‍લામાં અવાર નવાર દુષ્‍કાળ પડે છે. અહીના આદિવાસી લોકો શિયાળુ અને ઉનાળુ ઋતુમાં પોતાની ખેતીમાં જરૂરીયાત કરતાં વધારાના માણસો રાજયના અન્‍ય જિલ્‍લામાં રોજગારી અર્થે સ્‍થળાંતર કરતા હોય છે. મુખ્‍ય વ્‍યવસાય ખેતી અને પશુપાલન છે. હાલમાં ખેતીમાં બાગાયત તથા શાકભાજી જેવા પાકોનો વિસ્‍તાર વધી રહેલ છે. સાથેસાથે પશુપાલનનો વ્‍યવસાય તરફ પણ ખેડૂતો વળેલછે. દાહોદ જિલ્‍લામાં કુલ સાત તાલુકાઓ આવેલા છે (૧) દાહોદ (ર) ગરબાડા (૩) ઝાલોદ (૪) ફતેપુરા (પ) લીમખેડા (૬) ધાનપુર (૭) દેવ.બારીયા.

ગુજરાત રાજયની પૂર્વ દિશામાંઆવેલા દાહોદ જિલ્‍લામાં સાત તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્‍લાના કુલ મળી ૭૧ર ગામ છે. જિલ્‍લાનો ભૌગોલીક વિસ્‍તાર ૩,૭૧,૭૧પ હેકટર છે. તે પૈકી ખેડાણ વિસ્‍તાર ર,ર૪,૯૧૯ હેકટર , જંગલ વિસ્‍તાર ૯૦,૭૪૩ હેકટર , ગૌચર વિસ્‍તાર ૧૧,૧પ૮ હેકટર, બીન ખેતી વિષયક ઉપયોગમાં લઈ શકાય તેવી અને પડતર જમીન હેઠળનો વિસ્‍તાર ૪૪,૩૪પ હેકટર અને અન્‍ય પડતર જમીન હેઠળ ૯પ૮ હેકટર જમીન આવેલ છે. જિલ્‍લામાં કુવા, નહેર, તળાવ ખાનગી બોર, ઉદવહન સિંચાઈ, ચેક ડમે વોલ વગેરે ઘ્‍વારા નીચે મુજબ સિંચાઈની સગવડો ઉપલબ્‍ધ છે.

જિલ્‍લાના ખેડૂતો કૃષિ, પશુપાલન, બાગાયત જેવા વિષયોનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવી પોતાની ખેતીમાં ફેરફાર કરી , ઉત્પાદન ખર્ચ ઘટાડી તેમજ ઉત્પાદનમાં વધારો કરી ખેડૂતની ચોખ્‍ખી આવકમાં વધારો કરી શકાય એ રીતે માર્ગદર્શન આપવાનું આયોજન સરકારશ્રીના સંલગ્ન વિવિધ ખાતાઓ , એન.જી.ઓ. તથા સહકારી સંસ્‍થાઓને સાથે રાખી કૃષિમાં ખેડૂતોને ખાસ કરીને જમીન અને પાણીની પરિસ્‍થિતિને અનુકૂળ પાક આયોજન , માર્કેટીંગ વ્‍યવસ્‍થા , જુથા જુદા પાકોની મૂલ્‍યવર્ધન માટે ગ્રેડીંગ , પ્રોસેસીંગ, પેકેજીંગ અને સમજ તેમજ વિસ્‍તારને અનુરૂપ વધુઉત્પાદન આપતા પાકો અંગે માર્ગદર્શન આપવાનું આયોજન છે. કૃષિમાં સમતોલ ઈનપુટસ , સેન્‍દ્રીય ખાતર , સુધારેલ અને પ્રમાણીત બિયારણ તથા સુધારેલ ખેત ઓજારો અને પાક સંરક્ષણ સાધનોના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે સમજ આપવામાં આવશે.

શાખાની કામગીરી

  • જિલ્લાની ખેતી વિકાસને લગતી કામગીરી
  • નવી ખેતી ૫ઘ્ઘ્તિઓ અને સંશોધનોની જાણકારી આ૫વી.
  • કૃષિ વિસ્તરણ કામગીરી કરવી.
  • ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની અમલવારી કરવી.
  • કેન્દ્ર રાજયપુરસ્કૃત કૃષિ સહાય યોજનાઓની અમલવારી કરવી.
  • સુમ૫યિત ૫ઘ્ધતી અંગે ખેડુતોને માર્ગદર્શન આ૫વું.
  • કુદરતી આ૫તિના સંજોગોમાં ખેડુતોને પેકેજની જોગવાઈ મુજબ સર્વે અરજીઓ મેળવવી,
  • ચકાસણી કરવી અને સહાય ચુકવવી.

પિયત સુવિધાઓ

દાહોદા જિલ્લામાં કુવા, નહેર, તળાવ, ખાનગી બોર, સિંચાઈ, ચેકડેમ , ચેકવોલ વગેરે ઘ્વારા સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે.

વિગત

વિસ્તાર(હે)

નહેર

૧૪પ૯૮

કુવા

૩૪૩૪૭

તળાવ

૭૩૫૨

ઉદ્વહન

૧૬૦૯૩

ખાનગી બોર

૩૫૦૦

કુલ

૭૫૮૯૦

સહાયની માહિતી

અનું

ધટકનું નામ

સહાયનું ધોરણ

ખોળ / લીલો પડવાશ

ખોળ અથવા લીલો પડવાશ બે માંથી કોઈપણ એક પઘ્ધતિ માટે અડધા હેકટર દીઠ ખર્ચના પ૦% અથવા રૂ.૧પ૦ બે માંથી જે રકમ ઓછી હોય તે

ર.

કંપોષ્ટ ખાતરના ખાડા

ખર્ચના પ૦% પણ વધુમાં વધુ  રૂ.૧૦૦/-ની મર્યાદામાં એક ખેડૂતને એક ખાડામાં સહાય.  ખાડાનો માપ  ૩ મી.લંબાઈ × ર મીટર પહોળાઈ × 1 મીટર ઉંડાઈ

૩.

વર્મી કંપોસ્ટ

૧૦ લંબાઈ  × પ  પહોળાઈ  એવા પ૦ ચો.ફુટ ક્ષેત્રફળના  વર્મીકંપોષ્ટના એક યુનિટ /બેડ દીઠ અંદાજીત ખર્ચ  રૂ.૩ર૦૦/-ના પ૦% મુજબ  .૧૬૦૦/- સહાય 1 ખેડૂતને  વધુમાં વધુ બે બેડમાં સહાય .

૪.

બાયો ફર્ટીલાઈઝર

સરકારશ્રી ઘ્વારા માન્ય કરેલ ઉત્પાદકો મારફત  રાયઝોબીયમ , એઝોટોબેકટર, એઝોસ્પીરીલીયમ ફોસ્ફોકલ્ચરને  રપ૦ ગ્રામ અથવા ર૦૦ ગ્રામના પેકેટ રૂા.૧૧ના ટોકન દરે વર્ષમાં એક માં એક ખેડૂતને  એક હેકટર માટે સહાય સહકારી સંસ્થા મારફત

પ.

અરજીનું સ્થળ /સંપર્ક

ગ્રામ સેવક  મારફત  મ.ખે.નિ.શ્રી(વિ.) પેટા વિભાગ કચેરી

૬.

અરજી ફી.

વિના મૂલ્યે

૭.

અરજી પત્રકનો નમૂનો

નિયત કરેલ નમૂના મુજબ

૮.

અરજી સાથે બીડાણ

૭/૧ર  , ૮/અ , ખરીદીનું બીલ , નાના સીમાંત ખેડૂતનો  દાખલો.

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate