অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ વ્યવસ્થા

સજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ વ્યવસ્થા

જીવાતને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો પાક ઘણી વખત સંપૂર્ણપણે નિષ્ફળ જતો હોય છે. ખેતી પાકોમાં રોગ અને જીવાતની સરેરાશ પ૦ થી ૬૦ ટકા સુધીનુ નુકશાન થાય છે. આધુનિક ખેતીમાં પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. પાક સંરક્ષણની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જ આપણે જંતુનાશક દાવાઓનો જ વિચાર કરીએ છીએ. પરંતુ વધારે ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેડૂતોએ જરૂર હોય કે ન હોય, અવિચારી પડે અને આડેધડ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. જેને પરિણામે ગંભીર સમસ્યાઓ ઉદભવી કરવાનું શરૂ કર્યુ. જેને પરીણામે ગંભીર સમસ્યાઓ ઉદભવે છે.

રસાયણો વગરની ખેતીમાં અન્ય પદ્ધતિઓ જેવી કે ભૌતિક પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ, આકર્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.

જીવાત કે રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવોઃ

ખેત પાકોની કેટલીક જાતો અમુક જીવાતો કે રોગ સામે આંશિક કે સંપૂર્ણ પ્રતિકારક શકિત ધરાવતી માલુક પડેલ છે. જે વિસ્તારમાં અમુક રોગ કે જીવાત નિયમિતપણે અને વ્યાપક રીતે ઉપદ્રવ થતો હોય ત્યારે ત્યાં જે તે વિસ્તારને અનુરૂપ ભલામણ કરેલ રેજીસ્ટન્સ કે ટોલરન્ટ જાતો વાવવા માટે પસંદ કરવી.

ખેતી પદ્ધિતઓમાં ફેરફાર કરી જીવાતની વસ્તીમાં ઘટાડો કરવો.

ખેતી કાર્યો એવી રીતે ગોઠવીને કરવા કે જે તે જીવાતનાં વિકાસમાં, પ્રજનનમાં કે ખોરાક લેવામાં અડચણ  ઉભી કરે અને આમથતાં જીવાતની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થાય. દા.ત.પાકની વાવણી થોડીક વહેલી કરવાથી જીવાતના આક્રમણથી પાકને બચાવી શકાય અથવા તો પાકની મોડી વાવણી કરવાથી પણ પાકને બચાવી શકાય. આ માટે મોટાભાગના પાકોની વાવણી/ રોપણીનો સમય સંશોધનના આધારે ચોકકસ નકકી કરાયેલ છે તેનો અમલ કરવાથી આ પાકોમાં જીવાતોનો હુમલો ટાળી શકાય છે.

મિશ્ર પાક/આંતર પાક પદ્ધતિ અપનાવવી

ઓરાણ ડાંગરની સાથે તુવેર, કપાસ સાથે મકાઇ અને બાજરી સાથે કઠોળના મિશ્ર પાક અપનાવવાથી જીવાતોનું પ્રમાણ મુખ્ય પાકોમાં ઓછું રહે છે.

પાકની ફેરબદલી કરવી

ખેતરમાં એકનો એક પાક લેવામાં આવે તો જે તે પાકની જીવાતો અને રોગોનો જીવંત ક્રમ ચાલુ રહેવા પામે છે અને રોગ જીવાતનું પ્રમાણ વધે છે. આમ ન બને તે માટે પાક ફેરબદલી કરવી અતિ જરૂરી છે. બીજો પાક એવો પસંદ કરવો કે જે પ્રથમ પાકની જીવાત/ રોગનો યજમાન પાક ન હોય.

નિંદામણનો નાશ કરવો

ખેતરને સેઢે પાળે કે પાકમાં ઉગતા નિંદામણ કેટલાક રોગ/જીવાતના યજમાન તરીકે કામ કરે છે. આવા નિંદામણને નિયમિત દુર કરતા રહેવા.

વાડી/ખેતરની સ્વચ્છતા રાખવીઃ

ફળવાડીમાં ફળમાખીના ઉપદ્રવથી ખરી પડેલ ફળોને વીણી લઇ સ્વચ્છતા જાળવવી. જે પાકોમાં આંતર ખેડ શકય હોય ત્યાં આંતર ખેડ કે ઝાડની આજુબાજુ ગોડ કરવાથી જીવાતની વિવિધ અવસ્થાઓ ઇંડા, ઇયળ અને કોશેટાનો નાશ થાય છે.

પિંજર પાક લેવો

અમુક જીવાત ખાસ પ્રકારના પાક પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતી હોવાથી મુખ્ય પાકની ફરતે આવા પાકનું વાવેતર કરવાથી જીવાત ત્યાં વધુ ઉપદ્રવ કરે છે જેને પરિણામે મુખ્ય પાકનું વાવેતર કરવાથી જીવાત ત્યાં વધુ ઉપદ્રવ કરે છે જેને પરિણામે મુખ્ય પાક જીવાતના આક્રમણથી બચી જાય છે તેને પિંજર પાક કહે છે. દા.ત. તમાકુના ધરૂવાડીયાની ફરતે દિવેલાં, કપાસના પાકની ફરતે ભીંડા કોબીજના પાકની ફરતે રાઇ અને ટમેટાના પાકની ફરતે હજારીનું વાવેતર કરવાથી અનુક્રમે લશ્કરી, કાબરી, હિરાફુદુ અને લીલી ઇયળનો ઉપદ્રવ મુખ્ય પાકમાં ઘટાડી શકાય છે.

શરૂઆતમાં જીવાત/નુકશાન વાળા ભાગને હાથથી વીણી લઇ નાશ કરવો

જીવાતના ઇંડાનો સમુહ તેમના નાની સમુહમાં રહેલી ઇયળો, કોશેટા વગેરે પકડી પાક પરથી વીણી લઇ નાશ કરવો.

ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો

લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાબરી ઇયળ, ગુલાબી ઇયળ, રીંગણીના ફળની ઇયળ વગેરેના જાતિય અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરીને બનાવેલા ફેરોમેન ટ્રેપ ન ફુદા અને મિથાઇલ યુજીનોલ ટ્રેપમાં નર માખીને આકર્ષી તેની વસ્તી ઘટાડી શકાય છે.

ખેતરમાં પક્ષીઓને બેસવાના ટેકા ઉભા કરીને

પક્ષીઓ પણ જીવાત નિયંત્રણમાં ઇયળોને ખાઇને અગત્યનો ભાગ ભજવે છે. જેથી વૈયા, કાબર, બગલા, કાળીયોકોશી, સમડી વગેરે પક્ષીઓને બેસવા માટે ઉભા પાક ખેતરમાં ઝાડના બે લાખા અથવા એક ઉભું લાકડું ખોડી તેના પર પાકની ઉંચાઇથી થોડું વધારે ઉંચાઇએ બીજું નાનું લાકડું આડુ બાંધવું. ખેરતમાં અમુક અમુક અંતરે આવા ૧૦૦ જેટલા લાકડા  હેકટરે ઉભા કરવાથી કપાસ, દિવેલા, ચણાં, મગફળી જેવા પાકોમાં ઇયળ વીણીને નાશ કરે છે.

ખાતરનો સમતલ ઉપયોગ કરીને

વધારે પડતા નાઇટ્રોજનયુકત રાસાયણિક ખાતરનો વપરાશ કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ વધે છે તે જે રીતે પિયતનો પણ અતિરેક કરવો જોઇએ નહી.

વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો

લીમડા આધારીત ઘણી કીટનાશી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. ઉપરાંત પાકી લંબોળીના મીજનું ૩ થી ૫ ટકા અર્ક  બનાવી પાક પર છંટકાવ કરવાથી ઘણા પાકની મુખ્ય જીવાતો પર કાબુ મેળવી શકાય છે. તેમજ કુદરતી પરજીવી અને પરભક્ષી જીવાતો તમેજ બીજી ફાયદાકારક અને નિર્દેષ જીવાતોનું પણ રક્ષાણ કરી શકાય છે.

જૈવિક નિયંત્રણનો અભિગમ અપનાવીને

ટ્રાઇકોગ્રામ ભમરી,કાયસોપા, પરજીવી અને પરભક્ષી તરીકે ઘણી જીવાતોના ઇંડાઅને ઇયળોનો નાશ કરે છે. તેને પાકમાં જીવાતોનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે મોટાપાયે છોડવામાં આવે તો નુકશાનકારક જીવાતોનો નાશ થાય છે. ઉપરાંત સુક્ષ્મજીવાણું જેવા કે, એન.પી.વી., બી.ટી., બીવેરીયા, વર્ટીસીલીયમ વગેરે બજારમાં લભ્ય છે જેનો ભલામણ પ્રમાણે ઉપયોગ કરવો જોઇએ.

કાયદાથી નિયમન કરીને

અમુક રોગ કે જીવાત બીજા વિસ્તાર રાજય કે પરદેશમાં જોવા મળતી હોય તેને બીજા નવા વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે રોગ-જીવાતવાળા બીજ છોડ કે છોડના ભાગોની હેરાફેરી કરવા પર કાયદા દ્વારા નિયંત્રણ મુકવામાં આવે છે.

શેઢો/પાળા પરના યજમાન છોડનો નાશ કરીને

શેઢા/પાળા પર ઉગતા નિંદામણના છોડ કેટલીક જીવાતો અને રોગ માટેના આશ્રયસ્થાન હોય છે. આવા છોડ કે નિંદામણ નિયમિત દુર કરતા રહેવા જોઇએ. દા.ત. જંગલી ભીંડા, હોલીહોક.

ફળ ઝાડના થડ પર ગ્રીસ કે પ્લાસ્ટીકની પટ્ટીઓ લગાડવી

આ રીતે ખાસ કરીને નાની ઇયળો, કીડી અને મીલીબગના બચ્ચાં કે જે જમીનમાંથી થડ ઉપર થઇ ડાળી, ફુલ ફળ વગેરે પર જાય છે. તે ગ્રીસ જેવા ચીકણા પદાર્થ પર ચોંટી જાય છે અથવા પ્લાસ્ટીકની લીસી સપાટી ઓળંગી આગળ જઇ શકતા નથી.

લાઇટ ટ્રેપનો ઉપયોગ કરીને

ફુદા, ધૈણ વગેરે જેવી પુખ્ત જીવાતો પ્રકાશ તરફ આકૃર્ષાય છે. આથી અમુક ખાસ કિસ્સામાં રાત્રીના સમયે લાઇટ  ટ્રેપનો ઉપયોગ કરી તેનો નાશ કરી શકાય છે.

શ્રી. જી. ડી. પટેલ, ડૉ. જે. એચ. પટેલ, ડૉ. સી. કે. દેસાઇ, ડૉ. જી. આર. જાડેજા, શ્રી. ડી. કે. ગોજીયા અને શ્રી. બી. આર. પંચાસરા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate