অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનું અગત્ય નું એક્મ –બીજ માવજત

વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનું અગત્ય નું એક્મ –બીજ માવજત

  1. બીજ માવજત ના હેતુઓ :
    1. વાવણી ની સરળતા માટે
    2. બીજની વાવણી એકસરખી જાળવવા માટે:
    3. ઝડપી  અને સારા સ્ફુરણ માટે:
    4. રાઈઝોબીયમ કલ્ચર ની માવજત :
    5. જીવાતો નો ફેલાવો તથા તેનાથી થતું નુકશાન અટકાવવા
    6. બીજજન્ય રોગોનું નિયંત્રણ કરવા માટે
  2. બીજ માવજત ના પ્રકાર :
    1. સુકી માવજત
    2. ઠંડી ગરમી ની માવજત
    3. ગરમ પાણીની માવજત
    4. વરાળ ની માવજત
    5. ટુકડાને સુકા પાઉડર ની માવજત
    6. દવા યુક્ત દ્રાવણમાં ટુકડા ઝબોળી વાવવાની માવજત
    7. ભીની માવજત
    8. તેજાબની માવજત
  3. બીજ માવજત આપવાની પધ્ધતિઓ
    1. સીડડ્રેસર દ્રારા જથ્થાને દવાની માવજત આપવાની રીત
    2. માટલા દ્રારા આપવમાં આવતી બીજ માવજત
  4. અસરકારક બીજ માવજત માટેના મુખ્ય મુદ્દાઓ
    1. બીજ માવજત માટે દવાની પસંદગી અને દવાનું પ્રમાણ
    2. જમીનમાં વાવેતર સમયે ભેજ /વરાપ ની માત્રા
    3. વાવેતર માટે જમીનની પસંદગી
    4. જમીન રોગગ્રસ્ત ન હોવી જોઈ
    5. વાવતેર બાદ પિયત અથવા વરસાદ ની જરૂરિયાત
  5. બીજ માવજત ની અસરકારકતા ને અવરોધતા પરિબળો
    1. બીજ માવજતને સ્પષ્ટ ફાયદો ન દેખાવો
    2. અગાઉ વાપરેલ પારાયુક્ત દવાની ચામડી ઉપર આડ અસર ની માનસિક અસર
    3. અમુક પાકોની બીજ માવજત આપવાની જટિલ પ્રક્રિયા અથવા જરૂરી સાધન સામગ્રીનો અભાવ
    4. ગ્રામ્ય કક્ષાએ બીજ માવજત માટે દવાઓ ન મળવી
    5. સમય નો અભાવ
    6. યોગ્ય પધ્ધતિ નો અભાવ
  6. બીજ માવજત અંગેની મહત્વ ની સૂચનાઓ

બીજની અંદર કે તેની સપાટી પર રહેલ રોગકારકો ના નાશ માટે બીજને આપવામાં આવતી ફૂગ નાશક /જીવાણું નાશક દવાની માવજતને બીજ માવજત કહેવામાં આવે છે આ માવજત અમુક અંશે જમીનમાં રહેલ રોગકારકો બીજને ઉગાવામાં રક્ષણ આપે છે પરંતુ ઘણી વખત જમીન જન્ય જીવાતો જેવી કે સફેદ ઘેન કે ઉધઈ ના નિયંત્રણ માટે મગફળી કે ઘઉં જેવા પાકોને આપવામાં આવતી જંતુનાશક દવાની માવજતને પણ બીજ માવજત કહેવામાં આવે છે.આ ઉપરાંત કઠોળ વર્ગના ,ધાન્ય વર્ગ ના પાકોમાં સહ્જીવી /અસહજીવી  નિયંત્રણ માટે રીઝોબીયમ ,એઝોટોબેકટેરિયા જેવા જીવાણું ના કલ્ચર ની માવજત નો સમાવેશ કરવામાં આવે છે.

બીજ માવજત ના હેતુઓ :

વાવણી ની સરળતા માટે

દા.ત.કપાસ ના બીજ પર ઝીણી રુંવાટી હોવાને કરને તે સહેલાઈથી એકબીજા થીછુટા પડતા નથી .તેથી આવા બીજને વાવણી પહેલા માવજત આપવી જોઈએ જેથી બીજ પરની રુંવાટી દુર કરી વાવણી માં સરળતા લાવી શકાય છે.આ માટે હવે ડીલીન્ટીગ મશીનો મળે છે જે દ્રારા મોટાપાયા પર બીજને ડીલીન્ટીગ કરી શકાય  છે.

બીજની વાવણી એકસરખી જાળવવા માટે:

અમુક પાકના બીજ કાળમાં નાના અને હલકા હોય છે.જેથી આવા બીજને નિયત અંતરે એકસરખી રીતે વહેંચણી કરી વાવવામાં મુશ્કેલી પડે છે.દા.ત.તમાકુ ,ટામેટા ,રીંગણ,રજકો કે જીરૂ ના બીજ ના નાના અને વાવતા પહેલા અમુક પ્રમાણમાં ઝીણી રેતી અથવા ખોળ સાથે મિશ્ર કરી વાવવા માં આવે છે આમ કરવાથી બીજની વાવણી એકસરખી રીતે કરી શકાય છે અને એક્મ વિસ્તાર દીઠ  છોડની પુરતી સંખ્યા મેળવી શકાય છે.

ઝડપી  અને સારા સ્ફુરણ માટે:

કઠોળ પાકના બીજનું આવરણ હોય છે જેથી સ્ફુરણ માટે વધુ સમય લાગે છે દા.ત. ગુવાર વગેરેના બીજનું આવરણ સખત હોવાથી બીજને ૨૪-૩૬ કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ વાવણી કરવામાં આવે તો સ્ફુરણ ઝડપથી સારી રીતે થાય છે તેવી જ રીતે શેરડી ના કટકાને ૩૦-૩૫ અંશ સે. ઉષ્ણતાપમાન વાળા ચૂનાના પાણીમાં ૨૪ કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી સ્ફુરણ ની ક્રિયા ઝડપ થી અને સારી થાય છે.

રાઈઝોબીયમ કલ્ચર ની માવજત :

કઠોળ પાકો હવામાં ના નાઈટ્રોજન નું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.હવામાંનો નાઈટ્રોજન મૂળગ્રંથી ઓ પર સ્થાયી થાય છે.આ નાઈટ્રોજન નો ઉપયોગ છોડ કરે છે અને થોડો ઘણો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.કઠોળ વર્ગના પાકોના  બીજને વાવતા પહેલા જે તે કઠોળ પાક મેના રાઈઝોબીયમ કલ્ચર ની માવજત આપવાથી મૂળ નો વિકાસ ઝડપ થી થાય છે.

જીવાતો નો ફેલાવો તથા તેનાથી થતું નુકશાન અટકાવવા

કેટલાક પાકોમાં બીજ કે વનસ્પતિક ભાગ પર જીવાત કે જીવાત ના ઈંડા સુષુપવસ્થા માં રહેલા હોય છે આવા બીજ વાવતા તે જીવાતનો ઉપદ્રવ વધી જવા પામે છે તેથી આવા બીજને જીવાત મુક્ત કરી વાવવામાં આવે છે.

બીજજન્ય રોગોનું નિયંત્રણ કરવા માટે

કેટલાક રોગો બીજજન્ય હોય છે તેથી આ પાકના બીજને વાવતા પહેલા ફૂગનાશક કે પરાયુક્ત દવાનો પટ આપવો જોઈએ.

બીજ માવજત ના પ્રકાર :

બીજ માવજત આપવા માટે બિયારણમાં રોગકારક ની હાજરી ,પાકની જાત વગેરે ધ્યાને લઇ તેને અંને દર્શાવેલ મુજબ ની વિવિધ પધ્ધતિઓથી માવજત આપવામાં આવે છે.

સુકી માવજત

આ માવજત સામાન્ય રીતે ઘણી જ પ્રચલિત છે જેમ કે કઠોળ પાકો ,મગફળી કે ધન્ય્પકો ના બિયારણો ને ફૂગનાશક દવાઓ જેવી કે કેપ્ટન,થાયરમ પર બરાબર ચડાવી પછી તેનું વાવેતર કરવા ભલામણ થયેલ છે.

ઠંડી ગરમી ની માવજત

ઘણી વખત ઘઉં જેવા પાકોમાં લુઝ સ્મટ કે ઢીલા અંગરીયા ની ફૂગના બીજાણુઓ  બિયારણ ના અંદરના ભાગ માં સ્થાયી થઇ ગયેલ હોય છે.જેનો નાશ બીજની સપાટી ઉપર ફૂગનાશક દવાનો પટ આપવાથી થઇ શકતો નથી.આવા સંજોગો માં બિયારણને ખાસ કરીને ઉનાળાના દિવસો માં સવારના ચાર કલાક ઠંડા પાણીમાં પલાળી રાખવામાં આવે છેજેથી બિયારણમાં અરેલ ફૂગના બીજાણઓનું બીજની અંદર જ સ્ફુરણ શરૂ થાય છે

ગરમ પાણીની માવજત

શેરડી જેવા પાકોમાં વિવિધ રોગો જેવા કે રાત્ડો ,આંગરીયા ,સુકારો વગેરે કાતળી મારફતે ફેલાતા હોય છે તથા તેની છાલ ઘણી જ જાળી હોય છે.

વરાળ ની માવજત

આ માવજત પણ સામાન્ય સંજોગોમાં શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવતી હોય છે.

ટુકડાને સુકા પાઉડર ની માવજત

બટાકા જેવા પાકમાં જોવા મળતા બંગાળી ના રોગ કે સ્ક્રેબ વગેરે ના નિયંત્રણ માટે બટાકા ના નાના ટુકડાઓને મેન્કોઝેબ જેવી ફૂગ નાશક દવાના પાઉડર નો પટ આપી વાવણી કરવા ભલામણ કરવામાં આવે છે.

દવા યુક્ત દ્રાવણમાં ટુકડા ઝબોળી વાવવાની માવજત

શેરડી જેવા પાકોમાં બિયારણ માં લાગેલ ભીંગડાવાળી જીવાત કે પછી તેમાં જોવા મળતાં અનાવૃત અંગરીયા જેવા રોગો માટે બિયારણના ટુકડાઓને ફૂગનાશક કે જંતુનાશક દવાના દ્રાવણ માં અમુક સમય માટે ઝબોળી વાવવાની ભલામણ કરવામાં આવે છે.

ભીની માવજત

બિયારણ ણે ફૂગનાશક કે જીવાણું નાશક દવાનો જેવી રીતે પાઉડર ના રૂપે સુકી માવજત આપવમાં આવે છે તેવી જ રીતે મગફળી કે ઘઉં જેવા પાકોમાં અનુક્રમે સફેદ ઘેન અને ઉધઈ ના નિયંત્રણ માટે ક્લોરોપાઈરીફીસ કે કવીનાલફોસ જેવી પ્રવાહી દવાના દ્રાવણનો પટ આપી બિયારણ ને છાંયડે સુકવી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.

તેજાબની માવજત

કપાસ ના બીજની રુંવાટી અને તે સાથે સંકળાયેલા જીવાણું ઓના નાશ માટે પહેલા ગંધક ના તેજાબ ની માવજત આપી બિયારણ ઉપરની રુવાંટી અને તેમાં રહેલ જીવાણું ઓને નાશ કરવામાં આવે છે

બીજ માવજત આપવાની પધ્ધતિઓ

સીડડ્રેસર દ્રારા જથ્થાને દવાની માવજત આપવાની રીત

બીજના વધુ જથ્થા ણે એકી સાથે પટ આપવો હોય તો સીડડ્રેસર નો ઉપયોગ કરવામાં આવે છે આ માટે પોણા ભાગનું પીપ ભરાય તેટલા બીજ લઇ જરૂરી દવા ઉમેરી ઢાંકણ બંધ કરી પીપને ૧૦ થી ૧૫ મિનીટ ગોળ ગોળ ફેરવવામાં આવે છે.આમ કરવાથી બીજની ફરતેદવાનો એકસરખો પટ લાગી જશે.

માટલા દ્રારા આપવમાં આવતી બીજ માવજત

સીડ ડ્રેસિંગ ડ્રમ ઉપલબ્ધ ન હોય ત્યારે તેની અવેજી માં અને બીજનો જથ્થો ઓછો હોય ત્યારે આ પધ્ધતિ થી માવજત આપી શકાય છે.આ રીતે ઘણી જ અનુકુળ છે અને સરળતાથી અપનાવી શકાય છે.

 

અસરકારક બીજ માવજત માટેના મુખ્ય મુદ્દાઓ

અવર નવાર ખેડૂત મિત્રો તરફથી એવી ફરિયાદ મળતી હોય છે કે અમોએ  બિયારણ ણે તો ભલામણ મુજબ ની દવાનો પટ આપેલ પરંતુ તેમ છતાં ઉગસુક કે ધરું મૃત્યુ પ્રમાણ ઘણું જોવા મળે છે. આ બાબતે અત્રે દર્શાવેલ મુદ્દા ઓ પણ દયાનમાં લેવા જરૂરી છે કે જે બીજ માવજત ની અસરકારકતાને અસર પહોંચાડતા હોય છે.

બીજ માવજત માટે દવાની પસંદગી અને દવાનું પ્રમાણ

બીજ માવજતનું સારું પરિણામ મેળવવા માટે જે તે પાકના બિયારણો ને તેના માટે ભલામણ થયેલ દવા તથા તેની માવજત આપવાની પધ્ધતિ મુજબ જ માવજત આપવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે પરંતુ રોગીષ્ટ બિયારણ ણે દવાનો પટ આપી વાવવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય નહિ.

જમીનમાં વાવેતર સમયે ભેજ /વરાપ ની માત્રા

બીજ માવજત આપ્યા છતાં જમીનમાં બિયારણો ના વાવેતર સમયે પુરતી ભેજની માત્રા ન હોય તો બીજ માવજત થી ફાયદો કરતા નુકશાન પણ થવાની સંભાવના રહેલ છે.

વાવેતર માટે જમીનની પસંદગી

જે તે પાકના વાવેતર માટે અનુકુળ પ્રકારની જમીન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવી હોય અને ઉબસ ખાબડ કે નીચાણવાડી ન હોય તો જ બીજ માવજત સારું પરિમાણ આપી શકે છે

જમીન રોગગ્રસ્ત ન હોવી જોઈ

એકને એક પાક વારંવાર એકને એક જમીનમાં વાવમાં આવતો હોય તો જમીન જન્ય રોગો દ્રારા તે જમીન રોગોથી ગ્રસ્ત થઇ હોય છેઆવી રોગગ્રસ્ત જમીનમાં માત્ર બીજને દવાનો પટ આપી વાવેતર કરવાથી બીજને જાનીન જન્ય રોગો સામે પુરતું રક્ષણ આપી શકાતું નથી

વાવતેર બાદ પિયત અથવા વરસાદ ની જરૂરિયાત

ઘણી વખત જોવામાં આવે છે કે મગફળી જેવા પાકોના બિયારણો ને દવાનો પટ આપી પૂરતા ભેજમાં વાવેતર કરવા છતાં વાવેતર બાદ લાંબો સમય વરસાદ ન આવે અથવા તો પિયત આપી શકાય તેમ ન હોય તો બિયારણનો ઉગાવો થઇ ગયા બાદ જમીનમાં ભેજની ખેંચ ના કારણે છોડ નબળો પડે છે અને  જમીન જન્ય ફૂગ નબળા છોડ ઉપર હુમલો કરી ધરું મૃત્યુ કે ઉગસુક  રોગનું પ્રમાણ વધારે છે.

બીજ માવજત ની અસરકારકતા ને અવરોધતા પરિબળો

બીજ માવજતને સ્પષ્ટ ફાયદો ન દેખાવો

બીજ માવજત ન આપવાના સંજોગો માં સરેરાશ ૧૦ ટકા જેટલું બિયારણ નિષ્ફળ જઈ ખેતરમાં ખલા પડવાની સંભાવના રહે છે.

અગાઉ વાપરેલ પારાયુક્ત દવાની ચામડી ઉપર આડ અસર ની માનસિક અસર

અગાઉ ઘણી વખત પારાયુક્ત બીજ માવજત માટે ભલામણ કરવામાં આવતી ત્યારે તે માવજત આપવા માટે લેવી પડતી કાળજી જેવી કે હાથમાં રબ્બર ના મોજા પેહરી અને ચામડી ના સીધા સંપર્ક માં દવા ન આવે તેની કાલજો લેવામાં ન આવી હોય તો તેનાથી ચામડી ઉપર બળતરા થવી કે ફોલ્લા પાડવા જેવી શારીરિક આસ અસરોના માનસિકતા ધરાવતા ખેડૂત મિત્રો હવે પારાયુક્ત દવાઓની ભલામણ કરવામાં આવતી હોવા છતાં તેનો ઉપયોગ કરતા ખચકાતા હોય છે.

અમુક પાકોની બીજ માવજત આપવાની જટિલ પ્રક્રિયા અથવા જરૂરી સાધન સામગ્રીનો અભાવ

શેરડી જેવા પાકોમાં ગરમ વરાળ અથવા ગરમ પાણી ની માવજત આપવી હોય તો આ માટે ખાસ સાધનો સામાન્ય ખેડૂત પાસે હોતા નથી પરંતુ અમુક વિસ્તારમાં ખાંડના કારખાના ઓમાં કટકાઓને માવજત આપવા લઇ જવા પડે છે.

ગ્રામ્ય કક્ષાએ બીજ માવજત માટે દવાઓ ન મળવી

આજે ઘણા નાના ગામડાઓ છે કે જ્યાં બીજ માવજત માટેની દવાઓ ઉપલબ્ધ હોતી નથી.

<

સમય નો અભાવ

અમુક સંજોગો માં દવાઓ લીધેલ હોવા છતાં મોટા વાવેતરને પહોંચી વળવા એ વરાપનો ઉપયોગ કરી લેવા બીજ માવજત આપ્યા સિવાય જ ઉતાવળમાં વાવેતર કરી નાખવામાં આવતું હોય છે.

યોગ્ય પધ્ધતિ નો અભાવ

  • વાવણી પહેલા અગાઉથી બીજ માવજત ન કરવા છેલ્લી ઘડીએ ખેતરમાં ઉતાવળે માવજત આપવી
  • યોગ્ય દવાની પસંદગી ન કરવી
  • બીજ માવજત ની દવાનો એક સરખો પટ ન લાગવો
  • વધુ ઊંડાઈએ બીજની વાવણી કરવી

બીજ માવજત અંગેની મહત્વ ની સૂચનાઓ

  • બીજ માવજત આપવાથી રોગીષ્ટ કે સડેલ બિયારણ ની ગુણવત્તા સુધારી શકાય  શકાતી નથી
  • સામાન્ય રીતે બીજ માવજત બીજ્જન્ય છુપા ચેપ અને રોગકારકો જીવાતના ઉપદ્રવ સામે પણ આપવામાં આવે છે.
  • સામાન્ય રીતે બીજ માવજત બીજ જન્ય રોગો/જીવાત ના ઉપદ્રવ સામે ઉગાવા સુધી જ રક્ષણ આપે છે.
  • એક જ પાક માટે ૨ કે ૩ બીજ માવજત સૂચવવામાં આવેલ હોય તો જે તે વિસ્તારમાં મહદ્અંશે  જોવા મળતાં રોગ /જીવાત સામે ભલામણ થયેલ એક જ માવજત આપવાનો આગ્રહ રાખવો જોઈએ
  • બીજ માવજત આપેલ હોવા છતાં પણ બીજના ઉગાવા માટે જમીન તથા તેની તૈયારી બરાબર કરવામાં ન આવેલ હોય કે જમીનમાં પુરતો ભેજ ન હોય તો બીજ માવજત થી ઇસ્છિત ફાઈદો થતો નથી.

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૧, વર્ષ :૬૪, સળંગ અંક :૭૫૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate